Wednesday, November 4, 2020

કોષ અને પેશીઓની રચના ભાગ--2

કોષીય અંગિકાઓ ( Cell organelles )

અંત: કોષરસજળ

Ø  સમગ્ર કોષરસના વિસ્તારમાં પથરાયેલા નલિકામય , પટલમય રચનાઓના જાળાને અંતઃકોષરસજાળ કહે છે  

Ø  તેની શોધ પોર્ટર ( 1945 ) એ કરી હતી .

Ø   તેના બે પ્રક્ષર છે .

Ø   અંતઃકોષરસજાળ ( Endoplasmic Reticulum )

(૧) કણિકાવિહીન અથવા લીસી : રિબોઝોમ્સની ગેરહાજરીના કારણે અંતઃકોષરસજાળ લીસી લાગે છે . તેને લીસી ( કણિકાવિહીન ) અંતઃકોષરસજાળ કહે છે.

સ્ટિરોઈડ ( લિપિડ ) ના સંશ્લેષણનું કાર્ય કરે છે .

 (૨) કણિકામય અથવા ખરબચડી . : જે અંતઃકોષરસજાળની બાહ્ય સપાટી પર રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય છે, તેને ખરબચડી ( કણિકામય ) અંતઃકોષરસજાળ કહે છે . " પ્રોટીનના સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી હોય છે .

 રિબોઝોમ્સ ( પેલેડેકણ ) ( Ribosomes )

·         રિબોઝોમ્સની શોધ ઈ.સ. 1955 માં જ્યોર્જ ઈ. પૈલેડે નામના વૈજ્ઞાનિકે કરી હતી. જે સૌથી નાની અંગીકા છે.



·         રિબોઝોમ્સ એ ગોળાકાર અને 250 A® વ્યાસ ધરાવતો બિનપટલમય સૂક્ષ્મકણ છે . આને રિબો ન્યુકિલયો પ્રોટીન કણ પણ કહેવાય છે .

·         રિબોઝોમ્સ કોષરસમાં મુકત અથવા અંતઃકોષરસજાળ પણ ચોટીને રહેલા હોય છે . અંતઃ કોષરસજાળ સાથે સંકળાયેલા રિબોઝોમ્સ લાયસોઝોમના તથા પટલની રચનામાં પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. પ્રોટીનનું ઉત્પાદન સ્થળ છે . આમ , રિબોઝોમ્સને કોપની પ્રોટીન ફેકટરી '  અથવા ' કોષ એન્જિન ' કહે છે .

·          તે આદિકોષકેન્દ્રી કોષ અને સુકોષકેન્દ્રી કોષ એમ બન્ને પ્રકારના કોષોમાં જોવા મળે છે .

ગોલ્ગીકાય( Golgi Body )

*      આ અંગિકાનું વર્ણન કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કર્યું હતું . વિવિધ પ્રકારના કોષોમાં ગોલ્ગીની સંખ્યા એક કે તેથી વધારે હોય છે . ગોલ્ગીની સૂક્ષ્મ સંરચનામાં ત્રણ ઘટકો જોવા મળે છેઃ

( 1 ) ચપટી કોથળી કે સિસ્ટર્ની

( 2 ) સૂક્ષ્મ નલિકાઓ અને ધાનીઓ

( 3 ) મોટી રસધાનીઓ

*      ગોલ્ગીકાયને કોષના ગેટ કિપર કહેવાય છે કારણ કે તે કોષમાં પ્રવેશતા અને બહાર જતા ઘટકોનું નિરીક્ષણ કરે છે .

*       ગોલ્ગીકાય લાયસોઝોમ તેમજ પેરોકિસઝોમ ઉત્પન કરવા માટે જવાબદાર છે .

*       ગોગીકાયનું મુખ્ય કાર્ય મેકોમોલિકયુલ્સ ( Macromolecules ) , જેવા કે કાર્બોહાઈડ્રેટસ , લિપિડ , પ્રોટીન , ન્યૂકિલક એસિડનું પેકેજીંગ ( Packaging ) , સંગ્રહ ( Storage ) તથા સ્ત્રાવ ( Secretion ) કરવાનું છે .

 

લાયસોઝોમ (Lysosome)

v લાયસોઝોમની શોધ ઈ.સ. 1955 માં ડી ડુવે ( De Dave ) દ્વારા કરવામાં આવી હતી .

v  આ અંગિકા લિપોપ્રોટીનના બનેલા એક આવરણથી ઘેરાયેલી કોથળી જેવી દેખાય છે .

v  તે બેકટેરિયા , ખોરાકની જૂન્ની અંગિકાઓનું વિઘટન કરે છે તથા પાચન માટેના સક્રિય ઉન્સેચકો ધરાવે છે . તે કોષાંતરીય પાચન ( Intracelular Digestion ) કરે છે . તેથી તેને પાચનકોથળીઓ પણ કહે છે .

v કોષમાં દાખલ થતા કોઈપણ બાહ્ય અણુઓ, જીવાણુઓ વગેરેનો તે નાશ કરે છે . તે પોતાના નકામા કોષોનું પણ વિઘટન કરવાની ક્ષમતા ધરાવે છે . તેથી તેને આત્મઘાતી કોથળી ( Succidal Bag ) અથવા પાચન થેલી ( Digestive Bag ) પણ કહે છે .

કણાભસૂત્ર ( Mitochondria )

ü કોષમાં જરૂરી શકિત નિમણની ક્રિયા માટે જવાબદાર અંગિકાને કણાભસૂત્ર કહે છે . તે અતિસૂક્ષ્મકાય છે અને તે નળાકાર , દંડાકાર કે ગોળાકાર હોય છે અને કોષરસમાં વિતરણ પામે છે .


ü  વ્યાસ : 0.2 થી 1.0 µm

ü  વીજાણુ સૂક્ષ્મદર્શકયંત્રમાં તેની રચનામાં બે આવરણો દેખાય છે . બાહ્ય આવરણ સળંગ અને અંદરનું આવરણ ગડીમય હોય છે . દરેક ગડી (પ્રવર્ધ) ને ક્રીસ્ટા ( Cista ) કહે છે . તેના આંતરીક વિસ્તારને આધારક કહે છે .

ü  કણાભસૂત્રમાં (કોષીય શ્વસનો થાય છે. ઑકિસડેશન થવાથી શકિતમુકત થઈ ATP ( એડિનોસાઈન ટ્રાયફોસ્ફટ) બને છે. આમ , કણાભસૂત્રમાં ATP નું સંશ્લેષણ થતું હોવાથી તેને ' કોષનું શકિતવર ' ( Power House ) તરીકે ઓળખવામાં આવે છે .

 કોષીય અંગિકાઓ અને તેના ઉપનામ લાયસોઝોમ

ü  લાયસોઝોમ ---આત્મઘાતી કોથળી –

ü  કણાભસૂત્ર--- કોષનું શકિતઘર

ü રિબોઝોમ્સ ---પ્રોટીનની ફેકટરી

ü  ગોલ્ગીકાય ----કોષના ગેટ કિપર

તારાકાય તારાકેન્દ્ર ( Centrosome )

Ø શોધ : ઈ.સ. 1883 માં ર્વાન બેન્ડેન ( Von Benden ) દ્વારા કરવામાં આવી . ત્યારબાદ તેનું વર્ણન અને નામકરણ ઈ.સ. 1888 માં T., Boveri દ્વારા કરવામાં આવ્યું .

Ø  કોષના કોષરસમાં કોષકેન્દ્રની નજીકમાં તારાકાય આવેલ હોય છે . તારાકાય બે કણમય કે નળાકાર તારાકેન્દ્રથી બનેલ હોય છે .

Ø  તારાકાયના દરેક તારાકેન્દ્ર એકમમાં વર્તુળાકારે ગોઠવાયેલા નવ નલિકા સમૂહો હોય છે . વીજાણૂ સૂક્ષ્મદર્શક યંત્રમાં તારાકેન્દ્રની રચના ગાડાના પૈડા જેવી બને છે .

Ø  તારાકાય મોટે ભાગે પ્રાણી કોષોમાં જ હોય છે . જયારે ઉચ્ચ કક્ષાના વનસ્પતિ કોષમાં તારાકાય હોતા નથી .

Ø  તારાકાયનું મુખ્ય કાર્ય કોષવિભાજન દરમિયાન બે ધ્રુવકાય અને ત્રાકતંતુઓ રચવાનું છે

 રંજકકણ ( Plastics )

§  રંજકકણો મોટે ભાગે વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે . મોટાભાગના રંજકકણો રંજકદ્રવ્ય ધરાવે છે . અલગ અલગ પ્રકારના રંજકદ્રવ્યોના આધારે રંજકકણને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે .



1.     હરિતકણ ( Chloroplast ) હરિતકણમાં કલોરોફિલ ( Chorophyll ) અને કેરોટિનોઈડ રંજકદ્રવ્ય આવેલા હોય છે. જે પ્રકાશસંશ્લેષણ ક્રિયા માટે જરૂરી પ્રકાશશકિતને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે . હરિતકણનો લીલો રંગ કલોરોફિલને આભારી છે . હરિતકણનો અંદરનો પ્રદેશ બે ભાગમાં વહેંચાયેલો હોય છે .( i ) આધારક (Stroma) અને ( ii ) પટલમય તંત્ર ( Lamellar System ) . તે પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરી વનસ્પતિ માટે ખોરાક બનાવે છે જેના માટે સૂર્યપ્રકાશ , CO2 અને પાણીની જરૂર પડે છે . હરિતકણ વનસ્પતિમાં જ હોય છે . ગ્લૂકોઝ સ્વરૂપે ખોરાક બનાવે છે . સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે .

2.     રંગકણો ( Chromoplast ) વિવિધ રંજકદ્રવ્યો ધરાવે છે. તે ફુલોને વિવિધ રંગ આપે છે .

3.     શ્વેત કે રંગહીનકણો ( Leucoplast ) :-તેમાં કોઈ રંજકદ્રવ્ય હોતુ નથી. તે પ્રાથમિક કક્ષાની અંગિકા છે કે જેમાં સ્ટાર્ચ , ચરબી અને પ્રોટીનકણિકાઓનો સંગ્રહ થાય છે .

રસધાની ( Vacuole )

Ø વનસ્પતિ કોષમાં ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસધાની કહે છે .

Ø   વનસ્પતિ કોષમાં રસધાની કોષરસનો લગભગ 90 % હિસ્સો આવરી લે છે .

Ø  રસધાની ફરતે આવાલી કલાને ટોનોપ્લાસ્ટ કહે છે.

Ø  રસધાની વનસ્પતિ કોષમાં મોટા કદની અને પ્રાણી કોષમાં નાના કદની હોય છે . તે વનસ્પતિ કોષને કઠોરતા આપે છે અને ફૂલેલી રાખે છે , જયારે પ્રાણીઓમાં રસધાનીઓ પાચન અને જળનિયમનનું કાર્ય કરે છે .

 વનસ્પતિ કોષ અને પ્રાણીકોપ વચ્ચે તફાવત 

વનસ્પતિ કોષ

અને પ્રાણીકોપ

વનસ્પતિ કોષ ફરતે કોષરસપટલ ઉપરાંત બહાની

બાજુએ નિર્જીવ અને સેલ્યુલોઝની કોષદીવાલ હોય છે        

પ્રાણીકોષ ફકત કોષરસપટલથી આવરિત હોય છે ,તેમાં નિર્જીવ કોષદીવાલનો અભાવ હોય છે .

વનસ્પતિ કોષને કોષદીવાલ હોવાથી તે નિશ્ચિત આકાર ધરાવે છે .

પ્રાણીકોષમાં કોષદીવાલ ન હોવાના કારણે અનિયમિત આકાર ધરાવે છે .

વનસ્પતિ કોષના મધ્ય ભાગમાં મોટી રસધાની હોય છે .

પ્રાણીકોષમાં રસધાનીનો અભાવ હોય છે . જો હોય તો અત્યંત નાની હોય છે .

  વનસ્પતિ કોષમાં હરિતકણ હોય છે .

 પ્રાણીકોયમાં હરિતકણ હોતા નથી .

તારાકાય  નો અભાવ હોય છે .

તારાકાય ( Centrosone ) હોય છે .

 

              

  પેશીઓ ( Tissues )

સમાન રચના અને ઉત્પતિ ધરાવતા અને નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે .

પેશીનું વર્ગીકરણ મુખ્યત્વે બે પ્રકારે કરવામાં આવે છે . ( 1 ) વનસ્પતિ પેશી ( 2 ) પ્રાણી પેશી .

 વનસ્પતિ પેશી ( Plant Tissues )



Ø  પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વિવિધ વનસ્પતિ પેશીઓનું વર્ગીકરણ થાય છે , જેમ કે વનસ્પતિ પેશી ( Plant Tissues ) બે પ્રકારની હોય છે :-( ) વર્ધનશીલ પેશી ( 2 ) સ્થાયી પેશી

1.       વર્ધનશીલ પેશી ( Meristematie Tissue ):- નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં વૃદ્ધિ પામતી પેશીને વર્ધનશીલ પેશી કહે છે .

2.       સ્થાયી પેશી ( Permanent Tissue ):- વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામીને અલગ અલગ પ્રકારની સ્થાયી પેશીની રચના કરે છે જેમ કે , ( 1 ) સરળ સ્થાયી પેશી ( Simple Permanent Tissue ) , ( 2 ) જટિલ સ્થાયી પેશી ( Complex Permanent Tissue )

Ø  ( 1 ) સરળ સ્થાયી પેશી ( Simple Permanent Tissue ) એક જ પ્રકારના કોષોની બનેલી અલગ અલગ પ્રકારની પેશીને સરળ સ્થાયી પેશી કહે છે .

Ø  સરળ સ્થાયી પેશીને ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે . ( i ) મૃદુત્તક ( ii ) સ્થૂલકોણક ( iii ) દઢોત્તક

( i ) મૃદુતક પેશી ( Parenchy ma Tissue ):- આધાર તરીકે કાર્ય કરતા કોષોના સ્તરો પેશીનું નિર્માણ કરે છે તેને મૃદત્તક પેશી કહે છે .

( ii ) સ્થૂલકોણક ( Collenchyma ) : આ પેશી પર્ણદંડમાં જોવા મળે છે તેમાં કોષો જીવંત , લાંબા અને અનિયમિત હોય છે તથા કોષો વચ્ચે અવકાશ હોતો નથી . આ પેશી વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે તેથી તેના પર્ણ કે પ્રકાંડ તૂટયા વગર નમે છે .

( ii ) દઢોત્તક ( Sclerenchyma ) : આ પેશી વનસ્પતિને મજબૂતાઈ આપે છે. તેના કોષો મૃત હોય છે અને કોષ દિવાલ લિગ્નીનની બનેલી છે .

Ø  લિગ્નીનના કારણે કોષ દિવાલ જાડી હોય છે જેના કારણે આંતરકોષીય અવકાશ હોતો નથી . આ પેશી પ્રકાંડમાં , વાહીપુલની નજીક , પર્ણશિરામાં , બીજ અને ફળોની કઠણ છાલમાં જોવા મળે છે .

( ) જટિલ સ્થાયી પેશી ( Complex Permanent tissue ) - એક કરતા વધારે પ્રકારના કોષોથી બનતી પેશીને જટિલ સ્થાયી પેશી કહે છે .  તેના બે પ્રકારો છે . ( i ) જલવાહક ( Xylen ) ( ii ) અન્નવાહક ( Phloem )

 ( 1 ) જલવાહક પેશી ( Xylem Tissue ) . આ પેશી જલવાહિનીકી ( Trechids ) , જલવાહિની ( Vessels ) , જલવાહક મૃદુત્તક ( Xylem Parenchyma ) , જલવાહક તંતુઓ ( Xylerm Fibres ) ની બનેલી છે .

·         જલવાહિનીકી અને જલવાહિની જાળી જેવી રચના ધરાવે છે જે પાણી અને ખનીજક્ષારોનું ઉપરની તરફ વહન કરે છે .

·          જલવાહક મૃદુત્તક ખોરાકનો સંગ્રહ કરે છે અને જલવાહક તંતુઓ આધાર તરીકે કાર્ય કરે છે .

(૨ ) અન્નવાહક પેશી ( Phloem Tissue ) આ પેશી ચાલનીનલિકા ( Sievetube ) , સાથીકોષો ( Companion Cell ) , અન્નવાહક મૃદુત્તક ( Phloem Parenchyrma ) , અન્નવાહક તંતુઓની બનેલી છે .

·         તેના કોષોમાં પદાર્થો બંને દિશા તરફ વહન કરી શકે છે અને તે પર્ણોથી ખોરાકનું સ્થળાંતર વનસ્પતિના અલગ અલગ ભાગોમાં કરે છે .

પ્રાણી પેશીઓ ( Animal Tissues )

જે કોષોના સંકોચન અને શિથિલનના કારણે શરીરમાં હલનચલન અનુભવી શકાય તેવા કોષોના સમૂહથી પ્રાણી પેશીઓ બને છે .



 પ્રાણી પેશીના ચાર પ્રકાર પડે છે . ( 1 ) અધિચ્છદીય પેશી ( Epithelial Tissue ) , ( 2 ) સંયોજક પેશી ( Connective Tissue ) , ( 3 ) સ્નાયુ પેશી( Muscular Tissue ) અને ( 4 ) ચેતાપેશી Nervous Tissue )

1.       અધિચ્છદીય પેશી ( Epithelial Tissue ):- આ પેશી પ્રાણી શરીરના બહારના આવરણનું નિર્માણ અને શરીરના અંદરના અંગો કે પોલાણને ઢાંકે છે .

·         ત્વચા , મોંનું સ્તર , અન્નનળી , રૂધિરવાહિનીનું સ્તર , ફેફસાંના વાયુકોષ્ઠ , મૂત્રપિંડ નલિકા વગેરે અધિચ્છદીય પેશીના બનેલા છે .

·         અધિચ્છદીય પેશી તેના કાર્યોના આધારે ચાર પ્રકારની હોય છે : ( a ) લાદીસમ ( Squamous ) ,

 ( b ) ઘનાકાર(Cuboidal) , (c)સ્તંભાકાર(Columnar )  ( d )પક્ષ્મલ અધિચ્છદ ( Ciliated Epithelium ) 2. સંયોજક પેશી ( Connective Tissue ):- સંયોજક પેશીના કોષો એકબીજા સાથે જોડાયેલા અને આંતરકોષીય આધાર દ્રવ્યો ( Matrix ) માં ગોઠવાયેલા હોય છે.

આંતરકોષીય આધાર દ્રવ્ય જેલી જેવું અને પરિવર્તનશીલ હોય છે .

 રૂધિરરસ:-રૂધિર એક સંયોજક પેશી છે જેના પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્યને રૂધિરરસ ( Platsma ) કહે છે



રૂધિરરસમાં લાલ રૂધિર કોષો ( RBCs ) , શ્વેત રૂધિર કોષો ( WBCs ) અને ત્રાકકણ હોય છે તેમજ પ્રોટીન , વિવિધ ક્ષાર તથા અંતઃસ્ત્રાવો પણ હોય છે .

 અસ્થિ:-  અસ્થિ પણ એક સંયોજક પેશી છે જે શરીરના મુખ્ય અંગોને આધાર અને આકાર આપે છે તથા આ પેશી મજબૂત અને કઠણ હોય છે .

·         અસ્થિ કોષો આંતરકોષીય આધારક દ્રવ્યોમાં ગોઠવાયેલા છે જે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા છે .

·         બે ક્રમિક અસ્થિઓ એકબીજા સાથે સંયોજક પેશી દ્વારા જોડાય છે જેને અસ્થિબંધ સ્નાયુ કહે છે .

 કાસ્થિ ( Cartilage :-) આ એક સંયોજક પેશી છે જેનું આંતરકોષીય આધારક દ્રવ્યો પ્રોટીન અને શર્કરાનું બનેલ છે . જે અસ્થિના સાંધાને લીસા બનાવે છે .

 તે કાન , ગળું , નાક અને શ્વાસનળીમાં જોવા મળે છે .

તંતુઘટક ( Areolar ):- આ સંયોજક પેશી અંગો વચ્ચેની જગ્યાને ભરે છે અને તેને આધાર આપે છે તેમજ પેશીના સમારકામમાં મદદ કરે છે .

 આ પેશી ત્વચા , સ્નાયુ પેશીની વચ્ચે રૂધિરવાહિનીની ચારેય તરફ અને અસ્થિમજજામાં આવેલી છે .

3. સ્નાયુ પેશી ( Muscular Tissue ):- આ પેશી લાંબા કોષોની બનેલી હોય છે . તે શરીરમાં હલનચલન કે પ્રચલનમાં મદદ કરે છે , જેને સ્નાયુતંતુ પણ કહે છે .

·         પ્રાણી શરીર જે સ્નાયુઓને તે પોતાની ઈચ્છા અનુસાર ગતિ કરાવી શકે તેવા સ્નાયુને ઐચ્છિક સ્નાયુપેશી ( Voluntary Muscle ) કહે છે . આ સ્નાયુને કંકાલ સ્નાયુપેશી પણ કહે છે .

·         સ્નાયુ તંતુ ( સ્નાયુ પેશી ) માં ત્રણ પ્રકારો પડે છે . ( 1 ) રેખીત સ્નાયુ - હાથ , પગમાં જોવા મળે છે .( 2 ) સરળ સ્નાયુ - કીકી , મૂત્રવાહિનીમાં જોવા મળે છે .( 3 ) હૃદ નાયુ - હ્રદ સ્નાયુપેશી ( Cardial ) માં જોવા મળે છે .

4.ચેતા પેશી( Nervous Tissue ) આ પેશી ચેતાકોષોની બનેલી હોય છે જે સંવેદનાને પ્રાપ્ત કરી ઈચ્છાનુસાર સ્નાયુઓના હલનચલનમાં મદદરૂપ થાય છે . તે મગજ , કરોડરજ્જુ અને ચેતાઓમાં જોવા મળે છે . ચેતાકોષો અને ચેતાતંતુઓમાં આવેલા કોષરસનું મુખ્ય કાર્ય સંવેદન ગ્રહણ કરવાનું તથા તેનું વહન કરવાનું છે .



 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home