Saturday, October 31, 2020

આધ ઐતિહાસિક કાલ પૂર્વ ભારત


 

 

પૂર્વ ભારત

    પૂર્વ ભારત ત્રણ ભૌગોલિક એકમોમાં પડે છે : આસામનો અધો-હિમાલય પ્રદેશ , ગંગાનાં કાંપવાળાં મેદાન અને ઓરિસ્સાના ડુંગરાળ પ્રદેશો સાથે ભળી જતો છોટા નાગપુર ઉચ્ચપ્રદેશ.

નાની ઘસેલી પથ્થરની કુહાડીઓ સિવાય, આસામનો અધો-હિમાલય પ્રદેશ પ્રાગૂ ઐતિહાસિક અને આઘ-ઐતિહાસિક કાલખંડોની બાબતમાં અગ્નાતભૂમિ છે .

ઓરિસ્સાના મયૂરભંજ જિલ્લામાં કુચઈમાં ઉત્પનને નૂતન-પાષાણ યુગની સંસ્કૃતિ પ્રકાશમાં આણી છે , જે બીરભાનપુર પ્રકારની અ-ભૌમિતિક લઘુપાષાણકાલીન ઉદ્યોગની ઉપ૨ પરંતુ એનાથી અલગ રહેલી છે . આ સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે ઘસેલી પથ્થરની કુહાડીઓ , જેને હંમેશાં તેઓના દક્ષિણી પ્રતિભાગોના લંબગોળ છેદથી વિપરીત, લંબચોરસ કે વિષમચતુરસ્ત્ર છેદ હોય છે. દક્ષિણ-પૂર્વ એશિયાનો પ્રભાવ ધરાવતા બહુ ઘસેલા સ્કંધિત વાંસલાનો કોઈ નમૂનો મળ્યો નથી. તેથી આ પ્રકાર આ સંકુલમાં બંધ બેસે છે કે કેમ ને ક્યાં બંધ બેસે છે તે કહેવું મુશ્કેલ છે; એ મોડા તબક્કે અહીં પ્રચલિત થયો હશે. કુચઈમાં કુહાડીઓ સાથે ખરબચડાં ભૂરાશ પડતાં-લાલ મૃત્પાત્ર , કેટલીક વાર લેપવાળાં અને રેખાંકિત મળ્યાં હતાં . હાલ આ સંસ્કૃતિનો ચોક્કસ સમય આંકવા માટે કોઈ પુરાવો નથી , પરંતુ લગ.ઈ.પૂ. ૧૦૦૦ બહુ ખોટો ન ગણાય .

તામ્રનિધિ સંસ્કૃતિનાં વધુ નોંધપાત્ર પ્રાપ્તિસ્થાન છે બિહારમાં હમી અને બરગંડા, પશ્ચિમ બંગાળમાં તમજુરી અને ઓરિસ્સામાં ભગરાપીર અને દુનરિઆ. દંડ' અને સ્કંધિત' કુહાડીઓ પથ્થર અને ધાતુ-બંનેમાં મળે છે, તો પણ તામ્રનિધિ અને પૂર્વની નૂતનપાષાણ સંસ્કૃતિઓ વચ્ચેનો સંબંધ નક્કી કરવા માટે કોઈ સ્તરશાસ્ત્રીય પુરાવો નથી.

બેમાંથી એકેય સંસ્કૃતિ સાથે સંબંધ નહિ ધરાવતી સંસ્કૃતિ પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં પાંડુરાજાર-ઢિબિના નીચલા થરોમાં મળી છે. એની વિશેષતા છે શ્વેત-ચિત્રિત કાળાં અને લાલ તથા લાલ- પર-કાળાં મૃત્પાત્ર , જે આહડ અને નાવડાટોલીમાંના તેઓના પ્રતિભાગો જ ન હોવા છતાં , તેઓની સાથે તદન સંબંધ ન ધરાવતાં નહિ હોય . ને તફાવતનો ખુલાસો કદાચ સમય-ઘટકથી થાય છે , કેમ કે કાર્બન-૧૪ નિર્ણય પાંડુરાજાર-ઢિબિ સંસ્કૃતિને ઈ.પૂ. બીજી સહસ્ત્રાબ્દીના છેલ્લા ચરણમાં મૂકે છે. લોકો ડાળખાં-અને - માટીનાં ઘરોમાં રહેતા હતા ને તાંબાનાં ઓજાર , વીંટીઓ અને બંગડીઓ વાપરતા હતા, લઘુપાષાણોને લગતો પુરાવો શંકાસ્પદ છે. થોડી નાના કદની ઘસેલી પથ્થરની કુહાડીઓનું હોવું તેઓના વપરાશની પ્રતીતિ કરાવે છે , જોકે મર્યાદિત પ્રમાણમાં પૂર્ણ પ્રસારિત દફનો તેમજ આંશિક પાત્ર-દફનો પ્રચલિત હતાં .     

પાંડુરાજાર-ઢિબિ પુરાવો જણાવે છે કે એક સંસ્કૃતિ , પ્રાયઃ આહડ અને મધ્ય ભારતની તામ્રપાષાણ સંસ્કૃતિઓનું સંયોજન, પ્રસારિત નદી-પદ્ધતિઓની સાથે સાથે , મધ્ય ભારત અને છોટા ઉદેપુરના ઉચ્ચ પ્રદેશોમાં થઈને પૂર્વ તરફ પ્રસરી. સંસ્કૃતિ-હિલચાલોનો એ જ પ્રકાર મધ્ય ગંગા ખીરામાં , દાખલા તરીકે વારાણસી જિલ્લામાં પ્રહલાદપુરમાં, સારન જિલ્લા, બિહારમાં ચિરંડમાં અને ગોરખપુર જિલ્લા, ઉત્તર પ્રદેશમાં સોહાગૌરામાં શ્વેત-ચિત્રિત કાળાં-અને-લાલ મૃત્પાત્રોની હાજરી સમજાવી શકે. દક્ષિણ બિહારમાં સોનપુરમાં સહુથી પ્રાચીન થરોમાં રહેલાં અચિત્રિત કાળાં-અને-લાલ મૃત્પાત્ર પણ આવા પ્રસારણના અવશેષ હશે .

 સોનપુરમાં , કાળાં-અને-લાલ મૃત્પાત્રોની પછી ઉત્તરનાં કાળાં ઘસેલાં મૃત્પાત્ર અને લોખંડ આવેલ છે ને વસેલી પથ્થરની કુહાડીઓના થોડા નમૂના, જે છૂટક વિધમાન અવશેષો હોય. ઉત્તરનાં કાળાં વસેલાં મૃત્પાત્રોનો તબક્કો આપણને ઈ.પૂ. પહેલી સહસ્ત્રાબ્દીના મધ્યમાં લાવે છે, જયારે વૈશાલી અને રાજગીર, બંને બિહારમાં , પોતપોતાના રાજ્યનાં પાટનગરો તરીકે એકબીજા સાથે સ્પર્ધા કરતાં. પશ્ચિમ બંગાળમાં વત્તેઓછું સમકાલીન સ્થળ રૂપનારાયણ નદીના મુખ પ૨ નું તામલુક હોવાનું જણાય છે, જે ઈસ્વી સનના આરંભે પૂર્વ ભારતમાં અગ્રિમ ભારતીય - રોમન વેપારી મથક હતું .

 

                                 ગુજરાત

        લાંઘણજ લોકોનું શું થયું એ જાણવામાં આવ્યું નથી. તો પણ, ગુજરાતમાંનો તે પછીનો તબક્કો રંગપુર , લોથલ અને રોજડીમાં મળેલી હડપ્પા સંસ્કૃતિ દ્વારા દેખા દેતો લાગે છે .

 આ પ્રદેશમાંથી હડપ્પા સંસ્કૃતિની કેટલીક વિશેષતાઓ છે  શ્વેત-ચિત્રિત કાળાં-અને-લાલ મૃત્પાત્ર , તેથી એને સૌરાષ્ટ્ર' કે કાઠિયાવાડ હડપ્પીય સંસ્કૃતિ કહેવામાં આવી છે. હડપ્પીય સંસ્કૃતિની સમસામયિક , સોમનાથ અને થોડાં બીજાં સમુદ્રતટીય સ્થળોએ ઓળખાયેલી સંસ્કૃતિ હતી , જે બહારની બાજુ પર ચોકલેટથી-લાલાશ રંગમાં આલિખિત રૈખિક અને ભૌમિતિક રૂપાંકનો ધરાવતાં ધૂસર-પાંડુ મૃત્પાત્રોમાંના વાડકાઓથી અલગ તરી આવે છે

. ઈ.પૂ.૧૯ મી સદીના આરંભે લોથલમાંની હડપ્પા સંસ્કૃતિમાં પરિવર્તન આવ્યું હતું. હડપ્પીય ચિત્રિત રૂપાંકન ઘટ્યાં ને નવાં મૃત્પાત્ર સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યાં. ચર્ટનાં પાનાંનું સ્થાન કૅલસેડની અને જેસ્પરનાં પાનાંએ લીધું. આ રંગપુરમાં ચાલુ રહ્યું , જ્યાં કાલખંડ ૨ ના અંતભાગમાં મૃત્પાત્રો પર ચકચકિત લાલ લેપ લગાવવામાં આવવા લાગ્યો . કાલખંડ ૩ માં ચકચકિત લાલ મૃત્પાત્ર સહુથી મુખ્ય માટીકામ ઉદ્યોગ થયાં. હડપ્પીયો સાથે તેઓનાં નગર આયોજન અને ભઠ્ઠીમાં પકવેલી ઈંટો અદેશ્ય થઈ .

 ચકચકિત લાલ મૃત્પાત્ર તબક્કા પછી લોખંડ સાથે સંકળાયેલાં સાદાં કાળાં-અને-લાલ મૃત્પાત્રોનો તબક્કો આવ્યો. પછી થોડા વખતમાં ઉત્તરનાં કાળાં ઘસેલાં મૃત્પાત્ર પણ દેખાયા ને વાર્તા હવે ઠીક આરંભિક ઐતિહાસિક સમયમાં પહોંચે છે .

                    ઉત્તર દખ્ખણ

નર્મદા ઓળંગ્યા બાદ , તામ્રપાષાણ યુગનાં બે સ્થળ યુગલ આવે છે : તાપીના ઉત્તર અને દક્ષિણ તટે અનુક્રમે પ્રકાશા અને કોરત , ને તાપીમાં ભળતી ઉપનદી ગિરનાનાં તટો પર આવેલો બહાલ અને તેકવાડા . દરેક દાખલામાં પહેલું સ્થળ વસાહત છે ને બીજું દફનભૂમિ .

 વધુ દક્ષિણ , ઉપલી ગોદાવરી ખીણમાં , કંઈક જુદુ સંસ્કૃતિ-સંકુલ વિકસ્યું લાગે છે. અહમદનગર જિલ્લાના કૈમાબાદમાં વસવાટના થર ત્રણ ઉપકાલખંડોમાં પડે છે. ઉપકાલખંડ અ માં રહેવાસીઓ લઘુપાષાણ , પથ્થરની ઘસેલી કુહાડીઓ અને ઉત્કીર્ણ તથા અન્ય પદાર્થને લાગુ પડેલાં સુશોભનો ધરાવતાં ખરબચડાં ધૂસર મૃત્પાત્ર વાપરતા. થોડાં લાલ-પર-કાળાં ઠીકરાં પણ મળે છે. પરંતુ લાલપર-કાળાં મૃત્પાત્ર પછીના ઉપકાલખંડમાં પ્રાધાન્ય પામ્યાં ચિત્રિત રૂપાંકનોમાંનાં કેટલાંક પ્રકાશા અને નાવડાટોલીમાંથી મળેલાં રૂપાંકનોને સમાન હતાં . માળવા મૃત્પાત્રોમાં નળીનાળચાવાળા વાડકાનો ટુકડો પણ હતો , જે પરથી નર્મદા - પાર સંપર્કો વિશે કંઈ સંશય રહેતો નથી, પરંતુ આ ઉપકાલખંડ દરમ્યાન ભૂંગળી જેવા નાળચાના થોડા દાખલા પણ છે , જે વાડકાઓની કમરે કાઢેલ તૂતકની સાથે ઉપકાલખંડ ઇમાં મૃત્પાત્રોનું વિશિષ્ટ લક્ષણ બન્યા. આ નમૂનેદાર આકારો અને ઝાંખી લાલ સપાટી ધરાવતાં મૃત્પાત્ર દખ્ખણમાં જોરવે , નેવાસા અને ચાંડોલી સહિત ઘણાં અન્ય સ્થળોએ મળ્યાં છે.

જોરવે અથવા ઉત્તર દખણના તામ્રપાષાણકાલીન લોકો માટીનાં કે ડાળખાં-અને-માટીનાં ઘરોમાં રહેતા ને ઉપર જણાવેલાં મૃત્પાત્રો ઉપરાંત , જેસ્પર અને કૅલસેડનીનાં પાનાં , અણીઓ , વીંધણાં અને છોલણીઓ , બારીક દાણાદાર બૅસૉલ્ટની ઘસેલી કુહાડીઓ, કુહાડીઓ , વીટીઓ અને તાંબાની બંગડીઓ અને અર્ધ - કિંમતી પથ્થરો , છીપ અને સેલખડીના મણકા વાપરતા . ચાંડોલીમાંથી હાથો નાખવા માટે દ્વિભાગીકૃત પાનાવાળું તાંબાનું ભાલાનું ફળું આવે છે . શબનિકાલ કેટલાંક રસપ્રદ લક્ષણ રજૂ કરે છે . બાળકોનાં શબ પહેલાં ખુલ્લામાં મૂકી દેવામાં આવતાં ને પછી એને પાત્રોમાં મૂકી ઘરની ભોંય નીચે કે નજીકમાં દાટવામાં આવતાં. પ્રૌઢોની બાબતમાં મોટાં અસ્થિપાત્ર વપરાતાં, તેઓનાં શબ પૂરી લંબાઈમાં મૂકવામાં આવતાં , અમુક દાખલાઓમાં પ્રૌઢો માટે ત્રણથી પાંચ જેટલાં અસ્થિપાત્ર વપરાયાં હતાં , અસ્થિપાત્ર વિનાનાં પણ * હોલનું શ્રીનાથગઢ  પ્રાયુઃ

 ગોફણના પથ્થરો તરીકે વપ ૨ાતા , ઢોરનાં હાડકાંના છેડાઓને પણ વીપણા અને પહોળા પાનાની છરીઓ જેવાં હાડકાનાં વપરાયું હતું . પ્રા - ઐતિહાસિક અને આધ - ઐતિહાસિક કાલ

પ્રૌઢ - દફન હતાં . શબની બાજુમાં નાળચાવાળા એક કે વધુ ચંબુ અને વાડકા મૂકતા , જેમાં પ્રાયઃ પેયો તથા ખાધો હતાં. નેવાસામાંથી બાળકનો હાર આવે છે , જેના તાંબાના મણકા રેશમી અને સુતરાઉ દોરાઓ વડે ગુંથેલા હતા . ચાંડલીમાં એવા દાખલામાં શણ વપરાતુ હતું

 ઉત્તર દખ્ખણ તામ્રપાષાણ સંસ્કૃતિને એવાં કેટલાંક લક્ષણ છે , જે મધ્ય ભારતની એ સંસ્કૃતિમાં મળ્યાં નથી. દા.ત. ઘસેલી પથ્થરની કુહાડીઓ અને અસ્થિપાત્ર-દફનો. ગોદાવરી ખીણને આ તત્વ દક્ષિણ ભારત સાથેના સંપર્કો દ્વારા મળ્યાં. બદલામાં, ઉત્તર દખ્ખણ તામ્રપાષાણ સંસ્કૃતિ દક્ષિણ નૂતનપાષાણ સંસ્કૃતિ, લાલ-પર-કાળાં મૃત્પાત્ર અને તાંબા તરફ સરી ગઈ. આ આપ - લેના આરંભિક તબક્કાઓને સમાવતી વધુ વિગતો હજી નક્કી કરવાની રહે છે, ત્યારે સૂચક હકીકત તરીકે એ નોંધવું જોઈએ કે તાપી અને ઉપલી કૃષ્ણાની વચ્ચેનો પ્રદેશ ઉત્તર અને દક્ષિણની સંસ્કૃતિઓનું મિલન-બિંદુ હતો .

 નેવાસા અને ચાંડોલીમાંથી મળેલા કાર્બન-૧૪ નિર્ણયો ઉત્તર દખ્ખણ તામ્રપાષાણ સંસ્કૃતિને ઈ.પૂ . બીજી સહસ્ત્રાબ્દીના ઉત્તરાર્ધમાં મૂકે છે. આ સંસ્કૃતિ કેટલા સમય સુધી અને કયા સ્વરૂપે ચાલુ રહી તે આ પળે કહેવું મુશ્કેલ છે. તો પણ , જેઓએ પછીથી નેવાસામાં પુનર્વસવાટ કરેલો તેઓએ ચિત્રિત વાસણોની પરંપરા પૂરેપૂરી તજી દીધી હતી. એને બદલે, તેઓ ઉત્તરનાં કાળાં ધસેલાં મૃત્પાત્રોના વિક્ષેપણ સાથે કાળાં-અને- લાલ મૃત્પાત્ર વાપરતા . સિક્કાઓની પદ્ધતિ પણ અસ્તિત્વમાં આવી હતી . ને લોખંડ પણ વપરાશમાં હતું. નેવાસામાંની બીજી વસાહતનું આ ચિત્ર આરંભિક ઐતિહાસિક સમય દરમિયાન મધ્ય ભારતમાં મળે છે તેનાથી અસમાન નથી .

 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home