ભારત નો ઇતિહાસ અને સંસ્ક્રુતિ વિકસિત અને સંગ્રાહક તબક્કો ( અંત્ય પાષાણ યુગ )
૨. વિકસિત અને સંગ્રાહક તબક્કો ( અંત્ય પાષાણ યુગ
)
લગભગ સમસ્ત ભારત અને પાકિસ્તાનમાં
મધ્ય પાષાણ યુગના ઉદ્યોગો પછી એનાથી ય નાનાં ઓજાર ( લઘુ પાષાણો) મળે છે , છતાં ક્યાંય પ્રકારશાસ્ત્રીય સમુત્ક્રાંતિને
અનુરૂપ સ્પષ્ટ સ્તરશાસ્ત્રીય આનુપૂર્વી છે નહિ . મોટી સંખ્યાનાં દાખલાઓમાં
લઘુપાષાણો રેતાળ કે વેરાન ખડકાળ પરિવર્તી પ્રદેશમાં , સપાટી પર મળે છે . એમાંનું પછીનું નિઃશંક
દર્શાવે છે કે આબોહવાના મોટા ફેરફાર થયા હતા , પરંતુ આ ફેરફાર જયારે માણસ આ વિસ્તારમાં રહ્યો
ને એણે આ ઝીણાં ઓજાર ઘડ્યાં તે સમયને લગતા છે કે તેની પછીના સમયને લગતા એ બધા
દાખલાઓમાં નક્કી થયું નથી .
લઘુપાષાણો , પોતે નજીવા ,
મહાન પ્રૌદ્યોગિકીય વિકાસ
- સંયુક્ત ઓજારનું પ્રચલન - ની આગાહી કરે છે . પાષાણ ઓજારોને પોતાના હાથમાં
રાખવાને બદલે , માણસ હવે તેઓને
હાડકાના , લાકડાના કે
વાંસના હાથા કે દાંડામાં બેસાડતો ને આમ ઉત્તરકાલીન તાંબાનાં કે લોખંડનાં દાતરડાં ,
બાણ , નિમિ - વેધનીઓ ( માછલાં મારવાના કાંટાળા ભાલા )
અને શારડીઓના અનેક પ્રકારોના આઘ - નૂમના ઉત્પન્ન થયા . આ કરામત મધ્ય પાષાણ યુગમાં
ઉદભવેલી , પરંતુ એ આ કાલમાં
પરાકાષ્ઠા પામી . હવે ઓજાર સર્વસામાન્ય રીતે ઘણાં નાનાં , કેટલીકવાર માંડ એક ઇંચ કે અર્ધો ઇંચ લાંબા
હોતાં ને તેથી એ અન્યથા વાપરી શકતાં નહિ . આ લધુપાષાણ જે દબાણ ક્રિયાપદ્ધતિથી ઘડાતાં
તે પદ્ધતિ પ્રાયઃ વહેલી જાણવામાં આવેલી . આર્થિક રીતે માણસ હજી અરણ્યવાસી ,
શિકારી - માછીમાર હતો .
છતાં જગતનાં અન્ય સ્થળોની જેમ કેટલાક વિસ્તારોમાં પછીનું મહાન પગલું દેખાય -
માટીનાં વાસણ ધડવાનું ને એનાં સહવર્તી કાયમી વસવાટ અને અન્ન ઉત્પાદનનું .
પૂર્વ હિંદમાં , લઘુપાષાણો
સામાન્ય રીતે ઓરિસા , બંગાળ અને
છોટાઉદેપુરના ઉચ્ચપ્રદેશમાં લૅટરાઈટ મેદાનોમાં તથા જંગલોમાં અને મિરઝાપુરમાં ખડકાળ
( રેતાળ પથ્થરની ) ટેકરીઓમાં હોય છે . આ પ્રદેશમાંનાં થોડાં , નાના પાયા પરનાં ઉત્પન્ન તેઓની સંભાવ્ય
પ્રાચીનતા અને પ્રચલિત આબોહવાની સ્થિતિ દર્શાવે છે . છેક હમણાં સુધી આ બધા
વિસ્તારોમાં આછાં જંગલ હતાં . પશ્ચિમ બંગાળ અને છોટા ઉદેપુર ઉચ્ચપ્રદેશનાં ઘેરાં -
લાલ લેટરાઇટ ઉચ્ચપ્રદેશો અને મેદાનોમાં હજી શાલવૃક્ષો મોખરે તરી આવે છે .
મિરઝાપુરમાં , ઉત્તરના ભાગોમાં
ઝાડીરૂપ જંગલ છે , જ્યારે દક્ષિણમાં
રેતાળ પથ્થરની નીચી હારોની ધાર પર ક્યારડાંના કિલોમીટર છે , જ્યાં ભૂતકાળમાં જંગલ છવાયેલાં હતાં
બર્દવાન જિલ્લા ( પશ્ચિમ બંગાળ ) માં દામોદર નદીના કિનારા પર દુર્ગાપુર રેલવે
સ્ટેશન પાસેના બીરભાનપુરમાંનાં ઉત્પનન દર્શાવે છે કે પહેલાં આબોહવા ધણી ભીની હતી ,
જેથી કરીને લેટરાઇટ ઘડાયો
ને પ્રદેશ પર ગાઢ જંગલ પથરાયું . પછી વધારે સૂકો તબક્કો આવ્યો ને એ સમયે લઘુપાષાણો
વાપરતા માણસે ત્યાં દેખા દીધી . એ પ્રાયઃ વૃત્તાકાર પર્ણકુટીઓમાં રહેતો , જેની દીવાલો , થોડાં ગોળ થાંભલા - બાકાંની હસ્તી પરથી લાગે છે
તેમ , લાકડાના ગોળ થાંભલાઓ વડે
ટેકવાતી હતી . ઓજાર સામાન્ય રીતે દૂધાળ ક્વાર્ટજ્નાં ઘડાતાં , જોકે ચકમક , ચર્ટ , શ્વેતસ્ફટિક , ક્વાર્ટઝાઇટ અને
અશ્મીભૂત લાકડું ( જેનાં મોટાં ઢીમચાં એ આખા સ્થળે મળ્યાં છે ) કેટલીક વાર વપરાતાં
હતાં . પ્રકારશાસ્ત્રની દૃષ્ટિએ , લઘુપાષાણો અ -
ભૌમિતિક છે , અર્થાત્ ત્રિકોણ
અને સમલંબ જેવાં સ્વરૂપોનો અભાવ છે . લધુ પાષાણો સાથે સંકળાયેલાં કોઈ મૃત્પાત્ર
મળ્યાં નથી . આથી એમ ધારવામાં આવ્યું છે કે આ પ્રદેશમાંનો માનવ હજી શિકારી -
માછીમાર હતો ને એ હજી પ્રારંભિક ખેતી તરફ વળ્યો નહોતો . લઘુપાષાણ વસવાટના થર પર
રેતાળ , આછી બદામી માટીનો
બે - તૃતીયાંશ મીટર છવાયો હોઈ , આ અંત્ય પાષાણ
સંસ્કૃતિને ઠીક ઠીક ભારે પ્રાચીનતા અર્પી શકાય .
મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ વચ્ચેની સીમા પ૨ , કૈમૂર ગિરિમાળા બીરભાનપુરમાં શરૂ થયેલી વાત
ચાલુ રાખે છે . રેતાળ પથ્થરના થરોએ જુદા જુદા કાલના માણસો માટે કામચલાઉ કે કાયમી
શિબિરો તરીકે આદર્શ આશ્રય પૂરો પાડ્યો હતો , જેમાંનો સહુથી પૂર્વકાલીન થર વિકસિત અન્ન -
સંગ્રાહક તબક્કા જેટલો પાછળ જતો લાગે છે . ભૈનસૌર પાસે મોરહાના પહાડ અને ભધૈખોરમાં
તેમજ મિરઝાપુરથી ૬૫ કિ.મી. પર આવેલા લેખનિયામાં થયેલાં ખુલ્લી હવાનાં સ્થળો અને
શૈલ - આશ્રયોનાં નાના પાયા પરનાં ઉત્પનનોમાં પહેલાં અ - ભૌમિતિક લઘુપાષાણ અને પછી
ખરાબ રીતે પકવેલાં ગેરુ - લાલ મૃત્પાત્રો સાથે ભૌમિતિક લધુ પાષાણ નીકળ્યા હતા .
ભધૈખોરમાં , માત્ર એક
હાડપિંજર મળ્યું હતું , પરંતુ લેખનિયામાં
જાડાઈમાં ૪૨ સે.મી.થી વધુ નહિ તેવડા થરમાં લગભગ ૧૪ માનવ - હાડપિંજર હતાં તે સૂચવે
છે કે કોઈ આપત્તિને કારણે આ બધાંને એક જ રહેઠાણમાં દાટવામાં આવેલાં અથવા આ શૈલ -
આશ્રમોમાંનો પસંદ કરેલો દફન - વિસ્તાર હતો - જ્યારે જ્યારે માણસ મરી જતું ત્યારે
ત્યારે તેને ત્યાં દાટવામાં આવતું . દેહની દિશા પશ્ચિમ - પૂર્વ હતી ને બધા
દાખલાઓમાં એને લંબાવેલી રીતે ગોઠવેલો હતો .
પછીના સમયમાં એવા લોકો આ પ્રદેશમાં આવી વસ્યા , જે શબને મોટા શિલા - રેખાંકિત ખાડાઓમાં દાટતા
અને એને એથી મોટી શિલાઓ કે કેટલીકવાર એક જ શિલા વડે ઢાંકતા , ને આથી જેઓ ‘ મહાપાષાણિક ' તરીકે ઓળખાય છે . તેઓ પહેલાં તાંબું અને પછી લોખંડ અને
મૃત્પાત્રો પણ વાપરતા . આમ , આ પ્રદેશમાં
ક્રમિક વિકાસ દેખાય છે , જો કે એની વિગતો
હજી ઉપલબ્ધ નથી .
વિંધ્યની રેતિયા પથ્થરની રચનાઓ જે પશ્ચિમ બાજુ મધ્ય પ્રદેશમાં વિસ્તરે છે તેમાં
અનેક ગુફાઓ અને શૈલઆશ્રયો પણ છે, જેમાંના ઘણાં
વસવાટવાળાં હતાં . કમભાગ્યે ઘણાં ઓછાનું પદ્ધતિસર ઉત્પનન કરવામાં આવ્યું છે . હોશંગાબાદ
પાસેના આદમગઢનાં ઉત્પનનોએ તળિયે પ્રાચીનપાષાણનાં ઓજારો ધરાવતો થર પ્રકાશમાં આણ્યો ,
ને કાળી કે બદામી માટીના
સહુથી ઉપલા થરમાં મૃત્પાત્રો સાથે સંબંધ ધરાવતા ભૌમિતિક અને અભૌમિતિક બન્ને
પ્રકારના લઘુપાષાણ ઓજાર મળ્યાં હતાં . તામ્ર પાષાણ યુગના મૃત્પાત્રોનાં થોડા નમૂના સપાટી પર મળ્યા હતા . અહીં પણ ,
લઘુપાષાણ ઓજારો
તામ્રપાષાણ તબક્કા કરતાં પ્રાકાલીન જણાય છે ને આરંભિક પાષાણ યુગ કરતાં ઘણા મોડા
સમયે દેખા દે છે . છતાં , મૃત્પાત્રો ,
પાળેલા પ્રાણીઓ અને શૈલ
આશ્રયો સાથેનો તેઓનો સંબંધ નિ:શંક રીતે સ્થાયી જીવન દર્શાવે છે .
સમાંતર વિકાસ ઓરિસામાં પણ થયો , બરિપાદ ( અગાઉનું મયૂરભંજ રાજા ) પાસેના કુવૈબુરીમાં લઘુપાષાણ ઓજાર મૃત્પાત્રો
અને ઘસેલાં પાષાણ ઓજાર ધરાવતા થરની નીચે જોવામાં આવ્યાં હતાં .
ભારતના છેક દક્ષિણ ભાગમાં , તિરુનેલવેલી જિલ્લામાં , લધુ પાષાણા ઓજારો
એવા સંદર્ભમાં હોય છે , જે ઠીક ઠીક સારી પ્રાચીનતા પરંતુ સૂકી આબોહવા
સૂચવે છે . તામ્રપર્ણિ નદીને દક્ષિણે
તથા ઉત્તરે આવેલો સમુદ્રતટ પ્રદેશ સ્થાનિક રીતે ‘ ટેરીઓ કહેવાતા અશ્મિભુત વેણુ ઢગગલાઓથી ઢંકાયેલો
છે . તેઓનું નિર્માણ
જયારે સમુદ્ર સપાટી આજે છે તે કરતાં વધુ ઊંચી હતી ત્યારે થયું હતું . આ , સૂકી આબોહવાના તબક્કાને લીધે હતું . માણસ ટેરીઓ પર રહેતો ને ચર્ટ , ચકમકીકૃત લાકડું અને પારદર્શક ક્વાર્ટ્સ ( સ્ફટિક ) નાં લઘુપાષાણ ઓજાર ઘડતો .
આ સામગ્રી એ પ્રદેશમાં ઉપલબ્ધ નથી . એ ઉધોગમાં ભૌમિતિક અને અ ભૌમિતિક બંને
તત્ત્વોનો સમાવેશ થાય છે ને એ ઘણું સંભવિત છે કે અ-ભૌમિતિક ઓજાર ‘ ટેરીઓ’ના વધુ જૂના તબક્કાનાં છે .
સહેજ વધારે સારી માહિતી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઉપલબ્ધ છે , જ્યાં પહેલાં સાબરમતી પ્રદેશમાંનું લાંઘણજ અને પછી આખજ , અને મહી પ્રદેશમાંનું અમરાપુર લધુપાષાણ ઓજારોનો ખરાબ પકવેલાં મૃત્પાત્રો , પ્રાણીઓનાં હાડકાંના ઢગલા અને તેઓની અંદર દાટેલા માણસો સાથેનો અસંદિગ્ય સંબંધ
દશાર્વે છે .
લાંઘણજ અને આખજ એકલાં સ્થળ નથી , પણ ઉત્તર અને
મધ્ય ગુજરાતનાં રેતાળ કાંપનાં મેદાનોમાં રહેલાં સેંકડો સ્થળોનાં પ્રતિનિધિ છે .
સ્થળવર્ણન પૂર્વ અને દક્ષિણ ભારતમાં જોવામાં આવે છે તેનાથી તદન જુદું છે . સપાટ
રેતાળ વિસ્તારોના કિલોમીટરોમાંથી એ જ પદાર્થના ત્રણ -ચાર ટેકરા એકદમ નીકળી આવે છે
. આ ટેકરાઓની વચ્ચે પૂરના પાણીનું સરોવર ભરાયું હોય છે , જેમાં વર્ષમાં
લગભગ દસ મહિના પાણી રહે છે . આ ટેકરાઓની ટોચો અને ઢોળાવો જે ઝાડવાંથી ઢંકાયેલા હોય
છે તેમાં લધુપાષાણ ઓજાર પથરાયાં હોય છે . આ ટેકરાઓ તેમજ નદીના કિનારા તેથી
લઘુપાષાણ ઓજારવાળા લોકોનાં આશ્રયસ્થાન હતાં .
આમ , સૂકા અને ભીના
તબક્કાઓનાં એકાંતર આવર્તનો વડે રેતીના ટેકરાઓની સપાટીઓ નિશ્ચિત થઈને નાનાં પૂર
જળાશય રચાયાં . લઘુપાષાણ ઓજાર આરંભિક પાષાણ યુગ પછી ઘણા વખતે દેખાયાં , પરંતુ તેઓને કાચી સામગ્રી હાથવગી લાગી નહિ ચર્ટ અને ક્વાર્ટસ અને ક્વાર્ટસાઇટ
અને ક્લોરાઇટ શિસ્ટ જે તેઓ ભારે ઓજારો માટે કેટલીકવાર વાપરતા તેના ગઠ્ઠા તેઓને
કેટલાક અંતરથી આયાત કરવા પડતા . લઘુપાષાણ ઓજારોમાં પાનાં ( સંસ્કારિત અને સાદાં ) , અર્ધચંદ્રકારો , સમલંબ - ચતુર્ભુજો , ત્રિકોણો , છોલણીઓ અને અણીઓ અને થોડી કોરણીઓનો સમાવેશ થાય
છે . ભારે ઓજારોમાં ક્વાટ્સાઇટના એક ચકરડા જેવા પથ્થરનું કે ગદાના ફળાનું અને
ક્લોરાઇટનાં બે નાનાં લીસાં કે ચકચકિત ઓજારોનું હોવું મહત્ત્વનું જણાય છે . પછી
જણાવેલાં - બે નાનાં લીસાં ઓજાર માત્ર પ્રતીકાત્મક લાગે છે , જો કે એ આવાં ઓજાર બનાવતાં કેંદ્રો સાથેનો સંપર્ક કે તેઓની જાણકારી સૂચવે છે .
પહેલાં જણાવેલાં ઓજાર કાંતો એવું સૂચવે છે કે માણસે ખોદવાની લાકડીની મદદથી ખેડવા
માંડયું હતું , જે માટે ક્વાર્ટસાઇટનું ચકરડું વજન તરીકે
વપરાતું , અથવા તો ચકરડું ગદાના ફળા તરીકે વપરાતું – પ્રહાર કરવાનું શક્તિશાળી આયુધ , વાલુકાન પાષાણની નાની નિશાઓના સંખ્યાબંધ ટુકડા
સ્પષ્ટતઃ સોનાગેરૂના પથ્થરો વડે લોંદો બનાવવા વપરાતા હતા અને નહિ કે અનાજ પીસવા . મૃત્પાત્રો , એકદમ ઓછાં અને
ખરાબ પકવેલાં હોવા છતાં , લઘુપાષાણ ઓજારો સાથે સંકળાયેલાં છે . આ સૂચવે
છે કે ગુજરાતમાંના પાષાણયુગ માનવીને ઓછામાં ઓછું કામચલાઉ શિબિરો કે રહેઠાણો હતાં , જેની કમભાગ્યે કોઈ નિશાનીઓ રહી લાગતી નથી , પરંતુ એ આરંભિક
ખેતી વડે પોતાનો ખોરાક ઉત્પન્ન કરતો થયો હતો એવો પુરાવો મળ્યો નથી . કોઈ
પ્રાણીઓ પાળવામાં આવ્યાં લાગતાં નથી , કેમ કે મોટાં અને
નાનાં પ્રાણીઓના અવશેષોમાં હરણની ઓછામાં ઓછી ત્રણ જાત - ટપકાંવાળું હરણ , ડુક્કર - હરણ અને પાણથળનું હરણા , નીલગાય , કાળિયાર અને
એકશીંગ ગેંડો મળ્યા છે , કોઈ પણ ઘેટાં કે બકરાં મળ્યા નથી
ગેંડાની હાજરી સૂચવે છે કે સરોવરો અને ઝાડીઓના આસપાસના વિસ્તારો વડે પૂરું
પડાતું પર્યાવરણ આવાં પ્રાણીઓની હસ્તી માટે પૂરતું અનુકૂળ હતું અથવા ગેંડો નદી -
તટો પર રહેતો , જયાં માણસ એનો શિકાર કરતા , અને એનાં કલેવર ટીબા પર લઈ આવતા . કાચબાનાં કોચલાંના ટુકડા અને માછલાંની
કરોડોની હસ્તી દર્શાવે છે તેમ માછીમારી પણ ખોરાક પૂરો પાડતી.
શબને એકદમ વળેલી અવસ્થામાં , પ્રાયઃ ઉત્તર - દક્ષિણ દિશામાં દાટતા ,જો કે બીજી દિશાઓના
દાખલા પણ છે . પાષાણયુગ માનવ કઈ જાતિનો હતો તેનો કોઈ ચોક્કસ ખ્યાલ બાંધી શકાતો નથી
, કેમ કે ૧૩ કે ૧૪ હાડપિંજરોનો અભ્યાસ એવાં લક્ષણ
દર્શાવે છે જે ભૂમધ્યીય અને વેદીય જ નહિ , પણ અન્ય
જાતિસમુદાયોનાં પણ છે .
આ
સંસ્કૃતિનો સમય હજિ નક્કી કરાયો નથી , ટાચ તરફ છ એક મીટર ઉપલા ભાગમાથીચકરડા-પથ્થર, ક્લોરાઇટ શિસ્ટ ની નાની અને લીસી કરેલી કુહાડીઓ , એક મોટી તાંબાની કરી , લોખંડનું બાણ ફળું અને ચાકરા પર બનાવેલા મ્રુત્પાત્ર મળે છે
, આ મૃત્પાત્ર પ્રાચીન થરોમાં
મળેલાં પાત્રોથી તેદન જુદાં છે , આ ક્રમ ઉત્તર
ગુજરાત મા , પથ્થર વાપરતો આ
માણસ અંહિ દેખા દેતો થયો ત્યારથી થયેલાં મહત્ત્વનાં સાંસ્કૃતિક પરિવર્તન દર્શાવે
છે ,
ટૂંકામાં ,
દક્ષિણ ભારતની ‘ ટેરીઓ ' , બીરભાનપુર અને પૂર્વ ભારતમાના મરઝાપુરમાની પ્રાગ
મ્રુત્પાત્ર અ ભૌમિતિક સપાટીઓ અંત્યત પાષાણ યુગના આરંભિક તબક્કો ધરાવે છે ,
( મરઝાપુર અને ઉત્તર પ્રદેશના
અન્ય સ્થળ અને મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાતમાંનું લાંધણજ , જયાં પશુપાલન અને આરંર્ભિક , ખેતીના કોઇ ચોક્કસ પુરાવા સિવાય મૃત્પાત્ર પણ મળે છે તે ત્યાંના ઉત્તરકાલીન તબક્કા પછીની અવસ્થા દર્શાવે છે .
અન્યત્ર , મધ્યપ્રદેશ ,
પૂર્વ અને પશ્ચિમ રાજસથાન
, સૌરાષ્ટ્ર , મહારાષ્ટ્ર , આંધ્રપ્રદેશ અને માયસોરમાં મળેલા અવષેશ અત્યાર સુધી
સપાટી પરથી જ મળ્યા છે . અહીં પણ લઘુપાષાણ ઓજાર , ઉત્તર તામ્રપાષાણ , કાલનાં પાનાં ઓજારોની પહેલાંનાં હોવાનું જણાય
છે . આથી આપણે ભારતના ઘણા ભાગોમાં ઉત્તર પાષાણ યુગ કલ્પી શકીએ , જે દરમિયાન આબોહવા સામાન્ય રીતે ( પ્રાદેશિક
તફાવતો તથા તેને અનુરૂપ વનસ્પતિ પર્યાવરન સાથે ) સૂકી હતી ને માણસ ખેતી અને
પશુપાલન કરતો થયો નહોતો .
પાના અને કોરાણીનો ઘણો સુંદર ઉદ્યોગ ચિતુર
જિલ્લો , આંધ્ર પ્રદેશમાં રેણીગુંટા
પાસે મળ્યો છે , લઘુપાષાણ ઉધોગ
બેલારી જિલ્લાના સંગન કલ્લામાં ઉપર થર થયેલા બૅસોલ્ટ પતરી ઉદ્યોગની ઉપર અને નૂતનપાષાણ ઉધોગની નીચે મળ્યો હતો આ ચોક્કસ સાબિત
કરે છે કે ભારતના આ ભાગમાં પણ , લઘુપાષાણ ઓજારો
ઘણી પ્રાચીનતા ધરાવે છે ને નરદમ્ અન્ન - સંગ્રાહક અવસ્થા અને અન્ન - ઉત્પાદક
અવસ્થાની વચ્ચે ખરું સંક્રમણ દર્શાવે છે ,
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home