57 સેકન્ડમાં 2.7 કિ.મીનો વિશ્વનો સૌથી ટૂંકો વિમાન પ્રવાસ || The world's shortest flight in 2.7 km in 57 seconds
બ્રિટનના ઉત્તર સ્કોટલેન્ડમાં ઉંડી ખાડીના કારણે નાના ટાપુઓનો એક સમુહ બને છે જે ઓર્કેની આઇલેન્ડ તરીકે ઓળખાય છે . આ આઇલેન્ડમાં મુખ્યત્વે વેસ્ટ્રે પાપા વેસ્ટ્રે એમ બે ભૂમિ ભાગ પડે છે . સ્કોટિશ એરલાઇન્સ લોગાનેયર આ વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે વચ્ચે આજકાલ કરતા છેલ્લા ૫૪ વર્ષથી એર રૂટ ચલાવે છે .
૧૯૬૭ માં શરુઆત થઇ હતી તે પછી હજુ પણ અવિરત ચાલે છે . વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે આઇલેન્ડ સુધીના ૨.૭ કિમીના અંતરને કાપવા માટે કોર્મશિયલ એર ફલાઇટનો રોજ ઉપયોગ થાય છે . જેમાં બેસીને આ બે આઇલેન્ડ વચ્ચેનું અંતર પાર કરવામાં માત્ર ૫૭ સેકન્ડનો સમય લાગે છે . જો કે કયારેક હવામાન ખરાબ હોય તેવા અસાધારણ સંજોગોમાં સ્કોટલેન્ડના ઉતર ભાગમાં આવેલા એક ટાપુ પરથી બીજા ટાપુ પર એર રૂટમાં પહોંચવામાં વિમાન વધુમાં વધુ બે મીનિટ લે છે . રોજ સવારથી સાંજ સુધી ચાલતી આ લોકો વિમાન ફેરીમાં નોકરીયાત શિક્ષકેં , હેલ્થ સ્ટાફ તથા બીમાર દર્દીઓ વધુ ઉપયોગ કરે છે . માત્ર ૫૭ સેકન્ડ સુધી વિમાનમાં મુસાફરી કરવાનો ખર્ચ ૩૬ પાઉન્ડ જેટલો થાય છે . તૈમણે ફરજીયાત વિશ્વના સૌથી ટુંકા એર રૂટમાં મુસાફરી કરીને પહોંચવું પડે છે . સ્કોટિશ નેશનલ હેલ્થ સર્વિસ સાથે સંકળાયેલા લોકો પણ આ ૨.૭ કીમીના એર રૂટનો સૌથી વધુ ઉપયોગ કરે છે . આ રૂટ તો વર્ષોથી ચાલતો હતો પરંતુ પહેલી વાર તેની માહિતી દુનિયામાં વર્ષ ૨૦૧૧ ના ગાળામાં આવી હતી . અહીં આવેલા કેટલાક ટુરિસ્ટોએ તેમના પ્રવાસ વર્ણનમાં આ વાત લખી એટલે બહારના પ્રવાસીઓ પણ ઉત્સુકતા ખાતર આ ફલાઇટમાં બેસવા આવે છે . સ્કોટિશ સરકાર ૪.૫ મિલીયન પાઉન્ડમાં વિમાન ફેરી ચલાવવાનો કોન્ટ્રાકટ આપે છે . આ રુટ દ્વીપ સમૂહની મધ્યમાં ૪૩ કિમી દૂર આવેલા કિર્કવાલ શહેર સાથેની કનેકટીવિટી માટે પણ મહત્વનો છે . આ રુટ ચલાવવા માટે ખર્ચ વધારે થતો હોવાથી સરકાર પણ સેવાના ધોરણે મદદ કરે છે .
પાયલોટે એર રુટ પર લેન્ડિંગ અને ટેક ઓફ ખૂબજ સાચવીને કરવું પડે છે . વેસ્ટ્રેથી પાપા વેસ્ટ્રે એરપોર્ટ પર ફલાઈટ રવિવારે પણ અવિરત ચાલતી રહે છે . આ રુટનું અંતર એડનબર્ગ એરપોર્ટના રનવે જેટલું છે . ટુઅર્ટ લિંકલેટર નામના પાયલોટ સૌથી વધુ ૧૨૦૦૦ ટ્રીપ ચલાવવાનો અનુભવ ધરાવતો હતો જે ૨૦૧૩ માં નિવૃત થયો હતો .
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home