માનવ શરીરનૂ અંગતંત્ર ભાગ -૧
માનવ શરીરનું અંગતંત્ર
પ્રસ્તાવના
જીવ વિજ્ઞાનની ભાષામાં માનવ શરીર વિભિન્ન
તંત્રનું એક એકીકૃત સમૂહ છે .
માનવશરીરનો સંરચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ
છે .
સમાન કોષો મળીને પેશી બનાવે છે .
પેશી મળીને અંગ બનાવે છે .
અંગ મળીને અંગતંત્ર બનાવે છે .
માનવ શરીરના જુદા જુદા તંત્ર અને તેમની કાર્ય
કરવાની પ્રણાલીઓ નીચે મુજબ છે .
1 . પાચનતંત્ર ( Digestive System ) 5 . કંકાલ તંત્ર ( Skeleton System )
2 . શ્વસનતંત્ર ( Respiration System ) 6 . ઉત્સર્જન તંત્ર ( Excretory System )
3 . પરિવહન તંત્ર (Circulatory System) 7 . પ્રજનનતંત્ર ( Reproductive System )
4. ચેતાતંત્ર તંત્ર ( Nervous system )
1. પાચનતંત્ર ( Digestive System )
જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની
પ્રક્રિયાને પાચન ( Digestion ) કહે છે .
મનુષ્યનું પાચનતંત્ર પાચનમાર્ગ અને તેની સહાયક
ગ્રંથિઓથી બનેલું છે . પાચનમાર્ગ જુદા જુદા ભાગોમાં વિભાજિત થાય છે જે નીચે
પ્રમાણે છે . –
મુખદ્વાર--- > મુખગુહા--- > કંઠનળી--- > અન્નનળી--- > જઠર--- > નાનું આંતરડુ--- > મોટું
આંતરડું--- > મળાશય --- > મળદ્વાર
જઠર અને નાના આંતરડામાં વિવિધ ગ્રંથીઓ આવેલી છે
જેવી કે , લાળ ગ્રંથિ ( Salivary
Gland ) , યકૃત ( Liver ) અને સ્વાદુપિંડ ( Pancreas ) ,
મનુષ્યનો પાચનમાર્ગ
મુખગુહા
ખોરાકના પાચનની શરૂઆત મુખગુહાથી થાય છે .
મુખ મુખગુહામાં ખુલે છે . મુખગુહામાં ઠલવાતા
લાળરસમાં રહેલા ટાયલિન ( લાળ રસીય-એમાઈલેઝ) વડે કાર્બોહાઈડ્રેટ (સ્ટાર્ચ) નું પાચન
થાય છે .
મુખગુહાએ ઉપલા અને નીચલા જડબાનું પોલાણ છે.
તેના તળિયે આવેલી જીભ પર મોટી સંખ્યામાં ' સ્વાદાંકુરો ' ( Tastebuds ) આવેલા હોય છે .
જેની મદદથી ખોરાકના સ્વાદની પરખ થાય છે .
દાંત
બંને જડબામાં આવેલા દાંત કેલ્શિયમ કાર્બોનેટ
અને ફોસ્ફરસના બનેલા હોય છે . દાંતના 4 પ્રકાર હોય છે .
જેમાં કાપવા માટે છેદક દાંત , ચીરવા માટે રાક્ષિ
દાંત , ભરડવા તથા દળવા
માટે અગ્ર દાઢ અને અન્ય દાઢનો સમાવેશ કરવામાં આવે છે .
લાળરસમાં રહેલા આયનો ખોરાકની અમ્લતા દૂર કરે
છે.શ્લેષ્મ ખોરાકને લીસો બનાવી ગળવામાં સરળતા કરે છે . ખોરાકને જીવાણુમુકત
બનાવવામાં પણ લાળરસ સહાયક છે , મુખગુહાના પશ્વ
વિસ્તારને કંઠનળી પ્રદેશ કહે છે , જે અન્નનળીમાં
ખુલે છે .
અન્નનળી અને શ્વાસનળી વચ્ચે એક પડદો હોય છે .
જેને ઘાટીઢાંકણ કહે છે . જ્યારે ખોરાક ગળવાની ક્રિયા થાય છે ત્યારે શ્વાસદ્વાર
ઘાટીઢાંકણથી બંધ થાય છે , જેથી ખોરાક
શ્વાસનળીમાં જતો અટકે છે .
અન્નનળી
અન્નનળી નલિકાકાર ૨ચના છે . તેને Food Pipe કહે છે . તેની લંબાઈ 25 સે.મી છે. અન્નનળી મોઢામાંથી ચવાયેલો અને લાળ
સાથે ભળેલા ખોરાકને જઠર સુધી લઈ જવાનું કામ કરે છે .
જઠર
( Stomach )
જઠર ' U ' આકારની , સ્નાયુઓની બનેલી કોથળી જેવી રચના ધરાવે છે .
જઠરની અંદરની દિવાલમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય
છે .
લાળરસ મિશ્રિત ખોરાક સૌપ્રથમ જઠરમાં એકઠો થઈ
વલોવાય છે . અને જઠર ખોરાકનો સંગ્રહ 4 થી 5 કલાક સુધી કરે છે
. ત્યાં પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે . જઠરમાં જઠરગ્રંથિઓ માંથી જઠર રસ નીકળે છે
.
જઠરરસ ( Chyme )
જઠરરસમાં મંદ હાઈડ્રોક્લોરિક એસિડ ( મંદ HCI ) , શ્લેષ્મ, રેનિન અને નિષ્ક્રિય પેપ્સિનોજન હોય છે અને થોડા પ્રમાણમાં લાયપેઝનો સ્ત્રાવ થાય છે ,
ટ્રીપ્સીન ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કરે
છે જ્યારે લાયપેઝ ચરબીનું પાચન કરે છે . –
શ્લેષ્મ જઠરની દીવાલને HCl અને પેપ્સિનોજનથી રક્ષણ પૂરું પાડે છે . મંદ HCl જઠરને એસિડિક
માધ્યમ પુરુ પાડે છે અને બેકટેરિયાનો નાશ કરે છે.
જઠરમાં પ્રોટીનના પાચનની શરૂઆત થઈ ત્યાં અપૂર્ણ
પાચન થાય છે .
પ્રોટીઓલાયટીક ઉત્સચક રેનીન નવજાત શિશુના
જઠરરસમાં હોય છે .
નાનું
આંતરડું ( Small Intestine )
નાનું આંતરડું મનુષ્ય શરીરનું મુખ્ય પાચક અંગ છે
. તેમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે . ચરબીનું વધુ અને સંપૂર્ણ પાચન નાના
આંતરડામાં થાય છે .
નાનાં આંતરડામાં સૌથી લાંબો સમય ખોરાક સંગ્રહાય
છે , ત્યાં ખોરાક આશરે 6
થી 7 કલાક રહે છે .
નાનું આંતરડું અંત્યત ગૂંચળામય અને 6.5 મીટર ( GCERT પ્રમાણે 7.5 મીટર ) લાંબુ છે . તેનું માધ્યમ બેઝીક છે .
નાનું આંતરડું સાકડો વ્યાસ ધરાવતું હોવાથી તેને
નાનું આંતરડું કહે છે .
નાનાં આંતરડાનો શરૂઆતનો ભાગ પકવાશય ( Duodenum
) છે . તે ' C ' આકારની ગોઠવણી ધરાવે છે .
નાના આંતરડામાં પકવાશયમાં યકૃતમાંનો પિતરસ અને
સ્વાદુપિંડમાંનો સ્વાદુરસ અને તેની દિવાલ પણ સ્ત્રાવ કરે છે .
નાના આંતરડાની દિવાલ પર આંગળી જેવા પ્રવધે
આવેલા હોય છે જે ખોરાકમાં રહેલા અગત્યના પોષક તત્વનું શોષણ કરી રૂધિરમાં ભેળવે છે ,
મોટું આંતરડું ( Large Intestine )
નાનું આંતરડું ,
મોટા આંતરડામાં ખૂલે છે .
તેની લંબાઈ 1.5 મીટર છે . તેનો
વ્યાસ વધુ છે . બંનેના જોડાણ સ્થાને એક બંધ કોથળી જેવી રચના જોવા મળે છે જેને
અધાંત્ર ' કહે છે . અધાંત્ર
માંથી એક આંગળી જેવો પ્રવર્ધ નીકળે છે જેને આંત્રપુચ્છ ( Vermiform
Appendics ) કહે છે . જે સિકમ સાથે
જોડાયેલું હોય છે . તે અવશિષ્ટ અંગ છે .
મોટું આંતરડું પાચનતંત્રનો અંતિમ ભાગ છે . તે
ખોરાકના પાચન તથા અવશોષણમાં ભાગ નથી લેતું .
મળાશય ( Rectum )
મળાશયએ પાચન માર્ગનો અંતિમ ભાગ છે .
પાચનક્રિયાના અંતે ન પચેલો ખોરાક મળાશયમાં આવી મળના સ્વરૂપે બહાર નીકળે છે.
મળમાં સ્કૈટોલ નામનું ફિનોલીક સંયોજન ઉત્પન્ન
થવાથી દુર્ગધ આવે છે .
નોંધ: મુખદ્વારથી મળદ્વાર સુધીની કુલ લંબાઈ આશરે 9
મીટર ( 33 ફૂટ ) જેટલી છે .
સહાયક પાચકગ્રંથિઓ ( Digestive Glands ) –
પાચન માર્ગ સાથે સંકળાયેલ ગ્રંથિઓમાં લાળગ્રંથિ
, યકૃત અને સ્વાદુપિંડ નો
સમાવેશ થાય છે .
લાળગ્રંથિઓ ( Salivary gland ) - ,
એક નલિકા દ્વારા મુખગુહામાં ખૂલતી ત્રણ જોડ લાળગ્રંથિ
હોય છે . તેમને ઉપકર્ણ (ગાલ) (Parotid) , અધોહનુગ્રંથિ (submandibular) અને અધોજિહ્વાગ્રંથિ
( sublingual ) કહે છે . જેમાંથી
લાળરસનો સ્ત્રાવ થાય છે . એક દિવસમાં લાળ 1.5 લિટર નીકળે છે .
નોંધ:-- ગાલપચોડીયું રોગ થાય ત્યારે પેરોટીડ
ગ્રંથિમાં સોજો આવે છે . સાપનું ઝેર પેરોટીડ ગ્રંથિમાં હોય છે . દેડકા અને
વ્હેલમાં લાળગ્રંથિ હોતી નથી .
કોઈ સ્વાદિષ્ટ ખોરાક જોતા મોં માં પાણી કેમ આવે
છે ? મોંમાં આવેલી
સલાઈવરી ગ્રંથિ લાળના સ્ત્રાવ માટે ઉપયોગી છે જેથી કોઈ પણ સ્વાદિષ્ટ ખોરાક જોતા આ
ગ્રંથિમાં લાળ ઉત્પન્ન થાય છે અને મોંમાં પાણી આવે છે .
યકૃત ( Live )
યકૃત શરીરની સૌથી મોટી ગ્રંથિ (બાહ્ય ગ્રંથિ)
છે . તે શરીરનું અંદરના ભાગનું સૌથી મોટું અંગ છે . એક પ્રકારે શરીરની સૌથી વિશાળ
રસાયણ ફેક્ટરી છે.
યકૃતનું વજન 1.2 કિ.ગ્રા થી 1.5 કિ.ગ્રા ની વચ્ચે હોય છે .
યકૃતની સપાટી પર પિત્તાશય નામની કોથળી હોય છે.
જેમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે , માટે યકૃતને પિત્તનું કારખાનું કહે છે . તે એક દિવસમાં 600 મિલિ જેટલું નીકળે છે .
તે આલ્કલાઈન (બેઝીક) હોય છે . જઠરમાંથી આવતા
એસિડિક ખોરાકને પિત્ત બેઝીક બનાવે છે તેમજ ખોરાકમાં રહેલા ઝેરી દ્રવ્યો અને આલ્કોહોલનું
વિઘટન કરે છે .
યકૃતમાં વિટામીન A , વિટામીન D , લોહતત્વ , તાંબું અને ગ્લાયકોજનનો સંગ્રહ થાય છે . કમળો (
Jaundice - Hepatitis ) એ યકૃતનો રોગ છે
.
સ્વાદુપિંડ ( Pancreas )
તે શરીરની એક માત્ર મિશ્ર ગ્રંથિ છે . તેમાંથી
અંતઃસ્ત્રાવ અને ઉત્સુચક બંનેનો સ્ત્રાવ થાય છે . સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ
કરે છે જેમાં એમાયલેઝ , લાયપેઝ , ન્યૂકિલએઝ , ટ્રિપ્સિન ઉન્સેચકો છે .
સ્વાદુપિંડમાંથી ઈસ્યુલીન અને ગ્લેકાગોન બે
અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે . ઈસ્યુલીન વધારાનું ગ્લુકોઝનું ગ્લાયકોજન (ચરબી) માં
રૂપાંતર કરે છે . જ્યારે ગ્લેકાગોન ગ્લાયકોજન (ચરબી) માંથી ગ્લુકોઝ (શકિત) માં
રૂપાંતર કરે છે .
જો સ્વાદુપિંડમાં ખામી સર્જાય અને ઈસ્યુલીન યોગ્ય
માત્રામાં ઉત્પન ન થાય તો ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે . જેને મધુપ્રમેહ અથવા
ડાયાબિટીસ કહે છે .
પાચન સાથે સંકળાયેલા ઉર્સેચકો અને તેમની
પ્રક્રિયાઓ
ઉત્સેચક: ટાયકિન
કયાં અચાર કરે:-મુખગુહા
ખોરાકના કયા ચટક પર અસર કરે:- કાર્બોહાઈડ્રેટ
નીપજ:-માલ્ટોજ
ઉત્સેચક: પેપ્સીન
કયાં અચાર કરે:- જઠર
ખોરાકના કયા ચટક પર અસર કરે:- પ્રોટીન
નીપજ:- પોલીપેપ્ટાઈડ
ઉત્સેચક: રેનીન
કયાં અચાર કરે:- જઠર
ખોરાકના કયા ચટક પર અસર કરે:- કેસીનોજન
નીપજ:- કેસીન
ઉત્સેચક: એમાયલેઝ
કયાં અચાર કરે:- પકવાશય
ખોરાકના કયા ચટક પર અસર કરે:- મલ્ટોઝ
નીપજ:- ગ્લુકોઝ
ઉત્સેચક: ટ્રીપ્સીન
કયાં અચાર કરે:- પકવાશય
ખોરાકના કયા ચટક પર અસર કરે:- પોલીપેપ્ટાઈડ
નીપજ:- એમીનોએસિડ
ઉત્સેચક: લાઇપેઝ
કયાં અચાર કરે:- પકવાશય
ખોરાકના કયા ચટક પર અસર કરે:- ચરબી
નીપજ:- ફેટી એસિડ,ગ્લિસરોલ
ઉત્સેચક: ન્યૂકિલએઝ
કયાં અચાર કરે:- પકવાશય
ખોરાકના કયા ચટક પર અસર કરે:- ન્યૂકિલઇક એસિડ
નીપજ:- ન્યૂકિલઓટાઇડ્સ
પાચનતંત્ર સાથે સંકળાયેલ ખામીઓ
ઝાડા – અતિસાર ( ડાયરિયા ) ( Diarrhoea ) :
પાણી જેવા મળનો , શરીરમાંથી વારંવાર ત્યાગ થતો રહે છે
આંત્રશોથ ( Entertis ) : આંતરડાના સોજાને આંત્રશોથ ( Enteritis )
કહે છે . પેટમાં Cramps
અને અતિસાર ઉત્પન્ન થાય
છે .
જઠરાંત્રશોથ ( Gastroenteritis
) : જઠરની
શ્લેષ્મકલા ( Membrane ) અને આંતરડાની શ્લેષ્મકળામાં સોજો ઉત્પન્ન થાય છે . Gastroenteritis માં વમન ( Vomiting
) , પેટમાં Cramps
અને અતિસાર થાય છે . કબજીયાત ( Constipation )
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home