તમે મૃત સ્વજનની રાખને હીરામાં ફેરવીને કાયમી યાદ સ્વરૂપે રાખી શકો છો
જમાનો બદલાય તેમ માણસના વિચારો પણ બદલાય છે . સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેના અવશેષ સાથે પરીવાજનોની લાગણીઓ જોડાયેલી હોય છે . અગ્નિદાહ આપવામાં આવે ત્યારે શરીર રાખ બની જાય છે પરંતુ આ રાખને હીરામાં બદલીને રીંગ પહેરવામાં આવે છે . આમ તો કુદરતી રીતે હીરો બનતા લાખો વર્ષ નિકળી જાય છે પરંતુ થોડાક સમયમાં જ અંતિમક્રિયા પછીની રાખ કે વાળ જેવા અવરોષમાંથી હીરો તૈયાર કરી શકાય છે . દરેક દેશની પરંપરા અને કાયદા હોય છે તે હીરો તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે . આ હીરાને રિંગમાં કે ઘરેણામાં જડી લેવામાં આવે ત્યારે મૃત સ્વજનની કાયમી યાદ જોડાઈ જાય છે .
આ હીરાને કુદરતી હીરાની જેમજ ચમકતો હોય છે. પહેલા હીરા માટે જવેલરીની ડીઝાઈન અંગુઠી,લટકણ, ઝુમકા પસંદ કરવામાં આવે છે સ્વજનની સ્મશાનમાંથી લીધેલી 1.1 પાઉન્ડ જેટલી રાખમાંથી પ્રયોગશાળામાં હીરો બનાવી શકાય છે . માણસના શરીરમાંથી પાઉન્ડ જેટલી રાખ મળે છે . શરીરના ભાગની રાખમાં કાર્બન હોય છે અને હીરો કાર્બનમાંથી બને છે . માણસના શરીરમાં 18 ટકા કાર્બન હોય છે જયારે હીરોએ કાર્બનનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે . સ્વજનની આ રાખ કે વાળ જેવા અવશેષોનું રાસાયણિક વિશ્લેષણ કરવામાં આવે છે. ધૂળ જેવા અકાર્બનિક તત્વો હોય તેને દૂર કરીને કાળજીપૂર્વક કાર્બન કાઢવામાં આવે છે . આ રાખને ઉચ્ચ દબાણ અને તાપમાનમાં એવા ખાસ પ્રકારના મશીનમાં રાખીને પૃથ્વીના પોપડામાં બનતા ડાયમંડ જેવું વાતાવરણ ઉભું કરવામાં આવે છે . 2૦00 ડિગ્રી જેટલું તાપમાન 60000 વાયુમંડળ જેટલું દબાણ ઉભું થાય છે , આ પ્રોસેસ 120 થી 130 દિવસ સુધી સતત કરવામાં આવે ત્યારે સ્વજનની રાખમાંથી હીરો તૈયાર થાય છે . હીરો તૈયાર કરવા માટેનાં નમૂનામાં કમસેકમ 99 ટકા કાર્બન હોવું જરુરી છે , શરુઆતમાં રફ હીરો મળે છે . એ પછી નિષ્ણાત દ્વારા ઘસાવીને પોલિશિંગ કરીને ચમક આપવામાં આવે છે . આ હીરો પ્રાકૃતિક રીતે બનતા હીરાની સરખામણીમાં વધારે સફેદ હોય છે . નીલા રંગનો હીરો પણ બની શકે છે જે બોરોનને આભારી છે. માણસના શરીરમાં બોરોન જૂદુ જૂદુ હોય છે આથી નીલો રંગ એ જે તે વ્યકિતના અવશેષના નમૂના પર આધારિત છે . યુરોપ અને અમેરિકામાં મૃત વ્યક્તિના અવશેષને હીરામા ફેરવતી અનેક ફર્મ કામ કરે છે.
આ રીતે હીરો મેળવવામા 23 થી 25 હજાર ડોલરનો ખર્ચ થાય છે , ઓસ્ટીન ટેકસાસમાં એડેલે પોતાની એક ફેન્ડની રાખને હીરામાં ફેરવી હોવાનો વીડિયો વાયરલ થયો હતો , 2014 માં સૌ પ્રથમ સ્વિન્ટલૅનના વિલ્લી નામના માણસને આ વિચાર આવ્યો હતો.વિલ્લી સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે સમી કન્ડકટર ઉધોગમાં ઉપયોગમાં લેવાતા સિવૅટિક હીરો તૈયાર કરવાનો પ્રયોગ વાંચ્યો જેમાં શાકભાજી માં રહેલા કાર્બનમાંથી હીરો તૈયાર કરવાની વાત હતી . વિલ્લીને થયું કે એ રીતે તો માણસની મૃતબોડીમાંથી પણ હીરો તૈયાર કરી શકાય છે . વિક્કીએ આ વિચાર યાદ રાખ્યો અને પછીથી રાખને હીરામાં ફેરવતી દુનિયાની પ્રથમ લેબ બનાવી હતી .