ભારતીય બંધારણનો ઇતિહાસ મહત્વના પ્રશ્નો
મહત્વના પ્રશ્નો
ભારતનું શાસન બ્રિટિશ તાજના હાથમાં ક્યારે આવું ? - ઈ.સ .1858
શા માટે બ્રિટિશ તાજે કંપનીનું શાસન પૂર્ણ કરી ભારતનું શાસન પોતાના હાથમાં લઈ લીધું ? –
1857 નો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ
ક્યા એક્ટ દ્વારા ભારતના ગવર્નર જનરલનું પદ વાઈસરોય તરીકે ઓળખાયું ? –
ભારત શાસન અધિનિયમ , 1858
ભારતના પ્રથમ વાઈસરોય બનવાનું બહુમાન કોને મળે
છે ? - લોર્ડ કેનિંગ
ક્યા એક્ટ દ્વારા
બોર્ડ ઓફ કન્ટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટરનો અંત આવ્યો અને ભારત સચિવ ( સેક્રેટરી
ઓફ સ્ટેટ ) નું નવું પદ અસ્તિત્વમાં આવ્યું ? - ભારત શાસન અધિનિયમ , 1858
ભારત શાસન અધિનિયમ , 1858 અંતર્ગત ભારત સચિવની મદદ માટે તેની અધ્યક્ષતામાં કેટલા સભ્યોવાળી પરિષદનું નિર્માણ થયું હતું ? - 15
ક્યા એક્ટ દ્વારા વાઈસરોયની ધારાકીય પરિષદમાં
ભારતીયોને બિન સત્તાવાર તરીકે નિમવામાં આવ્યા ? - ભારત પરિષદ અધિનિયમ , 1861
ક્યા એક્ટ દ્વારા કાયદા નિર્માણની પ્રક્રિયામાં ભારતીય પ્રતિનિધિત્વ સામેલ થવાની શરૂઆત થઈ ? - ભારત પરિષદ અધિનિયમ , 1861
વાઈસરોય લોર્ડ કેનિંગે ક્યાં વર્ષમાં 3
વ્યક્તિઓને વિધાન પરિષદમાં નિમણૂક આપી ? –
ઈ.સ .1862 ( બનાસરના મહારાજા , પટિયાલાના મહારાજા , સર દિનકરાવ )
ઈ.સ. 1859 માં કોણે પોર્ટફોલિયો પદ્ધતિની શરૂઆત કરી હતી ? - લોર્ડ કેનિંગ
ક્યા એક્ટ દ્વારા કટોકટીના સમયમાં વાઈસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા અપાઈ ? –
ભારત પરિષદ અધિનિયમ , 1861
ભારત પરિષદ અધિનિયમ , 1861 અંતર્ગત ક્યા વિસ્તારો માટે નવી ધારાકીય
પરિષદોની રચનાની જોગવાઈ થઈ ? - બંગાળ , નોર્થ - વેસ્ટર્ન
ફ્રન્ટિયર , પંજાબ .
કયા એક્ટ દ્વારા કેન્દ્રીય અને પ્રાંતિય
ધારાસભામાં બિન - સત્તાવાર સભ્યોની સંખ્યા વધારવામાં આવી ? – ભારત પરિષદ અધિનિયમ , 1892
કયા એક્ટ દ્વારા સૌપ્રથમ વખત ચૂંટણીનું તત્ત્વ
ઉમેરાયું હતું ? – ભારત પરિષદ
અધિનિયમ , 1892 .
કયા એક્ટને મોર્લે - મિન્ટો સુધારા તરીકે ઓળખાય
છે ? –
ભારત પરિષદ
અધિનિયમ , 1909
ક્યા એક્ટ દ્વારા અલગ કોમી પ્રતિનિધિત્વની
પ્રથા દાખલ કરવામાં આવી? – ભારત પરિષદ
અધિનિયમ, 1909 .
ક્યા એક્ટ દ્વારા મુસ્લિમ સભ્યોની ચૂંટણી માટે
મુસ્લિમ મતદાર મંડળ અસ્તિત્વમાં આવ્યું ? –
ભારત પરિષદ અધિનિયમ , 1909
ભારતમાં કોમી ચૂંટણીના જનક કોને માનવામાં આવે
છે ? - લોર્ડ મિન્ટો
ક્યા એક્ટ દ્વારા વાઈસરોયની કારોબારી પરિષદમાં
પ્રથમ વખત ભારતીયની નિમણૂક કરવામાં આવી ? – ભારત પરિષદ અધિનિયમ , 1909
વાઈસરોયની કારોબારી પરિષદમાં નિમણૂક પામનાર
સૌપ્રથમ ભારતીય કોણ છે ? - સત્યેન્દ્રપ્રસાદ
સિંહા
મોન્ટેગ્યુ - ચેમ્સફર્ડ સુધારા તરીકે ક્યા
અધિનિયમને ઓળખવામાં આવે છે ? –
ભારત શાસન અધિનિયમ , 1919
મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ કોણ હતા ? - લોર્ડ મોન્ટેગ્યુ ( ભારત સચિવ ) , લોર્ડ ચેમ્સફર્ડ ( વાઈસરોય )
ભારત શાસન અધિનિયમ 1919 ક્યા વર્ષે લાગુ થયો
હતો ? -1921 માં
ક્યાં એક્ટ દ્વારા કેન્દ્રીય અને પ્રાંતિય
વિષયોની યાદીઓ તૈયાર કરવામાં આવી ? –
ભારત શાસન અધિનિયમ , 1919
ક્યા એક્ટ દ્વારા પ્રાંતોમાં દ્વિમુખી શાસન
પદ્ધતિની શરૂઆત થઈ ? – ભારત શાસન
અધિનિયમ , 1919
ક્યા એક્ટ દ્વારા કેન્દ્રમાં વિધાન પરિષદ
દ્વિગૃહી બનાવવામાં આવી . તથા પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાનો આરંભ થયો ? - ભારત શાસન અધિનિયમ , 1919
ક્યા એક્ટ દ્વારા સીમિત સંખ્યામાં સંપત્તિ , કર , શિક્ષણના આધારે
મતાધિકાર આપવામાં આવ્યો ? –
ભારત શાસન અધિનિયમ , 1919
ક્યા એક્ટ દ્વારા શીખ, એંગ્લો-ઈન્ડિયન, ભારતીય ખ્રિસ્તીઓ
અને યુરોપીયનો માટે 3 અલગ મતદાર મંડળો રાખવામાં આવ્યા ? - ભારત શાસન અધિનિયમ , 1919
ક્યા એક્ટ દ્વારા ભારતમાં કેન્દ્રીય જાહેર સેવા
આયોગની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી ? –
ભારત શાસન અધિનિયમ , 1919
ક્યા કમિશનની ભલામણથી કેન્દ્રીય જાહેર સેવા
આયોગની સ્થાપના થઈ ? - લી કમિશન
લી કમિશનની ભલામણથી ક્યા વર્ષે કેન્દ્રીય જાહેર
સેવા આયોગની સ્થાપના થઈ ? -1926
ક્યા એક્ટ દ્વારા સૌપ્રથમ વખત કેન્દ્રીય
બજેટમાંથી રાજય બજેટ અલગ કરાયું ? –
ભારત શાસન અધિનિયમ , 1919
ભારત શાસન અધિનિયમ , 1919 મુજબ કેન્દ્રની બે સભાઓ પૈકી કેન્દ્રીય
વિધાનસભાના સભ્યનો કાર્યકાળ અને સભ્ય સંખ્યા જણાવો . - કાર્યકાળ -3 વર્ષ ( સભ્ય
સંખ્યા -145 , ચૂંટોલા -104 , નિમાયેલા -41 )
ભારત શાસન
અધિનિયમ ,
1919 મુજબ કેન્દ્રની બે
સભાઓ પૈકી રાજયસભાના સભ્યનો કાર્યકાળ અને સભ્ય સંખ્યા જણાવો . - કાર્યકાળ- 5
વર્ષ ( સભ્ય સંખ્યા- 60 , ચૂંટાયેલા -34 , નિમાયેલા -26 )
ઈ.સ .1919 ના કાયદામાં સુધારાની તપાસ માટે ઈ.સ
.1927 માં કોની અધ્યક્ષતામાં સાયમન કમિશનની નિમણૂક થઈ હતી ? - જોન સાયમન
સાયમન કમિશન ક્યારે ભારત આવ્યું ? - 3 ફેબ્રુઆરી , 1928
સાયમન કમિશનનો વિરોધ શા માટે થયો હતો ? - તેના સાતેય સભ્યો અંગ્રેજ હતા .
સાયમન કમિશનનો વિરોધ કરતા કોણે કહ્યું હતું કે ‘ ભારતીયો પોતાનું બંધારણ બનાવવા અસમર્થ છે , જે બધા વર્ગોને માન્ય હોય ? - સચિવ લોર્ડ બેકન હેડ
ભારતીય બંધારણની બ્લ્યુ પ્રિન્ટ કોને કહેવાય છે
? - નેહરુ રિપોર્ટને
નેહરુ રિપોર્ટ કોણે તૈયાર કર્યો હતો ? - મોતીલાલ નેહરુ
મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ
ક્યારે નેહરુ રિપોર્ટ સોંપ્યો ? - 10 ઓગસ્ટ, 1928
કોની અસંમતિના કારણે અંગ્રેજ સરકારે નેહરુ રિપોર્ટનો અસ્વિકાર કર્યો ? – મુસ્લિમ લીગ
1929 નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) નું અધિવેશન ક્યા અને કોની અધ્યક્ષતામાં યોજાયું હતું ? –
રાવી નદીના કિનારે લાહોર ખાતે જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં
ક્યા દિવસને સ્વતંત્રતા દિવસ કે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે મનવાયો હતો ? - 26 જાન્યુઆરી , 1930
ભારત શાસન અધિનિયમ , 1935 માં કેટલા પરિશિષ્ટો અને અનુચ્છેદ હતા ?
–10 પરિશિષ્ટ , 321 અનુચ્છેદ
ક્યા એક્ટ દ્વારા પ્રાંતોમાં દ્વિમુખી શાસન પ્રણાલીનો અંત કરવામાં આવ્યો ? –
ભારત શાસન અધિનિયમ , 1935
ભારત શાસન અધિનિયમ , 1935 અંતર્ગત કેટલા પ્રાંતોને દ્વિગૃહી બનાવવામાં આવ્યા ? –
6 (બંગાળ, બોમ્બ, મદ્રાસ, બિહાર, સંયુક્ત પ્રાંત, આસામ)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના ક્યારે થઈ ?
-1935
બર્મા (હવે મ્યાનમાર) ને ક્યા વર્ષે ભારતમાંથી
અલગ કરાયું ? - 1935
કઈ બાબત દ્વારા
અંગ્રેજોએ ભારતનું બંધારણ બનાવવા માટે સંમતિ દર્શાવી ?
ઓગસ્ટ ઓફર ( 1940
)
ક્રિપ્સ મિશન ક્યારે ભારત આવ્યું ? –
23 માર્ચ , 1942
ક્રિપ્સ મિશન કોની અધ્યક્ષતામાં ભારત આવ્યું
હતું ? – સર સ્ટેફર્ડ
ક્રિપ્સ
મહાત્મા ગાંધીએ કઈ દરખાસ્તોને પોસ્ટ ડેટેડ ચેક
સાથે સરખાવી ? - ક્રિપ્સ મિશનની
દરખાસ્તોને
કેબિનેટ મિશન ક્યારે ભારત આવ્યું ? -24 માર્ચ , 1946
ક્યા બ્રિટિશ વડાપ્રધાને ભારતીય બંધારણ સભાની
સ્થાપના અને તત્કાલિન સમસ્યાઓ પર વિચાર - વિમર્શ કરવા માટે કેબિનેટ મિશન ભારત
મોકલવાની ઘોષણા કરી હતી ? - ક્લીમેન્ટ એટલી
કેબિનેટ મિશનના
સભ્યો જણાવો . - સર સ્ટેફર્ડ ક્રિપ્સ , પેન્થિક લોરેન્સ , એ.વી.એલકઝાન્ડર
કોના નેતૃત્વમાં કોંગ્રેસે કેબિનેટ મિશન
યોજનાનો સ્વીકાર કર્યો ? - ગાંધીજી
મુસ્લિમ લીગે ક્યારે પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ
( Direct Action Day ) મનાવ્યો ?
-16 ઓગસ્ટ , 1946
જવાહરલાલ નેહરુના
નેતૃત્વમાં ક્યારે વચગાળાની સરકારની રચના થઈ ? -2 સપ્ટેમ્બર , 1946
વર્ષ 1946 માં રચાયેલી વચગાળાની સરકારમાં ગૃહ
અને માહિતી પ્રસારણ મંત્રાલય કોની પાસે હતું ? –
સરદાર વલ્લભભાઈ
પટેલ
વર્ષ 1946 ની વચગાળાની સરકારમાં રક્ષામંત્રી
કોણ હતા ? - સરદાર બલદેવસિંહ
1946 ની વચગાળાની સરકારમાં રેલવે મંત્રી કોણ
હતા ? - આસમ અલી
1946 ની વચગાળાની સરકારમાં ખેતી અને ખાદ્ય
મંત્રાલય કોની પાસે હતું ? - ડૉ.રાજેન્દ્ર
પ્રસાદ
1946 ની વચગાળાની સરકારમાં શિક્ષણમંત્રી કોણ
હતું ? – સી.રાજગોપાલાચારી
1946 ની વચગાળાની સરકારમાં કાયદામંત્રી કોણ હતા
? - જોગેન્દ્રનાથ
મંડલ
બ્રિટનના ક્યા
વડાપ્રધાને 20 ફેબ્રુઆરી , 1947 ના રોજ
જાહેરાત કરી હતી કે અંગ્રેજ સત્તા જૂન , 1948 પહેલા જવાબદાર લોકોને સત્તા સોંપીને ભારત છોડી દેશે ? - ક્લિમેન્ટ એટલી
ક્લિમેન્ટ એટલીએ લોર્ડ વેવેલના સ્થાને કોની
ભારતના વાઈસરોય તરીકે નિમણૂક કરી હતી ? –
લોર્ડ માઉન્ટબેટન
ભારતની આઝાદી સમયે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા ?
ક્લિમેન્ટ એટલી
માઉન્ટ બેટન યોજના ક્યારે પ્રસ્તુત થઈ ?
- ૩ જૂન , 1947
ભારત અને પાકિસ્તાન એમ રાષ્ટ્રોના ભાગલાના
વિરોધમાં કોણ હતું ? –
ડો . અબુલ કલામ
આઝાદ , ખાન અબ્દુલ ગફાર
ખાન , પુરુષોત્તમદાસ
ભારતમાં અંગ્રેજો દ્વારા સૌપ્રથમ કોઠી ક્યાં
અને ક્યારે સ્થાપવામાં આવી ? - ઈ.સ .1613
, સુરત ખાતે
કયા કાયદાથી ભારતમાં સૌપ્રથમવાર કંપનીના શાસન
માટે લિખિત બંધારણની શરૂઆત થઈ ?
1773 , રેગ્યુલેટિંગ એક્ટ
ભારતની સૌપ્રથમ
સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી કલકત્તા
ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય
ન્યાયાધીશ કોણ હતા ? - સર એલિઝા ઈમ્પે
કયા એક્ટથી
ભારતમાં કંપની અધિકૃત પ્રદેશો માટે સૌ પ્રથમવાર બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ ”
એવું નામ આપવામાં આવ્યું ?
- પિટનો ધારો , 1784
કયા કાયદાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની
શરૂઆત થઈ ? - ચાર્ટર એક્ટ ,
1833
કયા કાયદાથી
ભારતની શાહી વિધાન પરિષદનો પાયો નાખવામાં આવ્યો કે જે ભારતની સૌપ્રથમ નાની સંસદ
કહેવાઈ ? 1853 , ચાર્ટર એક્ટ
ભારતીય રાષ્ટ્રીય
કૉંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી ? - 28 ડિસેમ્બર , 1885 .
કોને રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કહેવામાં આવે
છે ? - એલન ઓક્ટિવિયન
હ્યુમ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ અધ્યક્ષ
કોણ હતા ? - વ્યોમેશચંદ્ર
બેનરજી
કયા કાયદાથી “ કલકત્તા " દેશની રાજધાની બન્યું ?
– ભારત શાસન અધિનિયમ ,
1958
ક્યા કાયદાથી
વિધાન પરિષદને બજેટ પર ચર્ચા કરવાની અને પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી ?
ભારતીય પરિષદ અધિનિયમ ,
1892
મુસ્લિમ લીગની
સ્થાપના કયા વર્ષે થઈ ? - ઈ.સ .1906
કયો કાયદો “ ભારતીય શાસનને ઉત્તમ બનાવવા માટેના કાયદા ”
તરીકે પ્રસિદ્ધ છે ?
–
ભારત શાસન
અધિનિયમ , 1858
કયા અધિનિયમથી મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો
–
મોન્ટેગ્યુ - ચેમ્સફર્ડ એક્ટ , 1919(ભારત શાસન અધિનિયમ , 1919)
બ્રિટનના
વડાપ્રધાન રામસે મૅકડૉનાલ્ડ દ્વારા “ કોમ્યુનલ - એવોર્ડ ” ની જાહેરાત
ક્યારે કરવામાં આવી ? - ઈ.સ. 1932
માં
કયા અધિનિયમથી
પુરુષ મહિલા સમાન મતાધિકાર આપવામાં આવ્યો ? –
ભારત સરકાર અધિનિયમ , 1935
ભારતમાં સૌ પ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના
ક્યારે કરવામાં આવી ? - ઈ.સ. 1937
માં
કયા અધિનિયમથી
વહીવટના તમામ વિષયોને કેન્દ્રયાદી , રાજયયાદી અને સંયુક્તયાદી એમ ત્રણ સૂચિઓમાં વહેંચવામાં આવ્યા ? - ભારત શાસન અધિનિયમ , 1935
“ ઓગસ્ટ પ્રસ્તાવ ’
’ કોના દ્વારા અને ક્યારે
રજૂ કરવામાં આવ્યો ? લોર્ડ લિનલિથગો
દ્વારા -ઈ.સ .1940
રાજગોપાલાચારી ફોર્મ્યુલા ” કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી ?
–
ચક્રવર્તી રાજગોપાલાચારી દ્વારા - ઈ.સ. 1944
“ કેબિનેટ મિશન’’ના અધ્યક્ષ કોણ હતા ? - લોર્ડ પેન્થિક લોરેન્સ
કામચલાઉ સરકારમાં જવાહરલાલ નેહરુ પાસે કયા કયા
મંત્રાલયો હતા ? –
બંધારણસભાના ઉપસભાપતિ , વિદેશ મંત્રાલય , વડાપ્રધાન , રાષ્ટ્રમંડળ સંબંધ
ભારતનું વિભાજન
અને સ્વતંત્રતા કઈ યોજના અંતર્ગત પ્રાપ્ત થઈ ? –
માઉન્ટ બેટન યોજના / 3 જૂન યોજના , 1947
કયા અધિનિયમ અંતર્ગત ભારત અને પાકિસ્તાન એ બે
સ્વતંત્ર ડોમિનિયન બન્યા ? –
ભારત સ્વતંત્રતા
અધિનિયમ , 1947
ભારતીય
સ્વતંત્રતા અધિનિયમ , 1947 મુજબ કયા પ્રદેશો
પાકિસ્તાનનો ભાગ બન્યા ? –
પૂર્વી બંગાળ , પશ્ચિમી પંજાબ , સિંઘ અને આસામનો સિલ્ફટ જિલ્લો
સૌપ્રથમ કયા અધિનિયમમાં “ એક અખિલ ભારતીય સંઘ ” ની સ્થાપનાની જોગવાઈ હતી ? –
ભારત શાસન
અધિનિયમ , 1935
પાકિસ્તાન ક્યારે સ્વતંત્ર થયેલ ગણવામાં આવ્યું
?
14 ઓગસ્ટ , 1947 ની મધરાત્રીથી
ભારતના બંધારણ લાગુ થતાં પહેલા અને સ્વતંત્રતા
પછી દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવ્યું ? – ભારત શાસના અધિનિયમ , 1935 અંતર્ગત
ભારતની
સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડમાં કઈ પાર્ટીની સરકાર હતી ? - લેબર પાર્ટીની .
કેન્દ્રમાં દ્વૈધશાસન
પ્રણાલી કયા અધિનિયમ અંતર્ગત અમલી બની ? ભારત શાસન અધિનિયમ,1935
ભારતની
સ્વતંત્રતા સમયે ઈંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા ? - ક્લેમેન્ટ એટલી
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home