આજના સમયમાં ભૂખ્યા રહીને થતા ઉપવાસની જેમ મોબાઇલ ઉપવાસ પણ જરૂરી બન્યા છે || Mobile fasting has become as necessary as fasting in this day and age
રોટી કપડા અને મકાન ઉપરાંત આધુનિક સમયમાં મોબાઇલ પણ જીવનનું અભિન્ન અંગ બની ગયો છે પરંતુ મોબાઇલનો વધતો જતો દુરોપયોગ ટીનએજર અને યુવાનોમાં ડિપ્રેશનનું કારણ બની રહયો છે . ઓવા સમયે બેંગ્લોરના રમેશકુમાર શાહ દ્વારા સ્થાપિત એક જૈન ફાઉન્ડેશન દ્વારા ડિજીટલ ફાસ્ટિંગ નેકસ્ટ જૈન અંર્તગત એક અનોખો ઇનિશિએટિવ પ્રોગ્રામ દિવસ શરુ કર્યો છે જેમાં મોબાઇલનો ઉપયોગ ઘટાડવાની વાત છે . પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધી બેગ્લોર , ચેન્નાઇ અને અમદાવાદના મળીને કુલ ૨૦૦૦ લોકોએ ડિજીટલ ફાસ્ટિંગ કરી રહીને મોબાઇલનો ત્યાગ કરી રહયા છે જેમાં અમદાવાદના ૩૦૦ લોકોનો સમાવેશ થાય છે . આ જૈન ફાઉન્ડેશન માને છે કે જેમ આપણે ઉપવાસ કરીને ભૂખ પર નિયંત્રણ લાવી શકીએ છીએ એવી જ રીતે ડિજીટલ ફાસ્ટિંગ મોબાઇલ વપરાશ પર નિયંત્રણ મુકવાનું એક અસરકારક માધ્યમ છે . ભારતના પુખ્રવયના લોકો સરેરાશ રોજના લોકો રોજ સરેરાશ ૪.૩૦ કલાક મોબાઇલ વપરાશ આથી યુવાનો માટે ડીજીટલ ફાસ્ટિંગ કે મોબાઇલ ફાસ્ટિંગ જરુરી બની ગયા છે . જો કે આ ડિજીટલ ફાસ્ટિંગનો મૂળ હેતું જૈન ધર્મના મૂળભૂત મૂલ્યો સાથે વર્તમાન પેઢીને જોડવાનો છે . નવી પેઢી મોબાઇલનો જેટલો ઓછો ઉપયોગ કરશે એટલું જ તેમનું પારિવારિક , આધ્યાત્મિક જીવન સુધરતું જશે . આ ડિજીટલ ફાસ્ટિંગમાં ભાગ લેનારાને પોતાની કેટેગરી મુજબ સ્કોરકાર્ડ મળે છે આ રિવોર્ડ પોઇન્ટ જેટલી રકમ ન ફાઉન્ડેશન દ્વારા મુકામાં એટલે કે સાધાર્મિક ભકિત જીવદયા વગેરેમાં આપવામાં આવે છે જેની ઇ - રિસિપ્ટ ભાગ લેનારાને મોકલવામાં આવે છે . ભાગ લેનારા ટોપ ટેન વિજેતાઓને ૬ દિવસની સમેતશિખરજીની જાત્રા કરાવવામાં આવશે . જૈન તજજ્ઞ અને સંશોધક જીતેન્દ્રભાઇ શાહ કહે છે ફાઉન્ડેશન દ્વારા ડિજીટલ લેકચર સિરીઝ અંર્તગત પાઠશાળા , તિર્થયાત્રા , ધર્મગ્રંથ ઉપરાંત ડિજીટલા ફાસ્ટિંગનો નવો પ્રયોગ શરુ થયો છે જે આવકારદાયક છે .
ઉપવાસની આ ડિજીટલ ફાસ્ટિંગ ગત ૨૩ જુલાઇ થી શરુ થયું છે જે ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૧ એટલે કે કુલ ૫૦ દિવસ સુધી ચાલશે . રજીસ્ટ્રેશન કરાવનારાને સ્કોરકાર્ડનું ડોક્યુમેન્ટ મોકલવામાં આવે છે . નવાઇની વાત તો એ છે કે | આ ડિજીટલ ફાસ્ટિંગમાં ભાગ લેનારાઓએ પોતાની જાતે જ રોજ સ્કોરકાર્ડ ભરે છે . આ સ્કોરકાર્ડ સવારે ૯ વાગ્યાથી રાત્રીના વાગ્યા સુધી મોબાઇલ ઉપયોગ નહી કરવાના ચોકકસ પોઇન્ટ નકકી કરવામાં આવ્યા . જે લોકો ૧૨ કલાક સુધી મોબાઇલનો ત્યાગ કરી શકતા નથી તે મીનિમમ ૩ કલાક પણ મોબાઇલ ફાસ્ટિંગ કરી શકે છે . આ અંગેની માહિતી જૈન ફાઉન્ડેશનની ટીમ વોટસએપ ગ્રુપના માધ્યમથી પણ પુરી પાડે .
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home