બંધારણનો પરિચય અને વિશેષતાઓ
બંધારણનો પરિચય અને વિશેષતાઓ
બંધારણને દેશનો
મૂળભૂત કાયદો કહેવામાં આવે છે કારણ કે તમામ કાયદાઓના મૂળમાં બંધારણ રહેલું છે . દરેક દેશમાં કાયદાઓનું શાસન ચલાવવા અને
કાયદાઓની દિશા નક્કી કરવા એક મૂળભૂત દસ્તાવેજની જરૂર હોય છે . જે મૂળભૂત દસ્તાવેજને
બંધારણ તરીકે ઓળખવામાં આવે છે .
દરેક રાષ્ટ્રનું
બંધારણ એ તે દેશનો મૂળભૂત દસ્તાવેજ ગણાય છે . આમ , તે ભારતની સર્વોચ્ચ કાયદો છે . વિવિધ દેશોના બંધારણમાં પણ વિવિધતા જોવા મળતી
હોય છે . જેમ કે એક જ દસ્તાવેજમાં સંગ્રહિત કરાયેલા તમામ નિયમો અને સિદ્ધાંતોને લેખિત
બંધારણ તરીકે ઓળખવામાં આવે છે , જયારે એક જ
દસ્તાવેજમાં ન હોય અને નિયમો કે સિદ્ધાંતો અલગ - અલગ દસ્તાવેજોમાં સંગ્રહિત થયા
હોય તેને અલેખિત બંધારણ કહેવાય છે .
લેખિત
બંધારણ: ભારત , જાપાન , અમેરિકા
અલેખિત બંધારણ:- બ્રિટન , ન્યૂઝિલેન્ડ , ઈઝરાયેલ
ભારતીય બંધારણની
વિશેષતાઓ
1. વિશ્વનું સૌથી
લાંબુ અને લેખિત બંધારણ .
2. સંસદીય પ્રભુતા તથા ન્યાયિક સર્વોચ્ચતાનું સમન્વય
૩. સંસદીય શાસન પદ્ધતિ, જડ છતાં પરિવર્તનશીલ બંધારણ
4. મૂળભૂત અધિકારો
5. સમવાયી છતાં
એકતંત્રી રાષ્ટ્ર
6. સાર્વત્રિક
પુખ્તવય મતાધિકાર :
7. બિનસાંપ્રદાયિક
રાષ્ટ્ર
8. રાજનીતિના માર્ગદર્શક
સિદ્ધાંતો
9. કટોકટીની જોગવાઈ
10. સ્વતંત્ર અને
નિષ્પક્ષ ન્યાયતંત્ર
11. ત્રિસ્તરીય સરકાર
12. વિશ્વના દેશોના
બંધારણનો પ્રભાવ
13. લોકોની સંપ્રભુતા
14 એકલું નાગરિકતા
15. ગણતંત્ર
16 , સંસદીય શાસન અને
ન્યાયિક સર્વોચ્ચતાનો સુમેળ
હાલનું ભારતનું
બંધારણ ભાગ : 25
• પરિશિષ્ટ : 12
અનુચ્છેદ : 467
નોંધ : ભારતીય
બંધારણમાં હાલમાં અનુચ્છેદોની સંખ્યા 468 છે પરંતુ પરીક્ષામાં હજી 444 અનુચ્છેદોને
ધ્યાને લેવાય છે .
લાગુ થયું તે
સમયનું ભારતનું બંધારણ • ભાગ : 22 • પરિશિષ્ટ : 8
• અનુચ્છેદ : 395
* ભારતીય બંધારણ નમ્ય હોવાના કારણો નીચે મુજબ
છે –
કુલ 100(લગભગ ૧૦૪) થી પણ વધુ સુધારા થઈ ચૂક્યા છે .
સંસદ ઘણી ક્રિયાઓ માત્ર સાદી બહુમતીથી કરી શકે
છે . જેમ કે ,
( 1 ) રાજ્યની
સીમાનામમાં ફેરફાર - અનુચ્છેદ -૩
( 2 ) રાજ્યમાં વિધાન પરિષદનું સર્જન/વિસર્જન -
અનુચ્છેદ -169
( 3 ) અનુસૂચિત જાતિ ક્ષેત્રોનું નિર્માણ - અનુસૂચિ -
5
( 4 ) અનુસૂચિત જનજાતિ ક્ષેત્રોનું નિર્માણ - અનુસૂચિ
- 6
( 5 ) કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાનું સર્જન -
અનુચ્છેદ -239
ભારતના બંધારણને
વકીલોનું વરદાન કહેવામાં આવે છે કારણ કે , મૂળભૂત અધિકારોના
હનન વિરૂદ્ધ કાયદા દ્વારા ન્યાયિક ઉપચારનું રક્ષણ મળે છે .
યાદ રાખો : - બ્રિટનમાં સંસદ સર્વોચ્ચ છે . સંસદ દ્વારા
બનાવેલા કાયદાને ન્યાયપાલિકામાં પડકારી શકાતો નથી .
અમેરિકામાં
ન્યાયપાલિકા સર્વોચ્ચ છે .
ભારતમાં બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે .
ભારતના બંધારણ
વિશે : ગ્રેનવિલ ઓસ્ટીન , " ભારતીય બંધારણ પ્રથમ અને મુખ્યત્વે એક સામાજિક દસ્તાવેજ છે . તેની મોટાભાગની
જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામાજિક ક્રાંતિને આગળ ધપાવે છે. ” ભારતનું
બંધારણ લાંબું હોવાના કારણો :
1.
વિશ્વના વિભિન્ન
બંધારણોના અનુભવોનો સમાવેશ .
2. ભારત શાસન અધિનિયમ , 1935 જે એક લાંબો દસ્તાવેજ છે
3. વિસ્તૃત વહીવટી કાયદાઓ સામેલ
4. ભારતમાં અનેક સમસ્યાઓનો સમાવેશ
5. રાજ્યોના બંધારણનો પણ સમાવેશ
6. નાગાલેન્ડ , સિક્કિમ , મણિપુર , મહારાષ્ટ્ર માટે અલગ જોગવાઈ
7. મૂળભૂત અધિકાર અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ
ભારતના
બંધારણની વિશેષતાઓ ( વિશિષ્ટ લક્ષણો ) :
લિખિત દસ્તાવેજી બંધારણ : - બ્રિટન , ન્યૂઝિલેન્ડ , ઈઝરાયેલ સિવાય સામાન્ય રીતે વિશ્વમાં
મોટાભાગનાં લોકશાહી દેશનું બંધારણ લિખિત અવસ્થામાં છે . ભારતે પણ લોકશાહી વ્યવસ્થા
સ્વીકારી હોવાથી ભારતનું બંધારણ ભારતની બંધારણ સભા દ્વારા લિખિત અવસ્થામાં
ઘડાયેલું છે . આ ઉપરાંત સમવાયતંત્રી વ્યવસ્થા ભારતે અપનાવી છે જે માટે લિખિત
બંધારણ અનિવાર્ય છે
અતિ વિસ્તૃત
બંધારણ : - ભારતનું બંધારણ વિશ્વનાં તમામ બંધારણોમાં સૌથી લાંબુ અને સૌથી વિગતવાર
છે . ભારતના બંધારણ સાથે અન્ય દેશોનાં બંધારણની સરખામણી કરીએ તો તેના વિસ્તૃતપણાનો
ખ્યાલ આવે . અમેરિકાનું મૂળ બંધારણ માત્ર 7 ( સાત ) કલમો ધરાવતું હતું . ઓસ્ટ્રેલિયાનું
બંધારણ 128 કલમોવાળું છે .
કેનેડાનું બંધારણ 147 કલમો ધરાવે છે .
જ્યારે ભારતનું મૂળ બંધારણ 22 ભાગ , 395
કલમો અને 8 પરિશિષ્ટ ધરાવે છે .
* ભારતનું બંધારણ અતિવિસ્તૃત હોવાનાં કારણો : બંધારણના ઘડવૈયાઓએ વિશ્વના જાણીતા બંધારણોની સારી જોગવાઈઓમાં સમાવેશ કર્યો . જેથી ભવિષ્યમાં ભારતીય બંધારણમાં કોઈ ઉણપ ન રહે .
ભારતના બંધારણમાં
માત્ર કેન્દ્રની શાસનવ્યવસ્થા જ નહિ રાજ્યની શાસન વ્યવસ્થા અંગેની જોગવાઈઓનો પણ
સમાવેશ કરવામાં આવ્યો છે .
ભારતીય બંધારણમાં કેન્દ્ર - રાજ્ય સંબંધો અને
સત્તા વિભાજન માટે ત્રણ યાદીઓ મૂકવામાં આવી છે . કેન્નયાદી ૧૦૦ વિષયો ( 2 ) રાજ્યયાદી - ૬૧ વિષયો (3) સંયુક્તયાદી – ૫૨ વિષયો . આવી
સંયુક્તયાદી કોઈપણ સમવાયતંત્રી બંધારણમાં જોવા મળતી નથી .
બંધારણના ભાગ -3
માં મૂળભૂત અધિકાર અને
ભાગ -4 માં રાજ્યનીતિનાં
માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે .
બંધારણમાં લઘુમતીઓ , નબળા વર્ગો , અનુસૂચિત જાતિઓ , અનુસૂચિત જનજાતિઓ તથા ઉત્તર - પૂર્વનાં પહાડી
રાજ્યોના હિતો માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે .
ન્યાયતંત્ર , યુનિયન પબ્લિક સર્વિસ કમિશન , ચૂંટણીપંચ , CAG ,એટર્ની જનરલ , સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વગેરેની જોગવાઈઓનો
સમાવેશ કરવામાં આવ્યો છે .
- ઉપરની બાબતો
અને કારણોસર આપણું બંધારણ ખૂબ જ લાંબુ , વિગતવાર અને વિરાટ બન્યું છે . સંસદીય લોકશાહી - જવાબદાર
સરકાર : ભારતના બંધારણમાં બ્રિટિશ બંધારણ મુજબની સંસદીય
લોકશાહી અપનાવી છે . સંસદીય સરકારનું મહત્ત્વનું લક્ષણ એ છે કે , સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા
પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે . પ્રધાનમંડળની રચના સંસદમાંથી કરવામાં આવેલ
હોય છે , જે લોકો દ્વારા
ચૂંટાયેલ લોકસભાને જવાબદાર હોય છે પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ
સત્તા ઉપર રહી શકે છે . સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે
છે . તેથી તેને જવાબદાર સરકાર ' કહેવામાં આવે છે
.
મૂળભૂત
અધિકાર : - ભારતના બંધારણના
ભાગ -૩ માં મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે . વ્યક્તિનાં વ્યક્તિત્વના
સર્વાગી વિકાસ માટે આ હકો જરૂરી છે . ભારતનાં લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રનાં નાગરિક
તરીકે ગૌરવ સન્માનપૂર્વક જીવન જીવી શકે એ માટે બંધારણે 6 જેટલાં મૂળભૂત અધિકારો પૂરા પાડ્યાં છે . રાજ્યનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંત : -- ભારતના બંધારણના ભાગ -4 માં ‘ કલ્યાણકારી રાજય'ની સ્થાપના
હેતુસર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યાં છે . પરંતુ આ સિદ્ધાંતોને
ન્યાયાલય દ્વારા લાગુ કરી શકાતાં નથી .
મજબૂત
કેન્દ્રવાળું સમવાયતંત્ર ( વિશેષ સમવાયતંત્ર ) : ભારતનાં સદીઓના ઈતિહાસમાં સૌથી મહત્ત્વનો
બોધપાઠ એ છે કે , જ્યારે જ્યારે
એનું કેન્દ્રીય શાસન નબળું પડ્યું છે ત્યારે પરદેશી શાસકોએ આક્રમણ કરીને સત્તા
પડાવી લીધી છે . આથી , કેન્દ્રીય શાસનને
મજબૂત રાખીને સાથે સાથે ભાષા , સંસ્કૃતિ ,
ધર્મો વગેરેની પ્રાદેશિક
લાક્ષણિકતાઓ જાળવવાની પરસ્પર વિરોધી લાગતી આવી અનિવાર્યતાઓને ધ્યાનમાં રાખી
બંધારણના ઘડવૈયાઓએ એક વિશિષ્ટ સ્વરૂપનું સમવાયતંત્ર માળખું અપનાવ્યું . જેમાં
સમાવાયી માળખા છતાં કેન્દ્રને મજબૂત બનાવે એવી સત્તાઓ આપવામાં આવી છે . તેમજ સમગ્ર
દેશમાં એક જ વહીવટી માળખું સ્થાપવામાં આવ્યું છે . આ ઉપરાંત રાષ્ટ્રનું અને
બંધારણનું અસ્તિત્વ જોખમમાં હોય ત્યારે કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે
કેન્દ્રને વધુ સત્તાઓ આપવામાં આવી છે . આથી ભારતના સમવાયતંત્રને કટોકટી વખતે
સરળતાથી એકતંત્રી વ્યવસ્થામાં બદલી શકાય છે. આથી ઘણાં રાજકીય વિચારકો ભારતને ‘
અર્ધ-સમાવયતંત્ર '
તરીકે પણ ઓળખાવે છે .
દ્વિ-ગૃહી પ્રથા
: - બંધારણે
કેન્દ્રમાં દ્વિ-ગૃહી સંસદીય પ્રથાનો સ્વીકાર કર્યો છે . જેમાં લોકસભા નીચલું ગૃહ
છે . જ્યાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેસે છે અને રાજ્યસભા ઉપલું ગૃહ છે
જેમાં રાજયની વિધાનસભાઓ દ્વારા ચૂંટાઈ આવેલ સભ્યો બેસે છે . જે રાજ્યનું
પ્રતિનિધિત્વ કરે છે. રાજયસભાની સત્તા ઓછી છે જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ અને
ચઢિયાતી છે .
કેન્દ્રની જેમ
એકમ-રાજ્યોમાં દ્વિ - ગૃહી પ્રથા રાખવી કે એકગૃહી તે રાજ્યોની ઈચ્છા ઉપર છોડવામાં
આવેલ છે . કેટલાક રાજ્યો દ્વારા વિધાનસભા અને વિધાનપરિષદ એવાં બે ગૃહ રાખવામાં
આવ્યાં છે . મોટાભાગનાં રાજ્યોએ એકગૃહી પ્રથા અપનાવી છે .
બિનસાંપ્રદાયિક ( સેક્યુલર ) રાજ્ય : ઈ.સ. 1976 માં 42 માં બંધારણીય સુધારાથી આ શબ્દ સામેલ કરાય છે . ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે .
ભારતનો પોતાનો કોઈ રાજ્ય ધર્મ નથી .
વેંકેટરામનના
શબ્દોમાં “ ભારત નથી ધાર્મિક , નથી અધાર્મિક કે નથી ધર્મ વિરોધી , એવું ધાર્મિક બાબતોમાં તટસ્થ રાજ્ય છે .”
ભારતમાં ધર્મ કે સંપ્રદાયને નામે કોઈપણ નાગરિક
પ્રત્યે પક્ષપાત રાખી શકાતો નથી .
સમાજવાદી રાજ્ય :
– ઈ.સ .1976
માં બંધારણના 42 માં બંધારણીય સુધારાથી આમુખમાં ‘ સમાજવાદી ’ શબ્દ ઉમેરવામાં આવ્યો હતો . સમાજવાદનો સરળ અર્થ
એવો કરવામાં આવે છે કે , સમાજવાદમાં
ઉત્પાદન અને વિતરણની આખી વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય છે . આવી અર્થવ્યવસ્થામાં ખાનગી
માલિકીના બદલે રાજ્યની માલિકીના ઉદ્યોગો , સાહસો પ્રસ્થાપિત થાય છે અને રાષ્ટ્રીયકરણની નીતિ દ્વારા રાજ્ય સ્વયં વેપાર -
વાણિજ્યનાં ક્ષેત્રે ઝંપલાવે છે. સમાજવાદ પાછળનો મુખ્ય આશય આર્થિક અસમાનતાને
દેશવટો આપીને પ્રજાનું જીવનધોરણ ઊંચું લાવવાનો છે . ભારતે મિશ્ર અર્થતંત્ર ,
આર્થિક , સામાજિક કલ્યાણ , સામાજિક સુરક્ષા વગેરે સમાજવાદી મુદ્દાઓને
મહત્ત્વનું સ્થાન આપ્યું છે .
પ્રજાસત્તાક : ભારતની
પ્રસ્તાવનામાં ભારતને પ્રજાસત્તાક - ગણતંત્ર જાહેર કરેલ છે . પ્રજાસત્તાક અર્થાત્
ભારતનો સર્વોચ્ચ બંધારણીયવડો વંશપરંપરાગત , વારસાગત રીતે નહિ , પણ લોકોના પ્રતિનિધિઓ દ્વારા ચૂંટાયેલ વ્યક્તિ
રાષ્ટ્રપતિ પદ ધારણ કરે છે . જેની ચૂંટણી દર પાંચ વર્ષે કરવામાં આવશે . બ્રિટન સાર્વભૌમ લોકશાહી દેશ છે . પરંતુ
પ્રજાસત્તાક નથી , કારણ કે ,
ત્યાં વંશ પરંપરાગત
રાજાશાહી છે .જ્યારે ભારત લોકશાહી અને પ્રજાસત્તાક બંને છે .
બંધારણમાં ફેરફાર કરવાની પદ્ધતિ ( નમ્યતા -
અનમ્યતાનું મિશ્રણ ) : સામાન્ય રીતે
લિખિત બંધારણને સમય અને સંજોગોની જરૂરિયાત મુજબ ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે .
સંસદના બંને ગૃહની સાદી બહુમતીથી સુધારી શકાતું બંધારણ સુપરિવર્તનશીલ છે જ્યારે
વિશેષ બહુમતીથી અથવા ઘટકરાજયોના અનુમોદન અથવા પ્રજામત દ્વારા જ સુધારી શકાતાં
બંધારણમાં પરિવર્તન કઠિન છે . ભારતનું બંધારણ આ બંને તત્ત્વો અર્થાત્ નમ્યતા અને
અનમ્યતાનું મિશ્રણ છે , અનુચ્છેદ -368
મુજબ ભારતના બંધારણમાં
ફેરફાર કરવાની કલમોને ત્રણ ભાગમાં વહેંચી નાંખવામાં આવી છે .
( I ) અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપનાર
સભ્યોની સાદી બહુમતીથી ફેરફાર કરી શકાય ( II ) અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ
સભ્યસંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપનાર સભ્યોની ૨/૩ બહુમતીથી ફેરફાર થઈ શકે છે .
(III) બંધારણના અમુક ભાગમાં સંસદના બંને ગૃહોની કુલ
સભ્યસંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપનાર સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધાથી વધુ રાજ્યોની વિધાસભાઓની
મંજૂરી મળતાં ફેરફાર કરી શકાય છે .
ન્યાયિક સમીક્ષા ( અદાલતી સમીક્ષા ) : >
ન્યાયિક સમીક્ષા એ ભારતના
બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે . જે મુજબ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદા ,
એકમ રાજ્યોની વિધાસભાઓ
દ્વારા ઘડાયેલાં કાયદા ઉપરાંત કેન્દ્ર રાજ્યોની કારોબારી દ્વારા બહાર પાડવામાં
આવેલ આદેશો , સર્વોચ્ચ
ન્યાયાલય અને રાજ્યના ઉચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ તેમજ બંધારણમાં
કરવામાં આવેલા સુધારા આ બધાની ન્યાયિક સમીક્ષા કરવાની સર્વોચ્ચ ન્યાયાલયની સત્તાને
અદાલતી સમીક્ષા ( Judicial Review ) ' કહેવામાં આવે છે , જો સર્વોચ્ચ ન્યાયાલયને
એમ જણાય કે , ઘડવામાં આવેલ
કાયદા અથવા કારોબારીના આદેશો , બંધારણીય સુધારા
વગેરે બંધારણ સાથે સુસંગત નથી , તો સર્વોચ્ચ
ન્યાયાલય તેને ગેરબંધારણીય જાહેર કરી શકે છે .
એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર : - ભારતના બંધારણમાં પિરામિડ આકારના સળંગ અને
સુગ્રથિત ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે . જેમાં સૌથી ઉચ્ચસ્થાને સર્વોચ્ચ
ન્યાયાલય , મધ્યમાં
રાજ્યોનાં ઉચ્ચ ન્યાયાલય તથા તેની નીચે જિલ્લાનાં ન્યાયાલયો અને ટ્રાયલ અદાલતો
આવેલ છે . ભારતમાં ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ અને સ્વતંત્ર રાખવામાં
આવ્યું છે . ન્યાયતંત્રની સ્વતંત્રતાનું રક્ષણ કરવા સંબંધી બંધારણમાં ખાસ જોગવાઈઓ
કરવામાં આવી છે .
પછાતવર્ગો માટે
ખાસ જોગવાઈ : ભારતના
બંધારણમાં પછાતવર્ગો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે . જેમાં તેમને રાજકીય અનામત ,
સરકારી નોકરીઓમાં અનામત
અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત તેમજ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ , સુવિધાઓ અને ફી માફીની સગવડનાં ખાસ લાભ આપવામાં
આવ્યાં છે .
સાર્વજનિક વયસ્ક મતાધિકાર : - ભારતના બંધારણના અનુચ્છેદ -326 મુજબ સાર્વજનિક વયસ્ક મતાધિકાર આપવામાં આવ્યો
છે . જે મુજબ 18 વર્ષ કે તેથી વધુ
ઉંમરનાં તમામ નાગરિકોને કોઈપણ જાતના ભેદભાવ વગર મતાધિકાર આપવામાં આવ્યો છે .
વન લાઈનર ક્વિઝ
1 વિશ્વનું સૌથી
મોટું લેખિત બંધારણ કયા દેશનું છે ? – ભારત
2. ભારતીય બંધારણ
કેવું છે ? - નમ્યતા-અનમ્યતાનું મિશ્રણ
૩. ભારતીય
બંધારણનું સ્વરૂપ કયા પ્રકારનું છે ? - એકિકતા તરફ ઉન્મુખ સંઘાત્મક રાજ્ય વ્યવસ્થા
4. ભારતીય રાજનીતિ વ્યવસ્થામાં સર્વોચ્ચ સ્થાને
કોણ છે?-- ભારતનું બંધારણ
5 . ભારતમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા અપનાવવામાં આવી - બ્રિટિશ સંસદીય શાસન પ્રણાલી 6..ભારતના બંધારણમાં ભારતને શું દર્શાવવામાં આવ્યું છે? રાજ્યોનો બનેલો સંઘ (યુનિયન)
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home