ઓમિક્રોન વેરિઅન્ટ : વૈજ્ઞાનિક સંશોધનો આ નવા દાનવ વિશે શું કહી રહ્યા છે
ઓમિક્રોન વેરિઅન્ટ : વૈજ્ઞાનિક સંશોધનો આ નવા દાનવ વિશે શું કહી રહ્યા છે
ઓમિકોન ગ્રીક ભાષાનો કક્કો છેલ્લાં બે વર્ષથી સતત હેરાન કરી રહ્યો છે આલ્ફા , બીટા , ડેલ્ટા પછી હવે ઓમિક્રોન . તે ગ્રીક એબીસીડીનો ૧૫ મો મૂળાક્ષર છે . જેણે ફરી એક વખત માનવ જાતિની આશાઓને વેન્ટિલેટર પર મૂકી દીધી છે . પરોઢ રસીકરણ શરૂ થયું ત્યારથી ફાટી ચૂક્યું છે , પણ સૂરજ કોઈ ફિલ્મ સેલિબ્રિટીની જેમ સેટ પર આવવામાં મોડુ કરી રહ્યો છે . પૂર્વની ક્ષિતિજે સૂર્યોદયના આગમનનો સંદેશો આપતી લાલિમા છવાઈ હોય ને એકાએક ફરીથી કાળું ધાબું થવા લાગે તો કેવું ફીલ થાય ? એવું ઓમિક્રોનના આગમનથી થઈ રહ્યું છે . ડીસેમ્બર મહીનો ઘાતકી પુરવાર થઈ રહ્યો છે . સાર્સ કોવ -૨ નો પ્રથમ હુમલો ડીસેમ્બર -૨૦૧૯ માં થયેલો . ડીસેમ્બર -૨૦૨૧ ચાલી રહ્યો છે અને ઓમિક્રોન ઉપદ્રવ મચાવી રહ્યો છે . ૮ મી ડીસેમ્બરે બ્રિટનમાં ઓમિક્રોન વેરિઅન્ટના ૫૩૬ કેસ હતા . કુલ કોવિડ કેસોમાં તેનું પ્રમાણ ૦.૫ ટકા હતું . ૧ લી ડીસેમ્બર આસપાસ તેના કેવળ ૩૨ કેસ હતા , અને ૧૪ મી ડીસેમ્બરે આસમાની કૂદકો મારીને ૧૦,૦૦૦ પહોંચી ગયા . આ લખાઈ રહ્યું છે ત્યારે બ્રિટનમાં ઓમિક્રોનના રોજ ૯૦૦૦૦ હજાર કેસ નોંધાઈ રહ્યા છે . જે શક્તિશાળી હોય એ રાજ કરે એ ન્યાય પ્રમાણે ડેલ્ટા વેરિઅન્ટ નેપથ્યમાં ધકેલાતો જાય છે અને ઓમિક્રોન તેનું સ્થાન લઈ રહ્યો છે . દક્ષિણ આફ્રિકામાં આ પ્રોસેસ ઓલરેડી પૂરી થઈ ચૂકી છે . ચીનથી માંડી ભારત સુધી બધે જ ઓમિક્રોન વાઈરલ થવા માંડયો છે અને જે બ્રિટનમાં ભજવાયું તે બીજા દેશોમાં પણ ભજવાવાનો ભય છે .
આવો કડાકો તો ક્રિપ્ટો કરન્સીમાં પણ નથી બોલતો ઓમિક્રોનની બાબતમાં બે લક્ષણો સવિશેષ જોવા મળી રહ્યા છે . એક , તેમાં જે મ્યુટેશન થયા છે તેણે તેની ફેલાવાની ઝડપ અનેકગણી વધારી દીધી છે . બ્રિટનમાં અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે તે ડેલ્ટાની તુલનાએ બેથી ત્રણ ગણી વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે .
બીજું , અગાઉ જેણે વેક્સિન લીધી હોય તેને પણ આ વાઈરસનો ચેપ લાગે છે . દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી વિમા કંપની ડિસ્કવરી હેલ્થ અને દક્ષિણ આફ્રિકન મેડિકલ રીસર્ચ કાઉન્સીલના સંયુક્ત અભ્યાસમાં બહાર આવ્યું છે કે જેમણે ફાઈઝર - બાયોટેક એમઆરએનએ રસી લીધી હતી તેમને અગાઉ ૮૦ ટકા રક્ષણ મળતું હતું , ઓમિક્રોન ત્રાટક્યા પછી માત્ર
૩૩ ટકા જ રક્ષણ મળે છે . રસીની ઈફેક્ટિવનેસમાં જે કડાકો બોલ્યો છે એવો તો ક્રિપ્ટો કરન્સીની બજારમાં પણ જોવા મળતો નથી . ફાઈઝર ૨ સી લીધી હોય તેમને કોરોનાની ગંભીર બીમારી સામે ૯૩ ટકા રક્ષણ મળતું હતું , હવે તે ઘટીને ૭૦ ટકા થઈ ગયું છે રસીકરણની મહેનત સાવ માથે પડી છે એવું પણ કહી ન શકાય . કારણ કે જેમણે ફાઈઝરના બે ડોઝ લીધા
આફ્રિકામાં દક્ષિણ ઓમિક્રોનના ચેપને લીધે જે લોકો આઈસીયુમાં પહોંચી ગયા તેમાંથી ૮૪ ટકા એવા છે જેણે રસી લીધી નથી આથી વહેલી તકે રસી લઈ લેવામાં જ સમજદારી છે અમેરિકાની જે એન્ડ જે કંપનીની રસી તથા બ્રિટનની એક્સ્ટ્રાઝેનેકા ( ભારતની કોવિશિલ્ડ ) પણ કોરોનાની ગંભીર બીમારી સામે આજની તારીખેય રક્ષણ આપી રહી છે . આથી જો રસી ન લીધી હોય તો વહેલી તકે લઈ લેવામાં જ શાણપણ . છે તેવા ૧૦૦ જણામાંથી ૭૦ ને આઇસીયુમાં ૮૪ ટકા એવા જેમણે રસી લીધી નથી હજી પણ કોરોનાની ગંભીર બીમારી સામે રક્ષણ મળી રહ્યું છે એ પણ સત્ય છે કે જેમ વાઈરસ અપડેટ થયો છે તેમ રસી પણ અપડેટ કરવી પડશે . જેમણે ઓમિક્રોનના આગમનથી કોરોના કેસ વધવાનું જોખમ ચોક્કસ વધી ગયું છે પણ રસી લઈ લીધી છે . તેમને હોસ્પિટલમાં દાખલ થવાનો અને મૃત્યુનો ખતરો ઓછો છે . ફેફસાંને ચેપગ્રસ્ત કરવામાં ઓમિકોન ધીમો છે રસીકરણ દ્વારા અથવા અગાઉ થયેલા કોરોના દ્વારા ઉત્પન્ન થયેલા એન્ટિબોડીને ઓમિક્રોન દાદ આપતો નથી . આવા લોકોને પણ અગાઉના વેરિઅન્ટ કરતા ઓમિક્રોનનો ચેપ લાગવાની શક્યતા ત્રણથી આઠ ગણી વધારે છે . એ પણ સત્ય છે કે જેમણે રસી લઈ લીધી છે તેમને ઓમિક્રોનનો ચેપ લાગે પછી તેમની ઇમ્યુન | સિસ્ટમ સક્રિય બની જાય છે અને આ નવા અસુરને રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અટકાવે છે . બુસ્ટર ડોઝ પણ ઓમિક્રોનની આગેકૂચ રોકી શકે છે . અન્ય એક સારા સમાચાર એ છે કે ઓમિક્રોન ફેલાવાની બાબતમાં ભલે ડેલ્ટા કરતાં બળૂકો છે કિંતુ આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડવાની બાબતમાં તે તેના કરતાં નબળો છે આ આપણા માટે સારા સમાચાર છે . ડિસ્કવરી હેલ્થના રીસર્ચમાં બહાર આવ્યું છે કે ૨૦૨૦ ના વાઈરસ હુમલાની તુલનાએ ઓમિક્રોનના અટેક દરમિયાન હોસ્પિટલાઈઝેશનના કેસ ૨૯ ટકા ઓછા જોવા મળ્યા છે . અગાઉ કરતાં આઈસીયુના કેસ પણ ઓછા જોવા મળી રહ્યા છે . મિક્રોન સામેની સૌથી પહેલી ચેતવણી સાઉથ આફ્રિકન મેડિકલ એસોસીએશનના એન્જલિક કોટીઝીએ આપી હતી . તેઓ પણ સતત ઉચ્ચારણ કરી રહ્યા છે કે ઓમિક્રોન બીજા વેરિઅન્ટ કરતાં હળવો છે . રસી લીધી છે તેમને શરદીથી વધુ નહીં થાય હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધક માઈકલ ચેન અને તેના સહકર્મીઓએ તૈયાર કરેલા રીસર્ચમાં નોંધવામાં આવ્યું છે કે ઓમિક્રોન ડેલ્ટા કરતાં ૭૦ ગણી વધુ ઝડપથી ફેફસાંમાં પહોંચે છે પરંતુ ફેફસાંમાં તેના ફેલાવાની ઝડપ ડેલ્ટાની સરખામણીએ ૧૦ ગણી ઘટી જાય છે . કોરોનાનો ફેફસાંમાં ફેલાવો જ ખતરનાક બનતો હોય છે એ દૃષ્ટિએ જોઈએ તો ઓમિક્રોનથી એટલું બધું પણ ડરવાની જરૂર નથી . હા , જેમણે સી નથી લીધી તેમના પર ચોક્કસ તલવાર લટકે છે . જેમણે ૨ સી લઈ લીધી છે તેમના માટે ઓમિક્રોન શરદીથી વિશેષ કશું નહીં હોય , એવું તબીબોનું માનવું છે . દર બે દિવસે કેસ ડબલ વિશ્વમાં અત્યારે કોરોનાના જેટલા કેસ આવે છે તેમાં મેજોરિટી ડેલ્ટા વેરિઅન્ટના છે . બ્રિટન , નોર્વે , ડેન્માર્ક અને દક્ષિણ આફ્રિકા આ ચારેય દેશમાં સર્વાધિક કેસ ઓમિક્રોનના આવી રહ્યા છે , પણ ઓમિક્રોનની ઝડપ જોતા આગામી ૧૫ દિવસમાં ડેલ્ટા વિસ્થાપિત થઈ નવ વિશે જશે સૌથી વધુ કેસ મિક્રોનના આવવા લાગશે , એવું આરોગ્ય જગતના તજજ્ઞોનું માનવું છે . લંડન સ્થિત ઇમ્પિરિયલ કોલેજે હજુ ૧૬ મી ડિસેમ્બરે જ બહાર પાડેલા એક અભ્યાસમાં એવું જણાવવામાં આવ્યું છે કે ઓમિક્રોનથી ચેપગ્રસ્ત થયેલી એક વ્યક્તિ કમસેકમ બીજી ત્રણ વ્યક્તિને ચેપ લગાડે છે . આ સ્પીડને કારણે દર બે દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે . ૨૦૨૦ માં યુરોપમાં કોવિડ આ જ ઝડપથી ફેલાયો હતો . ઓમિકોન ઓછો ઘાતકી , પણ દેખાશે વધુ કેમ ? અગાઉ કોરોના આવ્યો ત્યારે લોકો કોરી પાટી હતા . હવે જેમને એકવાર કોરોના થઈ ગયો હોય એવા લોકો પણ ઝાઝા બધા છે અને વેક્સિન લઈ ચૂકેલા લોકો પણ બ્રિટનમાં ૭૦ ટકા વસ્તી વેક્સિન
કારણે દર બે દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે . ૨૦૨૦ માં યુરોપમાં કોવિડ આ જ ઝડપથી ફેલાયો હતો . ઓમિકોન ઓછો ઘાતકી , પણ દેખાશે વધુ કેમ ? અગાઉ કોરોના આવ્યો ત્યારે લોકો કોરી પાટી હતા . હવે જેમને એકવાર કોરોના થઈ ગયો હોય એવા લોકો પણ ઝાઝા બધા છે અને વેક્સિન લઈ ચૂકેલા લોકો પણ બ્રિટનમાં ૭૦ ટકા વસ્તી વેક્સિન હોસ્પિટલાઈઝેશનનો દર એટલા લાખ કેસ નોંધાવાનો ખતરો છે તેવી આગાહી કરવામાં આવી છે . આ જૈવિક આંકડા શાસ્ત્રીની વાત સાંભળવા જેવી છે ઈમોરી યુનિવર્સિટીના જૈવ આંકડા શાસ્ત્રી નેટેલી ડીન ધ્યાન દોરે છે કે ઓમિક્રોનમાં માટે ઓછો જોવા મળે છે કેમ કે જેમણે અગાઉ રસી લઈ લીધી છે અને જેમને કોરાના થઈ ચૂક્યો છે તેવી સંખ્યા ખાસ્સી એવી છે . લોકો પહેલી વખત કોરોનાના સંપર્કમાં આવ્યા છે અથવા આવવાના છે અને જેમણે રસી નથી લીધી તેમના માટે ઓમિક્રોન ડેલ્ટા જેટલો જ ઘાતક છે . લંડન સ્કૂલ ઓફ હાઈઝીન અને ટ્રોપીકલ મેડિસીને રીસર્ચ મોડલના આધારે દાવો કર્યો છે કે બ્રિટનમાં મે ૨૦૨૨ સુધીમાં ૨.૩ કરોડથી લઈને ૩ કરોડ લોકોને ઓમિક્રોનનો ચેપ લાગશે અને ૩૭,૦૦૦ હજારથી ૫૩,૦૦૦ હજાર લોકોના મોત થશે . નવેમ્બર ૨૦૨૦ અને જાન્યુઆરી ૨૦૨૧ માં બ્રિટનમાં લોકડાઉન કરવામાં આવેલું , ૨૦૨૧ માં જ્યારે લોકડાઉન કરવામાં આવ્યું ત્યારે બ્રિટનમાં રોજ ૩૮૦૦ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડતા હતા . આ વખતે રસીનું છત્ર હોવાથી તથા બુસ્ટર ડોઝની તૈયારી ચાલી રહી હોવાથી લોકડાઉન લાદવાને બદલે સલામતીના પગલાં લેવાઈ રહ્યા છે . જેમ કે વર્ક ફ્રોમ હોમની ભલામણ કરવી , માસ્ક પહેરવું વારંવાર હાથ સેનિટાઈઝ કરવા ફિઝિકલ ડિસ્ટન્સ જાળવવું વગેરે . આતો થઈ બ્રિટનની તૈયારીની વાત . બીજા દરેક દેશે તેમને ત્યાં થયેલા રસીકરણ તથા તેમને ત્યાં રહેલી તબીબી સુવિધાના આધારે ઓમિક્રોન સામે યુદ્ધ લડવાની તૈયારી કરવી પડશે .
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home