Sunday, September 12, 2021

ગુજરાતના ૧૬ મા મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજકીય કારકિર્દીની ઝલક

                                                            


 ગુજરાતના ૧૬ મા મુખ્યમંત્રી તરીકે કામ કરી રહેલા વિજય રૂપાણી ગુજરાત ભાજપના ટોચના નેતા છે . તેઓ ૭ મી ઓગષ્ટ  ૨૦૧૬ માં આનંદીબહેન પટેલના અનુગામી બન્યા હતા . અચાનક  રાજીનામું આપતાં ગુજરાતમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે . કેબિનેંટના મંત્રીઓને સ્વપ્રેય ખ્યાલ નહીં હોય કે આમ અચાનક તેમણે સ્ટેપડાઉન કરવું પડશે . રૂપાણીએ પાંચ વર્ષ અને ૩૫ દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે શાસન કર્યું છે .

    ૨ ઓગસ્ટ ૧૯૫૬ ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં વિજયભાઈનો જન્મ થયો હતો . તેમના પિતાનું નામ રમણિકલાલ અને માતાનું નામ માયાબેન છે . તેઓ જૈનધર્મના અનુયાયી છે . રમણિકલાલ સપરિવાર ૧૯૬૦ માં બર્માને છોડીને હંમેશાને માટે ભારત આવ્યા પછી તેઓ ગુજરાતના રાજકોટમાં રહેવા લાગ્યા હતા . વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ.એલ.બી થયા છે . 

એબીવીપીના કાર્યકર જનસંઘ અને ભાજપમાં કર્મઠ નેતા તરીકે ઉપસ્યા છે , મુખ્યમંત્રી બન્યા પહેલાં તેઓ ' કેબિનેટમાં મંત્રી હતા

    અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં ત્યારથી  વિજય રૂપાણીએ પોતાના જીવનને સાર્વજનિક કર્યું હતું , ત્યારબાદ તેઓ રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા હતા . ભારતીય જનતા પક્ષનાં સ્થાપનાનાં સમયથી અર્થાત ૧૯૭૧ વર્ષથી વિજય રૂપાણી પક્ષનાં કાર્યકર્તા છે . ૧૯૭૬ વર્ષમાં ભારતની કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગરનાં અને ભુજ - મહાનગરનાં કારાગારમાં બંદી હતા . એ બંને કારાગરોમાં એ ૧૧ માસ સુધી  રહ્યા હતા .

વિજય રૂપાણી ૧૯૭૮ વર્ષથી ૧૯૮૧ સુધી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પ્રચારક પણ હતા . ૧૯૮૭ વર્ષે રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચુંટાયા અને જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ બન્યા હતા . સમાંતર વર્ષે એ રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ બન્યા અને એ પદ પર તેઓ ૧૯૮૮ થી ૧૯૯૬ સુધી આરૂઢ રહ્યા હતા . વચ્ચે ૧૯૯૫ માં વર્ષે એમનું રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિના અધ્યક્ષત્વે પુનઃ ચયન થયું . પછી એમણે ૧૯૯૬ થી ૧૯૯૭ પર્યન્ત રાજકોટ મહાનગરનાં મેયર તરીકે પણ કાર્ય કર્યું છે . 

                                                                            


                    ૧૯૯૮ માં તેઓ ભાજપના ગુજરાત રાજ્ય વિભાગનાં વિભાગાધ્યક્ષ થયા હતા . ૧૯૯૫ માં જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા , ત્યારે વિજય રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિનાં અધ્યક્ષનું વહન કર્યું હતું . ૨૦૦૬ વર્ષે ગુજરાત પર્યટન વિભાગનાં અધ્યક્ષ બન્યા હતા . ૨૦૦૬ થી ૨૦૧૨ દરમ્યાન રૂપાણી રાજ્યસભાના સદસ્ય હતા . જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા , ત્યારે વિજય રૂપાણી ભાજપના ગુજરાત વિભાગના ચાર વાર અધ્યક્ષ , ગુજરાત મહાનગરપાલિકાનાં વિત્તવિભાગનાં એકવાર અધ્યક્ષ ( ૨૦૧૩ ) બન્યા હતા . 

        ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ ના રોજ વિજય રૂપાણી ભાજપના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બન્યા હતા . ૨૦૧૪ ના ઓગસ્ટ માસમાં જ્યારે ગુજરાત વિધાનસભાના સ્પીકર પદેથી વજુભાઇ વાળાએ પશ્ચિમ રાજકોટની બેઠક પરથી રાજીનામું આપ્યું ત્યારે વિજય રૂપાણી પેટાચૂંટણી લડ્યા હતા . તેઓ ૧૯ મી ઓક્ટોબર ૨૦૧૪ માં ધારાસભ્ય પદે ચૂંટાઇ આવ્યા હતા અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતાં .

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home