ભારતીય બંધારણ નો ઇતિહાસ ભાગ-૨ ભારતમાં કંપની શાસન
ભારતમાં
કંપની શાસન
નિયામક ધારો , 1773:-- આ અધિનિયમ અંતર્ગત બ્રિટિશ સરકાર દ્વારા
ભારતમાં પ્રથમવાર કંપનીના શાસન માટે લિખિત સંવિધાન રજૂ કરવામાં આવ્યું. તેના
દ્વારા ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખવામાં આવ્યો. આ કાયદાથી ભારતમાં કંપનીના
શાસન પર બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ .
બંગાળના ગવર્નરને
બંગાળના ગવર્નર જનરલ તરીકે ઓળખ મળી
ગવર્નર જનરલની સહાયતા માટે 4 સભ્યોવાળી પરિષદની રચના ( કલકત્તા પ્રેસિડેન્સીમાં
) જેને ભારત સચિવની પરવાનગી અને કાયદાથી
ગવર્નર જનરલ :-વોરન હેસ્ટિગ્ઝ
લેફ્ટ. જન. જૉન
(૧) ક્લેવરિંગ (૨) જ્યોર્જમોનસન (૩) રિચાર્ડ બરવેલ (૪) ફિલિપ ફ્રાન્સિસ
કોલકાતમાં
સુપ્રીમ કોર્ટ્ની સ્થાપના(૨૨ oct ૧૭૭૪) કરવામાં
આવી . જેમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશ હતા . જે સુપ્રીમ કોર્ટના
પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલિઝા ઈમ્પ(મહભિયોગ માટે બોલાવ્યા.) હતા ત્રણ સભ્ય (૧)સ્ફીફન સીઝર લે. મૈસ્ટર (૨)રોબર્ટ ચેમ્બર્સ
(કાર્યકારી)(૩)જહોન હાઇડ
કંપનીના કર્મચારીઓ ઉપર ખાનગી વેપાર
અને ભારતીયો પાસેથી ભેટ - સોગાદો કે લાંચ લેવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો .
સ્વતંત્ર પ્રેસીડન્સી(૧) બંગાળ
પ્રેસીડન્સી(૨) બોમ્બે પ્રેસીડન્સી(૩) મદ્રાસ પ્રેસીડન્સી
બોમ્બે પ્રેસીડન્સી અને મદ્રાસ પ્રેસીડન્સી 1773 ના કાયદા દ્વારા બંગાળના
ગવર્નર જનરલને સોંપાઈ.
સંશોધિત (સુધારેલ) અધિનિયમ ,
1781:- કાયદા બનાવતા
સમયે અને તેમનો અમલ કરતા સમયે ભારતીયોના સામાજિક તથા ધાર્મિક રીતિ-રિવાજોનું
સન્માન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો . સર્વોચ્ચ
ન્યાયાલય કંપનીના કર્મચારીઓ વિરૂદ્ધ એવા કાર્યોમાં કાર્યવાહી કરી શકશે નહિ જે
તેમણે સરકારી અધિકારી તરીકે કરેલા છે. જે અંતર્ગત કર અધિકારીઓ, કાનૂની અધિકારીઓ, ગવર્નર જનરલ અને તેની પરિષદને છૂટ આપવામાં આવી
પિટ્સ ઈન્ડિયા એક્ટ ,
1784
આ કાયદા દ્વારા નિયામક ધારો , 1773 માં રહેલી ખામીઓ દૂર કરાઈ.
ગવર્નર લોર્ડ વૉરન હેસ્ટિગ્ઝની સામ્રાજ્યવાદી નીતિના કારણે કંપની અને સંસદ
વચ્ચે મતભેદની સ્થિતિ થઈ .
પિટ(બ્રિટિશ વડા પ્રધાન) ધ યંગર દ્વારા 1784 માં પિટ્સ ઈન્ડિયા એક્ટ પસાર . આથી આને “
પિટનો ધારો ” પણ કહેવાય છે
કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની વેપાર સંબંધી બાબતો પર પૂર્ણ નિયંત્રણ ચાલુ રખાયું ,
પરંતુ રાજકીય બાબતો માટે ૬
સભ્યોની બનેલ “ બોર્ડ ઓફ કંટ્રોલ ” ની નિમણૂક કરવામાં આવી .
બોર્ડ ઓફ કંટ્રોલને બ્રિટિશ અધિકૃત ભારતમાં બધા નાગરિક સૈન્ય અને મહેસૂલી
અધિકારો પર પૂર્ણ નિયંત્રણ અપાયું .
ભારતમાં કંપની અધિકૃત પ્રદેશો માટે પ્રથમવાર “ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ ” એવું નામ આપવામાં આવ્યું .
મુંબઈ અને મદ્રાસને સંપૂર્ણ રૂપથી બંગાળાને આધીન કરી દેવામાં આવ્યા
મુંબઈ અને
મદ્રાસના ગવર્નરોની સહાયતા માટે 3-3 સભ્યોની કંપની પરિષદોની રચના કરવામાં આવી ભારતીય ગવર્નર જનરલની પરિષદની સભ્ય સંખ્યા 4
થી ઘટાડીને આથી ૩ કરી
દેવામાં આવી . જેમાં 3 માંથી એક સ્થાન
મુખ્ય સેનાપતિને આપી દેવામાં આવ્યું
દેશી રાજાઓથી યુદ્ધ અથવા સંધિ કરતા પહેલાં ગવર્નર જનરલે કંપનીના ડાયરેક્ટરોની
( કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ ) ની મંજૂરી લેવી અનિવાર્ય હતી .
ભારતમાં કાર્યરત અંગ્રેજ અધિકારીઓ ઉપર કેસ ચલાવવા ઈંગ્લેન્ડમાં એક કોર્ટની
સ્થાપના કરવામાં આવી .
પિટ્સ ઈન્ડિયા
એક્ટ:- સમ્રાટ અથવા સંસદની નીચે 6 સભ્યોની બનેલ બોર્ડ ઓફ કન્ટ્રોલ ”ની નીચે ઈસ્ટ ઈન્ડિયા કંપની---- >કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ --- > ભારતીય ગવર્નર જનરલ + પરિષદની નીચે બે વિભાગ (
પરિષદની સંખ્યા 4 માથી 3 જેમાં એક કમાન્ડર ઈન ચીફ ) (૧) મુંબઈ
ગવર્નર + પરિષદ (૨) મદ્રાસ ગવર્નર + પરિષદ
નોંધ:- 1833 ચાર્ટર 3
+ 1 = 4 કાયદા સભ્ય ઉમેરાયો
1786 નો અધિનિયમ : ગવર્નર જનરલને
મુખ્ય સેનાપતિની શક્તિઓ .
ગવર્નર જનરલને
વિશેષ પરિસ્થિતિઓમાં પરિષદના નિર્ણયને રદ કરવાની તથા પોતાનો નિર્ણય લાગુ કરવાની
સત્તા .
ચાર્ટર એક્ટ , 1793 ( charter Act , 1793 ) : કંપનીના વેપાર
કરવાનો પરવાનો આગામી 20 વર્ષ સુધી વધારી
દેવામાં આવ્યો .
બોર્ડ ઓફ
કંટ્રોલના સભ્યોને પગાર ભારતીય મુદ્રાકોષમાંથી આપવામાં આવ્યો .
ગવર્નર જનરલ અને
ગવર્નરની પરિષદના સભ્ય બનવા માટે ભારતમાં 12 વર્ષ રહેવાના અનુભવની શરતી જોગવાઈ .
ચાર્ટર એક્ટ , 1813:-
કંપની દ્વારા
ભારતમાં શિક્ષણ પાછળ રૂ .1 લાખનો ખર્ચ કરવાનું નક્કી થયું .
ઈસ્ટ ઈન્ડિયા
કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત . પરંતુ ચા અને ચીનમાં તેનો
એકાધિકાર ચાલુ રાખવામાં આવ્યો .
ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મપ્રચાર કરવા માટેની
સુવિધાઓ આપવામાં આવી .
ચાર્ટર એક્ટ , 1833:-
ભારતમાં બ્રિટિશ અધિકૃત તમામ ક્ષેત્રોના
સંપૂર્ણ વહીવટનું નિયંત્રણ , નિયમન અને
નિર્દેશન “ ગવર્નર જનરલ ઓફ
ઈન્ડિયા ઈન કાઉન્સિલ ” ( સપરિષદ ભારતીય
ગવર્નર જનરલ ) ને સોંપવામાં આવ્યું .
આ પ્રકારે ગવર્નર
જનરલ ની સરકાર “ ભારત સરકાર ”
અને તેની પરિષદ “ ભારત પરિષદ ” ના રૂપમાં ઓળખાવવા લાગી .
પ્રથમ લો કમિશન
નીમાયું - લોર્ડ મેકોલે અધ્યક્ષ - આ કમિશને 1837 માં ઈન્ડિયન પિનલ કોડનો ખરડો તૈયાર કર્યો .
ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત .
ભારતમાં સરકારનું દરેક ક્ષેત્રે કેન્દ્રીકરણ
થવાની શરૂઆત ; જેના ભાગરૂપે
બંગાળ ઉપરાંત મદ્રાસ , મુંબઈ તથા અન્ય
પ્રદેશો પણ ગવર્નર જનરલના નિયંત્રણમાં મૂકવામાં આવ્યા . આ સાથે જ બંગાળાનો ગવર્નર
જનરલ સંપૂર્ણ ભારતનો ગવર્નર જનરલ બન્યો .
લોર્ડ વિલિયમ બેન્ટિક ” ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ બન્યો.
ચા અને ચીન
સાથેના વેપારમાં કંપનીનો એકાધિકાર સમાપ્ત કરી દેવામાં આવ્યો .
અંગ્રેજોને પરવાના વગર ભારત આવવાની , વસવાની અને જમીન ખરીદવાની છૂટ
સરપરિષદ ગવર્નર
જનરલને સંપૂર્ણ ભારતમાં કાયદો બનાવવાની શક્તિ આપવામાં આવી . જ્યારે મદ્રાસ અને
મુંબઈની કાયદો બનાવવાની શક્તિ સમાપ્ત કરાઈ .
ભારતમાં
દાસપ્રથાની સમાપ્તિ કરી દેવામાં આવી .
ગવર્નર જનરલની પરિષદનો
વિસ્તાર કરવામાં આવ્યો .( 3 + 1 = 4 ) કાયદા નિષ્ણાત એવા એક સભ્યને પરિષદમાં સમાવવામાં આવ્યો . ( જે કાયદો બનાવવાના
સમયે જ ઉપસ્થિત રહે )
ચાર્ટર એક્ટ , 1853 ( Charter
Act , 1853 )
અંતિમ ચાર્ટર
એક્ટ જેનાથી ભારતીય વહીવટીતંત્રમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યા
ગવર્નર જનરલની પરિષદમાં ૬ સભ્યોની વૃદ્ધિ
કરવામાં આવી, આમ , આ અધિનિયમ અંતર્ગત વિધાન પરિષદમાં કુલ સભ્ય
સંખ્યા 12 થઈ
ભાવિ કેન્દ્રીય
વિધાન મંડળ અથવા શાહી વિધાન પરિષદનો પાયો નાખવામાં આવ્યો . તેને ભારતની સૌપ્રથમ
કેન્દ્રીય વિધાન પરિષદ ( સંસદ ) પણ કહેવામાં આવી . આ નાની સંસદે બ્રિટિશ સંસદ
અનુસાર કાર્ય કરવાનું રહેતું .
બંગાળ માટે અલગ
લેફટનન્ટ ગવર્નર (ઉપાધ્યક્ષ) ની નિમણૂક કરવાની ગવર્નર જનરલને સત્તા આપવામાં આવી .
સિવિલ સેવકોની
ભરતી માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત જેમાં સિવિલ સેવા ભારતીયો માટે પણ
ખુલ્લી કરી દેવામાં આવી . આ માટે 1854 માં “ મેકોલે સમિતિ ” ની રચના કરવામાં આવી .
કંપનીને ભારતીય
પ્રદેશો “ જ્યાં સુધી સંસદ
ઈચ્છે ત્યાં સુધી ” પોતાને આધીન
રાખવાની મંજૂરી આપવામાં આવી.
મહત્વના પ્રશ્નો
(૧)ભારતમાં ઈસ્ટ
ઈન્ડિયા કંપનીના કાર્યોને નિયમિત અને નિયંત્રિત કરવા માટેનું પ્રથમ પગલું ક્યું
હતું ? -
નિયામક ધારો -1773
(૨)સૌપ્રથમ ક્યા
કાયદા દ્વારા ભારતમાં કેન્દ્રીય વહીવટની સ્થાપના થઈ અને કંપનીનું લેખિત બંધારણ રજૂ
થયું ? - નિયામક ધારો , 1773
(૩)ક્યા કાયદા
દ્વારા બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા ? - નિયામક ધારો , 1773
(૪) 1773 ના નિયામક ધારા દ્વારા ક્યા સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી ? - કોલકાતા
(૫)ભારતની પ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
કોણ હતા -સર એલિઝા ઈમ્પ
(૬)ક્યા કાયદા દ્વારા કંપનીના કર્મચારીઓ ઉપર ખાનગી
વેપાર અને ભારતીયો પાસેથી ભેટ-સોગાદ કે લાંચ
લેવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો ? - નિયામક ધારો , 1773
(૭)1773 ના નિયામક ધારા દ્વારા બોમ્બે
પ્રેસિડેન્સી અને મદ્રાસ પ્રેસિડેન્સી કોને સોંપવામાં આવી ? બંગાળ
પ્રેસિડેન્સી .
(૮)1773 ના
નિયામક ધારામાં રહેલી ખામીઓને દૂર કરવા ક્યો ધારો ઘડવામાં આવ્યો ? – પિટ્સ ઈન્ડિયા
એક્ટ , 1784
(૯)ક્યા કાયદાનું
નામ બ્રિટિશ વડાપ્રધાનના નામ પરથી રખાયું હતું ? - 1784 ના
(૧૦)ક્યા કાયદા દ્વારા કંપનીએ ભારત વિસ્તારને
બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ ( બ્રિટિશ પજેશન ) નામ
આપ્યું ? - પિટ્સ ઈન્ડિયા
એક્ટ , 1784
(૧૧)ક્યા કાયદા દ્વારા કંપનીના વેપારી અને રાજકીય
કાર્યો અલગ થયા ? - પિટ્સ ઈન્ડિયા એક્ટ , 1784
(૧૨) 1784 ના પિટ્સ ઈન્ડિયા એક્ટ મારફતે કંપનીના વેપારી કાર્યોના નિયમન માટે કોની
રચના થઈ ? –
કોર્ટ ઓફ ડાયરેક્ટર ( નિર્દેશક મંડળ )
(૧૩)1784 ના
પિટ્સ ઈન્ડિયા એક્ટ મારફતે કંપનીના રાજકીય કાર્યોના નિયમન માટે કોની રચના થઈ ? –
બોર્ડ ઓફ કંટ્રોલ
(૧૪) ક્યા કાયદા દ્વારા કંપનીએ ભારતમાં શિક્ષણ પાછળ રૂ .1 લાખનો ખર્ચ કરવાનું નક્કી
કર્યું ? - ચાર્ટર
એક્ટ , 1813
(૧૫)ચાર્ટર એક્ટ , 1813 મારફતે
કંપનીએ કઈ બાબતો સિવાયના વેપારના એકાધિકારનો અંત આણ્યો ? –
ચા અને ચીન
(૧૬) ક્યા એક્ટ દ્વારા બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવી દેવાયા ? – ચાર્ટર
એક્ટ , 1833
(૧૭)ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનવાનું બહુમાન કોના
ફાળે જાય છે ? - લોર્ડ વિલિયમ બેન્ટિક
(૧૮)ક્યા એક્ટ દ્વારા કંપનીના વેપારી કાર્યોનો અંત
કરી તેને માત્ર વહીવટી સંસ્થા બનાવી દેવામાં આવી ? –
ચાર્ટર એક્ટ , 1833
(૧૯)ક્યા એક્ટ દ્વારા બોમ્બ અને મદ્રાસના ગવર્નરો
પાસેથી તેમની ધારાકીય શક્તિઓ લઈ લેવામાં આવી ?
: ચાર્ટર એક્ટ , 1833
(૨૦) ક્યા એક્ટ દ્વારા ગવર્નર જનરલની પરિષદના ધારાકીય અને વહીવટી કાર્યોને અલગ
કરાયા ? - ચાર્ટર એક્ટ , 1853
(૨૧)ક્યા એક્ટ
દ્વારા ભારતના ગવર્નર જનરલની વિધાન પરિષદ ભારતની કેન્દ્રીય વિધાન પરિષદ તરીકે
ઓળખાઈ ? - ચાર્ટર એક્ટ, 1853
(૨૨)ચાર્ટર એક્ટ, 1853 મુજબ કોને
મીની પાર્લામેન્ટ (નાની સંસદ) તરીકે ઓળખવામાં આવતી ? - કેન્દ્રીય
વિધાન પરિષદ
(૨૩) ક્યા એક્ટ દ્વારા કેન્દ્રીય વિધાન પરિષદમાં સ્થાનિક પ્રતિનિધિત્વનો આરંભ કરાયો
? -ચાર્ટર એક્ટ, 1853
(૨૪)ક્યા એક્ટ દ્વારા
સનદી અધિકારીઓની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાનું નક્કી થયું અને
ભારતીયો માટે પણ તેને ખુલ્લી મૂકાઈ ? - ચાર્ટર એક્ટ , 1853
(૨૫)સનદી
અધિકારીઓની ભરતી સંબંધિત ઈ.સ .1854 માં કઈ સમિતિનું ગઠન થયું ? - મેકોલે સમિતિ
(૨૬) ક્યા એક્ટ દ્વારા ભારતીય ક્ષેત્રમાં કંપની શાસન બ્રિટિશ તાજની ઈચ્છા અનુસાર
કોઈ નિશ્ચિત સમય
વગર ચાલુ રાખવાનું નક્કી થયું ? - ચાર્ટર એક્ટ , 1853
1 Comments:
Hi
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home