Friday, September 17, 2021

મંત્રી મંડળમાં કયા સમાજને કેટલું પ્રતિનિધિત્વ મળ્યું

 


           મંત્રી મંડળમાં કયા સમાજને  કેટલું પ્રતિનિધિત્વ મળ્યું

૮ પાટીદાર, ૬ ઓબીસી, ૩ એસટી ,૨ દલિત, ૨ ક્ષત્રિય૨ સર્વણ સમાજના પ્રતિનિધિત્વ સીટ મળી ,

            દક્ષિણ ગુજરાત - સૌરાષ્ટ્રને વધુ મહત્વ અપાયું

દક્ષિણ  ગુજરાતના  - ૬ ધારાસભ્ય 

મધ્ય ગુજરાતનાં  - ૫ ધારાસભ્ય 

સૌરાષ્ટ્રનાં  - ૭ ધારાસભ્ય 

ઉત્તર ગુજરાતનાં  - ૩ ધારાસભ્ય 

અમદાવાદનાં  ૨ ધારાસભ્ય 

 

 

                                    મંત્રીમંડળમાંથી કોને કયા ખાતાની ફાળવણી ?

 ભૂપેન્દ્ર પટેલ:- સામાન્ય વહિવટ , વહિવટી સુધારણા - આયોજન , ગૃહ અને પોલીસ હાઉંસિંગ ,  

                      માહિતી પ્રસારણ , પાટનગર યોજના , શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ , ઉદ્યોગ ,

                       ખાણ - ખનીજ નર્મદા , બંદરો , તમામ નીતિઓ , અન્ય કોઇ મંત્રીઓને ળવાયા ન   

                       હોય તેવા વિભાગ

                                                            કેબિનેટ મંત્રી 

 રાજેન્દ્ર ત્રિવેદી:- મહેસૂલ , આપત્તિ વ્યવસ્થાપન , કાયદા - ન્યાય , વૈધાનિક સંસદીય બાબતો .  

જીતુ વાઘાણી:-   શિક્ષણ ( પ્રાથમિક-માધ્યમિક-પ્રૌઢ), ઉચ્ચ-તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન, પ્રાઉદ્યોગિક .

રૂષિકેશ પટેલ:- આરોગ્ય-પરિવાર કલ્યાણ , તબીબી શિક્ષણ, જળસંપત્તિ , પાણી પુરવઠો .

પુર્ણેશ મોદી:- માર્ગ અને મકાન , વાહનવ્યવહાર , નાગરિક ઉડ્ડયન , પ્રવાસન અને યાત્રાધામ વિકાસ .

 રાઘવજી પટેલ:- કૃષિ , પશુપાલન , ગૌ સંવર્ધન .

 કનુભાઇ દેસાઇ:- નાણા , ઉર્જા , પેટ્રોકેમિકલ્સ ,

કિરીટસિંહ રાણા:- વન , પર્યાવરણ , કલાઇમેટ ચેન્જ , છાપકામ , સ્ટેશનરી .

નરેશ પટેલ:- આદિજાતિ વિકાસ , અન્ન અને નાગરિક પુરવઠો , ગ્રાહકોની સુરક્ષા .

 પ્રદીપસિંહ પરમાર:- સામાજિક ન્યાય , અધિકારીતા .

અર્જુનસિંહ ચૌહાણ:- ગ્રામ વિકાસ , ગૃહ નિર્માણ .

 રાજય કક્ષાના મંત્રી ( સ્વતંત્ર હવાલો )

હર્ષ સંઘવી :- રમત - ગમત , યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ , સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ,

બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ , ગૃહ રક્ષક દળ , ગ્રામ રક્ષક દળ , નાગરિક સંરક્ષણ ,   

 નશાબંધી , આબકારી , જેલ , સરહદી સુરક્ષા ( સ્વતંત્ર હવાલો ) , ગૃહ અને પોલીસ  

હાઉસિંગ , આપત્તિ

જગદીશ વિશ્વકર્મા:- કુટિર ઉદ્યોગ , સહકાર , મીઠા ઉદ્યોગ , પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) , ઉદ્યોગ ,

                         વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ , પ્રિન્ટિંગ , સ્ટેશનરી .  

બ્રિજેશ મેરજા:- શ્રમ,રોજગાર પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ  , ગ્રામ વિકાસ

જીતુ ચૌધરી:- કલ્પસર , મત્સ્યોદ્યોગ ( સ્વતંત્ર હવાલો ) , નર્મદા , જળસંપત્તિ , પાણી પુરવઠો .

 મનિષાબહેન વકીલ:- મહિલા અને બાળ કલ્યાણ ( સ્વતંત્ર હવાલો ) , સામાજીક ન્યાય અધિકારીતા .

 રાજયકક્ષાના મંત્રી

મુકેશ પટેલ:-  કૃષિ , ઉર્જા , પેટ્રોકેમિકલ્સ

નિમિષાબહેન સુથાર:- આદિજાતિ વિકાસ , આરોગ્ય અને પરિવાર કલ્યાણ , તબીબી શિક્ષણ ,

 અરવિંદ રૈયાણી:- વાહનવ્યવહાર , નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ

કુબેર ડીંડોર:- ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ , વૈધાનિક અને સંસદીય બાબતો ,

કિર્તીસિંહ વાઘેલા:-  પ્રાથમિક , માધ્યમિક , પ્રૌઢ શિક્ષણ

ગજેન્દ્રસિંહ પરમાર:-  અન્ન નાગરિક પુરવઠો , ગ્રાહક સુરક્ષાની બાબતો .

 આર.સી . મકવાણા:- સમાજિક ન્યાય , અધિકારીતા  .

વિનોદ મોરડીયા શહેરી વિકાસ , શહેરી ગૃહ  નિમણ

દેવાભાઇ માલમ:- પશુપાલન , ગૌ સંવર્ધન .

નવી સરકારના મોટાભાગના મંત્રીઓ કરોડપતિ મંત્રીઓનો અભ્યાસ (રૂ :-કરોડમાં  સંપત્તિ)

 રાજેન્દ્ર ત્રિવેદી:- એલએલબી     ૬.૭૪

રાઘવજી પટેલ:- એલએલબી       ૨.૬૫

જીતું  વાઘાણી:- એલએલબી       ૪.૫૦

કનુ દેસાઇ:-     એલએલબી        ૪.૩૫   

ઋષિકેશ પટેલ:- એન્જિનિયર      ૬.00

પ્રદિપ પરમાર:- 10 પાસ           0.૨૩

 નરેશ પટેલ     10 પાસ           ૧.૫૦  

પુર્ણેશ મોદી     બી . કોમ           ૧.૭૩

 કિરીટસિંહ રાણા  ૧૦ પાસ        .૨૨

 અર્જુનસિંહ ચૌહાલ  બી.કોમ     ૦.૧૨

બ્રિજેશ મેરજા       બી.કોમ         0.૯૧

 કુબેર ડિંડોર ,      પીએચડી        ૧.૫૦  

 મુકેશ પટેલ      ૧૨ પાસ         3.૧૨

 હર્ષ સંઘવી       ૧૦ પાસ        ૨.૧૨

 જીતું ચૌધરી     ૮ પાસ          ૧.૨૦

 મનિષા વકીલ      બી.એડ       0.0

આર.સી.મકવાણા  ૧૨ પાસ     ૦.૯૧  

ગજેન્દ્રસિંહ પરમાર  બીએ       ૦.૪૩

 વિનુ મોરડિયા    10 પાસ       ૩.૪૯

 અરવિંદ રૈયાણી    ૮ પાસ       ૧.૮૪

 નિમિષા સુથાર   ૧૨ પાસ       0.૩૫

 કિર્તિસિંહ વાઘેલા ૧૨ પાસ      0.૫૩  

 

 

Sunday, September 12, 2021

ગુજરાતના ૧૬ મા મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજકીય કારકિર્દીની ઝલક

                                                            


 ગુજરાતના ૧૬ મા મુખ્યમંત્રી તરીકે કામ કરી રહેલા વિજય રૂપાણી ગુજરાત ભાજપના ટોચના નેતા છે . તેઓ ૭ મી ઓગષ્ટ  ૨૦૧૬ માં આનંદીબહેન પટેલના અનુગામી બન્યા હતા . અચાનક  રાજીનામું આપતાં ગુજરાતમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે . કેબિનેંટના મંત્રીઓને સ્વપ્રેય ખ્યાલ નહીં હોય કે આમ અચાનક તેમણે સ્ટેપડાઉન કરવું પડશે . રૂપાણીએ પાંચ વર્ષ અને ૩૫ દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે શાસન કર્યું છે .

    ૨ ઓગસ્ટ ૧૯૫૬ ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં વિજયભાઈનો જન્મ થયો હતો . તેમના પિતાનું નામ રમણિકલાલ અને માતાનું નામ માયાબેન છે . તેઓ જૈનધર્મના અનુયાયી છે . રમણિકલાલ સપરિવાર ૧૯૬૦ માં બર્માને છોડીને હંમેશાને માટે ભારત આવ્યા પછી તેઓ ગુજરાતના રાજકોટમાં રહેવા લાગ્યા હતા . વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ.એલ.બી થયા છે . 

એબીવીપીના કાર્યકર જનસંઘ અને ભાજપમાં કર્મઠ નેતા તરીકે ઉપસ્યા છે , મુખ્યમંત્રી બન્યા પહેલાં તેઓ ' કેબિનેટમાં મંત્રી હતા

    અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં ત્યારથી  વિજય રૂપાણીએ પોતાના જીવનને સાર્વજનિક કર્યું હતું , ત્યારબાદ તેઓ રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા હતા . ભારતીય જનતા પક્ષનાં સ્થાપનાનાં સમયથી અર્થાત ૧૯૭૧ વર્ષથી વિજય રૂપાણી પક્ષનાં કાર્યકર્તા છે . ૧૯૭૬ વર્ષમાં ભારતની કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગરનાં અને ભુજ - મહાનગરનાં કારાગારમાં બંદી હતા . એ બંને કારાગરોમાં એ ૧૧ માસ સુધી  રહ્યા હતા .

વિજય રૂપાણી ૧૯૭૮ વર્ષથી ૧૯૮૧ સુધી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પ્રચારક પણ હતા . ૧૯૮૭ વર્ષે રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચુંટાયા અને જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ બન્યા હતા . સમાંતર વર્ષે એ રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ બન્યા અને એ પદ પર તેઓ ૧૯૮૮ થી ૧૯૯૬ સુધી આરૂઢ રહ્યા હતા . વચ્ચે ૧૯૯૫ માં વર્ષે એમનું રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિના અધ્યક્ષત્વે પુનઃ ચયન થયું . પછી એમણે ૧૯૯૬ થી ૧૯૯૭ પર્યન્ત રાજકોટ મહાનગરનાં મેયર તરીકે પણ કાર્ય કર્યું છે . 

                                                                            


                    ૧૯૯૮ માં તેઓ ભાજપના ગુજરાત રાજ્ય વિભાગનાં વિભાગાધ્યક્ષ થયા હતા . ૧૯૯૫ માં જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા , ત્યારે વિજય રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિનાં અધ્યક્ષનું વહન કર્યું હતું . ૨૦૦૬ વર્ષે ગુજરાત પર્યટન વિભાગનાં અધ્યક્ષ બન્યા હતા . ૨૦૦૬ થી ૨૦૧૨ દરમ્યાન રૂપાણી રાજ્યસભાના સદસ્ય હતા . જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા , ત્યારે વિજય રૂપાણી ભાજપના ગુજરાત વિભાગના ચાર વાર અધ્યક્ષ , ગુજરાત મહાનગરપાલિકાનાં વિત્તવિભાગનાં એકવાર અધ્યક્ષ ( ૨૦૧૩ ) બન્યા હતા . 

        ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ ના રોજ વિજય રૂપાણી ભાજપના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બન્યા હતા . ૨૦૧૪ ના ઓગસ્ટ માસમાં જ્યારે ગુજરાત વિધાનસભાના સ્પીકર પદેથી વજુભાઇ વાળાએ પશ્ચિમ રાજકોટની બેઠક પરથી રાજીનામું આપ્યું ત્યારે વિજય રૂપાણી પેટાચૂંટણી લડ્યા હતા . તેઓ ૧૯ મી ઓક્ટોબર ૨૦૧૪ માં ધારાસભ્ય પદે ચૂંટાઇ આવ્યા હતા અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતાં .

Labels:

Friday, September 10, 2021

57 સેકન્ડમાં 2.7 કિ.મીનો વિશ્વનો સૌથી ટૂંકો વિમાન પ્રવાસ || The world's shortest flight in 2.7 km in 57 seconds

                                                            


 બ્રિટનના ઉત્તર સ્કોટલેન્ડમાં ઉંડી ખાડીના કારણે નાના ટાપુઓનો એક સમુહ બને છે જે ઓર્કેની  આઇલેન્ડ તરીકે ઓળખાય છે . આ આઇલેન્ડમાં મુખ્યત્વે વેસ્ટ્રે પાપા વેસ્ટ્રે એમ બે ભૂમિ ભાગ પડે છે . સ્કોટિશ એરલાઇન્સ લોગાનેયર આ વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે વચ્ચે આજકાલ કરતા છેલ્લા ૫૪ વર્ષથી એર રૂટ ચલાવે છે .

૧૯૬૭ માં શરુઆત થઇ હતી તે પછી હજુ પણ અવિરત ચાલે છે . વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે આઇલેન્ડ સુધીના ૨.૭ કિમીના અંતરને કાપવા માટે કોર્મશિયલ એર ફલાઇટનો રોજ ઉપયોગ થાય છે . જેમાં બેસીને આ બે આઇલેન્ડ વચ્ચેનું અંતર પાર કરવામાં માત્ર ૫૭ સેકન્ડનો સમય લાગે છે . જો કે કયારેક હવામાન ખરાબ હોય તેવા અસાધારણ સંજોગોમાં સ્કોટલેન્ડના ઉતર ભાગમાં આવેલા એક ટાપુ પરથી બીજા ટાપુ પર એર રૂટમાં પહોંચવામાં વિમાન વધુમાં વધુ બે મીનિટ લે છે . રોજ સવારથી સાંજ સુધી ચાલતી આ લોકો વિમાન ફેરીમાં નોકરીયાત શિક્ષકેં , હેલ્થ સ્ટાફ તથા બીમાર દર્દીઓ વધુ ઉપયોગ કરે છે . માત્ર ૫૭ સેકન્ડ સુધી વિમાનમાં મુસાફરી કરવાનો ખર્ચ ૩૬ પાઉન્ડ જેટલો થાય છે . તૈમણે ફરજીયાત વિશ્વના સૌથી ટુંકા એર રૂટમાં મુસાફરી કરીને પહોંચવું પડે છે . સ્કોટિશ નેશનલ હેલ્થ સર્વિસ સાથે સંકળાયેલા લોકો પણ આ ૨.૭ કીમીના એર રૂટનો સૌથી વધુ ઉપયોગ કરે છે . આ રૂટ તો વર્ષોથી ચાલતો હતો પરંતુ પહેલી વાર તેની માહિતી દુનિયામાં વર્ષ ૨૦૧૧ ના ગાળામાં આવી હતી . અહીં આવેલા કેટલાક ટુરિસ્ટોએ તેમના પ્રવાસ વર્ણનમાં આ વાત લખી એટલે બહારના પ્રવાસીઓ પણ ઉત્સુકતા ખાતર આ ફલાઇટમાં બેસવા આવે છે . સ્કોટિશ સરકાર ૪.૫ મિલીયન પાઉન્ડમાં વિમાન ફેરી ચલાવવાનો કોન્ટ્રાકટ આપે છે . આ રુટ દ્વીપ સમૂહની મધ્યમાં ૪૩ કિમી દૂર આવેલા કિર્કવાલ શહેર સાથેની કનેકટીવિટી માટે પણ મહત્વનો છે . આ રુટ ચલાવવા માટે ખર્ચ વધારે થતો હોવાથી સરકાર પણ સેવાના ધોરણે મદદ કરે છે .

                    


પાયલોટે એર રુટ પર લેન્ડિંગ અને ટેક ઓફ ખૂબજ સાચવીને કરવું પડે છે . વેસ્ટ્રેથી પાપા વેસ્ટ્રે એરપોર્ટ પર ફલાઈટ રવિવારે પણ અવિરત ચાલતી રહે છે . આ રુટનું અંતર એડનબર્ગ એરપોર્ટના રનવે જેટલું છે . ટુઅર્ટ લિંકલેટર નામના પાયલોટ સૌથી વધુ ૧૨૦૦૦ ટ્રીપ ચલાવવાનો અનુભવ ધરાવતો હતો જે ૨૦૧૩ માં નિવૃત થયો હતો .


Monday, September 6, 2021

આજના સમયમાં ભૂખ્યા રહીને થતા ઉપવાસની જેમ મોબાઇલ ઉપવાસ પણ જરૂરી બન્યા છે || Mobile fasting has become as necessary as fasting in this day and age

  

                                                        


        

            રોટી કપડા અને મકાન ઉપરાંત આધુનિક સમયમાં મોબાઇલ પણ જીવનનું અભિન્ન અંગ બની ગયો છે પરંતુ મોબાઇલનો વધતો જતો દુરોપયોગ ટીનએજર અને યુવાનોમાં ડિપ્રેશનનું કારણ બની રહયો છે . ઓવા સમયે બેંગ્લોરના  રમેશકુમાર શાહ દ્વારા સ્થાપિત એક જૈન ફાઉન્ડેશન દ્વારા ડિજીટલ ફાસ્ટિંગ નેકસ્ટ જૈન અંર્તગત એક અનોખો ઇનિશિએટિવ પ્રોગ્રામ દિવસ શરુ કર્યો છે જેમાં મોબાઇલનો ઉપયોગ ઘટાડવાની વાત છે . પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધી બેગ્લોર , ચેન્નાઇ અને અમદાવાદના મળીને કુલ ૨૦૦૦ લોકોએ ડિજીટલ ફાસ્ટિંગ કરી રહીને મોબાઇલનો ત્યાગ કરી રહયા છે જેમાં અમદાવાદના ૩૦૦ લોકોનો સમાવેશ થાય છે . આ જૈન ફાઉન્ડેશન માને છે કે જેમ આપણે ઉપવાસ કરીને ભૂખ પર નિયંત્રણ લાવી શકીએ છીએ એવી જ રીતે ડિજીટલ ફાસ્ટિંગ મોબાઇલ વપરાશ પર નિયંત્રણ મુકવાનું એક અસરકારક માધ્યમ છે . ભારતના પુખ્રવયના લોકો સરેરાશ રોજના લોકો રોજ સરેરાશ ૪.૩૦ કલાક મોબાઇલ વપરાશ  આથી યુવાનો માટે ડીજીટલ ફાસ્ટિંગ કે મોબાઇલ ફાસ્ટિંગ જરુરી બની ગયા છે . જો કે આ ડિજીટલ ફાસ્ટિંગનો મૂળ હેતું જૈન ધર્મના મૂળભૂત મૂલ્યો સાથે વર્તમાન પેઢીને જોડવાનો છે . નવી પેઢી મોબાઇલનો જેટલો ઓછો ઉપયોગ કરશે એટલું જ તેમનું પારિવારિક , આધ્યાત્મિક જીવન સુધરતું જશે . આ ડિજીટલ ફાસ્ટિંગમાં ભાગ લેનારાને પોતાની કેટેગરી મુજબ સ્કોરકાર્ડ મળે છે આ રિવોર્ડ પોઇન્ટ જેટલી રકમ ન ફાઉન્ડેશન દ્વારા મુકામાં એટલે કે સાધાર્મિક ભકિત જીવદયા વગેરેમાં આપવામાં આવે છે જેની ઇ - રિસિપ્ટ ભાગ લેનારાને મોકલવામાં આવે છે . ભાગ લેનારા ટોપ ટેન વિજેતાઓને ૬ દિવસની સમેતશિખરજીની જાત્રા કરાવવામાં આવશે . જૈન તજજ્ઞ અને સંશોધક જીતેન્દ્રભાઇ શાહ કહે છે ફાઉન્ડેશન દ્વારા ડિજીટલ લેકચર સિરીઝ અંર્તગત પાઠશાળા , તિર્થયાત્રા , ધર્મગ્રંથ ઉપરાંત ડિજીટલા ફાસ્ટિંગનો નવો પ્રયોગ શરુ થયો છે જે આવકારદાયક છે . 

                                                    


            ઉપવાસની આ ડિજીટલ ફાસ્ટિંગ ગત ૨૩ જુલાઇ થી શરુ થયું છે જે ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૧ એટલે કે કુલ ૫૦ દિવસ સુધી ચાલશે . રજીસ્ટ્રેશન કરાવનારાને સ્કોરકાર્ડનું ડોક્યુમેન્ટ મોકલવામાં આવે છે . નવાઇની વાત તો એ છે કે | આ ડિજીટલ ફાસ્ટિંગમાં ભાગ લેનારાઓએ પોતાની જાતે જ રોજ સ્કોરકાર્ડ ભરે છે . આ સ્કોરકાર્ડ સવારે ૯ વાગ્યાથી રાત્રીના વાગ્યા સુધી મોબાઇલ ઉપયોગ નહી કરવાના ચોકકસ પોઇન્ટ નકકી કરવામાં આવ્યા . જે લોકો ૧૨ કલાક સુધી મોબાઇલનો ત્યાગ કરી શકતા નથી તે મીનિમમ ૩ કલાક પણ મોબાઇલ ફાસ્ટિંગ કરી શકે છે . આ અંગેની માહિતી જૈન ફાઉન્ડેશનની ટીમ વોટસએપ ગ્રુપના માધ્યમથી પણ પુરી પાડે .