આધ ઐતિહાસિક કાલ દક્ષિણ ભારત,કાશ્મીર
દક્ષિણ ભારત
ટેરીઓમાં મળેલી લઘુપાષાણ સંસ્કૃતિ પછી શું આવ્યું તે વિશે ઘણું થોડું જાણવામાં
આવ્યું છે . તો પણ ઈ.પૂ. ત્રીજી સહસ્ત્રાબ્દીના ઉત્તરાર્ધમાં, જ્યારે હડપ્પીયો ઉત્તર-પશ્ચિમ પર પ્રભુત્વ
ધરાવતા હતા, ત્યારે દક્ષિણ
ભારતમાં ઘસેલી પથ્થરની કુહાડીઓ વાપરતા લોકો રહેતા હોવાનું માલૂમ પડે છે. બારીક
દાણાદાર બેસોલ્ટની બનેલી , આ કુહાડીઓને
સામાન્ય રીતે ચપટી કરેલી કાપવાની ધાર , અણીદાર કુંદો અને લંબગોળ છેદ હતાં. પથ્થરનાં પાનાં , ઓજારોના પ્રાચુર્યની સાથે સાથે , ખરાં લઘુપાષાણ ઓજાર , પ્રાયઃ વધુ પ્રાચીન સાંસ્કૃતિક અંતઃ સ્તરમાંથી
બચેલાં , પણ વપરાશમાં હતાં
. તાંબું ઓજારોના ખજાનામાં પછીના તબક્કે દાખલ થયું.
લોકો ગ્રેનાઇટના ડુંગરો પર કે આસપાસ રહેવાનું પસંદ કરતાં. આ ડુંગરો મધ્ય અને નીચલા
દખણનું આગળ પડતું લક્ષણા છે. તેઓનાં ઘર કાં તો ગોળ , કાં તો લંબચોરસ હતાં, તાજેતરમાં ઉત્ખનિત કેટલાંક ૨.૪-૬ મી. પહોળાં છે.
દીવાલો મોટે ભાગે ડાળખાં અને માટીની બનાવેલી હતી ને એને અંદરની બાજુએ ૭.૫સે. મી .
જાડા લાકડાના થાંભલાઓ અને વાંસના પડદાથી ટેકવવામાં આવતી . છાપરું કાં તો શંકુ
ઘાટનું કાં તો સપાટ , વાંસની ચીપો અને
સરખટનું બનાવેલું ને સૂકાં પાંદડાં અને માટીથી છાવેલું હતું .
મોટા અને બાળેલા છાણના ઢગલા , તેઓના વસવાટના કચરાના ઢગલામાં ઢોરનાં હાડકાંના
સમૂહો , ને સપાટ શૈલ
સપાટીઓ પરનાં વૃષભોનાં આલેખનો તથા લસરકા આ લોકોના જીવનમાં ઢોર કેટલો મહત્વનો ભાગ
ભજવતા તેનો દ્રશ્ય પુરાવો આપે છે , તેઓ મુખ્યત્વે
પશુપાલક લોકો હતા , જોકે તેઓનાં ઘરોમાં
કુલથના બળેલા દાણા અને હોડી-આકારના નિશાતરા આરંભિક ખેતી દર્શાવે છે, પરંતુ ચકરડા - પથ્થરોના અભાવે , આ કેવી રીતે કરાતું તે સમજવું મુશ્કેલ છે .
લોકોની બીજી મુખ્ય પ્રવૃત્તિ જાડ પાડવાની અને લાકડું છોલવાની હતી , જેને માટે બારીક દાણાદાર બેસોલ્ટ અને ડાયોરાઇટનાં
પીસેલાં કે ઘસેલાં ઓજાર (કુહાડીઓ , વીંધણાં ,
વાંસલા )બનાવતાં. છોડો
અને શાકભાજી કાપવા માટે અને હાડકામાં તથા લાકડાંમાં કાણાં પાડવા માટે નાનાં પાનાં,
કેટલાંક સુંદર રીતે દાંતા
કાઢેલાં , ચટ જેસ્પર અને
કૅલસેડનીનાં ટાંકણાં અને ટોચણાં વપરાતાં હતાં . નિમિ-વેધિનીઓ અને દાતરડાં માટે
ચપુના ઘાટનાં પાનાં અથવા વિષમ પાટનાં ટાંકણાં અને અર્ધચંદ્રાકાર કરવતો વપરાતા ,
પથ્થરના નાના ગોળ દડા
પ્રાય: ગોફણ ના પથ્થરો તરીક્ર વપરાતા .
ઢોર્નાં હાડકાંના છેસાઓને પણ વીંધણા અને પહોળા પાનાની છરીઓ હાડકાંના ઓજારોમાં
પીસવામાં આવતા .
મૃત્પાત્રો-ચકચકિત ધૂસર, પાંડુ અને આછો લાલ–ને ઘણા મિશ્રિત ઘાટ હતા. હંમેશના વાડકા અને
રકાબીઓ ઉપરાંત, એમાં પ્રવાહી રેડવા
માટેનાં ચાની કીટલી જેવાં નાળચાવાળાં વાસણ, ગરણીઓ અને ત્રણ
કે વધુ પાયાવાળા પ્યાલા અને પોલી બેસણીઓનો સમાવેશ થાય છે. ઘરેણાંની બાબતમાં, અન્યત્ર છે તેમ, માત્ર અકીક , ગોમેદ અને સેલખડીના મણકા વપરાતા. તાજેતરમાં
એક્કલકોટામાં સોનાનાં ત્રણ ઘરેણાં શોધાયાં છે, જે સાબિત કરે છે
કે સ્થાનિક સુવર્ણ-સ્તરો તથા સુવર્ણ ધરાવતી નદીની રેતીનો લાભ લેવામાં આવેલો.
મરેલા માણસોને ખૂદ રહેઠાણના વિસ્તારમાં દાટતા. બાળકોને સામાન્ય રીતે ગર્ભાવસ્થામાં
ગોઠવીને પાત્રોમાં દાટતા, જ્યારે પુખ્ત
વયનાનું લંબચોરસ ખાડામાં લંબાવેલ દફન કરવામાં આવતું. પછીનાનાં સાથે કેટલાંક પાત્ર પણ
મુકાયાં હતાં. એક દાખલામાં , નાળચાવાળું વાસણ
અને બીજામાં પાયાવાળો પ્યાલો માથા પાસે મુકેલ છે તે વિધિનો કોઈ પ્રકાર સૂચવે છે.
આ સંસ્કૃતિનાં વધુ નોંધપાત્ર સ્થળ છે કર્ણાટક રાજ્યમાં બ્રહ્મગિરિ, સંગનકલ્લા , તેક્કળકોટા , પિકિલહાલ , મસ્કી અને ટી.નરસીપુર
અને આંધ્ર પ્રદેશમાં ઉતનૂર અને નાગાર્જુની કાંડા. આમાંનાં કેટલાંક સ્થળોએ , આ સંસ્કૃતિના ઉત્તરકાલીન તબક્કામાં, અંદરની બાજુ પર સફેદ રંગમાંનાં ચિત્રોવાળાં
લાલ-પર- કાળાં મૃત્પાત્ર નીકળ્યાં છે . આને કદાચ ઉત્તર દખ્ખણ તામ્રપાષાણ કે વળી
મધ્ય ભારતની તામ્રપાષાણ સંસ્કૃતિઓ સાથેના સંપર્કોને લાગુ પાડી શકાય .
નૂતનપાષાણ-તામ્રપાષાણનું મિશ્રણ જે મહબૂબનગર જિલ્લામાંના ઉતનૂ રમાંનો કાર્બન-૧૪ નિર્ણય દર્શાવે છે તેમ લગભગ
ઈ.પૂ.૨૦૦૦ ની આસપાસ થયું હોવાનું જણાય છે. લગભગ ઈ.પૂ.પહેલી સહસ્ત્રાબ્દીના મધ્ય સુધી ચાલુ
રહ્યું છે, પછી એના પર મહાપાષાણ
સંસ્કૃતિ પથરાઈ. મહાપાષાણ સંસ્કૃતિનાં લક્ષણ છે લોખંડનાં ખડ્ઝ , ભાલા , બાણનાં ફળો અને
કુહાડીઓનો ઉપયોગ, કાળાં-અને-લાલ મૃત્પાત્ર
અને પથ્થરનાં અનુબંધ સાથેનાં આંશિક દફન. નોંધપાત્ર દફન-પ્રકારોમાં શબકોષ્ઠો, શબગૃહો, મહાપાષાણ શબકોષ્ઠો
ગર્ત-દફનો અસ્થિપાત્ર કે શબપેટી દફનો , ‘ છત્રી ’ , ‘ ફણા ' અને પાષાણો અને
લાટો વગેરેનો સમાવેશ થાય છે . જો કે પથ્થરના સહ-પદાર્થો સહિતનાં આંશિક તદન સામાન્ય
હતાં, તો પણ પથ્થરના સહપદાર્થો વિનાનાં આશિક - દફનોના
તથા પથ્થરના ભાગવાળાં કે વગરનાં , સીધાં લંબાવેલાં
કે વાળેલાં પૂર્ણ દફનોના પણ દાખલા છે . બ્રહ્મગિરિમાંનાં કાળાં-અને-લાલ
મૃત્પાત્રોમાંના કેટલાક ઘાટોના બહાલમાંના તામ્રપાષાણ સંદર્ભમાં મળેલાં કાળાં-અને-લાલ
મૃત્પાત્રોમાંના ઘાટો સાથે રહેલા સામ્યના આધારે એવું કલ્પવામાં આવ્યું છે કે પછીના
પરથી પહેલાંના થયા હશે . મહાપાષાણ સંસ્કૃતિનો ઉદભવ અને વિકાસ દર્શાવવા માટે હજી
પૂરતી માહિતીની ઊણપ રહેલી છે. પ્રસંગ-વશાત્ ઉમેરાય કે મહાપાષાણ દફનોનો ઇસ્વી સનની
આરંભિક સદીઓના તમિળ સાહિત્યમાં પડઘો પડે છે .
ઇસ્વી સનના આરંભના અરસામાં , મહાપાષાણ સંસ્કૃતિ પર , આંધ્ર સિક્કાઓની ઉપસ્થિતિના કારણે જેને ‘ આંધ્ર સંસ્કૃતિ ’ કહેવામાં આવી છે
તે પથરાય છે. આ કાલખંડનાં વિશિષ્ટ મૃત્પાત્ર ‘ કપિશ લેપવાળાં
ચિત્રિત મૃત્પાત્ર ’ તરીકે ઓળખાતાં સ્વેત
ચિત્રિત લાલાશ પડતાં-ભૂરાં મૃત્પાત્ર હતાં. સંખ્યાબંધ સ્થળોએ રોમન સિક્કાઓ, કાચ-કામ, અને મૃત્પાત્રો , જેમાંના છેલ્લામાં અરરેટાઇન અને અમ્ફેરા વધુ
નોંધપાત્ર છે , તેની ઉપસ્થિતિથી
દર્શાવાયા મુજબ આ એ સમય પણ છે , જ્યારે દક્ષિણ
ભારતને રોમન જગત સાથે ઘણો બધો વેપાર હતો .
કાશ્મીર
કાશ્મીરની ખીણ પાસે કેટલુંક અનન્ય છે. શ્રીનગર પાસેના બુરઝાહોમમાં ઉત્પનનોએ
દર્શાવ્યા મુજબ ઈ.પૂ. ૨જી સહસ્ત્રાબ્દીના આરંભે અહીં એવા લોક રહેતા , જેઓને માટે ખાડા રહેઠાણ હતા ને મુખ્ય ઓજાર -
દ્રવ્યોમાં હાડકાં અને સાબરશિંગાં હતાં .
કરેવા થરોમાં કંડારેલા, રહેઠાણ-ખાડા લગભગ
વૃત્તાકાર હતા ને તેઓને સાંકડું મોં ( ૧-૨.૫ મી . વ્યાસનું ), સાંકડી થતી બાજુઓ અને પહોળું તળિયું ( ૨-૪.૫થી
૪ મી .) હતાં . એ સારી રીતે ઊંડા ( ૧.૫ થી ૪ મી . ) હતા , વધુ ઊંડા ખાડાઓમાં ઊતરવાનાં પગથિયાં હતાં.
કેટલીક વાર બે પડોશી ખાડાઓને બોગદાવાળા માર્ગ વડે એક બીજા સાથે જોડવામાં આવ્યા હતા.
કેટલાંક દાખલાઓમાં મોનાં પરિધિને ફરતાં સ્તંભ-છિદ્રોની હાજરીનું ઘાસનું છાવણ સૂચવે
છે . આ ગોઠવણ પ્રદેશની. સખ્ત ઠંડીએ ફરમાવેલી છે .
હાડકાં અને સાબરશિંગાનાં તેઓનાં ઓજાર
એક બાજુવાળી અને બે બાજુવાળી નિમિ-વેધનીઓ , ટાંકણાં, ટોચણાં, વીંધણાં, સોયો અને ઘૂંટા, ઘસેલી પથ્થરની કુહાડીઓ, દાતરડીઓ, ચકરડાં અને બત્તા હતાં . બુરઝાહોમમાં આરંભિક
થરોમાં ઘસેલી પથ્થરની કુહાડીઓની હાજરી અને કોઈ પણ ધાતુની ગેરહાજરી એને નૂતન પાષાણ
સંસ્કૃતિ બનાવે છે.
બુરઝાહોમના તબક્કા ૨ માં , રહેવાસીઓએ તાંબું
વાપરવા માંડશું , જો કે મર્યાદિત
પ્રમાણમાં . તેઓનાં રહેઠાણ કાંતો ડાળખાં-અને-માટીનાં કે કાંતો કાચી ઇંટોનાં હતાં.
તબક્કા ૩ માં, ઇમારતો પથ્થરનાં
ગણ્યિાંની બનેલી હતી. લાંબી લાતો જે દફનો સાથે સંબંધ ધરાવતી હોવાનું જણાય છે તે આ
તબક્કાની છે .
તબક્કા ૨ અને ૩ નાં અને ખુદ વસવાટ વિસ્તારની અંદર રહેલાં હતાં માનવોનાં અને
પ્રાણીઓનાં દફન. માનવ દફનોનાં લક્ષણ હતાં શરીરની શયન-અવસ્થા , હાડકાં પર લાલ ગેરુનો ઉપયોગ અને ખોપરીમાં છિદ્ર
પાડવું તે. દફન કરેલાં પ્રાણીઓમાં કૂતરો , વરુ અને રાની બકરાનો સમાવેશ થતો . એક દાખલામાં , સાબરશિંગા સાથે પાંચ જેટલાં જંગલી કૂતરા હતા.
આ સંસ્કૃતિનાં લાક્ષણિક મૃત્પાત્ર તળિયાની બહારની બાજુ પર સાદડીથી અંકિત
કરેલાં રૂપાંકન ધરાવતાં ચકચકિત ધૂસર મૃત્પાત્ર છે . તબક્કા રથી માંડીને ચકચકિત
કાળાં મૃત્પાત્ર પણ છે .
આ સંસ્કૃતિ , ધાતુના તબક્કા
સહિત , ક્યાર સુધી મોજૂદ
રહી એ કહેવું મુશ્કેલ છે . કેમ કે , બુરઝાહોમમાં આ સંસ્કૃતિના છેલ્લા તબક્કા અને પછીના વસવાટ વચ્ચે ખાલી ગાળો છે ,
જે , એના લાલ મૃત્માત્ર ઉદ્યોગ અને લોખંડનાં ઉપકરણો
સાથે , ઈસવી સનની આરંભિક
સદીઓને લાગુ પાડી શકાય એમ છે
ઉત્તર - પશ્ચિમ નૂતનપાષાણ સંસ્કૃતિને ભારતમાં સ્થળાંતરો નથી . આ સંસ્કૃતિનું
પગેરું શોધવા માટે દેશની સીમાઓની પાર , કદાચ મધ્ય એશિયા તરફ જોવું ઘટે .
અવલોકન
જેમ સમય પસાર થયો , તેમ વ્યવસ્થિત
નાગરિક જીવનનાં તત્ત્વ સ્પષ્ટ થયાં : સમસ્ત નગરનું આયોજન , નિયમિત મોરી પદ્ધતિ, તોલમાપનું પ્રમાણીકરણ અને લેખનપદ્ધતિ
અસ્તિત્વમાં આવ્યાં . ઉદ્યોગો અને હુન્નરો વિકસવા લાગ્યાં .ઈ.પૂ. ત્રીજી
સહસ્ત્રાબ્દીના ઉત્તરાર્ધમાં ઉપખંડના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક સભ્યતા પ્રગટી,
જે જગતના બીજા ભાગમાંના
તેના સમકાલીનો કરતાં ઘણી વધુ વિકસેલી હતી .
પરંતુ ઉપખંડનો મોટો ભાગ સંસ્કૃતિની
નીચી સપાટીએ હતો. દક્ષિણ ભારતમાં , લોકો લઘુપાષાણો
અને ઘસેલી પથ્થરની કુહાડીઓ વાપરતા હતા , નગર નહોતાં , ‘ નગર-આયોજન'ની વાત જ નહિ . મધ્ય અને પૂર્વ ભારત વત્તાઓછાં
સમાન સ્થિતિમાં હતાં .
ઇ.પૂ . ૧૭૦O ના અરસામાં ,
મહાન સિંધુ સભ્યતા અસ્ત
પામી , પરંતુ એ રાજસ્થાન
અને મધ્ય ભારતમાં ઈ.પૂ. બીજી સહસ્ત્રાબ્દીના પહેલા ચરણની પ્રાદેશિક સંસ્કૃતિઓને
વારસો આપતી ગઈ.
પથ્થર અને તાંબું અથવા તાંબું એકલું સમગ્ર ઈ.પૂ. ૨જી સહસ્ત્રાબ્દી દરમ્યાન
ઓજારો માટેના દ્રવ્ય તરીકે ચાલુ રહ્યું ને છેક ઈ.પૂ.૧ લી સહસ્ત્રાબ્દીના આરંભના અરસામાં
જ લોખંડનાં પગરણ થયાં. લોખંડનો ઉપયોગ ઝડપથી અને દુર સુધી બધે પ્રસર્યો , ને એ સહસ્ત્રાબ્દીના મધ્ય પહેલાં તો પૂર્ણવિકસિત
લોહયુગનો આવિર્ભાવ થયો-ખડગો, ભાલા, બાણનાં ફળાં અને કુહાડીઓ આ અરસામાં, ઉત્તર ભારતમાં, સોળ મહાજનપદ અસ્તિત્વમાં આવ્યાં . પાટનગરોને
કિલ્લેબંધી કરવામાં આવી ને , કિલ્લેબંધીઓમાં
મોટા કદનાં પાકી ઇંટનાં નાગરિક તથા ધાર્મિક મકાન બંધાયાં . કૌશાંબીમાં , ઉખનનકારોએ પથ્થરનો બાંધેલો એક રાજમહેલ ઓળખાવ્યો
છે. સિક્કા પ્રથાની પદ્ધતિ (આહત અને સાંચામાં ઢાળેલા તાંબાના સિક્કા) અસ્તિત્વમાં
આવી . સામાન્ય માણસની બાબતો , દાખલા તરીકે
મૃત્પાત્રો , સમસ્ત ઉત્તર
ભારતમાં ભારે એકસરખાપણું દર્શાવે છે . ઉત્તરનાં કાળાં ઘસેલાં મૃત્પાત્ર , ઉત્તરમાં ઘણાં કેન્દ્રિત હોવા છતાં , દક્ષિણમાં છેક આંધ્ર પ્રદેશમાંના એબ્રોલુમાં ,
ઉત્તર-પિશ્ચમમાં છેક
અફઘાનિસ્તાનમાંના ઉદેગ્રામમાં અને પૂર્વમાં છેક પશ્ચિમ બંગાળમાંના ચંદ્રકેતુગઢમાં
મળ્યાં છે . આ એ સમય છે , જ્યારે ઇસ્વી સન
પહેલાં દેશમાં સહુથી વધુ સાંસ્કૃતિક સમન્વય સધાયો હતો .
વર્તમાન પુરાવાના આધારે , આમાંની કઈ
સંસ્કૃતિ આરંભિક આર્ય સંપર્ક ધરાવતી એ કહેવું મુશ્કેલ છે એ સિંધુ સભ્યતા હોઈ શકે
નહિ , કેમ કે એમાં આર્યોના સર્વોત્તમ
પ્રાણી અશ્વનો અભાવ છે. સિંધુ મુદ્રાઓ પણ એની રજૂઆત કરતી નથી, ને સ્મશાન ‘ હ ’ સંસ્કૃતિ પણ કંઈ પ્રબળ દાવો કરી શકે એમ નથી , કેમ કે એ હડપ્પા અને બહાવલપુર રાજ્યનાં બે
સ્થળોએ જ સીમિત રહેલી છે , જ્યારે આર્ય
સંસ્કૃતિ વિસ્તૃત હતી . ઉપરાંત , હડપ્પામાં
સ્તરશાસ્ત્રીય ગાળો છે. તામ્રનિધિ સંસ્કૃતિનો દાવો પણ અપ્રતિપાદિત છે , કેમ કે એની નમૂનેદાર વસ્તુઓ, નિમિ-વેધની અને માનવાકાર પૂતળીઓ પશ્ચિમ એશિયા
કે જ્યાંથી આર્યો આવ્યાં ત્યાં કોઈ સમાંતરો ધરાવતી નથી. જો કે એના મૃત્પાત્ર
પ્રકારો - દાંડીવાળો પ્યાલો અને નળી - નાળચાવાળા વાડકા - ઈરાનમાં સમાંતરો ધરાવે છે
, જ્યાં થઈને આર્યો આવેલા ,
તો પણ તામ્રપાષાણ
સંસ્કૃતિનેય આર્ય કહી શકાય નહિ . તામ્રપાષાણ સંસ્કૃતિના અવશેષ , જો એ આર્ય હોય તો ઉત્તર ભારતમાં મળવા જોઈએ ,
જયાં આર્યો પહેલા વસ્યા ,
પરંતુ એ એમ નથી .
ચિત્રિત ધૂસર મૃત્પાત્ર સંસ્કૃતિ
આરંભિક આર્યોની હોવાના દાવાને બે હકીકતોથી સમર્થન છે : આ સંસ્કૃતિ જયાં મળી તે
પ્રદેશ – દક્ષિણ પંજાબ ,
ઉત્તર રાજસ્થાન અને ઉત્તર
પ્રદેશ-બરાબર વૈદિક કાલથી પૌરાણિક કાલપર્યત આરંભિક આર્યોએ પહેલો વસવાટ કરેલો
પ્રદેશ છે, ને આ સંસ્કૃતિનો સ્વીકૃત સમય - અવધિ (ઈ.પૂ. ૨ જી
સહસ્ત્રાબ્દીના છેલ્લા ચરણથી ઈ.પૂ. ૭00 ) પણ ભારતમાંનો આરંભિક આર્યકાલ છે . ઘોડાના માટીના પકવેલા ઘાટ ને હસ્તિનાપુરમાં
મળેલાં ઘોડાઓનાં હાડકાં પણ એ જ વાત કહે છે . મહાભારત યુદ્ધ ઈ.પૂ. ૧૦ મી સદીમાં
થયું ને ચિત્રિત ધૂસર મૃત્પાત્ર આ કાલનાં છે ને યુદ્ધનાં સ્થળોએ - હસ્તિનાપુર ,
ઇન્દ્ર પ્રસ્થ અને
કુરુક્ષેત્રમાં મળ્યાં છે .
ઋગ્વદી આર્યો લોખંડ વાપરતા હતા કે કેમ એ વિશે સંશય રહે , પરંતુ અથર્વવેદના સમયે આર્યો એ ધાતુથી પૂરા
માહિતગાર હતા ને શ્યામ અયસને લોહિત (લાલ) અયસ અથવા તાંબા કે કાંસાથી એકદમ અલગ
પાડતા એ વિશે સર્વાનુમતિ છે. ઉપર જણાવેલી ચાર સંસ્કૃતિઓ પૈકી , ચિત્રિત ધૂસર મૃત્માત્ર સંસ્કૃતિ એકલી જ
લોખંડના ઉપયોગનો દાવો કરી શકે છે . ઈ . પૂ . ૧ લી સહસ્ત્રાબ્દીના મધ્યથી ઈ.સ .૧ લી
સદી સુધી, દક્ષિણ ભારત -
જ્યાં આજે દ્રાવિડ ભાષાઓ બોલાય છે તે પ્રદેશ માં મહાપાષાણ તરીકે ઓળખાતી સંસ્કૃતિ
થઈ . તામિલ (સંગમ) સાહિત્ય મહાપાષાણ દફનોના વિવિધ પ્રકારોના નિર્દેશ કરે છે. તેઓના
પુરાતત્ત્વીય પુરોગામીઓ હતા દક્ષિણના નૂતનપાષાણયુગીન લોકો , જેઓએ લગભગ ઈ . પૂ . ૧000 માં તેઓના ઉત્તરના તામ્રપાષાણયુગીન પડોશીઓ
પાસેથી થોડાં લક્ષણ પ્રાપ્ત કર્યાં હતાં . નૂતનપાષાણયુગીન લોકોનો કોઈ અભિલેખ નથી
ને મહાપાષાણ મૃત્પાત્રો પર જે થોડાં ચિહ્ન હોય છે તે હજી અણઊકલ્યાં છે .
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home