સિંધુ અને બલુચિસ્તાનની અનુ - હેડપ્પીય સંસ્કૃતિઓ
સિંધુ અને બલુચિસ્તાનની અનુ - હેડપ્પીય
સંસ્કૃતિઓ
સિંધુ ખીણા અને બલુચિસ્તાનમાં હડપ્પીય સભ્યતા પછી થયેલી આઘ-ઐતિહાસિક સંસ્કૃતિઓ
પર થોડા શબ્દ ઉમેરવા ઘટે. અગાઉ ઉસ્લિખિત સ્મશાન ‘હ ' સંસ્કૃતિ ઉપરાંત ,
સિંધુ ખીણમાં બે મહત્વની
અનુ - હડપ્પા સંસ્કૃતિઓ છે, જે તેઓનાં પ્રકાર-સ્થળો
, અનુક્રમે ઝૂકર અને
ઝાંગારના નામે ઓળખાય છે. ચાન્હૂ - દડોમાં , આ બંને સંસ્કૃતિઓ હડપ્પા સંસ્કૃતિની ઉપર
ઉત્તરોત્તર રહેલી છે. ઝૂકર સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે બફ( પાંડુ )કે ક્રિમ
(મલાઈ) રંગનાં મૃત્પાત્ર , જેના પરનાં
રેખાંકન જાંબુડી-કાળા રંગમાં છે , એમાં ઘણી વાર લાલ
ઉમેરવામાં આવે છે. બીજી સંલગ્ન વસ્તુઓમાં કાંસાની દસ્તાના કાણાવાળી કુહાડી,
સુશોભિત માથાંવાળી ચાંપો,
કાંસા કે તાંબાની પણ ,
અને ફાયેન્સની ‘ ખાનાં પાડેલી મુદ્રાઓ તથા મૃત્પાત્રો ઉલ્લેખનીય
છે. આમાંનાં ઘણાંને પશ્ચિમ એશિયામાં સમાંતરો છે .
કાંગાર મૃત્પાત્ર રાખોડિયાં કે આછાં રાખોડિયાં - કાળાં છે . એના પર ઉર્ત્કીણ
રૂપાંકનો હોય છે , જેમાં ત્રાપો અને
અંતર રેખિત ત્રિકોણનો સમાવેશ થાય છે. આ સંસ્કૃતિનું કોઈ બીજું લક્ષણ જાણવામાં
આવ્યું નથી , ને એનો ચોક્કસ
સમય આંકવો શક્ય થયો નથી.
બલુચિસ્તાનમાં , કાંસાનાં કેટલાંક
છૂટાંછવાયાં ઓજાર , જેનું પણ
સાંસ્કૃતિક મહત્ત્વ હોવાનું જણાય છે તે ઉપરાંત અનુ હડપ્પીય કાલની બે મુખ્ય
આઘ-ઐતિહાસિક સંસ્કૃતિઓ છે. આમાંની એક સંસ્કૃતિ કુલ્લી સંસ્કૃતિ ટીંબાનાં ખંડેરોમાં
ખોદાયેલ શાહીતુંપમાંના સ્મશાનરૂપે મળી છે . દફન પૂર્ણદફન હતાં , જેમાં શરીર પાસાભેર અને ટૂંટિયું વાળેલું હતું.
કબરમાં મૂકેલી વસ્તુઓમાં, કાળાં અથવા
લાલાશ-બદામી રંગમાં ચીતરેલાં રાખોડિયાથી પીળાશ પડતાં-પાંડુ રંગનાં મૃત્યાત્રો
ઉપરાંત છે ભાલાનું ફળું , દસ્તાના કાણાવાળી
કુહાડી અને ખાનાં પાડેલી મુદ્રાઓ, બધાં તાંબાનાં
અને ઉપર જણાવી દીધા મુજબ પશ્ચિમ એશિયાઈ સામ્યો સૂચવતાં .
એક બીજી સંસ્કૃતિ મોઘલ ઘુંડઈ ,
જિનવરી , ઝંગિઅન અને બીજે મળેલા દફન-રાશિઓથી સૂચવાતી
સંસ્કૃતિ છે. એની સાથે સંલગ્ન છે, લાલ મૃત્પાત્રો
ઉપરાંત કાંસા કે તાંબાની ધોડાની ઘંટડીઓ , વાટીઓ , બંગડીઓ અને
ત્રિપાદ ઘડો , જેને પણ પશ્ચિમ
એશિયામાં સામ્યો છે,
છેલ્લે ,ફોર્ટ મુનરોમાંથી
કાંસાનું ખડ્રગ અને શલોઝાનમાંથી બાકાવાળી કુહાડી મળી છે , તેમાંનું પહેલું કૉકૅસિયામાં તલિશમાંથી ઈરાનમાં
લુચિસ્તાનમાંથી મળેલા આદ્ય-પ્રકારોનું સ્મરણ કરાવે છે, જયારે પછીનાને પશ્ચિમ એશિયામાં જ નહિ , યુરોપમાં પણ અનેક સમાંતર છે .
સિંધ અને બલુચિસ્તાનની આ અનુ -
હડપ્પીય સંસ્કૃતિઓમાંની ઘણી ખરી , લોકોનું ખરેખરું
અંતર્ગમન નહિ , તો પશ્ચિમ એશિયા
સાથેના જીવંત સંપર્કો દર્શાવે છે .
ઉપલો ગંગા સિંચાઈ પ્રદેશ
ઉપલા ગંગા સિંચાઈ પ્રદેશની વાર્તા સિંધુની વાર્તાથી કંઈક જુદી છે. અહીંથી સહુથી પ્રાચીન આધ - ઐતિહાસિક સંસ્કૃતિ ‘ તામ્ર-નિધિઓ ' વડે જાણવા મળેલી સંસ્કૃતિ છે. તેઓમાં સાધારણ , સ્કંધિત અને સળિયા જેવી કુહાડીઓ ઉપરાંત છે આંકડીવાળાં ભાલાનાં ફળાં , સીંઘડા ઘાટનાં ખડગ , આંકડી કે દસ્તા માટેના કાણાવાળી નિમિ-વેધનીઓ, વટીઓ અને ‘ માનવાકાર' પૂતળીઓઃ છેલ્લાં જણાવેલીનો ચોક્કસ ઉપયોગ સ્પષ્ટ નથી. આ વર્ગનાં ઓજાર જેમાંથી નીકળે છે તેમાં , આ પ્રદેશનાં વધુ નોંધપાત્ર સ્થળોમાં બહાદરબાદ, રાજપુર પારસુ , બિસૌલી, ફતેહગઢ, સરથૌલી,બિથૂર,પરિઆર અને શેવરાજપુરનો સમાવેશ થાય છે. તો પણ , ઓજારો , છૂટાંછવાયાં કે સમૂહોમાં , આ પ્રદેશની બહાર પણ મળ્યાં છે. દાખલા તરીકે, મધ્ય પ્રદેશમાં પોંડીકલાન અને ગુંગેરિયામાં, દક્ષિણ બિહારમાં હમી અને બરગુંડામાં, પશ્ચિમ બંગાળના પહાડી ભાગમાં તમજુરીમાં , ઓરિસ્સામાં દુનરિયા અને ભગરાપીરમાં , માયસોરમાં કસ્તૂરમાં અને ગુજરાતમાં લોથલમાં પણ , એ સ્થળે મળેલો ખંડિત નમૂનો ‘ માનવકાર ’ પૂતળીનો ભાગ હોય તો. જો કે એમાં નિમિ-વેધની અથવા ‘ માનવાકાર ” પૂતળી જેવા વધુ વિશિષ્ટ પ્રકાર મળ્યા નથી, છતાં રાજસ્થાનમાંના ખુરદીમાંથી મળેલો નિષિ પણ આ વર્ગનો હોવાનું અમુક વિદ્વાનો ઘટાવે છે. આ પ્રદેશમાંની તામ્રનિધિ સંસ્કૃતિને દક્ષિણમાં આંધ્રપ્રદેશ જેટલે દૂર સુધી સંપર્ક હતા. ઘણી ખરી વસ્તુઓ વેપારીઓ પાસેથી અથવા આકસ્મિક ખોદકામોમાં મળી છે. તેથી તેઓની સાથે ક્યો મૃત્પાત્ર ઉધોગ હતો તે ખાતરીપૂર્વક કહેવું હજી શક્ય નથી. તો પણ બહાદરાબાદમાં કેટલોક શ્રદ્ધેય સાંયોગિક પુરાવો છે . અહીં સિંચાઈ યોજના પર કામ કરતા ઈજનેરોને માટી અને રેતીના ૨-૩ મી.ના કોરા થરની નીચે આ વર્ગનાં સંખ્યાબંધ ઓજાર મળ્યાં હતાં અને એ ચાવીને અનુસરતાં પુરાતત્ત્વવિદોને એ જ સંદર્ભમાંથી લાલ મૃત્માત્ર પ્રાપ્ત થયાં , જેનો ગાભ ગમે તેમ થયેલી પકવણીથી અવારનવાર રાખોડિયા રંગનો હતો. જો કે ઘણા ખરા નમૂના કોઈ લેપ દર્શાવતા નથી ને તેઓની સપાટી સહેલાઈથી ઘસાઈ જાય છે ને આંગળી પર ગેરુવાળો પદાર્થ રહી જાય છે, છતાં થોડીક ઠીકરીઓ પર લેપનાં ધાબાં છે જ . વધુ યોગ્ય નામના અભાવે , એ મૃત્પાત્રોને તાત્કાલિક ગેરુ મૃત્પાત્ર ' તરીકે ઓળખવામાં આવ્યાં છે . બહાદરાબાદમાં ખોદાયા પહેલાં , ગેરુ મૃત્યાત્ર રાજપુર પારસુ અને બિસૌલીમાં થયેલી સ્થળતપાસોમાં, જેમાંથી નિધિઓ અગાઉ મળ્યા હતા તે જગાઓએ મળ્યા હતાં . આ મુદો મૃત્પાત્રો અને નિધિઓ વચ્ચે સાંસ્કૃતિક સંબંધ સૂચવે છે .
હસ્તિનાપુર, મીરત જિલ્લો,
ઉત્તર પ્રદેશમાં આ
મૃત્પાત્રનાં ઠીંકરાં ચિત્રિત ધૂસર મૃત્પાત્રોની નીચે , વચ્ચેના ગાળામાં સ્પષ્ટ ભંગ સાથે, મળ્યાં હતાં. આ ગેરુ મૃત્પાત્રોને લગ.ઈ.પૂ.૧૨૦૦
ની પહેલાંનો સમય આપે છે . જો લોથલ ટુકડો ધારવામાં આવે છે તેવો હોય તો તામ્રનિધિ
સંસ્કૃતિ ઓછામાં ઓછી સિંધુ સભ્યતાના છેલ્લા તબક્કા સાથે સહ - અસ્તિત્વ ધરાવતી
હોવાનું લેખાવું ઘટે , પ્રાય: એના
રૂપાંતર તરીકે
પંજાબમાં રૂપડમાં અને ઉત્તર પ્રદેશમાં
આલમગીરપુરમાં , ચિત્રિત ધૂસર
મૃત્પાત્ર સંસ્કૃતિ હડપ્પા સંસ્કૃતિની ઉપર મળી છે ને એ બેની વચ્ચે ખાલી ગાળો રહેલો
છે. બહોળી રીતે એને ઈ.પૂ.૧૧૦૦ અને ૬00 ની વચ્ચે મુકાય . આ કાલાવધિની ઉપલી મર્યાદાને અનંજી-ખેડા, જિલ્લો એતાહમાંથી મળેલા કોલસો નમૂનાના
કાર્બન-૧૪ નિર્ણય (ઈ.પૂ.૧૦૨૫-૧૧૦) વડે સમર્થન મળ્યું જણાય છે .
ચિત્રિત ધૂસર મૃત્પાત્ર, તેનું નામ જણાવે છે તેમ રંગમાં ધૂસર (રાખોડિયાં)
હોય છે અને કાળા રંગમાં ચીતરેલાં હોય છે. વધુ વ્યાપક પ્રકારો છે વાડકા અને રકાબીઓ.
ચિત્રિત રૂપાંકનોમાં સાદા પટ્ટા, ઊભી , ત્રાંસી અને લીટાલીટાવાળી રેખાઓના સમૂહો ,
સિગ્માઓ , સ્વસ્તિકો , ટૂંકા ગૂંચળાંની સાંકળીઓ , ટપકાં અને રેખાઓની હરોળો , એકકેંદ્ર વર્તુળો અને અર્ધવર્તુળોનો સમાવેશ થાય
છે .
ચિત્રિત ધૂસર મૃત્પાત્રોનું મુખ્ય
કેન્દ્રીકરણ દક્ષિણ પંજાબ, ઉત્તર રાજસ્થાન
અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હોવાનું જણાય છે. ઉપરાંત , સિંધમાં લાખિયો પીરમાં , મધ્ય પ્રદેશમાં ઉજ્જયિનીમાં, પૂર્વ ઉત્તર પ્રદેશમાં સોહાગૌરમાં અને પંજાબમાં
ચરનમાં દાખલા છે . કેન્દ્રીકરણના પ્રદેશમાંનાં વધુ મહત્ત્વનાં સ્થળોમાં અહિચ્છત્ર,
આલમગીરપુર, અત્રેજી-ખેડા, બાધપત, બૌરાટ, બન્નવા, હસ્તિનાપુર, ઇન્દ્રપ્રસ્થ ( દિલ્હીમાંનો પુરાણો કિલ્લો),
કુરુક્ષેત્ર, મથુરા, પાણીપત,રૂપડ, શ્રાવસ્તી અને તિલપત છે.
ઉપલબ્ધ પુરાવો દર્શાવે છે કે ચિત્રિત
ધૂસર મૃત્પાત્ર લોકો માટીનાં કે ડાળખાં અને માટીનાં ઘરોમાં રહેતા હતા . ભટ્ટામાં
પકવેલી ઈંટોનો કોઈ પુરાવો નથી ; ને કાચી ઇટોનોય
ઘણો સંતોષકારક નથી . ખેતી અને પશુપાલન લોકોનો મુખ્ય ધંધો હોવાનું જણાય છે.
હસ્તિનાપુરમાં, ચોખાનો પુરાવો છે,
જેની છાપો લોથલમાં
મૃત્પાત્રોમાં અને નાવડાટોલીમાં બળેલા અવશેષોમાં છે, ખોરાકની સામગ્રીમાં ગોસ, ઢોર-માંસ અને ડુક્કર-માંસ ઉમેરાયાં હતાં તેવું
ઘેટાં, બકરાં, ઢોર, ભેંસ અને ડુક્કરનાં તીક્ષ્ણકાપાવાળાં બળેલાં અસ્થિઓ પરથી સૂચવાય છે. બીજાં
પાળેલા પ્રાણીઓની બાબતમાં ઘોડાનો ખાસ નિર્દેશ કરવો ઘટે , જેની સિંધુ સંસ્કૃતિમાં હાજરી કંઈક શંકાસ્પદ છે
.
ચિત્રિત ધૂસર મૃત્પાત્ર લોકો પૂર્ણ-વિકસિત
ધાતુયુગના હતા - લધુપાષાણો કે ઘડેલી પથ્થરની કુહાડીઓ જેવાં કોઈ પાષાણ ઓજારોનો કોઈ
પુરાવો નથી. હસ્તિનાપુરમાં બાણનું ફળુ , નરેણી અને તાંબાની અંજનશલાકા મળ્યાં છે અને જો કે પહેલાંના ખોદકામમાં ઉપલા
થરોમાંથી ફક્ત લોખંડના કીટોડા મળ્યા હતા , પણ પછીના (૧૯૬૨) કામે થોડી લોખંડની ઘડેલી ચીજો પણ પ્રકાશમાં આણી છે .
આલમગીરપુર અને અત્રંજી-ખેડામાં લોખંડની વસ્તુઓ ચિત્રિત ધૂસર મૃત્પાત્ર વસવાટના છેક
આરંભથી હોવાનું જણાવાયું છે . તેમાં કાંટાવાળા બાણનાં ફળાં , ખીલા વગેરે હોય છે. આલમગીરપુરમાં ઉત્કીર્ણ
સુશોભન ધરાવતી માટીની પકવેલી પ્રાણીઓના ઘાટની થોડી પૂતળીઓ અને હાડકાંઓનો લંબચોરસ
પાસો પણ મળ્યો છે . હસ્તિનાપુરમાં હાડકાં અને કાચની બંગડીઓ , સ્લેટની સરાણ અને ધર્ટ તથા જેસ્પરની નળાકાર
વસ્તુઓ મળી છે . અન્ય સ્થળોએથી મળેલા પુરાવાના આધારે , છેલ્લી જણાવેલી વસ્તુઓ કાનનાં લોળિયાં હોવાનું
જણાય છે , પ્રાયઃ એના પર
સોનાના વરખનું આચ્છાદન હશે . હાડકાંના અણીદાર ઓજાર બાણનાં ફળો તરીકે કે વણવા માટે
વપરાતાં હશે. તેઓને ઘણીવાર ‘ શલાકા-અણી '
કહી છે , પણ ચિત્રિત ધૂસર મૃત્પાત્ર થરોમાં હજી કોઈ
અભિલેખ મળ્યો નથી.
હસ્તિનાપુરમાંના ચિત્રિત ધૂસર મૃત્પાત્ર વસવાટનો ગંગાના ભારે પૂરના કારણે અંત
આવ્યો , જેણે વસાહતનો
મોટો ભાગ ધોઈ નાખ્યો . આ હોનારતની નિશાનીઓ ટીંબા પર ધોવાણના ચાઠા રૂપે રહી ગઈ છે ,
જ્યારે ધોવાઈ ગયેલી
કેટલીક સામગ્રી પણ નદીના તળામાં અપસ્તલ જળસપાટીની નીચે લગભગ ૧૨ મી , ની ઊંડાઈએ પ્રાપ્ત થઈ છે .
હસ્તિનાપુરની વાત ખીણમાં વધુ નીચે કૌશાંબીમાં ચાલુ રહી લાગે છે. અહીં બહારની
બાજુએ પાકી ઇંટો જડેલી માટીની ભારે કિલ્લેબંધીઓ અને પથ્થરનો બાંધેલો મહેલ પણ છે. કૌશાંબીના
વિહાર - વિસ્તારમાં મળેલો પહેલી સદીનો અભિલેખ એ સ્થાનને ઘોષિતારામ તરીકે ઓળખાવે છે,
જયાં બુદ્ધ રાજા ઉદયનની
રાજધાનીની મુલાકાત દરમ્યાન રહ્યા હોવાનું જાણવામાં આવ્યું છે.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home