Sunday, October 25, 2020

પ્રાગ - ઐતિહાસિક કાલ અને આદ્ય ઐતિહાસિક કાલ


 

    . પ્રાગ - ઐતિહાસિક કાલ પ્રાગ

 ઐતિહાસિક અને આદ્ય - ઐતિહાસિક પુરાતત્ત્વને અત્યાર સુધી પાષાણયુગ , તામ્રયુગ અને લોહયુગમાં વિભાજિત કરવામાં આવ્યું છે . આવા વિભાગોએ લગભગ ,00,000 વર્ષોના પટ પરના માનવના જીવનના માત્ર એક પાસા પર , અર્થાત એણે વ્યાપક રીતે વાપરેલ ઓજારો અને હથિયારો પર ભાર મૂક્યો છે . વિભાગો માનવે બે મહત્ત્વની ધાતુઓ તામ્ર અને લોંહનું નહિ , વિશિષ્ટ પ્રકારનાં પાષાણ ઓજારોના નિર્માણનું તથા તેઓને હાથામાં બેસાડવાનું જ્ઞાન કેવાં વિવિધ પગલાંથી પ્રાપ્ત કર્યું તે સૂચવે છે , પરંતુ તેઓ માનવની બહુમુખી રહેણીકરણી પૂરતા પ્રમાણમાં દર્શાવતા નથી . માનવની આર્થિક અને સામાજિક સ્થિતિના તથા એની આસપાસની પરિસ્થિતિના જ્ઞાન પર વધુ ભાર મૂક્વો ઘટે છે . હેતુ ઝાંખા ભૂતકાળની , આજે ઉપલબ્ધ છે તેના કરતાં વધુ આધાર - સામગ્રીની અપેક્ષા રાખે છે . વિવિધ વૈજ્ઞાનિક વિદ્યાઓમાંથી મળતી વધતી જતી મદદ સાથે , સભ્યતા તરફની માનવની કૂચનાં મુખ્ય સીમાચિહ્નોમાંનાં કેટલાકનું , ઝાંખું તો ઝાંખું , દર્શન કરવાનું શક્ય છે .

 લાંબો પાષાણયુગ , જે ,00,000 વર્ષ આવરી લેતો અંદાજાયો છે ને જે સહુથી ઉત્તરકાલીન ભૂસ્તરશાસ્ત્રીય કાલ અર્થાત્ પ્લાયસ્ટોસીન'નો ભાગ બનેલ છે તે દરમિયાન માનવ વનવાસી હતો , એને કોઈ સ્થિર રહેઠાણ નહોતું ને પોતાનો ખોરાક ઉત્પન્ન કરી શકતો નહિ , છોડો અને ફળો એકઠાં કરતો , માછલાં પકડતો ને રાની પ્રાણીઓનો શિકાર કરતો . પરિસ્થિતિ અને સંજોગોમાંના પરિવર્તનોએ ઓજારોમાં પરિવર્તન આણ્યાં . તેઓએ મોટાં , બેઢંગ અને ભારે ઓજારોમાંથી વધુ નાનાં , વધુ ખૂબીદાર અને વધુ વિશિષ્ટ ઓજાર વિકસાવ્યાં ; મુખ્યત્વે એનાં ઓજારોના અભ્યાસ પર આધારિત માનવના વિકાસનો ઇતિહાસ તેથી સંભવિત છે . ને જ્યારે આની સાથે છોડો અને પ્રાણીઓના અવશેષો , પુષ્પરાજ ધાન્યો , જમીનના ઉપલા સ્તરો , સમુદ્ર અને નદીની સપાટીઓની ચડઊતર , સૌર કિરણોત્સર્ગ અને ઘણા બીજા મુદ્દા જોડવામાં આવે , ત્યારે માનવના જીવનનું વધુ વિસ્તૃત ચિત્ર સાંપડે છે . પાષાણયુગ જેવા શબ્દ તેથી હવે પૂરતા નથી , કેમકે ઝોક પદાર્થમાંથી એની પાછળ રહેલા વિચાર તરફ ખસ્યો છે . માનવની પ્રગતિના તબક્કા છેઃ

 . આદિમ અન્નસંગ્રાહક તબક્કો અથવા આદ્ય અને મધ્ય પાષાણ યુગો .

, વિકસિત અસંગ્રહાક તબક્કો અથવા અત્યંત પાષાણ યુગ | મધ્યપાષાણનો ( યુગ )

. પ્રારંભિક અન્ન ઉત્પાદન તરફ સંક્રમણ અથવા આદ્ય નૂતનપાષાણનો ( યુગ )

 . સ્થાયી ગ્રામ કોમો અથવા વિકસિત નૂતનપાષાણનો યુગ ) / તામ્રપાષાણનો ( યુગ )

 . નાગરિ કીકરણ અથવા કાંસ્ય યુગ

 

                     . આદિમ અન્નસંગ્રાહક તબક્કો

 ( ) આદ્ય પાષાણ યુગ

પંજાબઃ પંજાબ અને દ્વીપકલ્પીય હિંદ વચ્ચે પરિસ્થિતિમાં અને ઓજાર - પરંપરાઓમાં સ્પષ્ટ તફાવતો હોઈ તેઓનું નિરૂપણ અલગ રીતે કરવું બહેતર છે . ૧૯૩૯ સુધી પંજાબનો માત્ર એક ભાગ જે હવે પાકિસ્તાનમાં પડે છે તેમાં ત્રણ કે ચાર પાષાણયુગ સંસ્કૃતિઓની ચોક્કસ નિશાનીઓ નીકળી હતી . આને પ્રાક - સોહન , પૂર્વકાલીન સોહન , ઉત્તરકાલીન સોહન અને વિકસિત સોહન અથવા કાપણી અને પતરી - અને - પાનું ઉધોગ કહ્યા છે . પહેલાં ચાર નામ સિંધુમાં મૂળતી એક મહત્ત્વની ઉપનદી સોહન કે સોઆનના નામ પરથી પડયાં છે , જેના કિનારે પહેલી માનવકૃત ચીજો જડી હતી . પછીના સમૂહનું નામ ઓજારોના ક્રિયાત્મક અને પ્રૌદ્યોગિકીય સ્વરૂપ પરથી પડ્યાં છે ને વ્યાપક રીતે માનવનો બૌદ્ધિક અને ભૌતિક વિકાસ દર્શાવે છે .

 સઘન અભ્યાસ દક્ષિણ - પશ્ચિમી હિમાલયના પાદગિરિઓમાં શરૂ થયો . સિવાલિક ગિરિમાળા અને પોતવાર ઉચ્ચપ્રદેશની બનેલી છે . પોતવાર પ્રદેશ પ્રાચીન પંચનદનો ભાગ છે , જયાં સિંધુ , સોહન , ઝેલમ , રાવી , સતલજ અને બિયાસનાં જળ ઠલવાય છે , એમાં પશ્ચિમ પંજાબના રાવલપિંડી અને બીજા જિલ્લાઓનો સમાવેશ થાય છે . નદીઓ પરનાં વિવિધ ભૂસ્તરશાસ્ત્રીય નિર્માણને ડી ટેરા અને પીટરસેને કાશમીર ખીણમાંના પ્લાયસ્ટોસીન ( નૂતનતમ ) યુગ દરમ્યાન થયેલા હિમનદીઓના વિસ્તાર - સંકોચ સાથે સાંકળ્યાં છે . પરથી પુરાતત્ત્વવિદો પ્લાયસ્ટોસીન ( નૂતનતમ ) થી હોલોસીન ( અખિલનૂતન ) કે વર્તમાન સમય સુધીના માનવનું પર્યાવરણ દર્શાવતો આબોહવાની વધઘટનો ક્રમ બંધ બેસાડી શક્યા છે . જયારે ડુંગરોમાં અને ઉચ્ચતર ઊંચાઈઓએ વધુ શીત સ્થિતિઓ ( હિમયુગો ) પ્રવર્તી , ત્યારે પંજાબનાં મેદાન કંકરો અને કાંપથી છવાયાં હતાં , જ્યારે ઉષ્ણસમ સ્થિતિઓ ( અંતર્ણિમ યુગો ) માં બરફ ડુંગરો પરથી ઉચ્ચતર ઊંચાઈઓએ પાછો હઠ્યો ને એણે મેદાનોમાં ધોવાણ સજર્યું . પરિવર્તન પામ્યા કરતી આબોહવાની પશ્ચાદભૂમિ સામે છે કે માનવની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવાનો છે .



 માનવની ઉપસ્થિતિ પહેલીવહેલી સિંધુ , સોહન વગેરે નદીઓમાં સહુથી ટોચની સપાટી રૂ ગોલશ્મ - પિંડમાં દેખાઈ હોવાનું મનાયું , કાશ્મીર ખીણમાંના બીજા હિમયુગ દરમ્યાન પોતવાર ઉચ્ચપ્રદેશે ઘણો ભારે વરસાદ અનુભવ્યો ને નદીઓ ગોલાશ્મ તાણી ગઈ . આથી ગોલાશ્મ - પિંડની રચનાને મદદ મળી . સ્તર - નિર્માણમાં ક્વાર્ટસાઇટની મોટી પતરીઓ અને ચીરેલા કંકર મળ્યા હતા . આમાંનાં કેટલાંકને માનવકૃત ચીજો માનવામાં આવ્યાં , કેમકે તેઓ બાજુ પર ચીપ કાઢવાની નિશાનીઓ બતાવતા હતા . ઉદ્યોગને ઉત્તરાકાલીન ઉદ્યોગોથી અલગ ઓળખવા માટે એને પ્રાફસોહન કહેવામાં આવ્યો , પરંતુ હવે એવું ધારવામાં આવે છે કે પતરીઓ અને કંકરો પર માનવના કાર્યની કોઈ સ્પષ્ટ નિશાનીઓ નથી . આપણે તેથી કહીએ કે માનવ બીજા હિમયુગ દરમ્યાન અસ્તિત્વ ધરાવતો નહોતો .

 વાત ત્યારે સોહન ઉદ્યોગથી શરૂ થાય છે . ક્વાર્ટસાઇટનાં તથા લીલાશ પડતા રાખોડિયા ટ્રેપનાં ચીરેલા કંકરો અને પતરીઓનાં બનાવેલાં ઓજાર દર્શાવે છે . ઓજાર ગોલાશ્મ - પિંડના નમી પડવાથી . અને એના પરિણામરૂપે પહેલી નદીઓ વડે થતા ધોવાણથી ઘડાયેલી અગાસી ( ) માં * વર્તમાન સોહન અને સિંધુ નદીઓની સપાટી ઉપર અનુક્રમે ૬૫ અને ૧૨૫ મીટરે મળ્યાં છે , ધોવાણ અંશતઃ પર્વતના ઉદ્ધરણ દ્વારા ખીણના ઢોળાવોની થતી પ્રવણતાને લીધે અને અશતઃ બરફ ઓગળવાના પરિણામે વધેલા પાણી - પુરવઠાને લીધે થતું હતું . કાશ્મીર ખીણ અને પંજાબ મેદાનો બંનેમાં અંતર્હિમ યુગની સ્થિતિઓને લીધે અનુકૂળ આબોહવા પ્રવર્તી લાગે છે . આવી અનુકૂળ આબોહવાની સ્થિતિઓ નીચે , પાષાણ ઓજારોના બે સ્પષ્ટ પ્રકાર મળ્યા છેઃ હાથ - કુહાડી અને કંકર ઓજારો , ને થોડાં પતરી ઓજારો . પછીનાં પહેલાંથી એટલા બિન - નમૂનેદાર અને ભિન્ન છે , કે તેઓથી ઉપલક્ષિત ઉદ્યોગ કાપણી કે સોહન ઉદ્યોગ કહેવાય છે . નોંધપાત્ર છે કે ઓજારોના બંને સમૂહ એક થરમાં પણ જુદાં જુદાં સ્થળોએ મળ્યા છે .

 જ્યારે આબોહવા બદલાઈ , ત્યારે કાશ્મીર ત્રીજી વાર હિમના આચ્છાદાન નીચે હતું . પોતવાર ઉચ્ચપ્રદેશમાં પ્રવાહોએ તાજું ધોવાણ અને સ્તપ્રસારણ શરૂ કર્યું તે પહેલાં બારીક કંકર અને પછી કાંપ પ્રસાર્યો . પછી વધુ શુષ્ક તબક્કો આવ્યો , જે દરમિયાન તીવ્ર પવન - પ્રવૃત્તિ શરૂ થઈ . પરિણામે , ‘ લોએસનામે બારીક કાંપ ઘણી ઊંચાઈઓ પર પથરાયો . પથરાયેલા કાંપે સિંધુ અને સોહન ખીણોમાં બીજી અગાસી ( ) રચી .

  કાલખંડોમાં માનવ હાજર હતો ને તેણે જમીનની સપાટી પર ભારે પરિવર્તન નિહાળ્યાં . એનાં ઓજાર સોહનમાં અગાઉ મળેલાં ઓજારોથી કેટલેક અંશે જુદાં છે . ઓજાર પાયાના પોતવાર કંકરમાં અને કાંપના નીચલા મી.માં હોય છે , પરંતુ ગાભા અને પતરીઓ કેટલીક પૂર્વતૈયારી બતાવે છે ને માત્ર લેવલ્લૉ ઇજિયન ક્રિયાપદ્ધતિ'ની નહિ , જીવનપદ્ધતિમાંના પરિવર્તનની પણ યાદ આપે છે , જયારે ઘોડો , રાની પાડો , ઊંટ અને વરુ જેવાં પ્રાણીઓ , જેના અવશેષ પોતવારલોએસમાં હોય છે તેને કાપી કાઢવા માટે પતરીઓ વધુ પસંદ કરાતી હતી . ગમે તેમ , સ્તરીભવનની , આબોહવાની અને સંસ્કૃતિની દૃષ્ટિએ સ્પષ્ટ પરિવર્તન રહેલું છે .

નોંધ:--- * અગાસીઓ નદીઓ કે સરોવરો કે સમુદ્રતટની સીપમાં આવેલી સપાટ ભૂમિઓ છે . પાણીની સપાટીની ચડઊતરને લઈને થતાં આબોહવાનાં પરિવર્તનોને લીધે નિર્માય છે . અગાસી જેમ વધુ ઊચી તેમ તે વધુ પૂર્વકાલીન , આમ , અગાસી અગાસી કરતાં વધુ જૂની વગેરે .

સમગ્ર પ્રદેશમાં એક વાર ફરી પરિવર્તન આવ્યું , અંતર્હિમ સ્થિતિઓ ફરી દેખાઈ ને ધોવાણના પરિણામે નવી અગાસી ( ) ઘડાઈ , પરંતુ એમાં હજી માનવનાં કોઈ ઓજાર મળ્યાં નથી . ત્રીજા અંતર્હિમ યુગ દરમિયાન ઉત્તરકાલીન સોહન ઉદ્યોગમાં પરિવર્તનનો કોઈ પુરાવો નથી . ચોથું હિમનિર્માણ કે જયારે સિંધુ અને સોહન પર નવી અગાસી ( ) ઘડાઈ ત્યાર પછી બે સ્થળોએપિંડી ઘેબ અને ધોક પથાન ( હાલ પાકિસ્તાનમાં ) માં તેથીય બારીક પાના જેવાં ઓજાર મળ્યાં છે . આને વિકસિત સોહન , કે ઉપલો પ્રાચીનપાષાણ ઉદ્યોગ કહેવામાં આવ્યો છે .

        આવાં ઓજાર મોટી સંખ્યામાં બનાવાયાં હોત , તો તેઓએ આદિમાનવના જીવનમાં મોટા પરિવર્તનની ઘોષણા કરી  હોત , જેવી યુરોપ અને પશ્ચિમ એશિયામાં કરી છે . પેશાવર ખીણ ( પ્રાચીન ગંધા૨ ) માંની સંઘાવ મુકામાં થયેલાં તાજેતરનાં ઉત્ખનનોએ પતરી - અને - પાનું ઉદ્યોગ દર્શાવ્યો છે , જે મોહસ્તેરિયન પરંપરાનો હોવાનું કહેવાય છે ને જે ઘણી ઠંડી આબોહવાવાળા અત્યંત પ્રાચીનપાષાણ ( મધ્ય પાષાણ યુગ ) માં મુકાયો છે . વધુમાં કહેવાય છે કે ભારતમાંનાં મધ્ય પાષાણ યુગ ઓજાર પ્રાથ : ઉદ્યોગ સાથે સંબંધ ધરાવે છે .

હાથ કુહાડીનો વિકાસ સ્પષ્ટ નથી . એટલી પ્રાચીનતાવાળી કહેવાય છે , કેમ કે બીજા અંતર્હિમ યુગના થરોમાં હોય છે ને ત્રીજા હિમયુગ સુધી સોહન ઉદ્યોગને સમાંતર વિકાસ ધરાવતી હોવાનું મનાય છે , જયારે વિકસિત હાથકુહાડી ઉદ્યોગ ચૌન્ત્રા ( પાકિસ્તાન ) માં પૂર્વકાલીન અને ઉત્તરકાલીન સોહન ઓજારો સાથે મળે છે .                   આથી , પહેલથી , પશ્ચિમ પંજાબમાં ઓજારોના બે ભિન્ન પ્રકાર જોવામાં આવે છે , પહેલાં અલગ - અલગ અને પછી સાથે . કોઈ નિશ્ચિત આધાર - સામગ્રીના અભાવે , જુદી જુદી રહેણીકરણી ધરાવતા બે ભિન્ન માનવજાતિ - પ્રકાર સૂચવે છે કે કેમ કહેવું મુશ્કેલ છે .  

પૂર્વ પંજાબમાં , બિયાસ અને એની ઉપનદીઓ પ૨ કાંગરાની આસપાસ થયેલી તાજેતરની સ્થળતપાસોમાં પૂર્વકાલીન સોહન અને ઉત્તરકાલીન સોહનની યાદ આપે તેવા ઉદ્યોગોનો પુરાવો પણ મળ્યો છે . તેઓના નદીઓ પરની અગાસીઓ સાથેનો ચોક્કસ સંબંધ અને આબોહવાને લગતાં ફલિત હજી સાધી લેવાનાં છે .  

હિંદના બાકીના ભાગમાં , પંજાબનાં ઓજારોને સમાન , માત્ર હાથકુહાડીઓ નહિ , કંકર ઓજાર પણ અનેક સ્થળોએ મોટી સંખ્યામાં મળ્યાં છે . આવી ઘટના એવું સૂચવે છે કે સમાન સ્થિતિઓ સમાન પરિણામો નિપજાવે છે .

 દ્વીપકલ્પીય ભારતઃ હાથકુહાડી સંસ્કૃતિનું ખરું વતન , આપણી વર્તમાન જાણકારી મુજબ , દ્વીપકલ્પીય હિંદ , ગંગા મેદાનની  દક્ષિણે આવેલો પ્રદેશ , હોવાનું જણાય છે . સંસ્કૃતિનાં પ્રકાર - ઓજાર પહેલવહેલાં મદ્રાસ પાસે મળ્યાં હોઈ , એનેમદ્રાસ ' કુહાડી  સંસ્કૃતિ ' પણ કહે છે , તદન પ્રાદેશિક નામ છે , તે તજી દેવું જોઈએ , કેમ કે અઘતન સંશોધનો દર્શાવે છે કે હાથ કુહાડી સંસ્કૃતિ લગભગ સમસ્ત હિંદને આવરી લેતીઆંધ્ર પ્રદેશ , મદ્રાસ , માયસોર , મહારાષ્ટ્ર , ગુજરાત , પૂર્વ રાજસ્થાન , અને ઉત્તર પ્રદેશ , બિહાર અને પશ્ચિમ બંગાળાના ઉચ્ચપ્રદેશ વિસ્તાર - સિવાય પશ્ચિમ રાજસ્થાન , સિંધ , કાશ્મીર , આસામ અને આંધ્ર , મદ્રાસ અને  કેરલની સમુદ્રતટ પટ્ટીઓ . આવી વિતરણ તરાહ ભૌગોલિક કે પારિસ્થિતિક કારણોને લીધે હશે . દાખલા તરીકે , આસામ હાલ પણ એટલા બધા પ્રમાણમાં વૃક્ષાચ્છાદિત છે કે આદ્ય પાષાણ યુગના માનવ માટે પૂરતું ગુજરાન મેળવવું અશક્ય થયું હોય . આદ્ય પાષાણ યુગના માનવના અવશેષ મુખ્યત્વે નદીઓના મધ્યવિસ્તારમાં અને તેઓના સિંચાઈ - વિસ્તારથી થોડા અંતર સુધી સીમિત રહ્યા છે , ૭૫૦ મી . કરતાં વધુ ઊંચા અને ગીચ જંગલવાળા પ્રદેશ પણ માણસે દૂર રાખ્યા લાગે છે . માઉન્ટ આબુ ( રાજસ્થાન ) , મહાબળેશ્વર ( મહારાષ્ટ્ર ) અને નીલગિરિ ( મદ્રાસ અને માયસોર ) - ,૩૫૦ થી ,૧૦૦ મી . સુધીના પર્વતોમાં આથ પાષાણ યુગનાં કોઈ ઓજાર મળ્યાં નથી .

હાથકુહાડીઓ અને બીજાં સંલગ્ન ઓજાર પશ્ચિમ પંજાબમાં પહેલવહેલાં બીજા અંતર્ણિમ યુગના થરોમાં મળે છે , જયારે દ્વીપકલ્પીય હિંદમાં તે નર્મદાનું સહુથી પ્રાચીન કંકરપિંડ તળું જે પાયાના ખડક કે લેટેરાઇટની ઉપર હોય છે તેમાં મળે છે . પિંડ સ્તરમાં જંગલી હાથી , જંગલી ઘોડો , જંગલી બળદ , હિપ્પોપોટેમસ પેલીનડિક્સ એફ , અને . સી . , સ્ટેગૉડૉન ઇનસિગનિસ એફ . અને , સી . , રાઇનૉસેરૉસ યુનિ.કૉર્નિસ લિમ . , સુસ સ્પ . , ત્રિયોનિક્સ સ્પ . , સ્ટેગોડૉન ગનેસા એફ . અને સી . , એમિસ સ્પ . , ઉરસુસ  નમડિક્સ  એફ .અને  સી . , લેપ્ટોબૉસ ફ્રઝેરી રટ , સે વસ હુવનસેલ્લી જેવાં લુપ્ત પ્રાણીઓના અવશેષ પણ મળ્યા છે . પ્રાણીઓ મધ્ય પ્લાયસ્ટોસીન ( નૂતનતમ ) માં મુકાયાં હોઈ , હાથકુહાડી ઉદ્યોગને પણ કાલમાં મૂકવામાં આવે છે , પણ તેના ક્યા ચોક્કસ ભાગમાં વધુ આધાર - સામગ્રી સિવાય કહેવું મુશકેલ છે . મહી અને નર્મદા સિંચાઈ પ્રદેશના તાજેતરના અભ્યાસ જણાવે છે કે કાલ આધ્ય ઉપલા પ્લાયસ્ટોસીન કરતાં ઉત્તરકાલીન હોઈ શકે નહિ .

 હિંદમાં અન્યત્ર પણ હાથકુહાડી ઉધોગ સામાન્ય રીતે મધ્ય પ્લીસ્ટોસીનનો હોવાનું મનાય છે . પરંતુ આનો અર્થ એવો પટાવવો ઘટે કે આથ માનવ સમસ્ત દ્વીપકલ્પીય હિંદમાં એકસાથે દેખાયો . દ્વીપકલ્પમાંનાં આધ પાષાણ યુગનાં ઓજારોમાં હાથકુહાડીઓ , વાંસલા , કંકરો કે અર્ધ - કંકરોમાંથી બનાવેલાં કાપણી ઓજારો અને છોલણીઓના વિવિધ ઘાટો ઉપરાંત પકડતાં ફાવે તેવી નિયમિત સુનિર્મિત જગાવાળાં કેટલાંક ઓજારો , તીકમો અને થોડાં બે - છેડાવાળાં અને ચાંચવાળા ઓજાર , જે માત્ર કોતરવા કે કાપવા માટે વાપરી શક્યાં હોય તેનો પણ સમાવેશ થાય છે , છેલ્લાં જણાવેલાં ઓજાર કર્ણાટક ( ઉત્તર માયસોર ) માં કૃષ્ણા સિંચાઈ - પ્રદેશમાં મળે છે . હાયકુહાડી સર્વહેતુક ઓજાર હતી , જે વિવિધ સ્વરૂપો ધરતી . વાંસલાઓની બાબતમાં પણ ખરું છે , જે લાકડું કાપવા માટે તેમજ માંસને છેદવા માટે વપરાયા હોય . બંનેમાં , બંને બાજુની બાજુઓ પર કમર'ના સ્પષ્ટ દાખલા છે , જે બતાવે છે કે ઓજાર લાકડાની કે વાંસની લાકડીમાં બેસાડાતાં અને દોરીથી તથા ચીકણા પદાર્થથી સજજડ કરાતાં . હજી સુધી હિંદમાં ક્યાંય એકલાં કે સમૂહગત ( કેટલાંક ઘણા મોટા સમૂહોમાં ) ઓજારો સિવાય કંઈ મૂળ્યું નથી . તેઓ તેઓના ઘડનારાઓનાં કલા અને ઉદ્યોગનો કેટલોક ખ્યાલ આપતા સમૂહ છે , પરંતુ સમગ્ર રીતે માનવ અને એની સંસ્કૃતિ પર અત્યલ્પ પ્રકાશ પાડે છે . અલબત્ત , એનું કારણ છે કે હજી સુધી માનવના અવશેષ અર્થાત્ ઓજાર ગૌણ સ્તરોમાં મળ્યા છે , ને એનાં સંભવિત રહેઠાણા - સ્થળ શોધવાનાં છે . સમૂહોને હાથકુહાડી સંસ્કૃતિ ' કહેવાનું હજી રૂઢ છે . ઓજારો બનાવનારાઓ , જેઓ લગભગ આખા હિંદમાં ભમતા હતા , તેઓના જાતીય પ્રકાર કે પ્રકારો વિશે આપણે હજી અંધારામાં છીએ . તેઓ ચીનના લોકોની જેમ અગ્નિ જાણતા કે કેમ અથવા પૂર્વ આફ્રિકા કે જયાં મોટા તેમજ નાના શિકાર મળતા ત્યાંના લોકોની જેમ કામચલાઉ શિબિરો રાખતા કે કેમ તે પણ જાણવા મળતું નથી . ઘણા થોડા કિસ્સાઓ સિવાય , ઓજારો અને સમકાલીન પ્રાણીઓનું સાહચર્ય સાબિત થયું નથી . આથી આપણે માત્ર તાત્કાલિક રીતે કહી શકીએ કે અમુક પ્રાણીઓ જેઓના અવશેષ મુખ્યત્વે નર્મદા અને ગોદાવરી ખીણોમાં મળ્યા છે તેઓનો શિકાર માકાસ કરતો હતો . છતાં પ્રાણીઓ , જે પર્યાવરણમાં માણસ રહેતો હતો તેનું સૂચન કરે છે . તે હતું સરખામણીએ ગાઢ જંગલ , જેવું મધ્ય પ્રદેશમાં હોશંગાબાદ અને અન્ય સ્થળોની આસપાસ મળે છે , જેમાં સાગ , વડ , પીપળો અને પલાશ પુષ્કળ પ્રમાણમાં ઊગતાં . આરંભિક તબક્કાઓમાં વરસાદ આજના કરતાં પ્રાયઃ વધારે પડતો ને નદીઓ મોટા કંકરો અને ગોળ પથ્થરો પણ લાવતી ઘણાં પહોળાં તળોમાં વહેતી . પરંતુ ધીમે ધીમે વરસાદ ઘટ્યો ને લગભગ આખા હિંદમાં નદીઓ પોતાનો ભાર પોતાનાં તળાંમાં નાખવા લાગી . તળાં કેટલાક મીટર ઊંચાં થયાં ને ચૂર્ણમા કાંપમાંથી મળતાં ચૂનાનાં દ્રાવણ સાથે સજજડ થયાં , જે પછીથી થરો પર પથરાયાં . છે ભારત - પાકિસ્તાન ઉપખંડમાંના આદિમાનવ અને એના પર્યાવરણનું માત્ર ઝાંખું ચિત્ર . ચોક્કસ આધાર - સામગ્રીના અભાવે , સિવાય કે તેઓની સ્પષ્ટ ઓજાર પ્રણાલીઓ સહિત મધ્ય પ્લાયસ્ટોસીન ( નૂતનતમ ) માં બે મુખ્ય ભૌગોલિક વિભાગો ( હિમાલયના પાદગિરિઓ , જે પર પરિ - હિમાવર્તન સ્થિતિઓની વારંવાર અસર થતી ને દ્વીપકલ્પીય હિંદ જેણે ભારે વૃષ્ટિ અનુભવી લાગે છે ) માટે , વિવિધ પ્રદેશો તેઓની આબોહવા , વનસ્પતિ અને પ્રાણીઓ વિશે કંઈ ચોક્કસ કહી શકાતું નથી .

 ( ) મધ્ય પાષાણ યુગ

સોહન ઉદ્યોગનો વધુ વિકાસ પંજાબમાં જોવા મળ્યો છે , પરંતુ દ્વીપકલ્પીય હિંદમાંના હિંદમાંના માનવના ભાગ્ય વિશે છે કે હમણાં સુધી કંઈ ચોક્કસ કહી શકાતું નહિ .

 પૂર્વવર્તી ઉપક્રમ દર્શાવતાં ગાભો અને પતરીઓ ત્રીજા હિમયુગના - પાયાગત પોતવાર કંકર અને કાંપ - થરોમાં હોય છે . ઓજારો તેમજ ચોથા હિમયુગના થરોમાં મળેલાં પાનાં - પતરીઓને કામચલાઉ મધ્યપાષાણ યુગમાં મૂકીએ ને અંત્યપ્લાયસ્ટોસીન ( નૂતનતમ ) માં ગણીએ . હાથકુહાડીઓ ૧૯૬૬-૬૭માં કાંગરા ખીણમાં મળી છે . સહુથી નીચલી અગાસીમાં ,

પ્રાયઃ પ્લાયસ્ટોસીન ( નૂતનતમ ) માં તદન મોડે મળી છે . કીપકલ્પીય હિંદમાં , માનવનાં એવાં હાથકામ ધરાવતા થર કાંકરાના મરડિયાના પિંડ અને કાંપ ધરાવતા વધુ જૂના નદીથરોની ઉપર ને સાથે રહેલા મળ્યા છે . ભીની અને સૂકી સ્થિતિઓના એક બીજા ચક્ર દરમિયાન પૂર્વવર્તી થરોની જેમ પથરાયા હતા . ઉત્તરકાલીન થર ભાગ્યે કાંકરાળા અને ખરબચડા છે , સામાન્યતઃ વધારે સફાઈદાર અને વધુ રેતાળ છે . થરોમાં મળેલાં ઓજાર , નિયમ તરીકે , ફિલન્ટ ( ચકમક ) , જેસ્પર ( સૂર્યકાંત મણિ ) , અકીક અને કૅલસેડની ( શ્વેત સ્ફટિક ) જેવા સુંદર - દાણાદાર પદાર્થના બનેલાં હતાં , જો કે કુરનૂલ અને મદ્રાસ જેવા કેટલાક વિસ્તારોમાં કવાર્ટસાઇટ પણ વપરાતું હતું . સરખામણીએ નાનાં છે . સામાન્ય સમૂહમાં છોલી , અણી , આર અથવા સારડી , નાની કાપણી અને છેદક ઓજારોના વિવિધ પ્રકાર હોય છે . બધાં ઓજાર સામાન્ય રીતે પતરીઓ કે પતરી જેવી ગ્રંથીઓમાંથી બનાવેલાં હોય છે , જે એક કે બંને બાજુએ ચપટાં હોય છે . પશ્ચિમ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા કેટલાક પ્રદેશોમાં , લુણી અને બેટવા અને એની ઉપનદીઓ પર પતરીઓ બનાવવાની ક્રિયાપદ્ધતિમાં સ્પષ્ટ સુધારો છે . છે જેઘડેલા ગાભ ' કેપાસાદાર ચોતરા ' ક્યિાપદ્ધતિ તરીકે ઓળખાય છે તે , જે ફ્રાન્સમાંની પ્રસિદ્ધ લેવલ્લૉઇજ પદ્ધતિની યાદ અપાવે છે .

પૂર્વકાલીન ઓજારોથી ઉલટી રીતે , નાનાં ઓજારોને ધારે ફરી હાથ મારવામાં આવે છે . ધાર કેટલીકવાર બારીક હોય છે . આખા હિંદભરમાં આવા ઓજાર - સમૂહ મધ્ય પાષાણ યુગના ગણાતા થરોમાં મળ્યા છે , એથી ઓજાર લાકડાનાં રંદા , બાણ બરછી અને ધનુષ્ય જેવાં મોટાં ઓજાર અને હથિયાર ધડવા માટે વપરાતાં હતાં એવું કલ્પી શકાય છે , ભંગુર પ્રકૃતિનાં હોઈ એમાંનાં કોઈ મોજૂદ રહ્યાં નથી .

ઓજારોની પ્રકૃતિ તેમજ તે જેમાં હોય છે તે થરો આછા જંગલવાળું પર્યાવરણ સૂચવે છે , જ્યાં વરસાદ ઘણો ભારે નહોતો ને આધ પાષાણ યુગ કરતાં તીવ્રતામાં તથા સમયપટમાં ચોક્કસ રીતે ઓછો હતો . માણસ પાદગિરિઓ પર રહેતો , જ્યાં ચર્ટ , અકીક અને ચકમકની નસોના રૂપમાં કાચી સામગ્રી સહેલાઈથી ઉપલબ્ધ હતી . પૂર્વવર્તી સસ્તન પ્રાણીઓમાંનાં કેટલાંક , જેવાં કે બૉસ નમાડિક્સ અને એલીક્સ ઍન્ટિકવસ ઓછામાં ઓછું મહારાષ્ટ્રમાં વિદ્યમાન રહ્યાં લાગે છે , જ્યાં તેઓના અવશેષ મધ્ય પાષાણ યુગનાં ઓજારોના સીધા સંસર્ગમાં મળ્યા છે . હાડપિંજરોના અવશેષોના અભાવે , કાળ દરમ્યાન હિંદમાં માનવની જાતિએ રહેવાનું ચાલુ રાખેલું કે કેમ કહેવું મુશ્કેલ છે . હજી શિકારી - માછીમાર અને અરણ્યવાસી હતો , તો પણ એની ઓજાર - સામગ્રી અને જેની બની હતી તે પદાર્થો વડે માણસની ક્રિયાપદ્ધતિમાં પરિવર્તન દર્શાવાય છે .

 


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home