ભારત નો ઇતિહાસ અને સંંસ્કૃતિક પ્રાથમિક અન્ન ઉત્પાદન આરંભિક નૂતનપાષાણયુગીન
આ .
આદ્ય - ઐતિહાસિક કાલ
૧ , પ્રાથમિક અન્ન ઉત્પાદન આરંભિક નૂતનપાષાણયુગીન
પછીની અવસ્થાઓનો સ્પષ્ટ વિકાસાત્મક ઇતિહાસ હજી
કોઈ એક વિસ્તારમાંથી ઉપલબ્ધ નથી . ચિત્ર
જુદા જુદા પ્રકારે મળતાં દૃશ્યોમાંથી પુનર્નિર્મિત કે સંકલિત કરવાનું છે ,
લાંધણજમાં અટકી
ગયેલી વાતનો તંતુ બલુચિસ્તાનમાં પકડાય આ
મધ્ય એશિયાના વધુ ઊંચા આંતર ઉચ્ચપ્રદેશ અને સિંધનાં નીચાં સપાટ મેદાનની વચ્ચે
આવેલો સંક્રમણાત્મક વિસ્તાર છે . કવેટા ખીણમાં પ્રાગ- ઐતિહાસિક યુગમાં વિરવૃત
વસ્તી હતી એટલું જ નહિ , કવેટા પાસેના
કેલી ઘુલ મોહમ્મદ જેવા સ્થળે સાંસ્કૃતિક વિકાસ મળે છે . અહીં વસવાટના ચાર કાલ
ઓળખાય છે . ઈ.પૂ.૪ થી સહસ્ત્રાબ્દીના મધ્યની આસપાસ જેટલા પ્રાચીન ગણાતા સહુથી
પ્રાચીન કાલ દરમ્યાન , લોકો કાંચી
ઇંટોનાં મકાનોમાં રહેતા , ચર્ટ અને
હાડકાંનાં ઓજાર વાપરતા અને ઘેટાંબકરાં પાળતા , ધાન્ય ઉત્પાદનનો કોઈ પ્રકાર પણ હસ્તી ધરાવતો .
પછીના કાલમાં , ટોપલી - છાપ
પાડેલાં , હાથે ઘડેલાં
મૃત્પાત્ર વપરાશમાં આવ્યાં , પરંતુ ત્રીજામાં
આપણે બે ભિન્ન તત્વ જોઈએ છીએ , જે ઉપર જણાવેલાં
ચર્ટ ઓજારની સાથે સાથે તદન લાંબા કાલ લગી પછીની સંસ્કૃતિઓનાં નિશ્ચયાત્મક લક્ષણ
બનતાં લાગે છે , તે હતાં ચાક પર
ઘડેલા ચિત્રિત મૃત્પાત્ર અને તાંબું , જે કલાઈના ઉમેરા વડે કઠણ કરીને થોડા વખનમાં કાંસામાં વિકસાવાયું .
આમ ,
નરદમ અન્ન - સંગ્રાહક
અવસ્થા અને અન્ન - ઉત્પાદક અવસ્થા વચ્ચે નું ખરું સંક્રમણ હવે ભારતના ઘણા ભાગોમાં
કલ્પી શકાય છે . નોંધ. સંગન કલ્લા , માયસોરમાંનાં ઉત્ખનનોમાંથી નીકળેલો પુરાવો દર્શાવે છે કે આ પ્રદેશમાં , લધુપાષાણ ઓજારો ગણવાપાત્ર પ્રાચીનતા ધરાવે છે , એ ચોક્કસ નૂતનપાષાણયુગની કે લીસી કરેલી કુહાડીની સંસ્કૃતિની અથવા ખેતીની
શરૂઆતની પહેલાં છે , પશ્ચિમ યુરોપમાં છે તેમ એ ખરેખર
મધ્યપાષાણયુગીન છે , વળી ચીકણી કાળી-બદામી માટી સાથેનો સંબંધ
આબોહવાની એવી સ્થિતિ દર્શાવે છે , જયારે આ પ્રદેશ
જે આજે અર્ધ-સૂષ્ક છે ત્યાં ઘણો વરસાદ પડતો .
૨. ઉત્તર - પશ્ચિમની પ્રાગ - હડપ્પીય સંસ્કૃતિ
બીજાં
તામ્રપાષણયુગીન ગામ હતાં , જે મુખ્યત્વે
મૃત્યાત્રોના આધારે એકબીજાનાથી જુદાં પડે છે ને કેટલીક વાર જેને માટીની પકવેલી
ચીજો અને ઓજારો જેવી બીજી માનવકૃત વસ્તુઓ વડે સમર્થન મળે છે . બલુચી ડુંગરોને ફરતા
ચાર મુખ્ય સંસ્કૃતિ - સમૂહ હતાઃ ઝહોબ , ક્વેટા , નાલ અને કુલ્લી .
મુખ્યત્વે
ઝહોબ ખીણ સાથેના તેના સંબંધને લઈને એ નામે ઓળખાતી , પણ દક્ષિણે લોરલઈ જિલ્લામાં ય વિસ્તરતી ,
ઝહોબ સંસ્કૃતિ કાળા
રંગનાં ચિતરામણવાળાં અને એમાં અવારનવાર લાલ રંગ ઉમેરેલાં લાલ મૃત્પાત્રો અને રૌદ્ર
પિશાચ - સદ્શ મુખવાળી માટીની પકવેલી સ્ત્રી - પૂતળીઓનાં લક્ષણ ધરાવે છે . વળી ફીલન્ટ
( ચકમક ) નાં પાનાં ટાંકણાં અને પર્ણાકાર બાણ - ફળા તથા હાડકાંની સોયો વપરાશમાં
હતાં , એમાંના એક સ્થળ
(પેરિઆનો ધુંડઈ)માં મળેલ સળિયા અને વીટી વડે તાંબાનો ઉપયોગ પણ સાબિત થાય છે . ઘર
ગોળ પથ્થરોના પાયાઓ પર કાચી ઇંટોનાં બનાવાતાં આ સ્થળમાંના એક ( મોઘલ ધુંડઈ) માં
કિલ્લેબંધીનો પણ પુરાવો છે . શબનો અગ્નિદાહ ઝહોબનાં કેટલાંક સ્થળોએ જણાયો છે .
ક્વેટા સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે કાળા રંગનાં ચિતરામણ ધરાવતાં પાંડુ
મૃત્યાત્ર , મોટે ભાગે ‘
પગથીદાર ’ સુશોભનો સહિતનાં ભૌમિતિક રેખાંકનોવાળાં . આ
સંસ્કૃતિનાં બીજાં પાસાંમાં ચર્ટનાં પાનાં , હાડકાનાં ટાંકણાં , નિશાઓ , ઍલૅબૅસ્ટરના પ્યાલા અને માટીની પૂતળીઓ છે .
દક્ષિણ બલુચિસ્તાન બે નોંધપાત્ર
સંસ્કૃતિઓ દર્શાવે છે , તે તેઓનાં પ્રકાર
સ્થળો પરથી અનુક્રમે નાલ અને કુલ્લીના નામે ઓળખાય છે . આમાંની નાલ સંસ્કૃતિનું
લક્ષણ છે જેમાં પાયાના કાળા કે સેપિયામાં લાલ , લીલો , પીળો અને ભૂરો રંગ ઉમેરાય છે તેવાં આકર્ષક બહુરંગી ચિત્રોવાળાં પાંડુ
મૃત્યાત્ર . ઘર પથ્થરનાં ગચિયાંનાં , કાચી ઈંટોનાં કે બંનેનાં બંધાતાં . ચપટી કુહાડીઓ , લાંબા કરેલા સેલ્ટના સળિયા , તાંબાની કરવતીઓ અને ભાલાનાં ફળાં વપરાતાં હતાં અને
આંશિક દફનું પ્રચલિત હતું . આ સંસ્કૃતિ સાથે અર્ધ - કિંમતી પથ્થરોના મણકા ,
તાંબાની આહત - મુદ્રા અને
છિદ્રવાળું પથ્થરનું તોલું પણ સંકળાયેલાં હતાં
. કુલ્લી સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ
છે ગુલાબી-પાંડુ મૃત્યાત્રો , જેના પરનાં ચિત્ર
કાળા રંગમાં ચીતરેલાં છે , જેમાં કેટલીક વાર
લાલ રંગ ઉમેરાયો છે ને જેમાં લાંબા ખુંધવાળા બળદના રેખાંકન છે , જેની ગોળ આંખો પ્રકૃતિદેશ્યના આડા પટ્ટમાં
ગોઠવેલી છે . ફક્ત કમર સુધી ઘડેલી માટીની પકવેલી સ્ત્રી - પૂતળીઓને ચીમટી દઈ
કાઢેલું મોં , કેડ પર કાટખૂણે
રાખેલા હાથ અને પ્રચુર અલંકરણ હોય છે . પ્રાણીઓની પૂતળીઓ - મુખ્યત્વે બળદો ને કાળા
પટ્ટા હોય છે . ઘર સામાન્ય રીતે પથ્થરનાં બંધાતાં , જો કે કેટલીક વાર કાચી ઈંટ પણ વપરાતી . કુલ્લી
સંસ્કૃતિ સાથે સંકલિત અન્ય વસ્તુઓ હતી ચર્ટનાં પાનાં , પથ્થરની નિશાઓ અને નિશાતરા , અને ક્લોરાઇટ શિસ્ટનાં ખંડ પાડેલાં વાસણ ,
જેની બહારની બાજુને
ઊત્કીર્ણ રેખાંકનો વડે અલંકૃત કરાતી . કુલ્લીના લોકો શબનું દહન કરતા – નાલના લોકોની કે હડપ્પીયોની પ્રથા કરતાં સાવ
ઊલટી પ્રથા .
૩. સિંધ , પંજાબ
અને રાજસ્થાનમાંની આધ - હડપ્પીય સંસ્કૃતિઓ
હડપ્પીય સંસ્કૃતિ પહેલાંની સંસ્કૃતિ કે સંસ્કૃતિઓની નિશાનીઓ પહેલાં આમરીમાં
અને પછી ખુદ હડપ્પામાં મળી હતી . પરંતુ ફક્ત હવે , છેલ્લાં ૧૦ વર્ષો દરમિયાન એવું છે કે આ
સંસ્કૃતિઓ વિશે કંઈક ચોક્કસ કહી શકાય છે . એને આપણે ‘આધ - હડપ્પીય ’ કહીએ , કેમ કે કેટલીક બાબતોમાં એ ખરેખર હડપ્પીયના
પૂર્વજ જેવી છે . આમાંની સહુથી પ્રાચીન આમરી સંસ્કૃતિ લાગે છે . એ પહેલવહેલી
સિંધમાં ૧૯૨૯ માં સદગત ન . ગો.મજુમદારે શોધી હતી . આમરી કરાંચીથી ઉત્તરે ૩૦૦ માઈલ
પર ,દદુ જિલ્લામાં સિંધુની
પશ્ચિમે એક માઈલ પર આવેલું છે . પછીથી ૧૯૫૯-૬૨માં ત્યાં જીન કસલે ઉત્પનન કર્યું .
આ ઉત્ખનનો પરથી આમરી સંસ્કૃતિના ચાર તબક્કા જાણવમા આવ્યા છે . એને ૧અ, ૧આ ,
૧ઇ અને “ઇ” ક્રમાંક આપવામાં આવ્યા છે . બે સપાટીઓએ
મળેલા દફનકુંભો સિવાય , ઘરોની ધણી થોડી
નિશાનીઓ તબક્કા ૧અ માં રહી . મૃત્પાત્ર મોટે
ભાગે હાથે ઘડેલાં છે , એમાંનાં થોડાં પર
સાત પ્રકારનાં રૂપાંકનો અને આલેખનો છે. નોંધ:-- સામાન્ય રીતે , જ્યારે વસવાટના તબક્કાઓ / કાલખંડેને અ,આ,ઇ વગેરે સંગ્નાઓ આપવામાં આવે છે , ત્યારે અ સહુથી
પ્રાચીન હોય છે . કાલખંડો , જેને ૧ , ૨ , ૩ વગેરે સંજ્ઞા અપાય છે તે વધુ મોટા
સાંસ્કૃતિક વિભાગ છે .
પરંતુ ચાક પર ઘડેલા
થોડા વાડકા અને કાંઠલા વગરના ઘડાઓને પાતળી દીવાલો અને ઓછા ક્રીમ રંગની બનાવટ છે. એમા
તાંબાનો ટુકડો , ચર્ટનાં ઘણાં
પાનાં, પથ્થરના ગોળા અને
થોડા માટીના પકવેલા મણકાઓ તથા છીપલાંની અને માટીની પકવેલી બંગડીઓ છે. તબક્કા ૧ આમાં
, કાચી ઇટનાં ઘર દેખા દે છે
ને મૃત્પાત્રો થોડાં પરિવર્તન દર્શાવે છે , તેમાંનાં સૌથી મહત્ત્વનાં ઘોડી પરની-તાસક અને
થોડાં હાડકાનાં ઢાંકણાં છે. તબક્કો ૧ઇ દરમ્યાન આખો
ટીંબો વસ્તીવાળો હતો ને ટીંબા અ ** પર ઇમારતની ચાર સપાટીઓ અને ટીંબા આ પર ત્રણ
સપાટીઓ દેખાય છે . ઘરો લંબચોરસ છે , જો કે એ વિવિધ કદનાં છે અને એનું બારણા . તથા માટીનાં ભોંયતળિયાં છે .
મૃત્પાત્ર હુન્નરક્રિયામાં અને સુશોભનમાં સુધરે છે . પપ% ચાક પર ઘડેલાં છે .
તબક્કા ૧ઇ માં આંતર
ભીતવાળું મોટું ઘર છે ને મૃત્પાત્ર દ્વિરંગી તત્ત્વ સાથે વધુ સુધારો દર્શાવે છે .
પ્રાણીઓ પહેલી વાર રજૂ થયાં છે ને આ તેમજ બીજાં લક્ષણ બલુચિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે સંપર્ક
દર્શાવે છે . હડપ્પીઓ આમરીમાં કાલખંડ ૨માં આવ્યા .
ખૈપુર
વિભાગની દક્ષિણે ૧૫ માઇલ પર આવેલા કોટ - દીજીએ થોડું જુદું ચિત્ર આપ્યું છે .
એમાં કોટની દીવાલ અને સીધી લીટીમાં આયોજિત શેરીઓ અને મોટાં સામૂહિક
અગ્નિસ્થાનવાળાં ઘરો અને પથ્થરનાં ઓજારો અને હથિયારો સાથે ભારે ભેજવાળાં, ચાક પર પડેલાં મૃત્પાત્ર, તાંબા અને કાંસા
નાં કેટલાંક
ઓજારો અને હથિયારો, કલાત્મક રમકડાં, કેટલાંક ઘણાં કલાત્મક અને ચપાટીઓ અને દડાઓ છે આમ
, લેખન અને પથ્થરનાં લાંબાં
પાનાં સિવાય , કોટ દીજીના લોકો
પાસે બધું હતું , જેને માટે
હડપ્પીયો જાણીતા છે . એમાં આયોજન અને વ્યવસ્થાપન હતું, તેમજ કલાકાર અને હુન્નરકારનો કસબ હતો.
કોટ
- દીજીમાંની આ આઘ-હડપ્પીય સભ્યતા, જે એક કાર્બન -૧૪
ના" નિર્ણય પ્રમાણે ઈ.પૂ. ૨૪૭૧ + ૧૪૧ માં થઈ તે , સંભવતઃ હડપ્પીયો છે ત્યાં ઈ.પૂ. ૧૯૭૭+૧૩૪ માં
હતા તેઓએ સર્જેલી આગ વડે નાશ પામી .
કોટ-દીજીમાં એક વધુ મહત્ત્વની વસ્તુ એ છે કે કોટની દીવાલના અને ઘરોના પાયા
પથ્થરના છે , પ્રાયઃ કેમ કે
પથ્થર ધણી સહેલાઈથી ઉપલબ્ધ છે . મધ્યકાલીન કોટ શૈલ પર ઊભેલો છે .
નોંધ---૧ ટીંબા અ અને આ એક જ સ્થળ ના ભાગ છે તેઓને એ વિસ્તાર્ના વર્તમાન આકાર
ને કારણે જુદાં નામ આપવામાં આવ્યાં છે જે તેઓને તદ્ ન અલગ દર્શવે છે.
. નોંધ્-- આ ભૂતકાળના સમયાંકનની પદ્ધતિ છે , ને કાર્બન - ૧૪ , કાર્બનનું રેડિયો - ઉત્સર્જિત સ્વરૂપ , વાતાવરણમાં સતત સર્જાતુ રહે છે ને સજીવ તત્ત્વો
વડે ચૂસી લેવાતું હોય છે એ હકીકત પર આધારિત છે .
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home