ભારત નો ઇતિહાસ અને સંસ્કૃતિ કાલિબંગા
કાલી બંગા ( સોથી સંસ્કૃતિ ) :
આદ્ય - હડપ્પીય વસાહતો માત્ર સિંધ અને પંજાબમાં
સીમિત નહોતી . એ ઉત્તર રાજસ્થાન ( અગાઉનું બિકાનેર રાજય) માં પણ મળી છે ને સંભવતઃ
પશ્ચિમે આગળ ગંગા મેદાનમાં વિસ્તરી હતી . એનાં ઘણાં બધાં સ્થળ શોધાયાં છે ,
જેમાં સોથી અને કાલીબંગા
જાણીતાં છે . શ્રી અ . ઘોષે પ્રાચીન દ્ષદવતિ ખીણમાં ધોથમાંથી શોધેલ મૃત્પાત્ર એટલાં
વિશિષ્ટ હતાં કે એમણે એને ચોથી સંસ્કૃતિનાં પ્રતિનિધ્યાત્મક તરીકે સંજ્ઞા આપી .
હવે આપણે એને કાલી બંગા (કાલી બંગા -૧ પણ કહેવાતું)માંના પુરાવા પરથી પ્રાગ કે આધ
- હડપ્પીય કહીએ છીએ.
કાલી બંગા પ્રાચીન સરસ્વતી જેને હાલ ઘગ્ગર કહે છે તેના કાંઠા પર આવેલું છે .
હડપ્પીય નગર પ્રાચીનતર આધ - હડપ્પીય નગરની ઉપર આવેલું હોઈ , પ્રાચીનતર નગરના ઘરના સ્પષ્ટ પ્લેન ઉપબ્ધ નથી .
પરંતુ કેટલાંક ઘરોમાં ચૂલાઓનો અને ઘરોની હરોળ સુ-રેખિત ગલીનો પુરાવો મળે છે. કાલી
બંગાની દક્ષિણ , પશ્ચિમ અને ઉત્તર
બાજુઓ પર નીકળેલ કાચી ઈંટોની કિલ્લેબંધીનો પણ પુરાવો છે.
એ રસપ્રદ છે કે આમરી અને કોટ-દીજીની
જેમ કાલી બંગામાં પણ પથ્થરનાં પાનાં નીકળવાં જોઈએ , જે માત્ર નાનાં જ નહિ , અકીક અને કેલસેડનીનાં બનેલાં છે , કેટલાંક દાંતાવાળાં અને પકવેલાં છે .
તાંબાના મણકા તેમજ કુહાડી અને બીજી
થોડી વસ્તુઓ પરથી પુરવાર થાય છે તેમ તાંબું જાણીતું હતું . પૈડાવાળા વાહનની હસ્તી
ગાડના એક નાભિવાળા પૈડાથી સાબિત થાય છે. મૃત્પાત્ર છ બનાવટના છે બધા કોટ-દાજીમાં છે
તેમ ચાક પર ઘડેલાં છે , નહિ કે આમરીમાં
સહુથી નીચલા થરોમાં ઘણાં હાથથી ઘડેલાં છે તેવાં , અદ્યપર્યંત ઉપલબ્ધ થયેલા છે કાર્બન -૧૪
નિર્ણયોમાં માત્ર એક ટફ- ૧૫પનો સમય ઈ.પૂ. ૧૨૪૫ +- ૧૧૫ અંકાયો છે , બીજાં ૭૫ , ૧00 કે ૨૦૦ વર્ષ જેટલાં ય અનુકાલીન છે
ઉત્પનનકારોએ
અવલોક્યું છે કે આમરી અને કાલી બંગામાં મળેલાં મૃત્પાત્રોનાં બનાવટો અને સ્વરૂપો
આરંભિક બલુચિસ્તાન અને ઈરાની મૃત્પાત્રો સાથે ગાઢ સામ્ય દર્શાવે છે . બીજી વસ્તુઓ
એ વિસ્તારની તામ્રપાષાણ સંસ્કૃતિઓ સાથે એવું સામાન્ય સામ્ય બતાવે છે , પરંતુ એ અનુરૂપ હડપ્પીય વસ્તુઓથી ભિન્ન અને એના
કરતાં ઊતરતી છે, જો કે કોટ-દીજીના
ઉત્પનનકાર ધારે છે કે એ ચઢિયાતી છે .
આમરી મૃત્પાત્ર તદન વિશિષ્ટ છે. હકીકતમાં ,
એ આ લક્ષણ હતું કે જેના
આધારે ૪૦થી વધુ વર્ષ પહેલાં , એની પહેલી શોધ
કરનાર અલગ પ્રાગ-હડપ્પીય સંસ્કૃતિની હસ્તી ધારી શક્યા . ટૂંકમાં, બનાવટ સરખામણીએ પાતળી છે ને હડપ્પીયમાં છે તેમ
એ એટલાં સારાં ઘડેલાં નથી ને આરંભિક તબક્કાઓમાં , ઘણે અંશે હાથે ઘડેલાં છે. વાડકા કાંઠા વગરના છે
ને બીજાં વાસણોને ઘણો નીચો કાંઠલો છે. બહારની બાજુએ , સપાટી આછી લાલ કે દૂધિયા-સફેદ છે ને એના પર
કાળા રંગમાં કરેલાં ચિતરામણ છે - સામાન્ય રીતે કાંઠલાની આસપાસ એક કાળો પટ્ટો અને
કેટલીય વાર લાલમાં પણ . ચીતરેલાં રૂપાંકનોમાં વાસણ લટકાવવાના આંકડા કે આંકડીઓ ,
નક્કર ત્રિકોણોવાળા આડા
પટ્ટા , સિગમાઓ, સૂર્ય રૂપાંકન અને પછી પ્રાણીઓનો સમાવેશ થાય છે
. ઇરાદાપૂર્વકનું અણઘડ કામ અથવા નીચલી સપાટીથી ખરબચડું કરવું એ આમરી અને અન્ય પ્રાગ-હડપ્પીય
મૃત્પાત્રોનું ય વિશિષ્ટ લક્ષણ છે.
કાર્બન - સમયાંકિત નહિ હોવા છતાં ,
તુલનાત્મક કારણોથી આમરી
સંસ્કૃતિને ઈ.પૂ. ૨,૫૦૦ પહેલાં
મૂકવામાં આવી છે.
કોટ-દીજીમાંથી
મળેલાં મૃત્પાત્ર ઘણાં સમાન લક્ષણ દર્શાવે છે , જો કે એ બધાં ચાક પર ઘડેલાં છે . બનાવટ પાતળી
છે ને ભૂમિકાનો રંગ લાલથી માંડીને આછા ગુલાબી સુધી બદલાતો હોય છે . એને કાચા રંગના
પટ્ટાઓથી અલંકૃત કરવામાં આવે છે. એ પટ્ટા લાલ , સેપિયા કે કાળા છે ને ગોળાકાર વાસણો તેમજ વાડકા
અને રકાબીઓના કાંઠલાની આસપાસ હોય છે.
આ
લક્ષણો તેમજ બીજાં લક્ષણ, દાખલા તરીકે ઘોડી-પર-તાસક,
વાડકા અને તાંસળાંવાળાં
રાખોડિયાં મૃત્પાત્ર , કાલી બંગામાં
પ્રાગ-હડપ્પીયમાં દેખાય છે , જેને અગાઉ
જણાવ્યા મુજબ છ ભિન્ન બનાવટ છે.
ઘણાં
વધુ સ્થળ મળ્યાં હોવાનું જણાયું છે ને એમ લાગે છે કે આ આદ્ય-હડપ્પીય કે પ્રાગ-હડપ્પીય
સંસ્કૃતિ દૂર ગંગા ખીણમાં વિસ્તરી હતી, જયાં એનો રાક્ષસી પૂરથી નાશ થયો. એનું પરિણામ એ આવ્યું કે બધે – રૂપડ, હસ્તિનાપુર, અનંજી-ખેડા અને
અન્ય સ્થળોએ મૃત્પાત્ર ઘસાયેલાં છે ને તેથી તેને ગેરુ રંગના મૃત્પાત્રો તરીકે
વર્ણવ્યાં છે. પરંતુ અત્રંજી ખેડામાંથી મળેલાં મૃત્પાત્રોના અભ્યાસે બતાવ્યું છે
કે એ કાંઠલા પાસે કાળો પટ્ટો ધરાવતાં ચોથીમાંનાં મૃત્પાત્રોને સમાન કે તેનાથી
અભિન્ન હતાં , ને કેટલાંક
મૃત્પાત્રોને સુંદર રીતે ઉત્કીર્ણ અલંકરણ હતું . ત્રણેય ઉત્પનિત સ્થળોએથી નગર-આયોજન
અને કિલ્લેબંધી અને સારાં મૃત્પાત્રોનો પુરાવો મળ્યો હોઈ , એ સ્પષ્ટ છે કે હડપ્પીયોના પુરોગામીઓ સભ્યતાના
પગરણે પહોંચ્યા હતા . તો પણ હડપ્પીઓ સામ્રાજ્ય ઊભું કરવામાં અને બધી નાની
પ્રાદેશિક સંસ્કૃતિઓને ભૂસી નાખવામાં સફળ થયા , કેમ કે આ બધી સંસ્કૃતિઓમાં કેવળ તેઓ સક્કર અને
રોહરીની ફિલન્ટની ખાણો કબજે કરી શક્યા . આ પદાર્થમાંથી બનાવેલાં લાંબા પાનાંનાં
ઓજારો અને હથિયારો તેઓના પુરોગામીઓએ બનાવેલાં સામાસિક ઓજારો કરતાં ઘણાં વધુ
કાર્યક્ષમ હતાં. છતાં આ ધીમી પ્રક્રિયા હતી . સહ - અસ્તિત્વને પણ દાખલા તરીકે
કોટદીજીમાં , બાકાત કરવામાં
આવ્યું નહોતું . ને એમ મનાય છે કે આ પ્રદેશમાંનો હડપ્પીય વસવાટ હકીકતમાં પ્રાગ\ આધ - હડપ્પીય કરતાં ટૂંકો હતો .
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home