પ્રાગ ઐતિહાસિક અને આધ ઐતિહાસિક કાલ સભ્યતાનું એકીકરણ
સભ્યતાનું એકીકરણ
ભારતીય ઇતિહાસનું પ્રધાન લક્ષણ છે લોકો અને
સંસ્કૃતિઓના ઉત્તરોત્તર પ્રવાહોનો અંતઃપ્રવેશ , ને તે સર્વનું ભારતીય સરોવરની શાંત સપાટીઓમાં
વિલીનીભવન . રવીન્દ્રનાથ ઠાકુર અવલોકે છે તેમ
કોઈ જાણતું નથી કે માણસોનાં અનંત પૂર
ઘેલાં થઈ ધસતાં ધસતાં ને સમુદ્રમાં વિલીન થઈ જવા ક્યાંથી ને કોના આહવાનથી રેલાયાં
: આર્યો અને બિન-આર્યો , દ્રવિડો અને
ચીનાઓ, શકો, હૂણો, પઠાણો અને મોઘલો-બધા એક સમૂહમાં મિશ્ર , વિલીન અને લુપ્ત થયા છે .
ભારત-પાકિસ્તાન
ઉપખંડ, જે યુરેશિયાના
ભૂમિસમૂહના દક્ષિણ અંચલ પર રહેલો છે, તે પ્રાચીન જગતમાંનાં સંસ્કૃતિનાં ચાર મહાન કેન્દ્રોમાંનું એક હતો. બીજાં છે
મિસર , પશ્ચિમ એશિયા અને
ચીન તેઓની વચ્ચે હતો મધ્ય એશિયાનો મહાન શુષ્ક કે અર્ધ - શુષ્ક ભૂમિ-સમૂહ, જ્યાંથી ભ્રમણશીલ
લોકો વારંવાર પોતાના માર્ગમાં આગ અને વિનાશ છેડતા સર્વ દિશાઓમાં ધસતા. જ્યારે સભ્યતાનાં
અન્ય કેન્દ્ર મોટા આંતર-રાષ્ટ્રીય ધોરીમાર્ગો જે સાંસ્કૃતિક વિનિમયનાં નાળાં બનતા
તેઓની આડે રહેલાં હતાં, ત્યારે હિંદ વાસ્તવિક રીતે ઉત્તુંગ હિમાલય
ગિરિમાળાઓ વડે બાકીના જગતથી અલગ પડાયું હતું. ગંધાર અને કાબુલ ખીણ મારફતે આવતો
પોષક માર્ગ ન હોત, તો તેનું અલગપણું પૂરું થયું હોત. પશ્ચિમ એશિયા
અને ચીનને જોડતો મુખ્ય ખંડ-પાર વ્યવહાર હિંદુકુશ અને પામીરની આરપારને સીર-દરિયા
તથા અમુ-દરિયાની ખીણો અને કાસ્પિયન સમુદ્રના તટોએ પ્રવર્તતા. બધા માર્ગ
બેક્ટ્રિયામાં મળતા. જયારે ભારત તરફનો પોષક માર્ગ આક્રમકોને લાવ્યો, ત્યારે ભારતના
ઉત્તુંગ પર્વતો , તેઓ એક વાર ભારતમાં પ્રવેશતા કે તરત જ તેઓને
બહારના જગતથી અલગ પાડી દેતા, જેના પરિણામે તેઓ પોતાનું અભિજ્ઞાન ભારતીય
સંસ્કૃતિના મુખ્ય પ્રવાહમાં ગુમાવી બેસતા. પશ્ચિમ એશિયામાં છે તે કરતાં ભારતીય
સભ્યતાના લય હંમેશાં વધુ ધીમા અને એની નાડીના ધબકારા ઓછા વેગીલા રહ્યા છે. આપણે
ત્યાં સુમેરની , બેબિલોનની, મિસરની, આસીરિયાની અને
હખામની ક્લાના શીધ્ર અને તેજસ્વી ઉદગમ થતા નથી. સાંસ્કૃતિક વિકાસનો દરેક તબક્કો
પછીનાની ઉપર પથરાયા જતો, ને આમ એ સાતત્ય અને શાશ્ર્વતતાનો અલ્પાંશ
અર્પતો.
ભારતમાં ભૌતિક અને સાંસ્કૃતિક પર્યાવરણોનું સંવાદી વ્યવસ્થાન રહ્યું છે. દેશના
અંતર્ગામીઓના દરેક મોજા સામે ત્રણ વિકલ્પ રહેલા હતાઃ લય, અલગપણું અને નાશ, ને ઉપખંડની
અંદરનાં ભૌતિક લક્ષણ ઉચ્ચ અને નિમ્ન સંસ્કૃતિઓના સહ અસ્તિત્વને સુગમ બનાવતાં.
નિમ્ન સંસ્કૃતિઓએ ખેતીના અર્થતંત્ર પર આધારિત સભ્યતાને અનુકૂળ દૂરના વિસ્તારોમાં
આશ્રય લીધો. નિમ્ન સંસ્કૃતિઓના આ આશ્રય-વિસ્તા , જેને અલગપણાના કે
ગતિરોધના વિસ્તાર તરીકે વર્ણવી શકાય તેઓએ ભારતની ઐતિહાસિક ભૂગોળમાં અગત્યનો ભાગ
ભજવ્યો છે. તેઓ ભારતની પ્રાદેશિક સંસ્કૃતિઓનાં મુખ્ય કેન્દ્રબિંદુઓને અલગ પડતા
અંતરાલ વિસ્તાર થયા છે . ત્રણ મુખ્ય આશ્રય - વિસ્તાર નીચે પ્રમાણે છે .
(૧) સહુથી મોટો એક્લ વિસ્તાર છે વિંધ્ય સંકુલ, જે સાતપુડા, વિંધ્ય, મહાદેવ ડુંગરો, ગાવીલગઢ, મૈકલ ગિરિમાળા, હઝારીબાગ
ગિરિમાળા અને છોટા નાગપુર, સિંધભૂમ અને માનભૂમ ઉચ્ચપ્રદેશનું બનેલું છે
(૨) પશ્ચિમે અને વિંધ્ય સંકુલને
કાટખૂણે આવેલો છે અરવલ્લીથી શરૂ થતો પશ્ચિમ પટ્ટો , અને દ્વીપકલ્પના દક્ષિણ
છેડા સુધી નીચે ઊતરતી પશ્ચિમ ધાટની લાંબી શૃંખલા .
(૩) ત્રીજી ગિરિમાળા પૂર્વના મહાન અરણ્યપટ્ટાને
જોડે છે ને ૧૩° ઉ.અક્ષાંશ સુધી સમુદ્રતટને સમાંતર ચાલે છે ને
માયસોરના ઉચ્ચપ્રદેશની નીચે પશ્ચિમ ઘાટને મળવા પશ્ચિમ તરફ ફંટાય છે.
ભારતના સંસ્કૃતિ-પ્રદેશ ભૌતિક અને
સાંસ્કૃતિક અંતરાલ વિસ્તારોના આધાર પ૨ ઉત્તમ રીતે અંકાયા છે. પૂર્વમાં અરવલ્લી અને
રાજસ્થાનના રણથી અને પશ્ચિમમાં સુલેમાન અને કીરથર ગિરિમાળાઓથી સીમિત છે સિંધુ
જલપ્રદેશ, જે મધ્ય હિમાલયમાંથી. જલનિકાસ કરે છે. આને
બુગતી દેશ પાસે જ્યાં રણ અને ડુંગરો કેંદ્રાભિમુખ થાય છે તેવા બિંદુએ વિભક્ત કરી
શકાય , જેમાંથી પંજાબ અને ઉદભવે છે. ગંગા જલપ્રદેશ
સિંધુ-ગંગા વિભાજક ઉચ્ચભૂમિથી શરૂ થાય છે તે પૂર્વ તરફ વિસ્તરે છે. એનો મુખપ્રદેશ
મુખ્યપ્રદેશાત્મક બંગાળ બને છે. બ્રહ્મપુત્રની ખીણનું આસામ બનેલું છે. ચંબલ, બનાસ, શિખા, શોણ અને નર્મદા
નદીઓ (મધ્ય ભારતને અરબી સમુદ્ર સાથે જોડતી) જેમાંથી નીકળે છે તે ગંગા જલપ્રદેશના
દક્ષિણ પાર્ટોનો બનેલો ત્રિકોણ વિસ્તાર છે. માળવા અને એનું પૂર્વ ઉપાંગ બુંદેલખંડ.
વિંધ્ય ગિરિમાળાની દક્ષિણે આવેલું ને ગોદાવરી તથા કૃષ્ણા નદીઓના ઉપલા જલપ્રદેશનું
બનેવું મહારાષ્ટ્ર છે. આ બે મુખ્ય નદીઓના નીચલા જલપ્રદેશનું આંધ બનેલું છે, પૂર્વ અને પશ્ચિમ
ઘાટોથી બનેલો અને કૃષ્ણાના દક્ષિણ જલપ્રદેશને સમાવતો શૈલ ત્રિકોણ માયસોર કે
કર્ણાટક છે . ૧૩° ઉ. અક્ષાંશથી દક્ષિણની સમુદ્રતટ પટ્ટી અને નગરી
ડુંગરો તથા પુલિકટ સરોવરના સંકોચનથી શરૂ થતું તામિલનાડ છે, પશ્ચિમ ઘાટમાંના
પાલઘાટ ગાળાની બંને બાજુએ આવેલું નાનું સમુદ્રતટીય મેદાન કેરલ છે. મહાનદીની ખીણ
ઓરિસ્સા છે. પશ્ચિમની સમુદ્રપટ્ટીનો ઉત્તર ભાગ અને સૌરાષ્ટ્રના દ્વીપકલ્પનું
બનેલું ગુજરાત છે. અરવલ્લીની બંને બાજુ પર વસેલા , ગુજરાતની ઉત્તરના
અર્ધશુષ્ક વિસ્તારનું બનેલું રાજસ્થાન છે .
વ્યવહારની પદ્ધતિનું ભૌતિક લક્ષણોથી નિયમન થયેલું છે. વ્યવહારનો એક માર્ગ
ઉત્તર-પશ્ચિમમાંનાં બારામાંથી સિંધુ અને એની ઉપનદીઓના ઉપલા પ્રવાહો આડે અને ગંગાના
તટે તટે એના મુખપ્રદેશ સુધી જાય છે. બીજો પ્રાચીન ધોરીમાર્ગ (હાલ મોટો દખણ માર્ગ
કહેવાતો) મધ્ય ગંગા જલપ્રદેશ (પ્રાચીન મગધ) થી વિંધ્યના માર્ગે માર્ગે ને એને
વીંધીને પશ્ચિમ સમુદ્રતટ સુધી જાય છે. ત્રીજો ધોરી માર્ગ પશ્ચિમ સમૃદ્ધતટને પૂર્વ
સમુદ્રતટ સાથે જોડે છે ને ગોદાવરી તથા કૃષ્ણના કિનારે કિનારે જાય છે. છેલ્લે તામિલનાડ નલ્લમલે
ડુંગરો વડે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકને જોડાય છે. આ ચાર ધોરી માર્ગો જેને Z ભાત કહે છે તેના ચાર ભુજ રચે છે . ભારતીય ઇતિહાસ અને પુરાતત્ત્વ વડે સારી રીતે
દર્શાવયેલી આ ભાત આસામ , કાશ્મીર , ગુજરાત અને
ઓરિસ્સા જેવા પ્રદેશોને અલગ પાડે છે. સાપેક્ષ અલગપણાના આ વિસ્તારોમાં અનુજીવનો અને
સાંસ્કૃતિક વિકાસોની વિચિત્ર ભાત છે. ગુજરાત સાપેક્ષ અલગપણના વિસ્તારનું દૃષ્ટાંત
છે. એને દરિયાઈ અસરો પહેલી અને ખંડીય અસરો પછી મળી. આમ , એના દરિયાઈ લક્ષણ સાથેની સિંધુ સભ્યતા ભારતના બાકીના ભાગ કરતાં સૌરાષ્ટ્રમાં
શુદ્ધ રૂપે વધારે લાંબો સમય ટકી રહી.
ઉપખંડનાં ભૌતિક લક્ષણો અને તેઓથી નિયત
થતી વ્યવહાર-પદ્ધતિ ઉપખંડમાંથી સાંસ્કૃતિક ભિન્નતા સમજવા આપણને મદદ કરે છે . મુખ્ય
નદી જલપ્રદેશો આકર્ષણના વિસ્તાર બને છે, ને આદિમ જાતિઓના
વિસ્તાર ગતિરોધ અને અલગપણાના વિસ્તાર છે. તેઓની વચ્ચે સાપેક્ષ અલગપણના વિસ્તાર
આવ્યા હતા.
આવું છે ભૌગોલિક માળખું , જેમાં મહાન સમન્વય સમગ્ર ભારતીય ઇતિહાસ દરમ્યાન
થતો રહ્યો છે . આ ઉપખંડમાં આવેલ વિવિધ પ્રજાઓ અને સંસ્કૃતિઓ મુખ્યત્વે બાકીના
યુરેસિયા સાથેના એના સંબંધમાં અને ગૌણ રીતે દેશની અંદર પણ, એની ભૂગોળ વડે લદાયેલા ગત્યાત્મક ઘટકોને વશ થઈ હતી. પશ્ચિમ( ખૈબર અને બોલન ઘાટ)
માંથી તથા પૂર્વ અને ઉત્તર-પૂર્વ (બર્મા અને તિબેટ) માંથી જમીનમાર્ગે પ્રવેશ હતો .
બીજો મુખ્ય માર્ગ દરિયાઈ છે. આકર્ષણ, સાપેક્ષ અલગપણું
અને અલગપણાના વિસ્તારોની મૂળભૂત વિભાવનાને મુખ્યત્વે ભૂગોળ પર આધારિત ગણતાં, આપણે ભારતમાંની સભ્યતાના વિકાસના પ્રકારને દેશના જુદા જુદા કાલખંડોમાં અને
જુદા જુદા સાંસ્કૃતિક સ્તરોએ નિમ્ન સંસ્કૃતિઓના સંકોચન અને અલગપણા તરફ લઈ જતા, ઉચ્ચ સંસ્કૃતિઓના સમતલ વિસ્તરણ તરીકે નિરૂપી શકીએ.
પંજાબ અને કાશ્મીરમાંના બીજા હિમયુગના અને દ્વીપકલ્પમાંના એને અનુરૂપ તબક્કાના
અંતથી, ભારતને-આ પાષાણયુગ દરમ્યાન પથ્થરનાં ઓજાર
બનાવવાની બે પરંપરા હતી. આ ઓજાર બનાવનાર માણસોના અવશેષ હજી મળ્યા નથી . તેથી આ
ભિન્ન પરંપરાઓ ભિન્ન જાતિસમૂહોની હશે કે એક જ જાતિસમૂહની એ કહેવું મુશ્કેલ છે . જો
બે અલગ જાતિસમૂહ હતા , તો આરંભિક પાષાણયુગની અંદરનો અનુકાલીન વિકાસ
કાં તો ઓજાર પરંપરાઓનું કે કાં તો બે જાતિસમૂહોનું પણ કોઈ પ્રકારનું મિશ્રણ સૂચવે
.
માનવના વિકાસનો પછીનો તબક્કો, મધ્ય પાષાણયુગ , સદશ સમસ્યાઓ ઊભી કરે છે. ઓજારો આદ્ય પ્રાચીન
યુગનાં ઓજારો કરતાં પ્રકાર તથા કાચી સામગ્રીમાં ભિન્ન છે . પરંતુ પાયાગત
ક્રિયાપદ્ધતિઓ એ જ રહે છે. જો કે મધ્યપાષાણ યુગ સંસ્કૃતિનાં કોઈ હાડપિંજર-અવશેષ
નથી , તો પણ તે જેની અસર નીચે જૂની સંસ્કૃતિ બદલાઈ ગઈ
તેવા નવા અંતર્ગામીઓની હોવાનું ધારી શકાય .
અન્નસંગ્રાહક અવસ્થાનો છેલ્લો તબક્કો , જેને આપણે અંત્ય પાષાણ યુગ કહ્યો છે તે બે પૂર્વ - અવસ્થાઓ કરતાં ઘણી રીતે વધુ
વિકસિત હતો. ખેતી અને પશુપાલનનાં પગરખા આ સમય દરમિયાન કે એના અંતભાગમાં થયાં હશે.
આ પાષાણયુગના અવશેષોનું વિભાજન દર્શાવે છે કે એક સમયે સમગ્ર ભારત પાકિસ્તાન
ઉપખંડમાં કે એના મોટા ભાગોમાં આ અન્નસંગ્રાહક રહેતા હતા.પછીથી, અન્ન-ઉત્પાદકોના વિસ્તરણે તેઓને ડુંગરાળ અને વન્ય વિસ્તારોમાં ધકેલ્યા , કેટલાક વિદ્વાન ધારે છે કે કોચીનના કાદરો અને ગોદાવરી જલપ્રદેશના કંકુઓના જેવી
ભારતીય આદિમ જાતિઓ આ સાંસ્કૃતિક અવસ્થાનાં શેષ તત્ત્વ છે .
ભારત-પાકિસ્તાન ઉપખંડના લઘુપાષાણ
ઉદ્યોગના સામાન્ય પ્રકારશાસ્ત્રીય સાદૃશ્યના ઉપલક્ષ્યમાં , એનાં પર્યાવરણોની આફ્રિકા, પશ્ચિમ એશિયા, સિલોન અને
ઓસ્ટ્રેલિયાનાં પર્યાવરણો સાથેની પાયાગત સમાનતા , આ દેશોમાં આવી સંસ્કૃતિઓનું
સ્વીકૃત પ્રાકકાલીન અસ્તિત્વ અને હાલની કેટલીક જનજાતિઓમાં રહેલ શકિત વેદી તત્ત્વ(ઑસ્ટ્રેલોઈડ)
અને લાંઘણાજ તથા નેવાસા જેવાં થોડાં સ્થળોએથી મળેલ હાડપિંજર ની સામગી એવું
દર્શાવતાં લાગે છે કે આ પાષાણયુગ સંસ્કૃતિ પણ કેટલીક રીતે બાજુના પ્રદેશોની અસરની
ઋણી છે .
ભારતમાં ઉચ્ચ જીવનપદ્ધતિ તરફનું
સંક્રમણ ક્યાં અને કેવી રીતે થયું તે હવે જાણવામાં આવ્યું છે કાયમી વસાહતો, પીસેલાં કે ઘસેલાં ઓજાર, પશુપાલન, ખેતીનાં પગરણ અને તાંબાનાં ઓજારોના પ્રથમ
ઉપયોગનાં લક્ષણ ધરાવતું જીવન, સર્વેક્ષણોએ અનેક
વિસ્તાર પ્રકાશમાં આણ્યા છે, દરેક કેટલાંક
વિશિષ્ટ લક્ષણ ધરાવતો ; ઉત્તર-પશ્ચિમ અને
પશ્ચિમમાં લાલ બનાવટનાં ચિત્રિત મૃત્પત્રો, અને પછી ધૂસર બનાવટનાં પણ ચિત્રિત મૃત્પાત્ર ,
મધ્ય દખ્ખણથી તામિલનાડુના
સલેમ જિલ્લા સુધી, અને મધ્ય
પ્રદેશમાંથી વિંધ્ય ગિરિમાળાના પાર્થભાગો પર અને ઉત્તર પ્રદેશના કૈમુર ડુંગરોને
ફરતાં ઘસેલાં ઓજારોનું પ્રાબલ્ય . આસામ અને ઓરિસ્સામાં આ ઘસેલાં પાષાણ ઓજાર જુદા
પ્રકારનાં ( ચોક્કસ સ્કંધવાળા ) છે.
ગણનાપાત્ર પ્રાદેશિક વિભેદન અંશતઃ કાચી સામગ્રીની ઉપલબ્ધતા તથા ખંડીય ધોરી
માર્ગોની સમીપતાને લીધે અને અંશતઃ નવા લોકોના અથવા નવા વિચારોના આગમનને લીધે છે .
સિંધુ સભ્યતા તત્ત્વતઃ પ્રકૃતિઓ ‘ ભારતીય ' છે. તો પણ કેટલાક યુરોપીય વિદ્વાન દલીલ કરે છે
કે એની ચિત્રિત મૃત્પાત્ર પરંપરા મૂળમાં ઈરાનથી આવી હશે, જયારે નગર-આયોજનનો ખ્યાલ ઈરાકથી આવ્યો હશે,
એ બંને ઈરાકના ગિરિમાળા-તળેટી
વિસ્તારમાં અન્ન-ઉત્પાદનના આગમનનાં પુરોગામી હતાં. અહીં નાગરિકીકરણમાંના પશ્ચિમ એશિયાઈ
અને ભારતીય (સિંધુ)સાહસનો ઉત્તમ સમન્વય રહેલો છે .
ખુદ ભારતની અંદર, નર્મદા, ચંબલ અને બનાસ , ગોદાવરી , પ્રવરા , તાપી અને ગિરના પરની આરંભિક અન્ન-ઉત્પાદક કોમો
ઈરાન અને પશ્ચિમ એશિયામાંથી થયેલી લોકો અને વિચારોની હિલચાલોનો દૂરનો પડઘો પાડતી
લાગે છે. આ સંસ્કૃતિઓની બે બાબત, મૃત્પાત્ર
પ્રકારો અને તેઓનાં સુશોભનાત્મક રૂપાંકન , ને મસૂર અને અળશી જેવાં ધાન્ય પશ્ચિમ એશિયાઈ ઉત્પત્તિ દર્શાવે છે. પશ્ચિમ
એશિયાઈ અસરોનું પ્રવેશન, આપણે એ અસરોને
ગમે તે સાંસ્કૃતિક અને જાતીય નામોથી ઓળખાવીએ, મધ્ય દખ્ખણ નૂતનપાષાણ સંસ્કૃતિ માટે કલ્પાયું
છે , જોકે કેટલાક વિદ્વાન એના
એક મુખ્ય તત્ત્વ-પીસેલી કે ઘસેલી પથ્થરની કુહાડીને દક્ષિણ-પૂર્વ એશિયા સાથે જોડે
છે. ઓરિસ્સા અને આસામમાં ચોરસ સ્કંધિત કુહાડીના પ્રવેશ માટે દક્ષિણ-પૂર્વ એશિયાઈ
સંપર્ક જવાબદાર હતા એ વિશે કાંઈ શંકા નથી. આનો સમય અડસટ્ટે ઈ.પૂ. પહેલી
સહસ્ત્રાબ્દીનો અંકાય .
આ કાલખંડના અંતભાગમાં ચિત્રિત ધૂસર
મૃત્પાત્રો ધરાવતા લોકોની બીજી મોટી હિલચાલ ગંગા - યમુના દોઆબમાં , પંજાબમાં અને રાજસ્થાનમાંની સરસ્વતી ખીણમાં
સ્પષ્ટ છે. ચિત્રિત ધૂસર મૃત્પાત્ર સ્થળોના ‘ મહાભારત'માંની કૌરવ-પાંડવ કથાના સંબંધમાં જણાવેલાં ઘણાં
નગરો અને ગામો સાથેના સાન્નિધ્યને એવું દર્શાવવા ઉદાહત કરવામાં આવે છે કે આ
મૃત્પાત્રો ધરાવનારાઓ , આર્યો જે ભારતમાં
થોડી સદીઓ વહેલા દાખલ થયા હોવાનું મનાય છે તેઓની શાખા હતા .
જો એમ હોય , તો ગેરુ રંગનાં
મૃત્પાત્ર જે હવે ઉત્તરમાં ચંડીગઢથી પૂર્વમાં વારાણસી સુધીના એથી પ્રાકકાલીન
થરોમાં ને જ્યાં અગાઉ તામ્રનિધિ મળ્યા હતા તેવાં એક-બે સ્થળોએ મળ્યાં છે, તે આર્યોની એથીય પ્રાચીનતર શાખાનાં અથવા કોઈ પ્રાગ-આર્ય
લોકોનાં હોવાં જોઈએ. એવી રીતે, પ્રસંગોપાત્ત
અંદરની બાજુ પર સફેદમાં ચિત્રિત અને પ્રાચીન મગધ ને કોસલમાંનાં અનેક સ્થળોએ મળેલાં
બારીક કાળાં-અને- લાલ મૃત્પાત્રોને , પૂર્વ રાજસ્થાનમાંથી પૂર્વ તરફ પ્રસરતી કોઈ આર્ય કે પ્રાગ-આર્ય જનજાતિઓનાં
ગણવાં જોઈશે .
આપણે એને એકીકરણ કહીએ કે સંયોગીકરણ ,
એ નિશંક છે કે એ ઉપર
જણાવેલી સંસ્કૃતિઓ ( ચોકસાઈથી કહેતાં, મૃત્પાત્ર ઉદ્યોગ) ની કેટલીકનાં કર્તા હતા , જે પછીથી વસવાટ અને વૈદિક સાહિત્ય , પુરાણો અને આરંભિક જૈન તથા બૌદ્ધ ગ્રંથોમાં નામ
મેળવે છે.
પરંતુ ભૌતિક તેમજ ભાષાકીય સંસ્કૃતિની સામાન્યીભૂત ભાત , જેણે વિવિધ પ્રાદેશિક કે સ્થાનિક આવિર્ભાવોને ભૂસી નાખી , ઉત્તરમાં મૌર્ય સામ્રાજય અને દખ્ખણમાં આંધ્ર સામ્રાજ્ય સાધ્યાં, તે હવે પુરાતત્ત્વ વડે પ્રમાણિત થઈ છે, ખાસ કરીને સમસ્ત
ભારતમાં લોખંડના અને મૃત્પાત્ર બનાવટોના અમુક પ્રકાર, મણકા અને ભૌતિક સંસ્કૃતિની બીજી બાબતો વડે. મહાપાષાણ સ્મારકો અને દ્રાવિડ
ભાષાઓનું વિભાજન દર્શાવે છે તેમ,
દક્ષિણમાં વધારે દૂર એ જ
પ્રક્રિયા થોડી સદીઓ વહેલી શરૂ થઈ લાગે છે.
સંસ્કૃતિઓનું વધુ એકીકરણ સંસ્કૃતિના
પ્રસાર સાથે અથવા જયારે સંસ્કૃત ઉત્તર અને દક્ષિણ બંનેમાં રાજભાષા બની ત્યારે થયું
. એ સાથે, કેટલીક વાર મોટાં પરિવર્તનો સાથે, બ્રાહ્મણી દેવદેવીઓને તથા જે તામિલ પ્રશિષ્ટ ‘ શિલપ્પદિકારમમાં
ઉત્તમ રીતે નિરૂપિત છે તે વિવિધ પ્રથાઓને અપનાવવામાં આવ્યાં .
પુરાતત્ત્વીય અને ભાષાકીય પુરાવા અખિલ-ભારતીય
સંસ્કૃતિ દર્શાવે છે. આની પાછળ આ એકીકરણની મુખ્ય સંસ્થા છે માનવ પોતે. આ ઉપખંડના ભૌગોલિક એકલાપણાએ અને એના
દૂરના વ્યક્તિત્વે જેને ‘ ભારતીય ' તરીકે વર્ણવાય
તેવા નૃવંશીય સમૂહને ઉત્પન્ન કર્યો . વર્ગીકરણને અદ્યતન પદ્ધતિ અનુસાર ભારતને
ઉત્તમ રીતે વિવિધ ઉપસમૂહો ધરાવતી એક જ માનવજાતિ કે બહુ તો બે માનવજાતિઓ હોવાનું
કલ્પી શકાય છે. સંયોગીકરણ આ દેશમાં સ્થળાંતર કરેલા લોકોનાં વિવિધ જૂથોનાં સંધર્ષ
અને અંતઃક્રિયાની સહસ્ત્રાબ્દીઓનું પરિણામ છે. આ સંધર્ષ અને એના પરિણામરૂપ જાતીય
સ્થિતિની અસ્થિરતા સંસ્કૃતિઓના ગતિરોધ અને અલગપણાના વિસ્તારોમાંથી પરિણમતાં ભૌતિક
ભિન્નતા અને અનુકૂળ ભૌગોલિક કારણોને લાગુ પાડી શકાય. આમ પ્રાચીનતર તત્ત્વ જે નવી
સંસ્કૃતિ અને પ્રવિધીવિજ્ઞાનને અનુકૂળ થઈ ન શક્યાં તેઓએ જંગલો અને પહાડી ક્ષેત્રોમાં
હઠી જઈ પોતાનું રક્ષણ કર્યું. આ સંઘર્ષ આર્થિક અને સામાજિક પણ હતો . સામાજિક -
માનવવિઘાના વિદ્વાનોએ દર્શાવ્યું છે કે ભારતમાંની આદિમ જાતિઓ કૃષિકાર અને ઉચ્ચતર
સંસ્કૃતિમાંના તેઓના પરિવર્તનમાં શેષ ઉપસ્તરો કે ‘ પ્રાથમિક અલગપણું
' દર્શાવે છે . આ બધા આદિવાસીઓ છે કે માત્ર ‘ ઑસ્ટ્રેલૉઇડ સમૂહ તેવો છે ને બાકીના પૂર્વ અને પશ્ચિમમાંથી સ્થળાંતર કરી આવેલા
છે એ પ્રશ્ન હેજી અનુત્તર રહ્યો છે .
કોઈ પ્રતીતિકર પુરાવા વિના આમાંના
દરેક તત્ત્વના પ્રદાનને અલગ પાડવાના કેટલાક પ્રયત્ન કરાયા છે . દાખલા તરીકે , નીગ્રો (હબસી) નાં તત્ત્વોએ પીપળાની પૂજા આપી હોવાનું ધારવામાં આવ્યું છે , જ્યારે કૃષ્ણનો દેવાધિદેવ તરીકેનો આવિર્ભાવ વિભિન્ન બિન-આર્ય અને આર્ય
વિભાવનાઓ તથા પ્રથાઓના સંયોગીકરણનો દ્યોતક છે .
વિદ્યમાન મુખ્ય ભાષાસમૂહો–સંસ્કૃત(ભારતીય આર્ય), તિબેટી-બર્મી,ઑસ્ટ્રો - એશિયાઈ, દ્રાવિડ અને તેઓના ભૌગોલિક વિસ્તરણનો અભ્યાસ
દર્શાવે છે કે આ સમૂહો વચ્ચે ગણનાપાત્ર સંમિશ્રણ થયું છે. આજે આમાંના દરેક
ભાષાસમૂહમાંથી બધાં મૂળ તત્ત્વ પાછાં બતાવવાં શક્ય નથી, તો પણ જુલ્સ બ્લૉચ બરો , ચેટરજી , પ્રઝીલસ્કી , સિલ્વેન લેવી અને સ્વમિદત ,
અને તાજેતરમાં તોલ્સ્તોવના
અભ્યાસ જણાવે છે કે જો કે હાલ સંસ્કૃત અને એની શાખાઓ-પ્રાદેશિક ભાષાઓ ઉત્તર ભારતના
મોટા ભાગમાં પ્રભુત્વ ધરાવે છે,
તો પણ સંસ્કૃતે બીજા ત્રણ
સમૂહોમાંથી આદાન કર્યાના દાખલા બતાવી શકાય છે. આ ભાષાઓના વર્તમાન વિસ્તરણ સાથેની આ
હકીકત ભારતની અંદર ભાષાઓના મૂળ પ્રસારના અને સહસ્ત્રાબ્દીઓના ગાળા દરમિયાન થયેલા
મહાન એકીકરણની દ્યોતક છે. બિન-આર્ય અને પ્રાગ-આર્ય શબ્દો , શબ્દસમૂહો અને વાક્યપદ્ધતિઓ પણ સંસ્કૃત અપનાવ્યાં છે ને આત્મસાત્ કર્યો છે .
જાતીય અને સાંસ્કૃતિક સંયોગીક૨ણ
પુરાણો અને અન્ય સાહિત્યમાં નિરૂપિત આપણી પુરાણ કથા તથા દંત કથાઓમાં ય પ્રતિબિંબિત
થાય છે. પૂર્વ કાલીન અને ઉત્તરકાલીન વૈદિક સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ તેઓની
પહેલાં ગંગા - યમુના દોઆબથી પૂર્વ તરફ મગધમાં ને પછી દક્ષિણ તરફ આગેકૂચ દર્શાવે છે
. આ વિજય માત્ર ભૌગોલિક નહિ , સાંસ્કૃતિક પણ હતો , છતાં એ એકમાર્ગી વ્યવહાર નહોતો . જયારે બિહારનું અને પશ્ચિમ બંગાળના ભાગોનું
આર્યીકરણ થઈ રહ્યું હતું ત્યારે આર્યોએ સ્થાનિક સંસ્કૃતિ ( પુરાણકથાઓ અને પ્રથાઓ )
નું કેટલુંક આત્મસાત્ કરી લીધું . આનાં નોંધપાત્ર દૃષ્ટાંત છે વેણ અને નિષાદોની
કથા , ધર્મશાઓ વડે અનુલોમ અને પ્રતિલોમ વિવાહોની
માન્યતા , ( ભારતમાંની ) માનવજાતિનું ત્રણ મુખ્ય સમૂહો -
માનવો , ઐલો અને સુદ્યુમ્નોમાં પૌરાણિક વિભાજન , અને ચોળો તથા પાંડ્યો જેવા દૂરના રાજવંશો વડે મનૂમાંથી તુર્વશો દ્વારા
દર્શાવેલી કપોલકલ્પિત વંશાવળીઓ . ભારત બહારની પુરાણ કથાઓનું ભારતીયીકરણ ઘણું
વહેલું શરૂ થયું હતું અને એનો પુરાવો પુરાતત્ત્વમાં સુમેરની જેમ બે સિંહોને બદલે
બે વાઘો વચ્ચે ઊભેલા ગિલ્બમશ - જેવા નાયકની આકૃતિ ધરાવતી સિંધુ મુદ્રારૂપે ને
સાહિત્યમાં પૂર કથા રૂપે મળે છે .
આર્યોનું દિશાઓમાં સમસ્ત પ્રસારણ અને
બિન-આર્યોનો નિર્દેશ તથા પુરાણ કથાઓનું છૂટક કે સામૂહિક સંકરણ સાંસ્કૃતિક એકીકરણ
તથા સંયોગીકરણની સતત પ્રક્રિયાના દેષ્ટાંતરૂપ છે .
આ સંયોગીકરણ ઐતિહાસિક કલાના અરુણોદયથી
અટકી ગયું નહિ. એ સદા વહેતી ગંગાના જેવી સતત પ્રક્રિયા છે . બરાબર શરૂઆતમાં આવ્યા
ઈરાનીઓ , પછી ગ્રીકો ને પછી શકો , કુષાણો , હૂણો અને ગુર્જરો
. પુરાતત્ત્વ- પહેલાં હજાર વર્ષો (ઈ.પૂ. પ00 ઈ.સ. ૫00 ) નાં સ્મારકો અને
અભિલેખો - પશ્ચિમ અને મધ્ય એશિયામાંથી આવેલા આ નવતર લોકોની અસરનો પૂરતો પુરાવો
ધરાવે છે. આ લોકોના એકીકરણ અને સંયોગીકરણ માંડ પૂરાં થયાં હતાં , ત્યાં તો બીજા
આવ્યા-પહેલાં આરબો , પછી તુર્કી , અફધાનો અને મોંગોલો . આણે
આપણને મુઘલો નીચે ભારતીય સંસ્કૃતિની સુંદર પુષ્મિતા આપી . એની પડતીએ પશ્ચિમમાંથી
યુરોપીયોને પ્રવેશ કરાવ્યો ; ને તેઓએ ભારતીય - આંગ્લ સંસ્કૃતિને જન્મ આપ્યો , પરંતુ આ
સર્વમાત્ર નથી . ભારતની અંદર , ભાગલાએ પૂર્વમાં તથા પશ્ચિમમાં લાખોનું ઉન્મેલન
કર્યું ને પંજાબીઓ , સિંધીઓ અને બંગાળીઓના તથા જુદા સંદર્ભમાં
તિબેટીઓના તાજા આગમને નવું સાંસ્કૃતિક સંયોગીકરણ ગતિમાન કર્યું છે .
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home