Tuesday, August 24, 2021

POLICE CONSTABLE :-12000 JAGYA NI DATE JAHERat

                                        


 ગૃહમંત્રીએ કહ્યું . પોલીસ તંત્રમાં કોરોનાકાળમાં અટકેલી ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે 

રાજ્યના પાંચ જિલ્લાઓમાં પોલીસ ઈન્સ્પેક્ટર , પોલીસ સબ ઈન્સ્પેક્ટર સ્તરના નવા ૧૯ પોલીસ સ્ટેશન અને ૮ નવી પોલીસ આઉટ પોસ્ટને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સોમવારે મંજૂરી આપી છે . તદ્દઉપરાંત તેમણે આગામી નવેમ્બર મહિનામાં રાજ્ય પોલીસ તંત્રમાં લોક રક્ષક દળ LRD માં ૧૨,૦૦૦ જેટલા પદો ઉપર - ભરતી પ્રક્રિયા શરૂ કરવાનું પણ જણાવ્યુ હતુ .  વર્ષ ૨૦૧૮-૧૯ પછી પોલીસમાં લોક રક્ષક દળ- LRD માં ભરતી થઈ નથી . સામાન્ય વહિવટ વિભાગને GAD ના વિવાદાસ્પદ ઠરાવ ત્યારબાદ કોવિડ -૧૯ વૈશ્વિક મહામારીને કારણે પોલીસ સેવામાં જોડાવવા માંગતા લાખો યુવાનો LRD ભરતીની રાહ જોઈ રહેલા લાખો યુવાનોમાં નવી આશાનો સંચાર થયો છે . ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે , કોરોના મહામારીને કારણે પોલીસ તંત્રમાં અટકેલી ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા સરકાર મક્કમ છે . દિવાળી વેકેશન બાદ નવેમ્બરમાં ૧૨ હજાર LRD ની ભરતી માટે ગૃહ વિભાગ , ભરતી બોર્ડ તૈયારી કરી રહ્યુ છે . ગુજરાતમાં વધતી વસ્તી અને નાગરીકોમાં વેપાર ધંધાર્થે થયેલા સ્થળાંતરથી અસ્તિત્વમાં આવેલા નવા વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાના સુદ્દઢ સંચાલન માટે મંજૂર થયેલા નવા પોલીસ સ્ટેશન , આઉટ પોસ્ટ માટે ૧૪૦૧ જગ્યાઓ પણ મંજૂર થઈ છે . ગૃહમંત્રી જાડેજાએ જણાવ્યું કે , રૂ .૪૭.૧૮ કરોડના ખર્ચે મંજૂર કરાયેલા ૧૮ નવા પોલસ સ્ટેશનો અને ૮ આઉટ સ્ટેશન પોસ્ટ અપગ્રેડેશનમાં અરવલ્લી જિલ્લમાં ટિટોઈ આઉટ પોસ્ટને પોલીસ ઈન્સ્પેક્ટર- PI સ્તરનુ કરવામાં આવ્યું છે . જ્યારે બનાસકાંઠામાં પાલનપુર , અમીરગઢ , નવસારીના વિજલપોર , વલસાડમાં વલસાડ મામ્ય , પારડી , ડુંગરાને સબ ઈક્વેટર- PSI માંથી PI કક્ષાના સ્ટેશન અપગ્રેડ કર્યા છે . માધપરમાં નવીન પોલીસ સ્ટેશનનો ઈ- લોકાપર્ણ બાદ ગૃહમંત્રીએ ટ્રાન્સપોર્ટેશન , રેસ્ટોરન્ટ બેંકિંગ અને ટુરિઝમ સેક્ટરના વિકાસને ધ્યાને લઈને કચ્છમાં તેને કાર્યરત કર્યાનું જણાવ્યુ હતુ . કચ્છ ઉપરાંત સુરત શહેરમાં પાંચ , મામ્યમાં ત્રણ , વડોદરા શહેરમાં ચાર , રાજકોટ ગ્રામ્યમાં ત્રણ અને ભરૂચ જિલ્લામાં બે નવા પોલીસ સ્ટેશનને મંજૂરી મળી છે

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home