ભારતમાં બંધારણીય વિકાસનો ઇતિહાસ ભાગ-૧
ભારતમાં બંધારણીય વિકાસનો ઇતિહાસ
ભારતના બંધારણમાં તેમજ
વહીવટી માળખામાં બ્રિટિશ શાસનની છાપ જોવા મળે છે.
જેના મૂળ બ્રિટિશ શાસનમાં
રહેકાં હોય તેવી બાબતો:-જાહેર સેવાઓ, શૈક્ષણીક અને વહીવટી
સ્થાનિક તંત્ર, કચેરી કાર્ય પદ્ધતિ, મહેસુલી તંત્ર, સનદી સેવાઓ, બજેટીંગ, રાજકીય માળખુ
ભારત માં બ્રિટિશ શાસન ના
બે ભાગ :- (૧) કંપની શાસન (ઇ.સ.
૧૭૭૩-૧૮૫૮) (૨) બ્રિટિશ તાજનું શાસન(ઇ.સ.૧૫૮-૧૯૪૭)
(૧) કંપની શાસન (ઇ.સ. ૧૭૭૩-૧૮૫૮)
નિયમક ધારો (૧૭૩), પિટ્સ ઇન્ડિયા એક્ટ(૧૭૮૪), ચાર્ટર એક્ટ (૧૮૧૩), ચાર્ટર એક્ટ (૧૮૩૩), ચાર્ટર એક્ટ (૧૮૫૩)
(૨) બ્રિટિશ તાજનું
શાસન(ઇ.સ.૧૫૮-૧૯૪૭)
ભારત શાસન
અધિનિયમ-૧૮૫૮, ભારત પરિષદ અધિનિયમ-૧૮૬૧, ભારત પરિષદ અધિનિયમ-૧૮૯૨, ભારત પરિષદ
અધિનિયમ-૧૯૦૯(મોર્લે-મિન્ટો સુધારો), ભારત પરિષદ અધિનિયમ-૧૯૧૯ (મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો), ભારત શાસન અધિનિયમ-૧૯૩૫, ભારત સ્વતંત્રતા ધારો ૧૯૪૭, બંધારણની રચના
બંગાળનો પ્રથમ ગવર્નર-રોબર્ટ ક્લાઇવ
બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ –વોરન હેસ્ટિંગ્સ
ભારતનો પ્રથમ ગવર્નર જનરલ--- લોર્ડ વિલિયમ
બેન્ટિક
ભારતનો પ્રથમ વાઇસરોય --- લોર્ડ કેનિંગ
ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇતિહાસ
૨૨સપ્ટેમ્બર ૧૫૯૯-બ્રિટિશ સંસદે
એક ખરડો પસાર કરી ભારત તેમજ પૂર્વ ના દેશો સાથે વેપાર કરવા ઇસ્ટ ઇન્ડિયા કંપનીની
સ્થાપના કરી.
૩૧ ડિસેમ્બર ૧૬૦૦માં ઇસ્ટ ઇંન્ડિયા કંપનીએ
મહારાણી એલિજાબેથ પ્રથમ પાસેથી વેપારીઓએ ૭૨,૦૦૦ પાઉન્ડની માતબર રકમથી વેપાર કરવાનો ચાર્ટર(પરવાનો)
મેળવી ૧૫ વર્ષ માટે ભારત તથા દક્ષિણ-પૂર્વ એશિયામાં વેપાર કરવાની પરવાનગી મેળવી.
ઇ.સ.૧૬૦૦માં ઇંગ્લેન્ડમાં
કંપનીની સ્થાપના થઇ તે સમયે ભારતમાં મુઘલ બાદશાહ અકબર નું શાસન હતું.
ઇ.સ. ૧૬૦૮માં હેકટર નામના
વહાણમાં કેપ્ટન હોકિંગ્સ નામનો અંગ્રેજ જહાંગીરના દરબારમાં આવ્યો પરંતુ તેને
ભારતમાં વેપાર કરવાની પરવાનગી મળી નહી. કેપ્ટન હોકિંગ્સ સુરત બંદરે ઉતર્યો હતો.
ઈંગ્લેન્ડના રાજા
જેમ્સ પ્રથમના દૂત સર ટોમસ રોને જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવા પરવાનગી
પ્રાપ્ત થઈ . જેથી ઈ.સ. 1613 માં અંગ્રેજો એ
સૌપ્રથમ પોતાની વેપારી કોઠી ( Factory ) સુરતમાં સ્થાપી . પરંતુ ઈ.સ .1687 માં અંગ્રેજોએ પશ્ચિમી તટનું વડુંમથક સુરતથી બદલીને મુંબઈને બનાવ્યું .
ઈ.સ .1717
માં મુઘલ સમ્રાટ
ફરુખશિયારે શાહી ફરમાન કરી અંગ્રેજોને વેપાર અર્થે ઘણી સુવિધાઓ કરી આપી હતી .
ઈ.સ. 1740 માં બંગાળનો સૂબો અલીવર્દીખાન સ્વતંત્ર શાસક
બન્યો .
ઈ.સ .1756
માં અલીવર્દી ખાનનું
અવસાન થતાં સિરાજ-ઉદ્-દૌલા ગાદીએ આવ્યો .
કોલકાતામાં
અંગ્રેજોએ રક્ષણના બહાના હેઠળ કોઠીને ફરતે કિલ્લેબંધી કરી હતી પરંતુ નવાબ સિરાજ-ઉદ્-
દૌલાએ કિલ્લેબંધી તોડી નાખી .
20 જૂન, 1756
ની રાત્રે કાળકોઠરીની
ઘટના (Black Hole Tragedy ) બની. જેમાં સિરાજ-ઉદ્-દૌલાએ
રાત્રે 146 અંગ્રેજોને એક
નાની કોઠરીમાં બંધ કરેલા અને આગલા દિવસે માત્ર 23 વ્યક્તિ જ જીવતા બચેલા .
આ સમાચાર મદ્રાસ
પહોંચતા રોબર્ટ ક્લાઈવની નેતાગીરી હેઠળ એક નાનકડું સૈન્ય બંગાળ પહોંચ્યું .
રોબર્ટ ક્લાઈવે
સેનાપતિ મીરજાફર , ખજાનચી રાય
દુર્લભ , ધનિક શરાફ જગતશેઠ
તથા અમીચંદને કાવતરામાં સામેલ કર્યા ,
23 જૂન, 1757
ના દિવસે રોબર્ટ ક્લાઈવ
અને સિરાજ-ઉદ્-દૌલા વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું . જેમાં સિરાજ-ઉદ્- દૌલાની હાર થઈ
.
મીરજાફરને
બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો અને તેણે તેના બદલામાં અંગ્રેજોને પશ્ચિમ બંગાળમાં
ચોવીસ પરગણાંની જાગીર ભેટમાં આપી . આમ ૧૭૫૭ ના પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાની
શરૂઆત થઈ .
અંગ્રેજો મીરજાફર
પાસેથી ધાર્યા મુજબના વેપારી હકો મેળવી શક્યા નહી , આથી નવાબી ઉથલાવી મીરજાફરને પદભ્રષ્ટ કરી તેના
જમાઈ મીર કાસીમને નવાબ બનાવ્યો પરંતુ મીરકાસીમ મીરજાફર કરતાં વધુ મહત્ત્વકાંક્ષી
હોવાથી પુનઃ મીરકાસીમને ઉથલાવી મીરજાફરને ગાદીએ બેસાડ્યો .
મીર કાસીમે મુઘલ
બાદશાહ શાહ આલમ અને અવધના નવાબ સુજા ઉદૌલાની મદદથી ઈ.સ .1764 માં બક્સર ખાતે અંગ્રેજો વિરુદ્ધ કર્યું પરંતુ
અંગ્રેજો વતી હેક્ટર મુનરોએ સંયુક્ત સેનાને હરાવી .
જે કારણોસર મુઘલ બાદશાહ અને અંગ્રેજો વચ્ચે ઈ.સ
.1765 માં અલ્લાહાબાદની સંધિ થઈ
તે મુજબ અંગ્રેજોને બંગાળ , બિહાર અને ઓડિશા
પ્રાંતોમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી .
રોબર્ટ ક્લાઈવે
બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અપનાવી , જે અંતર્ગત વહીવટની જવાબદારી નવાબ પાસે અને મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજી
પાસે રહી .
મહત્વના
પ્રશ્નો .
(૧)બંધારણને .......
કહેવામાં આવે છે .- મૂળભૂત કાયદો , મૂળભૂત દસ્તાવેજ
(૨) ભારતનો સર્વોચ્ચ
કાયદો ક્યો છે ? - ભારતીય બંધારણ
(૩)ભારતના બંધારણમાં તેમજ વહીવટી માળખામાં ક્યા
દેશના શાસનની છાપ જોવા મળે છે ? - બ્રિટન (૪)જાહેર સેવાઓ , શૈક્ષણિક અને વહીવટી સ્થાનિક તંત્ર , કચેરી કાર્ય પદ્ધતિ વગેરે જેવી બાબતો ક્યા
દેશમાંથી ભારતીય બંધારણમાં ઉતરી આવી છે ?
- બ્રિટન
(૫)મહેસૂલી તંત્ર
, સનદી સેવાઓ , બજેટિંગ , રાજકીય માળખ જેવી બાબતો ભારતે ક્યા દેશ પાસેથી
સ્વીકારેલી છે ? - બ્રિટન
(૬)ભારતમાં કંપની
શાસન અને તાજના શાસનનો સમયગાળો જણાવો . કંપની શાસન (ઈ.સ.1773-1858
), તાજનું શાસન ( ઈ.સ.1858-1947
)
(૭)બંગાળનો પ્રથમ ગવર્નર કોણ છે ? - રોબર્ટ ક્લાઈવ
(૮)બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ છે ? - વોરન હેસ્ટિંગ્સ
(૯)ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ છે ? -
લોર્ડ વિલિયમ બેન્ટિક
(૧૦)ભારતનો પ્રથમ વાઈસરોય કોણ છે ? - લોર્ડ કેનિંગ
(૧૧)ઈસ્ટ ઈન્ડિયા
કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી ? - ઈ.સ. 1600
(૧૨)જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે
ભારતમાં કોનું શાસન હતું? - મુઘલ બાદશાહ અકબર (૧૩)ઈસ્ટ ઈન્ડિયા
કંપનીના શાસન સમયે બ્રિટનના રાણી કોણ હતા ? - એલિઝાબેથ પ્રથમ
(૧૪)ઈસ્ટ ઈન્ડિયા કંપની વતી સૌપ્રથમ ક્યો અંગ્રેજ
ભારતમાં વેપાર અર્થે મંજૂરી માટે આવ્યો હતો ? –
કેપ્ટન હોકિંગ્સ
(૧૫)કેપ્ટન હોકિંગ્સ ક્યા વહાણમાં આવ્યો હતો ?
- હેક્ટર
(૧૬)કેપ્ટન
હોકિંગ્સ ભારતમાં ક્યા બંદરે ઉતર્યો હતો ? - સુરત બંદરે
(૧૭)કેપ્ટન હોકિંગ્સ ભારતમાં વેપારની મંજૂરી માટે
કોના દરબારમાં આવ્યો હતો ? - મુઘલ બાદશાહ
જહાંગીર –
(૧૮)કેપ્ટન
હોકિંગ્સને જહાંગીરે ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી? – ન આપી
(૧૯) જહાંગીરે ક્યા
અંગ્રેજને ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી આપી ? - સર ટોમસ રો
(૨૦)અંગ્રેજોએ
ભારતમાં સૌપ્રથમ પોતાની વેપારી કોઠી ( Factory ) ક્યા અને ક્યારે સ્થાપી? -સુરત (1613)
(૨૧) પ્લાસીનું યુદ્ધ
ક્યારે થયું ? - ઈ.સ .1757
(૨૨)પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું ? - રોબર્ટ ક્લાઈવ અને સિરાજ ઉદ દૌલા
(૨૩)ઈ.સ .1764 માં બક્સરનું યુદ્ધ કોની - કોની વચ્ચે થયું
હતું ? - મીર કાસિમ અને
અંગ્રેજો
(૨૪)બક્સરના યુદ્ધમાં અંગ્રેજો વતી કોણે મીર
કાસીમની સંયુક્ત સેનાને હરાવી હતી ?- હેક્ટર મુનરો
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home