આરંભિક સમયથી ઈ.પૂ. ૬ ઠ્ઠી સદી સુધીનો રાજકીય ઇતિહાસ
આરંભિક સમયથી ઈ . પૂ . ૬ ઠ્ઠી સદી સુધીનો રાજકીય ઇતિહાસ
આનુશ્રુતિક
ઇતિહાસ ઈ.પૂ. ૬ ઠ્ઠી
સદી પહેલાંના ભારતના રાજકીય ઇતિહાસનું બહોળું અને સામાન્ય ચિત્ર આલેખવા માટે પણ
પૂરતી સામગ્રી ઉપલબ્ધ નથી . વૈદિક સાહિત્ય, જે એ કાલ માટે સંપૂર્ણ માહિતીનો એકમાત્ર
સ્ત્રોત છે તે મોટાં. અને નાનાં , જાતીય તેમજ
પ્રાદેશિક , બંને પ્રકારનાં
રાજ્યોનો ઉલ્લેખ કરે છે . ને જેઓએ પોતાની સિદ્ધિઓ વડે ખ્યાતિ મેળવી તેવા અનેક રાજાઓનાં
નામ આપે છે. રાજાઓ અને રાજયોના તથા મોટાં સામ્રાજયોની સ્થાપના તરફ લઈ જતા આધિપત્ય
માટેના તેઓના પુરુષાર્થના વિગતવાર વૃત્તાંત પુરાણોમાં આપેલા છે , જે ઘણા પછીના સમયે લખાયાં હતાં , પણ જેને સ્પષ્ટતઃ વૈદિક કાલનાં પુરાણાં લખાણો
તથા અનુકૃતિઓનો ઉપયોગ કરવાનું મળ્યું હતું. પરંતુ એમાં બે ક્ષતિઓ રહેલી છે. તેઓ
રાજકીય ઘટનાઓને કાલગણનાના ચોકઠામાં ગોઠવતાં નથી, ને લાંબાગાળાઓએ અને દૂરનાં સ્થળોએ બનતી ઘટનાઓને
સાથે ગોઠવી દે છે. જો કે પુરાણો અનેક રાજવંશોનાં નામ આપે છે કે રાજ્ય કરતા રાજાઓની
લાંબી વંશાવળીઓ આપે છે, તો પણ જુદાં
જુદાં પુરાણોમાં અને એ જ પુરાણની જુદી જુદી હસ્તપ્રતોમાં પણ આપેલી વંશાવળીઓ વચ્ચે
સ્પષ્ટ અસંગતિઓ છે. કેટલાક અર્વાચીન વિદ્વાનોએ , વિશેષતઃ પાર્જિટરે , પૌરાણિક વૃત્તાંતોના આધારે ઐતિહાસિક નિરૂપણની
બુદ્ધિગમ્ય યોજના ગોઠવવા ગંભીર પ્રયાસ કર્યા છે, પરંતુ તેઓના ઇતિહાસ-પુર્નનિર્માણમાં રહેલા
ગંભીર તફાવતો જ દર્શાવે છે કે આવા પરિશ્રમનાં પરિણામો પર ભાગ્યે જ આધાર રાખી શકાય ,
જયારે , તેથી , વૈદિક અને ઉત્તર વૈદિક યુગ દરમિયાનનો ભારતનો રાજકીય ઇતિહાસ લખવો શક્ય નથી ,
ત્યારે કેટલીક રસપ્રદ પણ
એકલ-દોકલ ઐતિહાસિક હકીકતોનો નિર્દેશ કરવો જોઈએ . ઋગ્વેદમાંથી આપણે વૈદિક યુગ
દરમ્યાન જેઓએ મહત્ત્વની ઠકરાતો સ્થાપી તેવી અનેક પ્રબળ જાતિઓનાં નામ જાણીએ છીએ.
તેઓમાં ભરતો, મત્સ્યો, ક્રિવિઓ , તૃત્સુઓ અને તુર્વશો, યદુઓ , પૂરુઓ , દ્રુહ્યુઓ અને
અનુઓ - એ પાંચ જાતિઓના પ્રસિદ્ધ સમૂહ નોંધપાત્ર છે . જાતિઓના સંધના ઉલ્લેખ છે
.ઋગ્વેદ અને અથર્વવેદમાં જણાવેલો પ્રસિદ્ધ બનાવ રાજા સુદાસ અને દસ રાજાઓના સંઘ
વચ્ચેનું યુદ્ધ છે. સામ્રાજ્યવાદ એ વૈદિક યુગના અંત પહેલાં ભારતીય રાજકારણનું
પ્રબળ તત્ત્વ હતો , ને કાલ-સંમાનિત
અશ્વમેધ યજ્ઞ એનું પ્રતીક હતો . ઐતરેય બ્રાહ્મણ એવા ઓછામાં ઓછા બાર રાજાઓ જણાવે છે
, જે ‘ પૃથ્વીને એના છેડાઓ સુધી જીતતા સર્વત્ર જતા ને
યજ્ઞનો અશ્વનો હોમ કરતા’ . એમાંના ત્રણ તેમજ બીજા અનેક રાજાઓએ અશ્વમેધ
યજ્ઞ કર્યા હોવાનું શતપથ બ્રાહ્મણમાં જણાવ્યું છે .
જેમ આર્યો પંજાબથી પૂર્વ અને દક્ષિણ
તરફ આગળ ધપ્યા , તેમ આપણને નવી
જાતિઓ અથવા પ્રજાઓનાં નામ મળે છે , જેમાંની ઘણી
પ્રાયઃ જૂની જાતિઓના એકીકરણ કે પુનર્વ્યવસ્થાપન વડે ઉદભવી હતી. તેઓમાં અયોધ્યાના
ઐક્ષ્વાકુઓ , મધ્ય ભારતના
હૈહયો અને કરુઓ તથા પંચાલો , જે પૂર્વ પંજાબ
અને પશ્ચિમ ઉતર પ્રદેશમાં બાજુબાજુમાં રહેતા હતા , તે નોંધપાત્ર છે. ખાસ મહત્ત્વ કુરુઓને લાગે છે ,
જેઓનો ઇતિહાસ મહાન કાવ્ય
મહાભારતનો કેન્દ્રીય વિષય બને છે. આ મહાકાવ્ય અનુસાર કુરુઓ અને તેઓના સંબંધી
પાંડવો વચ્ચે મહાન યુદ્ધ થયું , જેમાં ભારતના બધા
મહત્ત્વના રાજા પક્ષકાર બન્યા , ને અઢાર દિવસ પછી
, કુરુક્ષેત્રમાં યુદ્ધ
કરીને એમાં ભાગ લેતા લગભગ સર્વ રાજાઓ તથા રાજપુત્રોના વધ પછી પાંડવો વિજયી નીવડ્યા
ને તેઓના નેતા હસ્તિનાપુરમાંની રાજધાનીમાંથી રાજ્ય કરતા નિર્વિવાદ અધિપતિ બન્યા .
આજે આપણી પાસે છે તે મહાભારત ઘણા મોડા
સમયે રચાયું હતું , તો પણ યુગોથી '
ભારત યુદ્ધ ' તરીકે ઓળખાતા આ મહાન યુદ્ધની વાતમાં કંઈક તથ્ય
રહેલું લાગે છે. પ્રાચીન ભારતના ઇતિહાસમાં એ એક મહાન સીમાચિહ્ન ગણાતું , જેનાથી એક ચક્ર પૂરું થયું ને બીજું શરૂ થયું.
અર્વાચીન વિદ્વાનો , આ યુદ્ધના
ઐતિહાસિક સ્વરૂપ વિશે સામાન્યતઃ સંમત થતાં , એનો જુદો જુદો સમય આકે છે ને સહુથી વધુ વાજબી
ધારણા એને લગભગ ઈ.પૂ . ૧000 માં મૂકવાની છે .
પુરાણો પ્રમાણે , કુરુક્ષેત્રના યુદ્ધે પાંડવોને ભારતમાં સર્વોપરિ રાજકીય સત્તા કરી મૂક્યા . પાંડવ નાયકો જે એ યુદ્ધ લડેલા તેઓ એ પૂરું થયા પછી થોડા વખતમાં નિવૃત્ત થયા ને તેઓએ રાજગાદી પાંડવ ભાઈઓમાંના ત્રીજા , અર્જુનના પૌત્ર પરીક્ષિતને સોંપી. પુરાણો પરીક્ષિતને નવા રાજવંશ પૌરવનો સ્થાપક ગણે છે ને એ વંશના ત્રીસ રાજાઓની યાદી આપે છે.
પરીક્ષિત અને એમના પુત્ર તથા ઉત્તરાધિકારી જનમેજય મહાભારતમાં મોટા ચમકે છે,
ને જનમેજયને ઐતરેય
બ્રાહ્મણમાં બાર ચક્રવર્તી રાજાઓમાંના એક તરીકે જણાવ્યા છે. પરંતુ પૌરવોની કીર્તિ
લાંબો વખત ટકી નહિ. જનમેજય પછીના ચોથા રાજાના રાજય- કાલ દરમિયાન રાજધાની ગંગા વડે
ધોવાઈ ગઈ ને પૌરવોએ પોતાની રાજધાની કૌશાંબીમાં ખસેડી – એના અવશેષ અલાહાબાદથી લગભગ ૪૮ કિલોમીટર પર
આવેલા કોસમ ગામ પાસે આવેલા છે . પૌરવો પર બીજી આપત્તિઓ પડી ને તેઓની સત્તા તથા
પ્રતિષ્ઠા ઘણા પ્રમાણમાં ક્ષીણ થઈ . પરંતુ તેઓ કેટલાક બીજા જૂના રાજવંશોની સાથે
સાથે કેટલાક સમય સુધી રાજય કરતા ચાલુ રહ્યા . એ વંશોમાં આયોધ્યાની રાજધાનીવાળા
કોસલના ઐક્ષ્વાકુઓ , ગિરિવ્રજ કે
રાજગૃહ ( હાલનું પટના જિલ્લામાંનું રાજગીર ) માં રાજ્ય કરતા મગધના બાર્હદ્રથો ,
ને પંચાલ , કાશી ( વારાણસી ) વગેરે સ્થળોએ રાજય કરતાં
બીજાં અનેક ઓછાં પ્રબળ કુલ નોંધપાત્ર છે. મહભારત પ્રમાણે મહાન ભારત યુદ્ધ સમસ્ત
ભારતને એક રાજસત્તા નીચે લાવવા માટે લડાયું હતું ને એ પાંડવોના નિર્ણાયક વિજય વડે
સફળતાપૂર્વક પાર પડયું હતું. પરંતુ આ રાજકીય એકતા લાંબો સમય ટકી નહિ . પછીની સદીઓ
દરમિયાન ભારત ફરી પાછું આધિપત્ય માટે એકબીજા સાથે યુદ્ધ કરતાં રાજયોનો સમૂહ બની
રહ્યું . એ સામાન્ય રાજકીય સ્થિતિ રહી લાગે છે , એમાં મોટા રાજાનો પ્રસંગોપાત્ત ઉદય થતો ,
જે સફળતાથી સામ્રાજય
સ્થાપતો , જે એના
ઉત્તરાધિકારીઓ પાછા થોડા સમયમાં ગુમાવી દેતાં .
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home