Friday, November 20, 2020

ભારતીય બંધારણનો ઇતિહાસ ભાગ ૩.૧ તાજનું શાસન

 

ભારતમાં બ્રિટિશ તાજનું શાસન ( ઈ.સ.1858-1947

ભારત શાસન અધિનિયમ , 1858 :-

1857 ના વિપ્લવના પરિણામે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો અને  બ્રિટિશ તાજ નીચે શાસન ચાલુ થયું .

ભારતના ગવર્નર જનરલનું પદ વાઈસરોય તરીકે ઓળખાયું . વાઈસરોય બ્રિટિશ તાજના પ્રત્યક્ષ પ્રતિનિધિ તરીકે કાર્ય કરતા .

ભારતના પ્રથમ વાઈસરોય બનવાનું બહુમાન લોર્ડ કેનિંગને મળે છે .

કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ અને બોર્ડ ઓફ કંન્ટ્રોલ” બંનેની અને તેમના દ્વારા ચાલતી દ્વેધશાસન પ્રણાલીની સમાપ્તિ .

ભારત અંગેના બધા જ અધિકાર બિટિશ કેબિનેટના નવાપદ સેકેટરી ઓફ ઈન્ડિયા ” ( ભારત સચિવ ) ને સોંપવામાં આવ્યા . જેને ભારતીય શાસનના નિર્દેશન અને નિયમનના બધા જ અધિકાર પ્રાપ્ત . ભારત સચિવની સહાયતા માટે 15 સભ્યોની બનેલ ભારતીય પરિષદ ” ( Indian council ) ની રચના , જેમાં 7 સભ્યોની નિમણૂક સમ્રાટ દ્વારા જયારે બાકીના સભ્યોની નિમણૂક કંપનીના ડાયરેક્ટરો દ્વારા

સિવિલ સર્વિસમાં નિમણૂક ખુલ્લી પ્રતિસ્પર્ધી પરીક્ષા દ્વારા તથા સિવિલ સર્વિસ કમિશનની સહાયતાથી થશે .

આ કાયદા મુજબનું ભારતીય વહીવટીતંત્રનું સ્વરૂપ :

 

એક નોકરશાહી રાજ્યવ્યવસ્થા સંપૂર્ણપણે કેન્દ્રીય સત્તાવાળું માળખું કલકત્તા રાજધાની બન્યું બધા જ સ્તરોમાં મુખ્યત્વે બ્રિટિશ અધિકારીઓ ભારતના ઈતિહાસમાં કાયદા દ્વારા સૌપ્રથમ વ્યવસ્થિત વહીવટીતંત્ર - ભારતીય શાસનને ઉત્તમ બનાવવા માટેનો કાયદા ' તરીકે પ્રસિદ્ધ

ભારત પરિષદ અધિનિયમ , 1861  

વાઈસરોયની ધારાકીય પરિષદમાં ભારતીયોને બિન સત્તાવાર ( Non official ) સભ્યો તરીકે નિમવામાં આવ્યા . આમ કાયદા નિર્માણની પ્રક્રિયામાં ભારતીય પ્રતિનિધિત્વ સામેલ થવાની શરૂઆત થઈ .

વાઈસરોય લોર્ડ કેનિંગે ઈ.સ. 1862 માં બનારસના મહારાજા , પટિયાલાના મહારાજા અને સર દિનકરરાવને વિધાન પરિષદમાં નિમણૂક આપી હતી .

મદ્રાસ અને બોમ્બે પ્રેસીડન્સીઓને ધારાકીય શક્તિ પુનઃ આપી વિકેન્દ્રીકરણ કરાયું .(જે 1833ચાર્ટર એક્ટ માં વિલિયમ બેન્ટીંગ દ્વારા સમાપ્ત કરી દેવામાં આવી હતી)

1859 માં લોર્ડ કેનિંગ દ્વારા શરૂ કરવામાં આવેલ પોર્ટફોલિયો પદ્ધતિને માન્યતા આપવામાં આવી.( આ પદ્ધતિ અંતર્ગત વાઈસરોયની કારોબારી પરિષદનો સભ્ય એક અથવા વધારે સરકારી વિભાગોનો વડો બનાવવામાં આવતો તથા આ વિભાગમાં પરિષદ તરફથી તેને સંપૂર્ણ સત્તા આપવામાં આવતી .

કટોકટીના સમયમાં વાઈસરોયને વટહૂકમ બહાર પાડવાની સત્તા અપાઈ . આવા વટહુકમનો સમયગાળો 6 મહિના હતો .

બંગાળ , ઉત્તર-પશ્ચિમી ફ્રન્ટિયર ( નોર્થ-વેસ્ટર્ન ફ્રન્ટિયર ) અને પંજાબ માટે નવી ધારાકીય પરિષદોની રચનાની જોગવાઈ થઈ .

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના:

1885માં એ.ઓ.હ્યુમના પ્રયાસથી કોંગ્રેસની સ્થાપના થઇ,

જેનું પ્રથમ અધિવેશન 28-30 ડિસેમ્બર , મુંબઈમાં પ્રથમ અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનર્જી

1892 નો અધિનિયમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1889 થી 1891 દરમ્યાન અધિવેશનોમાં પસાર કરેલ પ્રસ્તાવોનું પરિણામ હતું .

ભારતીય પરિષદ અધિનિયમ , 1892

સૌ પ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત

આ અધિનિયમનું નિર્માણ વિધાન પરિષદોના વિસ્તાર અને તેમને વધુ શક્તિશાળી બનાવવા માટે કરવામાં આવ્યું . કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદોનો વિસ્તાર કરવામાં આવ્યો .

વિધાન પરિષદને બજેટ પર ચર્ચા કરવા અને કારોબારીને પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી . પરંતુ પૂરક પ્રશ્નો નહિ કરવાના તથા કોઈ પ્રશ્નનો જવાબ આપવાનો ઈનકાર પણ કરી શકાતો )

કેન્દ્રીય વિધાન પરિષદમાં વાઈસરૉય અને પ્રાંતીય વિધાન પરિષદમાં ગવર્નર દ્વારા ગેર - સરકારી સભ્યોની નિમણૂક વિવિધ સંસ્થાઓની ભલામણ દ્વારા કરવામાં આવતી .

ભારત પરિષદ અધિનિયમ , 1909 ( મોર્લે - મિન્ટો સુધારો ) :-

- ભારતીય સચિવ - લોર્ડ મોર્લે ( ઈંગ્લેન્ડ )

વાઈસરૉય - લોર્ડ મિન્ટો ( ભારત )

કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદોના આકારમાં વૃદ્ધિ કરવામાં આવી .

ચૂંટણી માટે મતદાર મંડળની સભ્યતા માટે આવક , સંપતિ અને શૈક્ષણિક યોગ્યતાને આધાર બનાવવામાં આવ્યો .

ભારતમાં પ્રથમવાર અલગ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત જેમાં મુસ્લિમ સભ્યોની ચૂંટણીમાં માત્ર મુસ્લિમ મતદારો જ ભાગ લઈ શકતા . આથી લોર્ડ મિન્ટોને " સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાના જનક માનવામાં આવે છે.

કેન્દ્રીય અને પ્રાંતીય એમ બંને પ્રકારની વિધાન પરિષદોની ચર્ચાની મર્યાદા વધારવામાં આવી . જેમ કે , બજેટ સંકલ્પ પસાર કરવો , અનુપૂરક પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી . નવા કર લગાવવા , દેવું લેવા વગેરે સંબંધે પણ સત્તા , સાર્વજનિક હિતના વિષય પર મતદાનની માંગણીનો અધિકાર આપવામાં આવ્યો . ગવર્નર જનરલની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ . સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા આવા સૌપ્રથમ ભારતીય હતા . તેમને ન્યાયિક સભ્ય તરીકે સમાવવામાં આવ્યા .

કેટલાકં વિષયો જે વિધાન પરિષદની સત્તાથી દૂર રાખવામાં આવ્યા જેવાકે સશસ્ત્રબળ , વિદેશ સંબંધ , દેશી રજવાડા વગેરે

મુસ્લિમ લીગની સ્થાપના ( ઈ.સ .1906 )

 રાષ્ટ્રીય લડતની તાકાત વધતી ગઈ ત્યારે અંગ્રેજોએ મુસ્લિમોને અલગ મતાધિકાર અને અલગ મતદાર માંગણી કરવા મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં સફળ થયા .

પરિણામે ઈ.સ .1906 માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ . જેમાં ધાર્મિક વડા આગાખાન , ઢાકાના નવાબ  સલીમુલ્લા , વાઈસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી .  મુસ્લિમો કોંગ્રેસનાં વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસોએ જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવતું .

મોન્ટેગ્યુ ઘોષણા ( 20 ઓગસ્ટ , 1917 )

 તત્કાલિન ભારત સચિવ એડવીન મોન્ટેગ્યુએ સરકાર વતી જાહેર  કર્યુ કે બ્રિટિશ સરકારનું ધ્યેય વહીવટી શાખામાં હિંદીઓનું પ્રમાણે વધારવાનું તેમજ ભારતને જવાબદાર રાજ્યતંત્ર આપવાનું છે .

ભારત શાસન અધિનિયમ , 1919 ( મોન્ટેગ્યુ - ચેમ્સફર્ડ સુધારો )

ભારત સચિવ - મોન્ટેગ્ય

વાઈસરૉય - ચેમ્સફર્ડ

દ્વૈધશાસન પ્રણાલી ( Dyarchy ) ની શરૂઆત (દ્વૈધશાસન પ્રણાલીના જન્મદાતા - સર લિયોનીલ કોટિશ ) 1921 થી લાગુ કરવામાં આવ્યો .

આ અધિનિયમને મોન્ટેગ્યુ - ચેમ્સફર્ડ સુધારા તરીકે ઓળખવામાં આવે છે

કેન્દ્રીય અને પ્રાંતિય વિષયોની યાદીઓ તૈયાર કરવામાં આવી . પોતપોતાના વિષયો પર કાયદો બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો . પ્રાંતિય વિષયોને પુનઃ બે ભાગમાં આરક્ષિત અને હસ્તાંતરિતમાં વહેંચવામાં આવ્યા .હસ્તાંતરિત વિષયો પર કાર્ય ગવર્નર દ્વારા વિધાન પરિષદ પ્રત્યે જવાબદારી સભ્યોની મદદથી થતું હતું , જયારે આરક્ષિત વિષયો પર કાર્ય ગવર્નર દ્વારા તેની કારોબારી પરિષદની સભ્યોની મદદથી થતું હતું . જેઓ વિધાન પરિષદ પ્રત્યે જવાબદાર ન હતાં .

આમ પ્રાંતોમાં દ્વિમુખી શાસન પ્રણાલીની શરૂઆત થઈ .

કેન્દ્રમાં વિધાન પરિષદ દ્વિગૃહી બનાવવામાં આવી તથા પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાનો આરંભ થયો .

સીમિત સંખ્યામાં સંપત્તિ , કર , શિક્ષણના આધારે મતાધિકાર આપવામાં આવ્યો .

મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો

શીખ , એંગ્લો - ઈન્ડિયન , ભારતીય ખ્રિસ્તીઓ અને યુરોપીયનો માટે ત્રણ અલગ મતદાર મંડળો રાખવામાં આવ્યા .

પ્રાંતીય પરિષદોની સંખ્યામાં વૃદ્ધિ કરવામાં આવી , જેમાં 70 સભ્યો ચૂંટાયેલા હતા

વાઈસરોયની કારોબારી પરિષદમાં 6 સભ્યો પૈકી કમાન્ડર ઈન ચીફ સિવાયના 3 સભ્ય ભારતીય રાખવાની જોગવાઈ થઈ .

કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી . લી કમિશનના ભલામણથી તેની સ્થાપના વર્ષ 1926 માં કરવામાં આવી હતી .

સૌપ્રથમ વખત કેન્દ્રીય બજેટમાંથી રાજય બજેટ અલગ કરાયું તથા રાજય વિધાનસભાઓને પોતાનું અલગ બજેટ બનાવવા માટે સત્તા આપવામાં આવી

ગવર્નરને વિધાન પરિષદને પ્રસ્તાવ અસ્વીકાર કરવાની અને વટહુકમ બહાર પાડવાની સત્તા .

પ્રાંતીય પરિષદોને વિધાન પરિષદ ' નામ આપવામાં આવ્યું .



કેન્દ્રીય સરકાર :

દેશમાં સૌપ્રથમવાર દ્વિગૃહી શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ .

વાઈસરૉય મુખ્ય કારોબારી અધિકારી હતો ,

દ્વીસદનીય સંસદીય વ્યવસ્થાની સાથે સાથે પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત .

બધા વિષયોને બે ભાગોમાં વહેંચવામાં આવ્યા ,

વાઈસરૉયની કારોબારીમાં કુલ સભ્યો -8 , જેમાંથી 3 સભ્યો ભારતીય રાખવાની છૂટ .

1926 માં લોકસેવા આયોગ (સિવિલ સર્વિસ કમિશન) ની રચના આ અધિનિયમના આધારે કરવામાં આવી. વાઈસરૉયને કેન્દ્રીયવિધાન પરિષદ દ્વારા અસ્વીકાર કરવામાં આવેલા પ્રસ્તાવને મંજૂર કરી વટહુકમ બહાર પાડવાની સત્તા હતી

સભ્યોને પ્રશ્ન પૂછવાની , સ્થગન પ્રસ્તાવ લાવવાની તથા બજેટને અસ્વીકાર કરવાની સત્તા આપવામાં આવી પરંતુ હજુ પણ બજેટનો 75 % ભાગ સભ્યોની મંજૂરી વિના પસાર કરી શકાતો  છે .

આ કાયદાએ લંડનમાં ભારતના ઉચ્ચાયુક્તના કાર્યાલયનું સર્જન કર્યું અને કેટલાક કાર્યોને ભારત સચિવ પાસેથી ભારતના ઉચ્ચાયુક્ત ખાતે સ્થાળાંતરિત કરવામાં આવ્યા .

વહીવટી વિષયો બે ભાગમાં વિભાજીત




 

સાયમન કમિશન ( ઈ.સ .1927 )

ઈ.સ. 1919 ના કાયદામાં સુધારાની તપાસ માટે બ્રિટિશ સરકારે નિર્ધારિત સમય કરતાં બે વર્ષ પહેલાં 8 નવેમ્બર 1927 માં 7 સભ્યોના બનેલા સર જૉન સાયમનની અધ્યક્ષતાવાળા કમિશનની રચના કરી જેને ભારતની વર્તમાન પરિસ્થિતિઓની તપાસ કરવા અને પ્રતિવેદન આપવાની જવાબદારી સોંપવામાં આવી .

સાયમન કમિશનના બધા જ સભ્યો બ્રિટિશ હોવાથી તેનો બહિષ્કાર કરવામાં આવ્યો. પરંતુ

મદ્રાસની જસ્ટીસ પાર્ટી અને પંજાબની યુનિયનિસ્ટ પાર્ટીએ તેમજ મોહમદ શફીએ સાયમન કમિશનનું સમર્થન કર્યું હતું .

3 ફેબ્રુઆરી , 1928 ના રોજ સાયમન કમિશન ભારત આવ્યું ત્યારે સાયમન ગો બેક'ના નારાથી વિરોધ કરાયો .

પંજાબ કેસરી લાલા લજપતરાયનું પોલીસ લાઠીમારથી મૃત્યુ થયું . લખનઉમાં નેહરુ પર લાઠીચાર્જ થયો . જયારે ગોવિંદ વલ્લભ પંત લાઠીચાર્જથી અપંગ બન્યા .

1930 માં સાયમન કમિશને પોતાનો રિપોર્ટ આપ્યો . જેના આધારે 1935 નો ભારત શાસન અધિનિયમ આવ્યો . આયોગના પ્રસ્તાવો પર વિચાર કરવા માટે બ્રિટિશ સરકાર દ્વારા બ્રિટિશ ભારત અને ભારતીય રજવાડાઓના પ્રતિનિધિઓ સાથે ત્રણ ગોળમેજી પરિષદ યોજવામાં આવી .

સાંપ્રદાયિક જાહેરાત ( communal Award : 1932 )

બ્રિટિશ વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ દ્વારા 1932 માં અલ્પસંખ્યકોના પ્રતિનિધિત્ત્વ માટે એક જાહેરાત કરવામાં આવી જેને કોમ્યુનલ એવોર્ડ ના નામથી ઓળખવામાં આવે છે .

આ મુજબ ન માત્ર મુસ્લિમ , શીખ , ઈસાઈ , યુરોપિયનો અને આંગ્લભારતીય પરંતુ દલિતો માટે પણ અલગ ચૂંટણી વ્યવસ્થાની સ્થાપના ;

ગાંધીજીએ વિરોધમાં પૂનાની યરવડા જેલમાં ઉપવાસ કર્યો ; ગાંધી-આંબેડકર વચ્ચે પૂના મંત્રણા થઈ , જેમાં દલિતોને અનામત પણ સંયુક્ત હિંદુ ચૂંટણી વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી .

 

નેહરુ અહેવાલ

સાઈમન કમિશનનો બહિષ્કાર કરવાથી તત્કાલીન સચિવ લોર્ડ બેકનહેડે કહ્યું હતું કે ભારતીયો પોતાનું સંવિધાન બનાવવા અસમર્થ છે જે બધા વર્ગોને માન્ય હોય .

કોંગ્રેસે આ પડકાર સ્વીકારી 19 મે , 1928 ના રોજ મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી . આ સમિતિએ 10 ઓગસ્ટ , 1928 ના રોજ પોતાનો અહેવાલ આપ્યો જે નેહરુ - અહેવાલથી ઓળખાય છે .

આ અહેવાલમાં સંસ્થાનિક સ્વરાજય , પુખ્તવય મતાધિકાર , સ્વતંત્ર ન્યાયતંત્ર , મૂળભૂત અધિકારો , કોમી મતદાર મંડળોની સમાપ્તિ , લઘુમતિઓ માટે અનામત જેવી બાબતોની ભલામણો હતી .

આ અહેવાલ સ્વતંત્ર ભારતના બંધારણની બ્લ્યુ પ્રિન્ટ કહેવાય છે .

મુસ્લિમ લીગની અસંમતિના કારણે સરકારે તેનો અસ્વીકાર કર્યો .

પૂર્ણ સ્વરાજની માંગ

ઈ.સ. 1928 ના કોલકાતા અધિવેશનમાં ઘોષણા કરાઈ હતી કે 1 વર્ષની અંદર સંસ્થાનિક સ્વરાજય ન મળે તો કોંગ્રેસ પૂર્ણ સ્વાધીનતાની માંગ કરશે .

ઈ.સ .1929 માં કોંગ્રેસનું અધિવેશન યુવા નેતા જવાહરલાલ નેહરુના અધ્યક્ષ સ્થાને રાવી નદીકિનારે લાહોર ખાતે મળ્યું . જેમાં 1 વર્ષનો આપેલો સમયગાળો પૂર્ણ થયો હોવાથી પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો . –

26 જાન્યુઆરી , 1930 ના રોજ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો .

પૂર્ણ સ્વરાજ માટે સવિનય કાનૂન ભંગ આંદોલનનો નિર્ણય લેવાયો .

 


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home