Friday, April 23, 2021

સહયોગ:સુરતમાં કપૂર, લવિંગ, સૂંઠ અને અજમાના દ્રાવણયુક્ત કપડાથી વોશેબલ માસ્ક બનાવાયા, 50 હજાર માસ્ક મફત અપાશે

કોરોના વાઈરસની બીજી લહેર લોકોમાં વધુ સંક્રમણ ફેલાવવા સાથે અચાનક જ ઓક્સિજન લેવલ ઓછું કરી લોકો માટે જીવલેણ સાબિત થઇ રહી છે. ત્યારે આ મહામારીમાં શ્વાસોચ્છવાસ સામાન્ય રાખવાની અને ફેફસાં શરદી, કફ વિગેરેથી અસરગ્રસ્ત ન થાય એની કાળજી લેવાની સૌથી મોટી સમસ્યા છે. આ સંદર્ભે ભારતના આયુર્વેદ સંસ્કાર અને પારંપરિક ઔષધિ અકસીર સાબિત થઇ રહિ છે. ભૂખ્યાને ભોજન સહિતના અન્ય સેવાકાર્યો કરતા સુરતના રક્ષક ગૃપે આ મામલે પણ નવી શોધ સાથે આગળ આવ્યું છે. રક્ષક ગ્રુપ દ્વારા કપૂર, લવિંગ, સૂંઠ અને અજમાના દ્રાવણયુક્ત કપડાથી બનાવેલા 50 હજાર જેટલા વોશેબલ માસ્ક બનાવવામાં આવ્યા છે.

ચાર સામગ્રીનો ઉપયોગ કરાયો

જે 23 મી થી નિશલ્ક વિતરીત કરી કોરોના પોઝિટિવ દર્દીઓને જ નહીં પણ પરિવાર દીઠ દરેક ને 5-5 માસ્ક આપવાની તૈયારી ગૌરવ પટેલે બતાવી છે.ગૌરવ પટેલ (રક્ષક ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ)એ જણાવ્યું હતું કે, કપૂર, લવિંગ, અજમો અને સુંઠ એમ ચાર સામગ્રી લઈને એનું દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. આ દ્રાવણમાં માસ્ક બનાવવા માટેના સુતરાઉ કાપડને ભીંજવીને દ્રાવણનો પાસ કપડામાં આપવામાં આવે છે

           

માથાના દુઃખાવા અટકે છે

પીન્કીબેને કહ્યું હતું કે, કપૂરથી ઓક્સિજન લેવલ સામાન્ય રહે છે. શ્વસન પ્રક્રિયા બરાબર ચાલતી રહે છે, અને સૂંઠ, લવિંગ, અજમો વ્યક્તિને શરદી, માથાનો દુઃખાવો જેવી સમસ્યા ઉભી થતી રોકે છે. કોરોના સંક્રમણમાં માસ્ક ખૂબ જ જરૂરી છે ત્યારે માસ્કમાં પણ ઔષધિઓ ભળતા વધારે ફાયદાકારક સાબિત થાય છે.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home