Friday, November 20, 2020

ભારતીય બંધારણનો ઇતિહાસ ભાગ ૩.૨ તાજનું શાસન

 

ભારત શાસન અધિનિયમ , 1935

પુરષ-મહિલા સમાન મતાધિકાર ,

ભારતમાં પૂર્ણ જવાબદાર સરકારની સ્થાપના કરવામાં આવી .

લાંબો વિસ્તૃત દસ્તાવેજ જેમાં 321 કલમો અને 10 અનુસૂચિઓ હતી .

પ્રધાનમંત્રી (પ્રાઈમ મિનિસ્ટર) અને મંત્રી (મિનિસ્ટર) જેવા શબ્દોનો સૌ પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો .

બર્માને ભારતથી અલગ કરવામાં આવ્યું .

ઓરિસ્સા અને સિંઘ બે નવા પ્રાંતો બનાવવામાં આવ્યા .

બ્રિટિશ સંસદની સર્વોચ્ચતા ચાલુ રહી .

ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના - 1 એપ્રિલ 1935 માં કરવામાં આવી(રાટ્રીયકરણ:-૧૯૪૯) .

સંઘ લોક સેવા આયોગની સ્થાપના ઉપરાંત પ્રાંતોમાં પ્રાંતીય લોકસેવા આયોગની સ્થાપના .

1937 માં સંઘીય ન્યાયાલય ( Federal court ) ની સ્થાપના કરવામાં આવી .

(સંઘીય ન્યાયાલય ( Federal court ) ૧ ઓકટોબ્મર ૧૯૩૭ ચેમ્બર ઓફ પ્રિન્સેસમાં બેઠ્ક મુખ્ય જસ્ટિજ મૌરીસ ગ્વાયર બીજા બે (૧)શાહ મોહમ્મદ સુલેમાન, આર.કે.જટાકર )

દલિતો , મહિલાઓ અને મજૂર વર્ગ માટે અલગથી ચૂંટણી વ્યવસ્થા કરી સાંપ્રદાયિક પ્રતિનિધિત્ત્વનો વિસ્તાર કર્યો .

ભારત શાસન અધિનિયમ , ( પૂના સમજૂતી અનુસાર ) 1858 દ્વારા સ્થપાયેલ ભારત પરિષદ ( Indian council ) ને સમાપ્ત કરી દેવામાં આવી . તેના સ્થાને ભારત સચિવ માટે સલાહકારોની ટીમ રચવામાં આવી

અધિનિયમનો પ્રાંતો ઉપર પ્રભાવ :

પ્રાંતોમાં દ્વૈધશાસન પ્રણાલીનો અંત આવ્યો .

પ્રાંતોને સ્વાયત્તતા પ્રદાન કરવામાં આવી .

પ્રાંતો વાઈસરૉયના નિયંત્રણમાંથી મુક્ત તથા પ્રત્યક્ષ રીતે બ્રિટિશ ક્રાઉન (તાજ) ના નિયંત્રણ હેઠળ .

ગવર્નર , પ્રાંતમાં બ્રિટિશ તાજનો પ્રતિનિધિ , જે બધા કાર્યોનું સંચાલન અને નિયંત્રણ કરતો હતો .

ગવર્નરને પ્રાંતનો સંપૂર્ણ શાસન પોતાના હાથમાં લેવાની સત્તા .

પ્રાંતીય વિધાન મંડળો , દરેક પ્રાંતમાં અલગ અલગ , કેટલાક પ્રાંતમાં એક સદનીય તો કેટલાક પ્રાંતોમાં દ્વિસદનીય વ્યવસ્થા , દ્વીસદનીય વ્યવસ્થામાં ઉચ્ચસદન વિધાન પરિષદ તથા નિમ્ન સદનવિધાન સભા .

આ અધિનિયમ અંતર્ગત 11 માંથી 6 રાજ્યોમાં દ્વીસદનીય વ્યવસ્થા જેમાં બંગાળ , મુંબઈ , મદ્રાસ , બિહાર , સંયુક્ત પ્રાંત , આસામનો સમાવેશ .

બધા જ સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે કરવામાં આવી .

બધા જ પ્રાંતીય વિષયોનું સંચાલન મંત્રીઓ દ્વારા જેમનો વડો એક મુખ્યમંત્રી હતો .

મંત્રીઓ વિધાનમંડળોને જવાબદાર , તેમના વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરી શકાતો હતો .

ગવર્નર રાજ્ય વિધાન પરિષદોના મંત્રીઓની સલાહ મુજબ કાર્ય કરવું ફરજિયાત હતું .

આ વ્યવસ્થા 1937 માં શરૂ અને 1939 માં સમાપ્ત થઈ . ( પ્રાંતીય સ્વાયત્તતા 1 એપ્રિલ , 1937 થી અસ્તિત્વમાં આવી હતી . )

અધિનિયમનો કેન્દ્રીય પ્રભાવ :

એક અખિલ ભારતીય સંઘની સ્થાપના કરવામાં આવશે .

કેન્દ્રમાં દ્વૈધશાસન પ્રણાલીની શરૂઆત કરવામાં આવી .

કેન્દ્રીય વહીવટના બધા જ વિષયોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા

 

ઓગસ્ટ ઓફર 1940

ઓક્ટોબર -1939 માં કોંગ્રેસના પ્રાંતીય મંત્રીમંડળોએ રાજીનામાં આપ્યા

આમ છતાં કોંગ્રેસ દ્વારા અંગ્રેજો પાસે રાષ્ટ્રીય સરકારની સ્થાપનાની માંગ જેથી લોર્ડ લિનલિથગો " દ્વારા 8 ઓગસ્ટ , 1940 ના રોજ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો . જે ઓગસ્ટ પ્રસ્તાવ ના નામે ઓળખાયો . છે

ભારત માટે ડોમિનિયન સ્ટેટ મુખ્ય લક્ષ્ય રહેશે .

ભારતીયોની ભાગીદારીવાળી યુદ્ધ સલાહકાર પરિષદની સ્થાપના કરવામાં આવશે .

બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી બંધારણ સભાની રચના કરી આપવામાં આવશે .

અલ્પસંખ્યકોને આશ્વાસન આપવામાં આવ્યું કે , સરકાર તેમને નુકસાન પહોંચાડનાર શક્તિને શાસન સોંપશે નહિ .

કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા આ પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવ્યો .

ક્રિસ મિશન ,23 માર્ચ  1942 :

1942 માં બ્રિટિશ સરકારે કેટલાક પ્રસ્તાવોની જાહેરાતનો મુસદ્દો તૈયાર કરી કેબિનેટ મંત્રી સર સ્ટેફર્ડ ક્રિપ્સને ભારત મોકલ્યા . તેમના નામ ઉપરથી આ પ્રસ્તાવ ક્રિપ્સ મિશન કહેવાયું .

દરખાસ્તો

યુદ્ધની સમાપ્તિ પછી ભારતને ડોમિનિયન સ્ટેટ્સ ( સંસ્થાનિક સ્વરાજય ) ની પ્રાપ્તિ .

બંધારણસભાની રચના કરવામાં આવશે .

પ્રાંતોને નવું ઘડેલું બંધારણ સ્વીકાર ન હોય તો પોતાનું અલગ બંધારણ ઘડવાનો અધિકાર .

દેશી રાજયોને પણ નવું બંધારણ ન સ્વીકારવાની છૂટ રહેશે .

નવું બંધારણ ઘડાય ત્યાં સુધી બ્રિટિશ સરકાર સંરક્ષણની જવાબદારી નિભાવશે .

આ દરખાસ્તો પરોક્ષ રીતે મુસ્લિમ લીગની પાસ્તિાનની માંગણીઓ સ્વીકારવા જેવી હતી . પરિણામે કોંગ્રેસે તેનો અસ્વીકાર કર્યો ,

મુસ્લિમ લીગે પણ તે સ્વીકારી નહિ કારણ કે તેમાં પાકિસ્તાનની રચનાનો સ્પષ્ટ સ્વીકાર ન હતો .

મહાત્મા ગાંધીએ આ દરખાસ્તોને પોસ્ટ ડેટેડ ચેક સાથે સરખાવી .

એપ્રિલ 1942 માં વડાપ્રધાન ચર્ચિલે આ દરખાસ્તો પાછી ખેંચી લીધી .

રાજગોપાલાચારી ફોર્મ્યુલા , 1944 :

રાજગોપાલાચારી દ્વારા 10 જુલાઈ , 1944 ના રોજ એક પ્રસ્તાવ રજુ કરાયો જેને રાજગોપાલાચારી ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે જેને મહાત્મા ગાંધીનું સમર્થન પ્રાપ્ત હતું .

મુસ્લિમલીગ ભારતની સ્વતંત્રતાની માંગનું સમર્થન કરે .

યુદ્ધની સમાપ્તિ પછી મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં જનમત દ્વારા નક્કી કરવામાં આવે કે , તેઓ ભારતમાં રહેવા ઈચ્છે છે કે નહિ . જે બ્રિટન દ્વારા સ્વતંત્રતા અપાયા પછી જ નક્કી કરવામાં આવશે .

દેશના વિભાજનની સ્થિતિમાં આવશ્યક વિષયો જેવા કે , સંરક્ષણ સંચાર , વાણિજ્ય વગેરેના સંબંધમાં બંને દેશો વચ્ચે સમજૂતી કરવામાં આવે .

કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા રાજગોપાલાચારી ફોર્મ્યુલાનો અસ્વીકાર .

વેવેલ યોજના

4 જૂન 1945 ના રોજ વાઈસરોય વેવેલે એક યોજના પ્રસ્તુત કરી . જે મુજબ વાઈસરોયની કારોબારી પરિષદમાં કમાન્ડર ઈન ચીફ સિવાયના બધા સદસ્ય ભારતીય રહેશે .

મુસલમાન સદસ્યોની સંખ્યા સવર્ણ હિંદુઓ બરાબર રહેશે .

ગવર્નર જનરલ વગર કારણે વીટોનો પ્રયોગ નહિ કરે , યુદ્ધની સમાપ્તિ પછી ભારતીયો સ્વયં પોતાનું બંધારણ બનાવશે .

કોંગ્રેસના નેતાઓને છોડી મૂકવામાં આવશે અને શીમલામાં સર્વદળીય સંમેલનનું આયોજન કરાશે .

22 જૂન , 1945 શિમલા પરિષદમાં 22 પ્રતિનિધિઓએ ભાગ લીધો . પરંતુ મહમદઅલી ઝીણાએ માંગ કરી હતી કે મુસલમાન સદસ્યને પસંદ કરવાનો અધિકાર માત્ર મુસ્લિમ લીગને રહેશે ઉપરાંત તેને સાંપ્રદાયિક વીટો પણ આપવામાં આવે . આથી આ માંગોથી યોજના પરત ખેંચાઈ હતી .

કેબિનેટ મિશન

19 ફેબ્રુઆરી , 1946 માં બ્રિટનના વડાપ્રધાન ક્લેમૅન્ટ ઍટલીએ ભારતમાં રાજકીય વિવાદના ઉકેલ માટે ત્રણ સભ્યોના બનેલા ઉચ્ચસ્તરીય શિષ્ટ મંડળને મોકલવાની જાહેરાત કરી .

કેબિનેટ મિશનના 3 સભ્યો

1. લૉર્ડ પેન્થિક લોરેન્સ ( અધ્યક્ષ ) ( ભારતના સચિવ )

2. સર સ્ટેફર્ડ ક્રિપ્સ ( બૉર્ડ ઓફ ટ્રેડના અધ્યક્ષ )

3. એ.વી.એલેકઝાંડર ( પ્રથમ નોસેના મંત્રી )

24 માર્ચ 1946 ના રોજ કેબિનેટ મિશન દિલ્હી પહોંચ્યું .

13 મે 1946 ના દિવસે કેબિનેટ મિશને નીચે મુજબનો અહેવાલ આપ્યો .

એક ભારતીય સંઘની સ્થાપના થશે જે દેશી રજવાડાઓ અને બ્રિટિશ ભારતના રાજ્યોથી બનેલો હશે . વિદેશી બાબતો , રક્ષા અને સંચારવ્યવસ્થા કેન્દ્રીય સરકારને હસ્તક રહેશે .

ભારત વિભાજનનો પ્રસ્તાવ રદ કરવામાં આવ્યો .

મધ્યવર્તી વ્યવસ્થાની ભલામણ કરી જે અનુસાર સંપૂણ ભારતીય પ્રાંતોને ત્રણ જૂથમાં વિભાજીત કરવાના હતા .

અ . જૂથમાં મદ્રાસ, મુંબઈ , યુ.પી. બિહાર , સેન્ટ્રલ પ્રોવિન્સીસ અને ઓરિસ્સા ,

બ . જૂથમાં પંજાબ , સિંધ , ઉત્તર-પશ્ચિમ સરહદી પ્રાંત .

ક . જૂથમાં બંગાળ અને આસામ .

દરેક જૂથને પોતાની ધારાસભા અને અલગ બંધારણ સભા સ્થાપવાની અને પ્રાંતિક વિષયો ( સંચાર , વિદેશ , સંરક્ષણ સિવાય ) નક્કી કરવાની છૂટ આપવામાં આવી .

બંધારણના નિર્માણ માટે બંધારણસભા'ની સ્થાપના કરાશે જેની ચૂંટણી વિધાનસભાના સદસ્યો દ્વારા થશે . બંધારણ ઘડાય ત્યાં સુધી વચગાળાની સરકારની વ્યવસ્થા થશે .

ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસે કેબિનેટ મિશન યોજનાનો સ્વીકાર કર્યો .

મુસ્લિમ લીગે આરંભમાં આ યોજનાનો સ્વીકાર કર્યો પરંતુ જુલાઈમાં વિરોધ શરૂ કર્યો .

એટલીની જાહેરાત , 1947 :

20 ફેબ્રુઆરી, 1947 ના રોજ બ્રિટનના વડાપ્રધાન ક્લેમૅન્ટ એટલી દ્વારા જાહેરાત કરવામાં આવી .

લૉર્ડ વેવેલના સ્થાને લૉર્ડ માઉન્ટ બેટનને ભારતનો નવો વાઈસરૉય નિયુક્ત કરવામાં આવ્યો .

બ્રિટન સરકાર 30 જૂન , 1948 સુધી ભારતીઓને સત્તા સોંપી દેશે .

જો આ તારીખ સુધી બંધારણ ન બન્યું તો બ્રિટન સરકાર આગામી તારીખ નક્કી કરશે.

 

વચગાળાની સરકાર

ઈ.સ. 1946 માં બંધારણસભાના હેતુ માટે કેબિનેટ મિશન અંતર્ગત ચૂંટણીઓ થઈ જેમાં કોંગ્રેસે 208 અને મુસ્લિમ લીગે 73 બેઠકો પ્રાપ્ત કરી .

કોંગ્રેસ બંધારણસભામાં સામેલ થતા મુસ્લિમ લીગે સરકારનો બહિષ્કાર કર્યો . આથી વાઈસરૉયે લીગની ગેરહાજરીમાં કારોબારી સમિતિની રચના કરી જેના વિરોધમાં મુસ્લિમ લીગે 16 ઓગસ્ટ 1946 ના રોજ પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઉજવ્યો .

24 ઓગસ્ટ , 1946 ના રોજ કામચલાઉ સરકારની રચના જેમાં મુસ્લિમ લીગ જોડાઈ ન હતી .

જવાહરલાલ નેહરુના વડાપ્રધાન પદ હેઠળ 2 સપ્ટેમ્બર 1946 રોજ કામચલાઉ સરકારની રચના થઈ .

કામચલાઉ સરકારના સભ્યો વાઈસરૉયની પરિષદના સભ્યો હતા જેમનો પ્રમુખ વાઈસરૉય હતો તથા જવાહરલાલ નેહરુ પરિષદના ઉપાધ્યક્ષ અને ભારતના વડાપ્રધાન બનાવવામાં આવ્યા .

26 ઓક્ટોબર , 1946 ના રોજ મુસ્લિમ લીગના 5 સભ્યો જોડાયા જેથી અગાઉના કોંગ્રેસના ૩ સભ્યોને બહાર કરી દેવામાં આવ્યા (1). સૈયદ અલી ઝહીર  (2). શરતચંદ્ર બોઝ (3). સર શરાફત અહેમદખાં

9 ડિસેમ્બર , 1946 ના દિવસે બંધારણસભાની પ્રથમ બેઠક યોજાઈ . જેમાં મુસ્લિમ લીગ હાજર ન રહી .

 

કામચલાઉ સરકાર(મંત્રીમંડળ)નું સ્વરૂપ :

જવાહરલાલ નેહરુ:- કામચલાઉ પરિષદના ઉપસભાપતિ , વિદેશમંત્રી , વડાપ્રધાન , રાષ્ટ્રમંડળ સંબંધ

કોમનવેલ્થ

વલ્લભભાઈ પટેલ:- ગૃહ , સૂચના , પ્રસારણ

બલદેવસિંહ:-- રક્ષા

જોન મથાઈ:- ઉદ્યોગ અને વિતરણ

રાજેન્દ્ર પ્રસાદ:-- ખાધ અને કૃષિ

આસફઅલી:- રેલવે

જગજીવનરામ:- શ્રમ

મુસ્લિમ લીગના સભ્યો :

લિયાકતઅલી ખાન:- નાણાંમંત્રી

આઈ.આઈ.ચુંદરીગર:- વાણિજ્ય

અબ્દુલખાં નિશ્તાર:- સંચાર

ગંજફરઅલી ખાન:- સ્વાશ્ય

જોગેન્દ્રનાથ માંડલ:- કાયદામંત્રાલય

સી.રાજગોપાલાચારી:- શિક્ષા

ડૉ.હોમી ભાભા:- નિર્માણ , ખાણ , ઉર્જા

કામચલાઉ સરકારમાં સામેલ થયાં છતાં પણ મુસ્લિમ લીગે બંધારણ સભામાં જોડાવવાનો ઈનકાર કર્યો અને અલગ પાકિસ્તાનની માંગ વધુ મજબૂત રીતે રજૂ કરી .

માઉન્ટ બેટન યોજના ( બાલ્કન પ્લાન )

કોમવાદી હિંસાના કારણે તત્કાલીન વાઈસરૉય લૉર્ડ માઉન્ટ બેટને ૩ જૂન , 1947 ના રોજ ભારત અને પાકિસ્તાનના ભાગલા પાડવાની બાબતે કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓની સાથે એક યોજના રજૂ કરી જે માઉન્ટબેટન યોજના " અથવા “ 3 જૂન યોજના તરીકે ઓળખાય છે .

ભારતનું વિભાજન ભારત અને પાકિસ્તાનમાં કરવામાં આવશે . બન્ને દેશ પોતાનું બંધારણ તૈયાર કરશે .

પ્રદેશોના સીમાનિર્ધારણ અર્થે સરહદ કમિશન નિયુક્ત કરવામાં આવ્યું .

સિલ્ફટ ( અસમ ) અને પશ્ચિમોત્તર સીમાકાંત માટે જનમતના આધારે ભાગલાનો નિર્ણય કરવો .

દેશી રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવવાની સ્વતંત્રતા .

કોંગ્રેસ અને મુસ્લિમ લીગે યોજનાનો સ્વીકાર કર્યો .

પંજાબ અને બંગાળમાં હિંદુ બહુમતિ ધરાવતા વિસ્તારો અનુક્રમે પૂર્વપંજાબ અને પશ્ચિમ બંગાળ ભારતમાં અને મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારો અનુક્રમે પશ્ચિમપંજાબ અને પૂર્વબંગાળ તેમજ પશ્ચિમોત્તર સરહદ પ્રાંત ( NWFP ) , બલુચિસ્તાન અને સિલ્હટ વિસ્તાર , સિંઘ પાકિસ્તાનમાં સમાવિષ્ટ થયા .

ડૉ.અબુલ કલામ આઝાદ , ખાન અબ્દુલ ગફારખાન અને પુરૂષોત્તમદાસ ભાગલાના વિરોધમાં રહ્યા હતા .

14 ઓગષ્ટ , 1947 ના દિવસે પાકિસ્તાન આઝાદ થયું . મહમદઅલી ઝીણા પાકિસ્તાનના ગવર્નર જનરલ અને લિયાકત અલીખાન વડાપ્રધાન બન્યા .

15 ઓગષ્ટ , 1947 ના રોજ ભારત આઝાદ થયું અને માઉન્ટબેટન ભારતના ગવર્નર જનરલ અને જવાહરલાલ નેહરુ વડાપ્રધાન બન્યા .

ભારત સ્વતંત્રતા ધારો , 1947

માઉન્ટબેટન યોજના પર બંને પક્ષોની સહમતી પછી આ યોજના ખરડા સ્વરૂપે બ્રિટિશ સંસદમાં પસાર કરવામાં આવી . જે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ , 1947 ના નામે ઓળખાઈ .

18 જુલાઈ , 1947 ના રોજ આ યોજનાને બ્રિટનના સમ્રાટ દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી .

15 ઓગસ્ટ , 1947 થી બે સ્વતંત્ર ડોમિનિયન ભારત અને (14 ઓગસ્ટ)પાકિસ્તાનની સ્થાપના .

બંગાળ તથા પંજાબના બે - બે પ્રાંત બનાવવાનો પ્રસ્તાવ પાકિસ્તાનમાં ન જોડાયા હોય તેવા બધા જ પ્રાંતો ભારતમાં સમ્મિલિત માનવામાં આવ્યો .

પૂર્વી બંગાળ , પશ્ચિમી પંજાબ , સિંઘ અને આસામનો સિલ્હટ જિલ્લો પાકિસ્તાનનો ભાગ બન્યા .

પ્રત્યેક ડોમિનિયન માટે અલગ ગવર્નર જનરલ અને તેને મહામહિમ સમ્રાટ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા.

ભારતમાં બ્રિટનના સમ્રાટની સરકારની જવાબદારી તથા રજવાડા પર શાસન 15 ઓગસ્ટ , 1947 થી સમાપ્ત .

ભારત તથા પાકિસ્તાનના કેન્દ્રીય વિધાન મંડળોને કેટલાક વિષયો પર કાયદો બનાવવાનો અધિકાર તેમાં બ્રિટિશ સંસદ હસ્તક્ષેપ કરશે નહિ .

ભારત શાસન અધિનિયમ , 1935 જ્યાં સુધી બંને ડોમિનિયન પોતાનું નવું બંધારણ અમલમાં ન મૂકે ત્યાં સુધી બંનેનું શાસન ચલાવવામાં મદદ કરશે .

બ્રિટન સમ્રાટની શાહી ઉપાધિમાંથી ભારતનો સમ્રાટ શબ્દ કાઢી નાખવામાં આવ્યો તથા સમ્રાટની સરકાર દ્વારા થયેલ તમામ સંધિઓ રદ કરવામાં આવી .

ભારતના બંધારણીય વિકાસ - ટૂંકમાં :

સૌપ્રથમ ભારતનો લિખિત કાયદો : 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ ( નિયામક ધારો )

ભારતનું સૌપ્રથમ ન્યાયાલય : ઈ.સ , 1774 માં કલકત્તા ખાતે .

બંગાળનો સૌપ્રથમ ગવર્નર રૉબર્ટ ક્લાઈવ (ઈ.સ.1757 ) જ્યારે અંતિમ ગવર્નર વૉરન હેસ્ટિગ્ઝ (ઈ.સ .1773) બંગાળનો સૌપ્રથમ ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્ઝ ( ઈ.સ 1773 ) જ્યારે અંતિમ ગવર્નર જનરલ ઓફ બંગાલ લૉર્ડ વિલિયમ બૅન્ટિક

ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિક (ઈ.સ .1833) જ્યારે અંતિમ ગવર્નર જનરલ ઓફ ઈન્ડિયા લૉર્ડ કેનિંગ ( ઈ.સ .1858 )

ભારતનો સૌપ્રથમ વાઈસરોય લૉર્ડ કેનિંગ ( ઈ.સ .1858 ) જ્યારે અંતિમ વાઈસરોય ઓફ ઈન્ડિયા લોર્ડ માઉન્ટ બેટન ( ઈ.સ .1947 )

સ્વતંત્ર ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ લૉર્ડ માઉન્ટ બેટન (15 ઓગસ્ટ , ઈ.સ .1947 ) જ્યારે સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર ચક્રવર્તી રાજગોપાલાચારી ( 25 જાન્યુઆરી , 1950 સુધી )

લૉર્ડ કેનિંગ ભારતીય મંત્રીમંડળ વ્યવસ્થા (પોર્ટફોલિયો પદ્ધતિ) જનક ,

ઈ.સ .1833 માં લૉર્ડ મેકોલેના અધ્યક્ષસ્થાને ભારતન સૌપ્રથમ કાયદાપંચની નિમણૂક .

ઈ.સ .1860 : ભારતમાં બજેટ પ્રણાલીની શરૂઆત (બજેટ પ્રણાલીના પિતા : જેમ્સ વિલ્સન)

ઈ.સ .1872 : લૉર્ડ મેયોના સમયમાં ભારતની સૌપ્રથમ વસતી ગણતરીની શરૂઆત

ઈ.સ .1881 વાઈસરૉય લૉર્ડ રિપનના કાળમાં ભારતની પ્રથમ નિયમિત વસતી ગણતરી .

ઈ.સ .1882 : લૉર્ડ રિપન સ્થાનિક સ્વરાજ્યનો પિતા

ઈ.સ .1905 : રેલવે બોર્ડની રચના

ઈ.સ .1909 : ભારતીય પરિષદ અધિનિયમ જે મોર્લે - મિન્ટો એક્ટ કહેવાયો . જેમાં સૌપ્રથમ પરિષદમાં મુસ્લિમોને અનામત આપવાની શરૂઆત થઈ .

ઈ.સ .1919 : “ ભારત શાસન અધિનિયમ ' ' જે મોન્ટેગ્યૂ ચેમ્સફર્ડ એક્ટ " કહેવાયો . જેમાં શીખ , પારસી વગેરેને પણ અનામત આપવાની જોગવાઈ

ઈ.સ .1921 : કેન્દ્રમાં લોકલેખા સમિતિ ( PAC : Public Account committee ) બનાવવામાં આવી .

ઈ.સ .1921 : સામાન્ય બજેટમાંથી રેલવે બજેટ અલગ કરાયું .

૧ એપ્રિલ , 1935 : ભારતીય રિઝર્વ બેંક ( RBI ) ની સ્થાપના


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home