ભારતીય બંધારણ (આમુખ)
આમુખ ( Preamble )
“અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ , સમાજવાદી , બિનસાંપ્રદાયિક , લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત
કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક , આર્થિક અને રાજકીય ....... ન્યાય વિચાર , અભિવ્યક્તિ માન્યતા , ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જો અને તકની
.... સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વેમાં વ્યક્તિનું ગૌરવ અને
રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદ્રઢ કરે એવી . .બંધુતા , વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી
બંધારણ સભામાં 26 નવેમ્બર ,
1949 ના રોજ આથી આ
બંધારણ અપનાવી , તેને અધિનિયમિત
કરી અમને પોતાને સમર્પિત કરીએ છીએ .”
ભારતીય
બંધારણનું આમુખ માત્ર એક વાક્યનું બનેલું છે .
આમુખ એટલે
પ્રસ્તાવના અને દરેક પુસ્તકની શરૂઆતમાં જે તેના રચયિતા હોય તેઓએ પુસ્તકમાં કઈ – કઈ બાબતોનો સમાવેશ કર્યો છે , તે તેની પ્રસ્તાવના પરથી માલુમ થાય છે ,
આમુખને બંધારણને સમજવાની ચાવી કહેવાય છે .
પ્રસ્તાવના
દ્વારા ખ્યાલ આવે કે જે લેખકે પુસ્તક તૈયાર કરી છે તે કેટલો કડક છે .
આમ
ભારતીય બંધારણની શરૂઆત પણ આમુખથી થાય છે .
જવાહરલાલ નેહરુએ 13 ડિસેમ્બર , 1946 ના રોજ બંધારણ સભામાં ઉદેશ પ્રસ્તાવ રજુ કર્યો
હતો .
જે ઉદેશ્ય પ્રસ્તાવને 22 જાન્યુઆરી , 1950 ના રોજ બંધારણ સભાએ આમુખ તરીકે મંજૂર કર્યું
હતું .
ભારતીય બંધારણના આમુખનું પ્રારુપ બંધારણીય
સલાહકાર સર બી.એન. રાવે તૈયાર કર્યું હતું .
આટલું સંક્ષિપ્ત
બંધારણ પણ સમગ્ર ભારતીય બંધારણનું દર્શન કરાવે છે .
બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત:- 22 જાન્યુઆરી , 1950
આમુખનો
સ્ત્રોત : અમેરિકા
આમુખની
ભાષાનો સ્રોતઃ- ઓસ્ટ્રેલિયા
ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરતાં પડિત જવાહરલાલ
નેહરુએ જણાવ્યું કે , “ આ પ્રસ્તાવ આપણાં
માટે પ્રસ્તાવ કરતાં કાંઈક વિશેષ છે , એ એક ઘોષણા છે , દઢ નિર્ધાર છે ,
પ્રતિજ્ઞા છે.”
- પ્રસ્તાવનાનાં સિદ્ધાંતોના અમલીકરણ માટે
ન્યાયાલયમાં જઈ શકાતું નથી .
વિશ્વમાં યુ.એસ.એ. (અમેરિકા) નું બંધારણ એ પ્રથમ
બંધારણ હતું. જેમાં પ્રસ્તાવના સમાવવામાં આવી . પ્રસ્તાવનામાં રાજકીય , સામાજિક અને આર્થિક લોકતંત્રને સમાનતા અને
બંધુત્ર સાથે જોડીને જે સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેને મહાત્મા
ગાંધીએ “ મારા સ્વપ્નનું
ભારત ' કહીને વર્ણિત
કર્યું છે .
કોઈપણ બંધારણની પ્રસ્તાવના અર્થાત બંધારણનો તે
પહેલો કથન કે જેમાં , કોઈ દેશ પોતાના
બંધારણનાં પાયાના મૂલ્યો અને અવધારણાઓ સ્પષ્ટ ઢંગથી રજૂ કરે છે .
બીજા
શબ્દોમાં કહીએ તો , કોઈપણ વિધાનમંડળ
દ્વારા ઘડાતાં કોઈપણ કાયદાની શરૂઆતમાં એ કાયદો કોણે ઘડયો , ક્યારે ઘડ્યો અને કયા હેતુસર ઘડવામાં આવ્યો હતો
એ દર્શાવતું વક્તવ્ય ‘ આમુખ ' કહેવાય છે
આમુખના શબ્દોમાં
પણ આપણે ભારતીય બંધારણ ઘડનારાઓના સ્વપ્નોની ઝલક જોઈ શકીએ છીએ .
જેમ ભારતનું બંધારણ અલગ અલગ દેશોના બંધારણીય
સ્ત્રોત પરથી ઉતરી આવ્યું છે તેમ ભારતીય બંધારણનું આમુખ પણ અમેરિકાના બંધારણમાંથી
ઉતરી આવ્યું છે .
આમુખ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે ભારત એક
રાષ્ટ્ર તરીકે કઈ દિશામાં જવા પ્રેરાઈ રહ્યો છે .
આમુખને સત્તાવાર માહિતીના સ્ત્રોત તરીકે પણ ઓળખવામાં આવે છે ,
આમુખમાં સૌને
સમાનતા અને બંધુતા જેવી સ્પષ્ટતા પણ કરાઈ છે .
બંધારણના ઘડવૈયાઓએ દેશના નાગરિકોને શું આપવું છે
તેમજ તેના નાગરિકોમાં કેવી ભાવના વિકસાવવા પર ભાર અપાયો છે તે પણ આમુખ દ્વારા
સ્પષ્ટ થાય છે .
આમુખમાં બંધારણની સત્તાનો મૂળ સ્રોત તરીકે
ભારતના લોકોને દર્શાવાયા છે અને તે સમર્પિત પણ ભારતના લોકોને જ થયું છે .
• પ્રસ્તાવનાનો હેતુ :
ભારતના બંધારણની પ્રસ્તાવના એ ત્રણ પ્રશ્નોના જવાબ આપે છે . 1. ભારતનું બંધારણ કોણે ઘડ્યું હતું ? 2. ભારતનું બંધારણ કયા હેતુ માટે ઘડવામાં આવ્યું
હતું ? ભારતના બંધારણીય
કાયદો ક્યારે ઘડાયો હતો ?
પ્રસ્તાવનાનું મહત્ત્વ : ભારતના બંધારણની પ્રસ્તાવના તે આધારભૂત દર્શન
અને રાજકીય , ધાર્મિક અને
નૈતિક મૂલ્યોનો ઉલ્લેખ છે . જે આપણા બંધારણનો આધાર છે .
પ્રસ્તાવના મુખ્યત્વે ત્રણ ઉદ્દેશ્યોને પૂર્ણ
કરે છે . (I ) પ્રસ્તાવના તે
સ્ત્રોતને દર્શાવે છે જેમાંથી બંધારણને શક્તિ પ્રાપ્ત થાય છે . (ii) પ્રસ્તાવના બંધારણ દ્વારા નિર્ધારિત
ઉદ્દેશ્યોને અભિવ્યક્ત કરે છે . (iii ) બંધારણની સ્વીકૃતિની તારીખ બંધારણની કેટલીક જોગવાઈઓની વ્યાખ્યામાં ઉપયોગી છે .
આમુખનો અર્થ અને મહત્ત્વ
: ભારતનું બંધારણ
આમુખથી શરૂ થાય છે . આમુખનો કાયદા દ્વારા અમલ કરાવી શકાય નહિ. આમુખમાં પ્રજાના
મુખ્ય આદર્શો , ઉદેશો અને મહાન
ભાવનાઓની ભવ્ય જાહેરાત કરવામાં આવી છે . તેમાં બંધારણના મૂળભૂત સિદ્ધાંત અને
આદર્શોનું દર્શન થાય છે . બંધારણના અર્થધટનની મુશ્કેલીઓ નિવારવા આમુખ માર્ગદર્શક
નીવડે છે .
કોઈપણ બંધારણ સંપૂર્ણ કે ખામી રહિત હોઈ શકે નહિ.
આથી બંધારણના કોઈ મુદ્દા કે શબ્દનો અર્થ અસ્પષ્ટ કે સંદિગ્ધ જણાય ત્યારે તેનું
યોગ્ય અર્થઘટન કરવામાં આમુખ ઉપયોગી નીવડે છે .
કારણ કે , આમુખમાં બંધારણના
ઉદેશો અને આદર્શોને સ્પષ્ટ કરવામાં આવ્યા હોવાથી , તે બંધારણના ઘડવૈયાઓના મનનો કે હેતુનો પરિચય
આપે છે . આમ , આમુખ બંધારણને
સમજવાની ચાવી પૂરી પાડે છે.
આમુખનો વિવાદ(બંધારણીય સુધારો:-૯) આમુખને બંધારણનો
ભાગ ન મનાયો
બૈરુબાડી કેસ ( 1960 ):- (પાકિસ્તાન સાથે બાંગ્લાદેશ (પૂર્વ પાકિસ્તાન)
નજીક બેરૂબાડી વિસ્તારનો સરહદી વિવાદ જેમાં ભારતીય સંસદે તે પ્રદેશ પાકિસ્તાનને
સોંપ્યો .)
આ બાબતે સર્વોચ્ચન્યાયાલયનો અભિપ્રાય નીચે મુજબ
હતો . “પ્રસ્તાવના બંધારણ નિર્માતાઓના મનની ચાવી છે . તથા જ્યાં શબ્દોનો અર્થ
સ્પષ્ટ ન થાય ત્યાં બંધારણ નિર્માતાઓના આશયને સમજવા પ્રસ્તાવનાનો ઉપયોગ કરવો જોઇએ ,
પરંતુ પ્રસ્તાવના
બંધારણનો અંગ નથી તથા વિધાન મંડળો અને
અન્ય અંગોને મહત્ત્વપૂર્ણ શક્તિ પ્રદાન કરતી નથી “
સજ્જનસિંહ વિરૂદ્ધ રાજસ્થાન રાજ્ય ( 1964
):- આ ચુકાદામાં સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ મવહોલ્કર
અભિપ્રાય આપ્યો
“ પ્રસ્તાવના પર ગહન વિચારવિમર્શની છાપ છે ,
તેના પર સુસ્પષ્ટતાનો
સિક્કો છે અને બંધારણ નિર્માતાઓએ વિશેષ મહત્ત્વ આપેલ છે . પ્રસ્તાવના બંધારણની
વિશેષતાઓનો નિચોડ છે.”
ગોલકનાથ વિરૂદ્ધ પંજાબ રાજ્ય ( 1967 ):- આ ચુકાદામાં સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશ
હિદાયતુલ્લાહનો અભિપ્રાય નીચે મુજબ હતો .
“બંધારણની પ્રસ્તાવના તે સિદ્ધાંતોનો નિચોડ છે
. જેના આધાર પર સરકારે કાર્ય કરવાનું છે . બંધારણની મૂળ આત્મા છે , શાશ્વત છે , અપરિવર્તનીય છે .”
ભારતીચંદ્ર વિરૂદ્ધ મૈસુર રાજ્ય 1970 ):- સર્વોચ્ચ
ન્યાયાલયે અભિપ્રાય નીચે મુજબ હતો
“રાજ્યનીતિના નિર્દેશક તત્ત્વો તથા મૂળભૂત
અધિકારોને પણ પ્રસ્તાવનામાં આપેલ ઉદ્દેશ્યના પ્રકાશમાં વધુ સારી રીતે સમજી શકાય છે.”
આમુખને બંધારણનો ભાગ મનાયો
કેશવાનંદ ભારતી વિરૂદ્ધ કેરળ રાજ્ય (1973 ) (કેસ ચુકાદો 1973 માં આવ્યો અને કેસ 1971 નો હતો)
13 જજોની બેચ દ્વારા અપાયેલ ચુકાદો “
બંધારણ મૂળ
સંરચનાનો સિદ્ધાંત ” કહેવાય છે.
આ
ઐતિહાસિક ચુકાદામાં સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે , “પ્રસ્તાવના બંધારણનો અંગ છે તથા બંધારણના અન્ય
ભાગોની જેમ તેમાં પણ અનુચ્છેદ 368 અનુસાર સુધારણા કરી શકાય છે . પરંતુ અનુચ્છેદ -368
અનુસાર પ્રસ્તાવનાની
વ્યાપક સીમાઓ અંતર્ગત “બંધારણના મૂળભૂત સિદ્ધાંતો જેમાં કોઈપણ પ્રકારનો સુધારો
કરી શકાય નહિ . ”
સર્વોચ્ચ ન્યાયાલયના અભિપ્રાય મુજબ આ
સિદ્ધાંતોમાં સાર્વભૌમત્વ , સમાજવાદી ,
બિનસાંપ્રદાયિકતા (પંથ
નિરપેક્ષ ) , લોકશાહી ,
પ્રજાસત્તાક , ન્યાય , સ્વતંત્રતા , સમાનતા , બંધુત્વ , વ્યક્તિની ગરિમા , રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વગેરેનો સમાવેશ
થાય છે
સર્વોચ્ચ ન્યાયાલયએ ઉપરોક્ત ચુકાદામાં નિષ્કર્ષ
આપ્યો કે , અનુચ્છેદ -368
અંતર્ગત કોઈપણ બંધારણીય
સુધારો પ્રરતાવનામાં સમાવિષ્ટ બંધારણની મૂળ વિશેષતાઓ અથવા મૂળ તત્વોને પરિવર્તિત
કરી શકશે નહિ .
ઉપરોક્ત બાબત જ સર્વોચ્ચ ન્યાયાલય ત્રણ અન્ય
નિર્ણયોમાં પણ પુનરાવર્તન કરી જે નીચે મુજબ છે . સર્વોચ્ચ ન્યાયાલયએ ઉપરોકત
ચુકાદામાં નિત્કર્ષ આપ્યો કે , અનુચ્છેદ -368
અંતર્ગત કોઈપણ બંધારણીય
સુધારો પ્રસ્તાવનામાં સમાવિષ્ટ બંધારણની મૂળ વિશેષતાઓ અથવા મૂળ તત્વોને પરિવર્તિત
કરી શકશે નહિ .
જે
નીચે મુજબ છે .
ઈન્દિરાગાંધી વિરુદ્ધ રાજનારાયણ , AIR
1975 > આ કેસમાં સર્વોચ્ચ ન્યાયાલય મૂળભૂત સંરચના
અંતર્ગત લોકશાહી અને નિષ્પક્ષ ચૂંટણી ઉપર ભાર આપ્યો .
મિન મિલ્સ લિમિટેડ વિરુદ્ધ ભારતસંઘ ,
AIR 1980 : આ વાદમાં સર્વોચ્ચ ન્યાયાલયે બંધારણની મૂળભૂત
સંરચનાને ન્યાયિક સમીક્ષાથી બહાર રાખવાની બાબતને ગેરબંધારણીય દર્શાવી .
એસ.આર.બોમ્બઈ વિરુદ્ધ ભારતસંઘ , JT (
1994 ) ,2sc 2015 : આ વાદમાં
સર્વોચ્ચ ન્યાયાલયે ધર્મનિરપેક્ષતાને બંધારણનું મૂળભૂત માળખું માન્યું છે .
આમુખમાં બંધારણીય સુધારો:- વર્ષ 1971 ના કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજયનો ચુકાદો
આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આમુખ બંધારણનો ભાગ છે અને તેથી તેમાં સુધારો
કરી શકાય પરંતુ તે સુધારો બંધારણનો મૂળભૂત ઢાંચાને અસર ન કરતો હોય તેવો હોવો જોઈએ
.
હાલ
સુધીમાં આમુખમાં માત્ર એક જ વખત સુધારો થયેલો છે .
42 મા બંધારણીય સુધારો ( 1976 ) દ્વારા આમુખમાં ઉમેરાયેલા શબ્દો ' સમાજવાદી, બિનસાંપ્રદાયિક, અખંડિતતા
ભારતના બંધારણમાં 42 મો બંધારણીય સુધારો ( 1976 ) 3 જાન્યુઆરી , 1977 થી અમલમાં આવેલો .
આમુખ વિશે જાણવા જેવું આમુખ
અને ભારતીય બંધારણની અન્ય બાબતોની ડિઝાઈન મધ્ય પ્રદેશના જબલપુરના ખ્યાતિપ્રાપ્ત
ચિત્રકાર બેઓહર રામમનોહર સિન્હા દ્વારા થઈ હતી .
જે
કારણોસર ભારતીય બંધારણના આમુખના પાનાના જમણા ખુણામાં તેઓની ટૂંકી સહી રામ જોવા મળે
છે.
આમુખને કોણે
શું કહ્યું ?
(૧)બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા
સાથે સરખાવ્યુ અને બંધારણનો આત્મા કહ્યો .
એમ હિદાય્તુલ્લા
(૨) આમુખ રાજકીય કુંડળી ( જન્માક્ષર ) છે . ( Horoscope
) કનૈયાલાલ મુનશી
(૩) બંધારણ નું હદય ,આત્મા,ચાવી અને આભૂષણ
છે.- ઠાકુરદાસ ભાર્ગવ
(૪) બંધારણનો પરિચયપત્ર અને ઓળખપત્ર ’ (
Identiticard ) પ્રખ્યાત
ન્યાયવિદ એન.એ. પાલકીવાલા (૫)બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું
હતું અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે ? - અલ્લાદી ક્રિષ્નાસ્વામી અય્યર
(૬)” 13
ડિસેમ્બરે પંડિત નહેરુ દ્વારા બંધારણના ઉચ્ચ આદર્શો તેમજ પ્રજાની
આકાંક્ષા રજૂ કરતો ઠરાવ ( ઉદ્દેશ્ય પ્રસ્તાવ ) એ ' પ્રજાતંત્રની ગુરુચાવી છે . ”
પ્રસ્તાવનામાં આપણી આકાંક્ષાઓ સામેલ છે જેના
માટે આપણે કઠોર સંઘર્ષ કર્યો છે:- જવાહરલાલ નહેરુ
(૭) સર અર્નેસ્ટ બારકર:- ભારતના બંધારણનું
આમુખ માનવ સભ્યતાની સૌથી ઉમદા ભાવનાઓ વ્યક્ત કરે છે અને જો ભારતના સંકલ્પ ના લોકો
તેની ભાવના અને તત્ત્વજ્ઞાનને અમલી બનાવે તો ભારત સ્વતંત્રતાના સ્વર્ગમાં પોતાની
જાતને દોરી જશે . ”
અર્નેસ્ટ બારકરે
બંધારણની પ્રસ્તાવનાને “ બંધારાની ચાવી ( Key
of Constitution )" કહી છે.
આમુખમાં ઉપયોગ થયેલા
શબ્દો
સાર્વભૌમ ( Sovereign ) ; જે દેશ કોઈપણ નિર્ણયો કરવા માટે અન્ય દેશ પર
નિર્ભર ન હોય અથવા તે દેશ પર કોઈ અન્ય દેશનું આધિપત્ય ન હોય તેવા રાષ્ટ્રને
સાર્વભૌમ કહી શકીએ .
આમ
ભારત પણ સાર્વભૌમ છે કારણ કે તે પોતાના નિર્ણયો કરવા માટે સ્વતંત્ર છે અને તેના પર
કોઈની સત્તા નથી . “ અમે ભારતના લોકો
... " આ શબ્દો તેની સાબિતી છે . પાકિસ્તાન 1956 સુધી ડોમિનિયમ રહ્યું પરંતુ ભારત શરૂઆત પછી 26
જાન્યુઆરી , 1950 થી સંપૂર્ણ પ્રજાસત્તાકે છે . ભારત 1949
માં કોમનવેલ્યમાં જોડાયું
પરંતુ ત્યારે જવાહરલાલ નેહરુએ આપેલા પ્રવચનથી કોમનવેલ્થની વ્યાખ્યા જ બદલાઈ ગઈ અને
ભારત ડોમિનિયન કહેવાયું નહિ .
સમાજવાદી
( Socialist ) 42માં બંધારણીય સુધારા દ્વારા 1976 માં ઉમેરાયો . ભારતની દ્રષ્ટિએ સમાજવાદ શબ્દને લોકતાંત્રિક સમાજવાદ તરીકે
લેવાયો , નહીં કે રાજ્ય
સમાજવાદ . ભારતે મિશ્ર અર્થવ્યવસ્થાનો સ્વીકાર કર્યો હોવાથી સમાજવાદી એક વિવાદ
શબ્દ છે .
સમાજવાદ ' અર્થાત ઉત્પાદન અને વિતરણના સાધનો સંપૂર્ણપણે
અથવા આંશિક જનતાના હાથોમાં હોય , સાર્વજનિક
માલિકીમાં અર્થાત રાજ્ય (સરકાર) ના નિયંત્રણમાં બંધારણના અનુચ્છેદ -38 અને અનુછેદ -39 દ્વારા સામાજિક અને આર્થિક અસમાનતા દૂર કરી
સમાજવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે . ઈ.સ .1955 માં કોંગ્રેસે તેના અવાડીસત્ર (ચેન્નાઈ) માં
ભારતીય રાજયના લક્ષ્યને સમાજનો સમાજવાદી પ્રારૂપ ( socialist Pattern of society
) ' નો સ્વીકાર કર્યો હતો .
લોકતાંત્રિક
( Democratic ) જયારે સર્વોચ્ચ સત્તા લોકો પાસે હોય
તે બાબત સાર્વભૌમત્વનું સૂચન કરે છે . તેવી વ્યવસ્થાને લોકતાંત્રિક કહી શકીએ
. ભારતમાં પરોક્ષ પ્રતિનિધિની લોકશાહીની
વ્યવસ્થા કરાયેલી છે . જો લોકશાહીની વ્યાખ્યા કરવામાં આવે તો લોકોનું , લોકો દ્વારા , લોકો માટે ચાલતી . શાસન વ્યવસ્થા થાય છે .
બિનસાંપ્રદાયિકતા ધર્મનિરપેક્ષ ( Secular
) 42 મા બંધારણીય સુધારા
દ્વારા 1976 માં ઉમેરાયો . જે દેશ કોઈ ધર્મના આધારે ન ચાલતો હોય તેને ધર્મ
નિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે ઓળખી શકીએ . બિનસાંપ્રદાયિક
દેશમાં તમામ ધર્મોને સમાન દરજ્જો મળે છે.
ભારતમાં ધર્મનિરપેક્ષતાને હકારાત્મક બાબત તરીકે સ્વીકૃતિ મળેલી છે .
અર્થાત રાજ્યનો કોઈ ધર્મ નથી . ભારતમાં
વ્યક્તિને તેને ગમે તે ધર્મ પાળવાની , આચરવાની છૂટ આપવામાં આવી છે , અનુચછેદ 25
મુજબ બધા જ નાગરિકોને
ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર છે ભારતમાં રહેતા જુદા - જુદા ધાર્મિક સમુદાયો વચ્ચે
ભેદભાવ કરતી નીતિઓ સર કાર અમલમાં મૂકી શકે નહિ , ભારત નથી ધાર્મિક નથી અધાર્મિક કે નથી
ધર્મવિરોધી , એવું ધાર્મિક
બાબતોમાં તટસ્થ રાજ્ય છે .
પ્રજાસત્તાક , ગણતંત્ર ( Republic ):- જે દેશમાં દરેક જાહેર હોદાઓ તે રાષ્ટ્રના
પ્રત્યેક નાગરિકો માટે કોઈપણ જાતના ભેદભાવ વગર ખુલ્લા હોય એટલે કે તે હોદાઓ કોઈ
વંશપરંપરાગત (રાજા) આધારે ન ભરાતા હોય તેવા દેશને ખરા અર્થમાં પ્રજાસત્તાક કહી
શકીએં, જે દેશમાં ખર શાસન લોકોના હાથમાં હોય તેવા
દેશને પ્રજાસત્તાક કહી શકીએ . ભારતમાં બંધારણના વડા એવા રાષ્ટ્રપતિનું પદ ચૂંટણી
દ્વારા ભરાય છે , તેથી ભારતને ખરા
અર્થમાં પ્રજાસત્તાક કહી શકીએ, ભારતમાં લોકો
દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ( લોકસભા , રાજ્યસભા અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાના સભ્યો)
રાષ્ટ્રપતિને ચૂંટે છે . આથી ભારત પ્રજાસત્તાક છે . આ સિદ્ધાંત ફ્રાન્સ પાસેથી
લીધેલો છે
સ્વતંત્રતા ( Liberty ) .આમુખમાં વિચાર , અભિવ્યક્તિ ,
માન્યતા , ધર્મ , ઉપાસના જેવી પાંચ સ્વતંત્રતાઓનો ઉલ્લેખ થયેલો છે . સ્વતંત્રતા પર કોઈપણ જાતના બંધન વગર વ્યક્તિને
તેના વિકાસ માટે તકો પૂરી પાડવામાં આવતી હોય તેને ખરા અર્થમાં સ્વતંત્રતા કહી શકીએ . ભારતીય બંધારણમાં સ્વતંત્રતાનો સિદ્ધાંત
ફ્રેન્ચ ક્રાંતિમાંથી લેવામાં આવેલો છે . ભારતીય બંધારણમાં દરેક નાગરિકોને મળેલા
મૂળભૂત અધિકાર અંતર્ગત સ્વતંત્રતાના અધિકારમાં અનુચ્છેદ -19 અંતર્ગત 6 પ્રકારની સ્વાતંત્રતાઓ આપવામાં આવેલી છે . સમાનતા
( Equality ) જે રાષ્ટ્રમાં સમાજના કોઈ વર્ગને વિશેષ અધિકારો ન અપાતા હોય અને જાહેર જીવનમાં
દરેક વ્યક્તિને સમાન દરજ્જો અને તક પ્રાપ્ત થતી હોય તેને સમાનતા કહી શકીએ , ભારતીય બંધારણમાં જ દરેક નાગરિકોને અનુચ્છેદ 14
થી 18 માં સમાનતાનો અધિકાર મળેલો છે . આવા અધિકારથી SC
/ S'T જેવી જાતિઓનું રક્ષણ થાય
છે . ભારતીય બંધારણમાં સમાનતાનો ખ્યાલ ફ્રેન્ચ ક્રાંતિમાંથી લેવામાં આવેલો છે .
ન્યાય (
Justice ) ભારતીય બંધારણના આમુખમાં સામાજિક(અનુચ્છેદ:-૧૫
પછત વર્ગો માટે જોગવાય અને અનામત દ્રારા, અનુચ્છેદ:-૩૮
સામાજિક અસમાનતા દૂર કરવી) , આર્થિક(અનુચ્છેદ
-39 : રાષ્ટ્રીય ધનમાં વૃદ્ધિ
કરી તેનું બધા જ લોકોમાં સમાન વિતરણ) અને રાજકીય ન્યાય(અનુચ્છેદ 16 : અવસરની સમાનતા )નો ઉલ્લેખ જોવા મળે છે . ધર્મ ,
જાતિ , જ્ઞાતિ , લિંગ , જન્મસ્થળ વગેરે બાબતોમાં ભેદભાવ ન થતાં હોય તેવી પરિસ્થિતિને સામાજિક ન્યાય
તરીકે ઓળખી શકીએ . આર્થિક બાબતોમાં થતાં ભેદભાવોને રોક્વામાં આવતા
હોય તેને આર્થિક ન્યાય કહી શકીએ . દરેક જાહેર હોદાઓ પર નાગરિકોની સમાન હક હોય તેને
સમાન રાજકીય ન્યાય તરીકે ઓળખી શકીએ . ભારતીય બંધારણમાં ન્યાયનો સિદ્ધાંત રશિયન
ક્રાંતિ(૧૯૧૭)માંથી લેવામાં આવેલો છે .
બંધુતા ( Fraternity ) :- ભારતના દરેક નાગરિકોના ગૌરવનું રક્ષણ થાય
તેમજ દેશની એકતા અને બંધુતાનો વિકાસ થવો જરૂરી છે . ભારતીય બંધારણમાં બંધુતાનો સિદ્ધાંત ફ્રેન્ચ
ક્રાંતિમાંથી લેવામાં આવેલો છે આમુખમાં અખંડિતતા
શબ્દ હતો નહીં , તેને 42 માં બંધારણીય સુધારા દ્વારા વર્ષ 1976 માં ઉમેરવામાં આવ્યો હતો .
વ્યક્તિની ગરિમા ( The Dignity of the
individual ) : આ માટે બંધારણમાં
સ્વતંત્રતા , સમાનતા વગેરેના
મૂળભૂત અધિકારોની ગેરેંટી આપવામાં આવી છે. આ ઉપરાંન રાજ્યને નીતિનિર્દેશક તત્ત્વોમાં દિશાનિર્દેશ
આપ્યો કે જેથી રાજ્યો પોતાની નીતિઓનું નિર્માણ એ મુજબ કરે કે બધા નાગરિકોને
આજીવિકા માટે સાધન , કામની ન્યાયસંગત
અને માનવોચિત દશાઓ તથા એક યોગ્ય જીવનસ્તર ઉપલબ્ધ થાય, વ્યક્તિની ગરિમાનો ઉલ્લેખ બંધારણ ના નીચેના
અનુચ્છેદ માં જોવા મળે છે.
અનુચ્છેદ -17 : અસ્પૃશ્યતા નિવારણ
અનુચ્છેદ - 32 : વ્યક્તિગત રીતે બંધારણીય ઈલાજનો અધિકાર
અનુચ્છેદ -39 ( 1 ) : સ્ત્રી - પુરુષ બંનેને આજીવિકા માટે પર્યાપ્ત
સાધનો પ્રદાન કરવા
અનુચ્છેદ - 42 : કામની ન્યાયસંગત માનવોચિત દશાઓ .
રાષ્ટ્રની એક્તા , અખંડિતતા :- ભારતના બંધારણના ભાગ-4 ( A ) માં અનુચ્છેદ -51 ( A ) માં મૂળભૂત ફરજોમાં દરેક વ્યક્તિની ફરજ તરીકે
ભારતની સંપ્રભુતા , એકતા અને
અખંડિતતાની રક્ષા કરવી ” દર્શાવવામાં આવેલ
છે . 1948 ના યુ.એન.ના
જાહેરનામામાં કહેવામાં આવ્યું કે “તમામ મનુષ્યો જન્મે સ્વતંત્ર છે , સમાન રીતે સન્માનના અધિકારી છે . તેમની પાસે
બુદ્ધિ અને જમીર છે . એકબીજા સાથે તેમણે ભાઈચારાનો વ્યવહાર કરવો જોઈએ .
મહત્વના
પ્રશ્નો
(1)..ભારતીય બંધારણની
શરૂઆત ક્યાંથી થાય છે ? – આમુખ
(2)..ભારતીય બંધારણને સમજવાની ચાવી કોને કહેવામાં આવે છે ? - આમુખ
(3)બંધારણાનો આત્મા
કોને કહેવાય છે ? - આમુખ
(૪)..ભારતીય બંધારણ સભામાં ઉદેશ્ય પ્રસ્તાવ રજૂ
કરનાર માહાનુભાવ કોણ હતા ? -જવાહરલાલ નેહરુ (૫)..ભારતીય
બંધારણ સભામાં ઉદેશ્ય પ્રસ્તાવ ક્યારે રજૂ થયો હતો ? - 13 ડિસેમ્બર , 1946
(૬).. ભારતીય બંધારણ સભામાં ઉદેશ્ય પ્રસ્તાવનો
સ્વીકાર ક્યારે થયો ? -- ૨૨ જાન્યુઆરી , 1947
(૭).. આમુખનું પ્રારુપ કોણે તૈયાર કર્યું હતું ?
- સર બી.એન , રાવ
(૮)..ભારતીય બંધારણના આમુખનો સ્ત્રોત જણાવો . અમેરિકા
(૯)..ભારતીય બંધારણના આમુખની ભાષાનો સ્ત્રોત
જણાવો . - ઓસ્ટ્રેલિયા
(૧૦)..ભારતીય બંધારણની કઈ બાબત સૌથી છેલ્લે
અધિનિયમિત થઈ ? - આમુખ (22 જાન્યુઆરી , 1950) (૧૧)..ભારતીય બંધારણનું આમુખ કેટલા વાક્યોનું
બનેલું છે ? - એક
(૧૨)..ભારતીય બંધારણના સિદ્ધાંતો અને આદર્શોના
સમૂહ તરીકે કોને ઓળખવામાં આવે છે . - આમુખ (૧૩)..ભારતીય બંધારણની કઈ બાબત
દ્વારા આપણે જાણી શકીએ કે ભારત એક રાષ્ટ્ર તરીકે કઈ દિશામાં જવા પ્રેરાઈ રહ્યો છે ? - આમુખ
(૧૪)..ભારતીય બંધારણની કઈ બાબતને માહિતીના
સ્ત્રોત તરીકે ઓળખવામા આવે છે ? - આમુખ (૧૫)..આમુખમાં બંધારણની
સત્તાનો મૂળ સ્રોત તરીકે કોને દર્શાવાયા છે અને તે કોને સમર્પિત થયું છે ?
–
ભારતના લોકો
(૧૬) સુપ્રીમ કોર્ટે ક્યાં કેસ દરમિયાન
જણાવ્યું હતું કે બંધારણનું વાચન અને અર્થધટન આમુખના આધારે જ થવું જોઈએ ? -
કેશવાનંદ ભરતી વિ.કેરળ
રાજ્ય ( 1973 ) ,
(૧૭)ક્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આમુખને ભારતીય
બંધારણનો ભાગ નહોતો માન્યો ? બેરુબાડી કેસ (1960)
, સજ્જનસિંહ વિ.રાજસ્થાન
રાજય(1964), ગોલકનાથ વિ.પંજાબ
રાજ્ય (1967) ,ભારતીચંદ્ર
વિ.મૈસુર રાજ્ય( 1970
)
(૧૮) હાલ સુધીમાં આમુખમાં કેટલી વખત સુધારા થયા
છે ? - 1 વખત
(૧૯) 42માં બંધારણીય સુધારો (1976) દ્વારા આમુખમાં
ક્યા શબ્દો ઉમેરાયા ? - સમાજવાદી ,
બિનસાંપ્રદાયિકતા ,
અખંડિતતા
(૨૦) આમુખ અને ભારતીય બંધારણની અન્ય બાબતોની ડિઝાઈન
કોણે કરી હતી ? - બેઓહર રામમૂનાહર
(૨૧) બેઓહર રામમનોહર કોણ હતા ? - મધ્ય પ્રદેશના જબલપુરના ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર
(૨૨) આમુખના પાનાના
જમણા ખુણામાં રામ તરીકે કોની સહી જોવા મળે છે ? - બેઓહર રામમનોહર
(૨૩) બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે
કોણો સરખાવ્યું અને તેને બંધારણનો આત્મા કહ્યો ? - એમ.હિદાયતુલ્લા
(૨૪) આમુખને રાજકીય કુંડળી ( જન્માક્ષર- Horoscope
) કોણે કહ્યું ? કનૈયાલાલ મુનશી
(૨૫)આમુખને બંધારણનું હૃદય કોણે ગણાવ્યું ?
- ઠાકુરદાસ ભાર્ગવ
(૨૬)ભારતીય બંધારણના આમુખને બંધારણનો પરિચયપત્ર
કે ઓળખપત્ર ( Tundi Card ) કોણે કહ્યું ?
- પ્રખ્યાત ન્યાયવિદ્ એન.એ.
પાલકીવાલા
(૨૭)બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું
હતું અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે કોણે કહેલું છે ? – અલ્લાદી ક્રિષ્નાસ્વામી અય્યર
(૨૮)ભારતની દ્રષ્ટિએ સમાજવાદ શબ્દને કેવા
સમાજવાદ તરીકે સ્વીકારાયો છે ? લોકતાંત્રિક સમાજવાદ (૨૯)..કેવી વ્યવસ્થાને
લોક્તાંત્રિક કહી શકીએ ? સર્વોચ્ચ સત્તા
લોકો પાસે હોય
(૩૦)ભારતમાં કેવા પ્રતિનિધિની લોકશાહીના
વ્યવસ્થા કરાયેલી છે . પરીક્ષા પ્રતિનિધિ
(૩૧) લોકશાહીની વ્યાખ્યા શું થાય ? - લોકોની , લોકો દ્વારા , લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા
(૩૨)જે દેશમાં દરેક
જાહેર હોદાઓ દેશના પ્રત્યેક નાગરિકો માટે ખુલ્લા હોય એટલે તે કોઈ વેશ પરંપરાગત
રૂપે ન ભરાતા હોય તેને કેવો દેશ કહેવાય - પ્રજાસત્તાક , ગણતંત્ર
(૩૩) આમુખમાં કેટલી પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે
અને કઈ કઈ ? - ૫ (વિચાર, અભિવ્યક્તિ , માન્યતા , ધર્મ , ઉપાસના )
(૩૪)ભારતીય બંધારણમાં
સ્વતંત્રતાનો સિદ્ધાંત કઈ ક્રાંતિમાંથી સ્વીકારાયેલો છે ? - ફ્રેન્ચ ક્રાંતિ
(૩૫)ભારતીય બંધારણમાં સમાનતાનો સિદ્ધાંત કઈ
ક્રાંતિમાંથી સ્વીકારાયેલો છે ? ફ્રેન્ચ ક્રાંતિ
(૩૬.)ભારતીય બંધારણમાં
કેટલી પ્રકારના ન્યાય આપેલા છે અને ક્યા ક્યા ? – 3 (સામાજિક,આર્થિક, રાજકીય ) .
(૩૭)ભારતીય બંધારણમાં ન્યાયનો સિદ્ધાંત કઈ
ક્રાંતિમાંથી સ્વીકારાયો છે ? - રશિયન ક્રાંતિ .
(૩૮)ભારતીય બંધારણ માં બંધુતાનો સિદ્ધાંત કઇ
)ક્રાંતિમાંથી લેવામાં આવેલો છે ? –ફ્રેંન્ચ ક્રાંતિ
(૩૯)ભારતીય બંધારણમાં સૌથી છેલ્લે કઈ બાબતને
અધિનિયમિત કરાઈ ? આમુખ
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home