સિંધુ સભ્યતા ( નાગરિકીકરણ )
સિંધુ સભ્યતા ( નાગરિકીકરણ )
સ્થાનિકીકૃત ગ્રામ-સંસ્કૃતિઓથી સ્પષ્ટતા વિપરીત છે. સિંધુ સભ્યતા, જે જયાં એ પહેલી વાર
અભિજ્ઞાત થયેલ તે પંજાબમાંના સ્થળના નામ હડપ્પા સભ્યતા કે હડપ્પા સંસ્કૃતિ તરિકે પણ ઓળખાય છે. ચાલી રહેલી સ્થળતપાસો આ સભ્યતાના
પૂરા વિસ્તાર પર તાજો પ્રકાશ પાડવા સંભવે છે, પરંતુ હાલ પણ આપણે જાણીએ છીએ તેમ , આ સભ્યતાથી આવરી લેવાતો વિસ્તાર પશ્ચિમમાં નાઈલ
કે તાઇગ્રીસ - યુક્રેતીસ ખીણોમાંની કે પૂર્વમાં પીળી નદીની ખીણમાંની સમકાલીન
સભ્યતાઓ વડે આવરી લેવાયેલા વિસ્તાર કરતાં ઘણો વધારે હતો. દક્ષિણ બલુચિસ્તાનમાંના
સુત્કગૅદોરથી માંડીને ઉત્તર પ્રદેશના મીરત જિલ્લામાંના આલમગીરપુર સુધી જે સિંધુ
સભ્યતાની જ્ઞાત પશ્ચિમ અને પૂર્વ સીમાઓ છે, ૧૫૫૦ કિ.મી.થી વધુ અંતર છે . ઉત્તરથી દક્ષિણ
પંજાબમાંના રૂપડ અને ગુજરાતની કિમ ખાડીમાંના ભોગાતળાવ વચ્ચે ૧,૧૦૦ કિ.મી. ઉપરાંત વિસ્તરે છે .
જો
કે એ વિશાળ વિસ્તાર પર વિકસી , છતાં સિંધુ
સભ્યતા નહિવત્ વૈવિધ્ય રજૂ કરે છે . હડપ્પા હોય કે મોહેંજો-દડો ,કલીબંગા
હોય કે લોથલ, સહુથી વિષિષ્ટ લક્ષણ છે પધ્દતિસરનુ નગર આયોજન ઉત્તર -દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ દિશા ધરાવતા માર્ગ જાળીની ભાત ઉપજાવતા. માર્ગો અને સરખી
દિશા ધરાવતી ગલીઓ અને આડગલોઓની બે બાજુ એ સુ-આયોજિત ઘર હતાં , જે હડપ્પા અને મોહેંજો-દડોના દાખલામાં લગભગ
એકધારી રીતે ભઠ્ઠીમાં પકવેલી ઈટોનાં બનેલાં હતાં. સમકાલીન જગતમાં, અન્યત્ર, કાચી ઈટો અને ડાળખાં-અને-લીંપણ બાંધકામની
સામાન્ય સાધનસામગ્રી હતાં , અને પાકી ઈટો
બિલકુલ એજ્ઞાત હતી,
ઘર વચલો ચોક, ત્રણ- ચાર રહેવાના ખંડ, સ્નાનાગાર અને રસોડાનું બનેલું હતું , જ્યારે વધુ મોટાં ઘરોમાં ત્રીસ ખંડી સુધીનો ય
સમાવેશ થતો ને એ ઘણીવાર બે મજલાનાં હતાં . ઘણાં ઘરોમાં કૂવાની જોગવાઈ હતી ;
ને ભૂગર્ભ મોરીની ઉત્તમ
પદ્ધતિ હતી,
નગર-આયોજન આગળ ધપ્યું . હડપ્પા , મોહેંજો - દડો અને કાલી બંગામાં ટીંબાના બે
બ્લૉક હતા - પૂર્વમાં મોટો અને પશ્ચિમમાં નાનો . મોટો બ્લૉક ઉપર વર્ણવેલી પદ્ધતિએ
બાંધેલા ઘરો અને માર્ગો ધરાવતું નીચલું શહેર હતું
, જ્યારે બીજો બહારની બાજુએ
પાકી ઇંટો જડેલ , ખૂણા પરના બુરજો
અને દીવાલે દીવાલે અવારનવાર બાંધેલ બુરજો ધરાવતી કાચી ઈંટોની જાડી (હડપ્પામાં ૧૩
મીટર) દીવાલ વડે ઘેરાયેલો ગઢ હોવાનું જણાય છે. કાલી બંગાની કિલ્લેબંધીઓનો અભ્યાસ
થાય છે. જો કે લોથલમાં કોઈ અલગ કિલ્લેબંધીવાળો ટીંબો નથી, તો પણ જેની ઉપર વધુ મહત્ત્વની અને મોટી ઇમારતો
આવેલી છે તેવા મોટા પડથારની હાજરી પરથી અનુમાન તારવાય છે તેમ , ઉપરકોટની વિભાવના અસ્તિત્વ ધરાવતી લાગે છે .
મોહેંજો-દડોમાં , ગઢમાં હતાં ‘ મહાવિધાલય ' , બહુ-થંભી ‘ સભાગૃહ ' , સાર્વજનિક સ્નાનાગાર ( ‘ મોટો સ્નાનાગાર ' ) અને મોટો કોઠાર , જે પાકી ઇંટોના ચોરસ બ્લોકોનો સળંગ પડથાર અને એની ઉપર લાકડની ઇમારતનો બનેલો હતો . કાચી ઈંટોના આવા બ્લૉક કાલી બંગામાં ગઢ-ટીંબા પર અને લોથલમાં ઉપરકોટ પર પણ મળ્યા છે. હડપ્પામાં , ગઢનો અંદરનો ભાગ પૂરતો ખોદાયો નથી. પરંતુ ગઢની છાયામાં, મોહેંજો-દડોમાં છે તેમ , ૮૦૦ ચો.મી. ઉપરના વિસ્તારમાં બાર લંબચોરસ બ્લૉકોનો બનેલો કોઠાર મળ્યો છે . હડપ્પામાં , કોઠાર અને ગઢની વચ્ચે , પ્રાયઃ અનાજ દળવા માટેના વૃત્તાકાર પડથારોની હરોળ અને કારીગરોનાં રહેણકોની બે હરોળ પણ મળી છે.
ચુસ્ત નગર - આયોજનની પદ્ધતિમાં ગૂંથેલાં મોટાં સગવડવાળાં ઘર , સાર્વજનિક મકાનો , મોટા કોઠાર અને ગઢ , બધું મક્કમ પણ હિતકારી સત્તા વડે નિયંત્રિત ,
સમૃદ્ધિમાન લોકોનું ચિત્ર
રજૂ કરવા સંયુક્ત થાય છે .
પાકી ઇંટોનો બહોળો ઉપયોગ , જેને પકવવા માટે
પુષ્કળ લાકડાની જરૂર પડેલી અને સિંધુ મુદ્રાઓ પર વાધ , ગેંડો અને રાની પાડા જેવાં જંગલી પ્રાણીઓનું
વારંવાર થતું રૂપાંકન સૂચવે છે કે એ દિવસોમાં એ વિસ્તારમાં કદાચ આજ કરતાં વધારે
વરસાદ પડતો હતો . આજે મોહેંજો દડોમાં વર્ષનો ૧૦ સે.મી. વરસાદ પણ વિરલ છે. વળી ,
નદીઓ જેઓએ પોતાના પ્રવાહ
થોડા બદલી દીધા છે તે એ નગરોની સીમા પર વહેતી હોવાનું જણાય છેઃ સિંધુ , રાવી , ઘગ્ગર, સતલજ અને ભોગાવો
(લીંબડીનો) અનુક્રમએ મોહેંજો-દડો , હડપ્પા, કાલી બંગા , રૂપડ અને લોથલની સીમા પર વહેતી. પૂરતો પાણીનો
પુરવઠો અને સમૃદ્ધ કાંપની માટી ખેતીને અનુરૂપ હતાં. વટાણા , તડબૂચ , કેળાં ઉપરાંત ઘઉં અને જવના ભરપૂર પાક થતા.
કપડાં માટે કપાસની ખેતી હતી – એ સમયે મિસરમાં
પણ એનો પાક અજ્ઞાત હતો. ખોરાકની સામગ્રીમાં માછલાં , મરઘાં , ગોસ , ગોમાંસ અને ડુક્કર-માંસ ઉમેરાયાં. ખાંધવાળા અને ખાંધ વગરનાં બંને જાતનાં ઢોર
ઉપરાંત બિલાડીઓ , કૂતરા અને પ્રાયઃ
હાથીઓને પાળવાળાં આવતા. ઘોડા અને ઊંટને લગતો પુરાવો અનિશ્ચિત છે . હડપ્પામાંથી
મળેલા એક ઠીંકરા પર ધોતી પહેરેલો માણસ મળ્યો છે, ઉત્તરીય તરીકે શાલ મોહેંજો-દડોમાંથી મળેલા
સેલખડીના જાણીતા પૂતળાથી સુચવાઈ છે . તે પુરોહિતનું હોવાનું ધારવામાં આવ્યું છે.
સોયો અને બટનોનું હોવું સાબિત કરે છે કે પોશાકનાં ઓછામાં ઓછાં કેટલાંક અંગ
સીવવામાં આવ્યાં હશે .
સ્ત્રીઓ જે વિવિધ રીતે કેશભૂષા કરતી ને પોતાને હાર , કંકણો , વીંટીઓ , કાનની કડીઓ , કંદોરા અને નુપુરોથી શણગારતી તે પરથી
દર્શાવાયછે તેમ જીવન સુખી અને ભવ્ય હોવનું જણાય છે ધૂત કે રાની પ્રાણીઓની મ્રૂગયા
જેવા પ્રમોદ હતા છોકરાં લખોટ,ઘૂઘરા અને
રમક્ડાં રમતાં. હાલતા માથાવાળો વ્રુષભ અને દોરી પર ચઢતો ઊતરતો વાનર બુદ્ધિકૌશલ
દર્શાવે છે.
પ્રાણીઓ
તથા માણસોની માટીની પકવેલી પૂતળીઓ, ને આલેખનોથી
સમૃદ્ધ લાલ-પર-કાળાં મૃત્પાત્ર બતાવે છે કે સામાન્ય માણસને સુંદર વસ્તુઓ માટે
અભિરુચિ હતી , જો કે એમાં મકાન
સાદાંસીધાં હોવાનું જણાય છે . સિંધુ લોકોએ અભિધટન કલાઓમાં જે પ્રગતિ કરી હતી તે
હડપ્પામાંથી મળેલા વાલુકાપાષાણનાં બે નાનાં પૂતળાંથી સ્પષ્ટ થાય છે , જેમાં માનવ શરીરતંત્ર નિરૂપાયું છે. આ પૂતળીઓ
બે હજાર વર્ષ પછી શિલ્પકલા માટે ખ્યાતિ પામેલા ગ્રીકોને સારી રીતે ઇર્ષાપાત્ર થઈ
શકે. મોજો દડોમાંથી મળેલા કાંસાના નાના પૂતળાનાં દેહાવસ્થા અને મુખભાવ વડે
દર્શાવાય છે તેમ ધાતુશિલ્પ પણ ધણું વિકસિત હતું . મુદ્રા બનાવવાની કલા એની
પરાકાષ્ઠાએ પહોંચી લાગે છે . ઝૂલતી ગોદડી , મોટી ખૂંધ અને માંસલ દેહ ધરાવતો બ્રાહ્મણી વૃષભ
સિંધુ હુન્નરકારના કૌશલનો કાયમી પુરાવો બની રહે છે.
મુદ્રાઓ
પરના અભિલેખો, મૃત્પાત્રો અને
બીજી વસ્તુઓ પરથી એ સ્પષ્ટ છે કે સિંધુ લોકો વાંચતાં અને લખતાં જાણતાં હતા,
જ્યારે તોલા (દ્વયંશ
પદ્ધતિમાં) અને માપ(લોથલમાં મળેલ માપપટ્ટીથી દર્શિત) નો ઉપયોગ સાબિત કરે છે કે તેઓ
અંકગશ્ચિત પણ જાણતા હતા. લિપિ હજી ઉકેલાઈ નથી , પરંતુ કાલી બંગામાંથી મળેલી કેટલીક ઠીકરીઓ પરના
અક્ષરોનું ઉપરાછાપરીપણું દર્શાવે છે કે લખાણ બલીવર્દાવર્તનાનુસારી અર્થાત્ એકાંતર
પંક્તિઓમાં જમણી બાજુથી ડાબી બાજુનું અને ડાબી બાજુથી જમણી બાજુનું હતું.
સિંધુ લોકો પૂર્ણ વિકસિત કાંસ્યયુગમાં રહેતા હતા , જોકે ચર્ટનાં પાનાં ઓજાર - સામગ્રીને પૂરક
હોવાનું ચાલુ રહ્યું. ઘરગથ્થુ ઉપયોગ માટેની કાંસાની વસ્તુઓમાં છરી પાનાં, કરવતીઓ, દાતરડાં, છીણીઓ, માછલા-આંકડીઓ, ચાંપો ,ચીપિયા, આયના અને વિવિધ વાસણોનો સમાવેશ થતો. ભાલા ,
કુહાડીઓ , બાણનાં ફળો અને ટૂંકા ખડગ કં તો આત્મ-રક્ષણમાં
રાની પ્રાણીઓ સામે અથવા યુદ્ધમાં વપરાતાં હશે , પરંતુ યુદ્ધ માટે વધુ સારાં આયુધોની અપેક્ષા
રહે.
તાંબું રાજસ્થાનમાંના ખેત્રીથી અને સોનું
કોલારથી મેળવાતું હશે , જયારે વૈદુર્ય ,
મરકત અને પીરોજ અનુક્રમે
બદનશાન, પામીર અને
ખોરાસાનથી આવ્યાં લાગે છે. મેસોપોટેમિયામાંના ઉમ્માથી મળેલી સિંધુ મુદ્રાની છાપ
ધરાવતી કાપડની ગાંસડીઓથી માલૂમ પડે છે તેમ આયાતોની સામે નિકાસો થતી હતી . ઉર,
લગાશ, સુસા, તેલ્લ અસ્માર અને અન્ય સ્થળોએ થયેલી , સિંધુ શૈલીની મુદ્રાઓની પ્રાપ્તિ સૂચવે છે કે કદાચ કેટલાક ભારતીય વેપારીઓ મેસોપોટેમિયામાં
રહેતા હતા. આ વેપાર ઓછામાં ઓછા અંશતઃ સમુદ્ર - માર્ગી હતો એ ભોગાવા નદીમાં થઈ
ખંભાતના અખાત સાથે જોડાયેલા, લોથલમાંના પ્રાચીન
ધક્કાની શોધથી પુરવાર થયું છે. મોહેંજો-દડોમાંથી મળેલ એક મુદ્રા અને એક ઠીંકરા પ૨
રૂપાંકિત ભારતીય વહાણો અરબી સમુદ્રમાં સફરની આવજા કરતાં કલ્પી શકાય .
પરંતુ
આ પ્રબળ સભ્યતાના મુખ્ય ઘડવૈયા કોણ હતા એ હજી ખાતરીથી કહી શકાતું નથી . દફનોમાંના
હાડપિંજર અવશેષ દર્શાવે છે કે વસ્તી ભૂમધ્યીઓ, આલ્પાઇનો, આદ્ય-ઓસ્ટ્રેલૉઇડો અને મોંગોલૉઇડીની બનેલી હતી . આ પચરંગી લક્ષણ
વિભિન્ન ધાર્મિક પ્રથાનોમાં પ્રતિબિંબિત થાય છે કેટલાક માત્રુદેવીને પૂજતા ,
જે સમકાલીન પશ્ચિમ
એશિયામાં લોકપ્રિય હતી. કેટલીક મુદ્દાઓ પર પ્રાણીઓથી ઘેરાયેલી સીંગડાંવાદી ત્રિમુખ
આકૃતિ મળી છે એને પશુપતિના સ્વરૂપે રહેલા શિવનો આધ પ્રકાર માનવામાં આવ્યો છે. વળી ,
લિંગો અને યોનિઓ તરીકે ઓળખાય
તેવી અનેક છે તેમ જ કાલી બંગામાં . તાજેતરમાં ભ કેન્દ્રીય થંભવાળા અગ્નિકુંડ મળ્યા
છે . વૃક્ષો , પ્રાણીઓ, નદીઓન અને પ્રેતાત્માઓ પણ પૂજાતાં હોવાનું જણાય
છે
નોંધ:- શારીરિક માનવવિઘામાંની બદલાતી વિભાવનાઓ તથા
હડપ્પા , મોહેંજો-દડો ,
ચાન્હુ દડો અને
લોથલ , પંજાબ , સિંધ અને ગુજરાતમાંની હડપ્પીય સભ્યતાનાં ચારેય
મહત્વનાં સ્થળોએ થયેલા ઉત્પનનમાંથી મળેલ હાડપિંજરની સામગ્રીના સ્વરૂપના સમીક્ષિત
મૂલ્યાંકન પછી , ડૉ . ડી . કે . સેન જૂના મતનો વાસી થયેલા મત તરીકે સ્વીકાર કરે છે ને કહે છે
કે વધુમાં વધુ આપણે કહીએ કે ' હડપ્પીયો લાંબા - માથાવાળા અને ઊંચા
ઉત્તમાંગવાળા સમૂહ હતા , આ લક્ષણોમાં પુરુષો વચ્ચે વિશિષ્ટ ભેદ નહોતા ,
તેઓને મધ્યમ -
ઊંચાં મુખ અને મધ્યમ માપના ડોળા હતા . ’ વસ્તી એકંદરે નોંધપાત્ર પ્રમાણમાં પહોળા - નાકવાળી
અને યોગ્ય રીતે સમજાતીય હતી.
મોહેં - જો - દડોમાંથી મળેલા નમૂનાનું કદ એટલું
નાનું છે કે એ બહોળા પાયાનાં તારણો માટે નિરુપયોગી ગણાય . તેમ છતાં , પુરુષોમાં લાંબા માથાવાળાપણું અને ઠીક ઠીક સારી
ઊંચાઈ જણાય છે ને સ્ત્રીઓમાં મધ્યમ કદનાં નાક
લોથલ નમૂનો , બધા પુરુષ , પહોળા - માથાવાળાપણું , પહોળા નાક અને ઠીક ઠીક ઊંચો સમૂહ દર્શાવે છે .
વિશાળ રીતે જોતાં , આમાંના દરેક સ્થળે વસ્તી માથાનો આકાર , નાકના આકાર અને બાંધાની બાબતમાં સમજાતીય હતી .
તેઓનું મૂળ બંધારણ ગમે તે હો , આ સ્થળોની વસ્તીઓમાંની દરેક એકેક જીવશાસ્ત્રીય
સમૂહની હતી ને વિભિન્ન લક્ષણો ધરાવતી અનેક જાતિઓની હોય તે તરીકે ઓળખાવી શકાય તેવી
નથી . આ વસ્તી પંજાબ અને સિંધમાં પહોળા - નાકવાળી કે પૃથુનાસિક , ઊંચી અને લાંબા - માથાવાળી ને ગુજરાતમાં કંઈક
વધુ ગોળ માથાવાળી હતી .
આથી એવું તારવવામાં આવ્યું છે કે હડપ્પીય કાલ
દરમ્યાનની ભારતમાંની વસ્તી એ જ પ્રદેશમાંની વધુ પ્રાચીન વસ્તીઓમાંથી ઉતરી આવી હતી
ને કદાચ હડપ્પીય સંસ્કૃતિ કે સભ્યતા દેશજ હતી .
. પરલોકની માન્યતા હતી તે શબની સાથે સંખ્યાબંધ
વાસણો તથા આયનો , અંજન-શલાકા અને
મોતીની છીપ જેવી અંગરાગ વસ્તુઓ દાટતા તે હકીકત પરથી માલૂમ પડે છે . શબને હંમેશાં
માથું ઉત્તરમાં રહે તે રીતે મુકતા તેથી એ ચનું અને સીધુ રહેતું . હડપ્પામાં એક સબ
બરૂના આચ્છાદનમાં વૉટાયેલું ને લાકડાંની શબપેટીમાં મૂકેલું મળ્યું હતું. આ સિંધ
સભ્યતામાં અસામાન્ય પણ સમકાલીન મેસોપોટેમિયામાં સામાન્ય હોઈ , એ ધણું સંભવિત છે કે આ પશ્ચિમમાંથી આવેલા
માણસનું શબ હતું . હમણાં સુધી સિંધુ સભ્યતાનો સમય નક્કી કરવા માટેનો મુખ્ય પુરાવી
અક્કડના સારગૉનના રાજયકાલના અર્થાત ઈ.પૂ. ૨૩00 ની આસપાસના ગણાય તેવા ઘરોમાં પશ્ચિમ એશિયામાં
મળેલી મુદ્રાઓ હતી . મોટા પાયા પરના વેપાર સંપર્કોનો સમય સિંધુ સભ્યતાની
જાહોજલાલીનો પણ સમય હતો એવા ગૃહીતાર્થ પર એનો સમય લગ.ઈ.પૂ ૨૫૦૦-૧૫00માં નક્કી કરવામાં આવેલો . પરંતુ હાલના કાર્બન
૧૪ નિર્ણયો ટૂંકો કાલાવધિ જણાવે છે - લગ . ઈ.પૂ. ૨૪૦૦ -૧૭00 .
સિંધુ નગરોનો અંત ઈજી અસ્પષ્ટ છે .
મોહેંજો-દડોના ઉપલા થરોમાં આડાંઅવળાં પડેલાં માનવ - હાડપિંજરોની અને કાપાની નિશાની
ધરાવતી ખોપરીની શોધ આક્રમણ અને હત્યાકાંડ સૂચવે છે, પરંતુ આ અર્થઘટનને વાજબી રીતે પડકાર ફેંકાયો છે.
એ નોંધવું જોઈએ કે હડપ્પામાં અને ભૂતપૂર્વ ભાવલપુર રાજયમાંનાં બે સ્થળોએ મળેલી
સ્મશાન ‘ હ ’ સંસ્કૃતિ આક્રમકો સાથે સંકળાયેલી છે . ઝટપટ
બાંધી દીધેલી દીવાલો , ખૂલતા-લાલ-પર-કાળાં
મૃત્પાત્ર અને બે ઉત્તરોત્તર દફન-થરો ( નીચલો અને ઉપલો અનુક્રમે પૂર્ણદફન અને
આંશિક પાત્ર-દફનનાં લક્ષણ ધરાવતો ) ધરાવતી આ ‘ હ ’ સંસ્કૃતિને ખુદ હડપ્પીય સંસ્કૃતિથી સ્પષ્ટ સ્તરશાસ્ત્રીય ભંગ હતો , જે એ બે વચ્ચે ગાળો રહેલો હોવાનું સૂચવે છે .
બીજો
મત મોહેંજો-દડોનો અંત ભારે પૂરને આરોપે છે , કેમ કે હાલના કાંપની કેટલીક નિશાનીઓ નીચલા
સિંધુ પટમાંના ટેકરાઓ પર દેખાઈ છે . પૂર-ઉપદ્રવની નિશાનીઓ લોથલમાં દેખાઈ છે,
પરંતુ કાલી બંગામાં
ચાલતાં ઉલ્બનનોએ હજી આક્રમકોનો કે પૂરોનો – એકેયનો કોઈ પુરાવો આપ્યો નથી, તેમ ખુદ મોહેં જો-દડોમાં મળી છે તેવી સામાન્ય
પડતીની નિશાનીઓ પણ નથી. અહી કદાચ આબોહવાનાં પરિવર્તનોને લીધે કે વહેણો ફેરફારોને
લીધે ઘગ્ગરના સુકાઈ જવાથી અનેક સ્થળ વેરાન થઈ ગયાં હશે .
એમ અટકળ કરી શકાય કે વ્યક્તિગત નગરોને
સ્થાનિક કે પ્રાદેશિક કારણોએ તજી દેવામાં આવ્યાં હશે , પરંતુ સમગ્ર રીતે સભ્યતાનો ઓચિંતો અને વિનાશક
અંત આવ્યો નહોતો. લોથલ અને પંજાબમાં હડપ્પીય સંસ્કૃતિની અવનતિ આ મતને ટેકો આપે છે
.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home