Saturday, October 31, 2020

આધ ઐતિહાસિક કાલ પૂર્વ ભારત


 

 

પૂર્વ ભારત

    પૂર્વ ભારત ત્રણ ભૌગોલિક એકમોમાં પડે છે : આસામનો અધો-હિમાલય પ્રદેશ , ગંગાનાં કાંપવાળાં મેદાન અને ઓરિસ્સાના ડુંગરાળ પ્રદેશો સાથે ભળી જતો છોટા નાગપુર ઉચ્ચપ્રદેશ.

નાની ઘસેલી પથ્થરની કુહાડીઓ સિવાય, આસામનો અધો-હિમાલય પ્રદેશ પ્રાગૂ ઐતિહાસિક અને આઘ-ઐતિહાસિક કાલખંડોની બાબતમાં અગ્નાતભૂમિ છે .

ઓરિસ્સાના મયૂરભંજ જિલ્લામાં કુચઈમાં ઉત્પનને નૂતન-પાષાણ યુગની સંસ્કૃતિ પ્રકાશમાં આણી છે , જે બીરભાનપુર પ્રકારની અ-ભૌમિતિક લઘુપાષાણકાલીન ઉદ્યોગની ઉપ૨ પરંતુ એનાથી અલગ રહેલી છે . આ સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે ઘસેલી પથ્થરની કુહાડીઓ , જેને હંમેશાં તેઓના દક્ષિણી પ્રતિભાગોના લંબગોળ છેદથી વિપરીત, લંબચોરસ કે વિષમચતુરસ્ત્ર છેદ હોય છે. દક્ષિણ-પૂર્વ એશિયાનો પ્રભાવ ધરાવતા બહુ ઘસેલા સ્કંધિત વાંસલાનો કોઈ નમૂનો મળ્યો નથી. તેથી આ પ્રકાર આ સંકુલમાં બંધ બેસે છે કે કેમ ને ક્યાં બંધ બેસે છે તે કહેવું મુશ્કેલ છે; એ મોડા તબક્કે અહીં પ્રચલિત થયો હશે. કુચઈમાં કુહાડીઓ સાથે ખરબચડાં ભૂરાશ પડતાં-લાલ મૃત્પાત્ર , કેટલીક વાર લેપવાળાં અને રેખાંકિત મળ્યાં હતાં . હાલ આ સંસ્કૃતિનો ચોક્કસ સમય આંકવા માટે કોઈ પુરાવો નથી , પરંતુ લગ.ઈ.પૂ. ૧૦૦૦ બહુ ખોટો ન ગણાય .

તામ્રનિધિ સંસ્કૃતિનાં વધુ નોંધપાત્ર પ્રાપ્તિસ્થાન છે બિહારમાં હમી અને બરગંડા, પશ્ચિમ બંગાળમાં તમજુરી અને ઓરિસ્સામાં ભગરાપીર અને દુનરિઆ. દંડ' અને સ્કંધિત' કુહાડીઓ પથ્થર અને ધાતુ-બંનેમાં મળે છે, તો પણ તામ્રનિધિ અને પૂર્વની નૂતનપાષાણ સંસ્કૃતિઓ વચ્ચેનો સંબંધ નક્કી કરવા માટે કોઈ સ્તરશાસ્ત્રીય પુરાવો નથી.

બેમાંથી એકેય સંસ્કૃતિ સાથે સંબંધ નહિ ધરાવતી સંસ્કૃતિ પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં પાંડુરાજાર-ઢિબિના નીચલા થરોમાં મળી છે. એની વિશેષતા છે શ્વેત-ચિત્રિત કાળાં અને લાલ તથા લાલ- પર-કાળાં મૃત્પાત્ર , જે આહડ અને નાવડાટોલીમાંના તેઓના પ્રતિભાગો જ ન હોવા છતાં , તેઓની સાથે તદન સંબંધ ન ધરાવતાં નહિ હોય . ને તફાવતનો ખુલાસો કદાચ સમય-ઘટકથી થાય છે , કેમ કે કાર્બન-૧૪ નિર્ણય પાંડુરાજાર-ઢિબિ સંસ્કૃતિને ઈ.પૂ. બીજી સહસ્ત્રાબ્દીના છેલ્લા ચરણમાં મૂકે છે. લોકો ડાળખાં-અને - માટીનાં ઘરોમાં રહેતા હતા ને તાંબાનાં ઓજાર , વીંટીઓ અને બંગડીઓ વાપરતા હતા, લઘુપાષાણોને લગતો પુરાવો શંકાસ્પદ છે. થોડી નાના કદની ઘસેલી પથ્થરની કુહાડીઓનું હોવું તેઓના વપરાશની પ્રતીતિ કરાવે છે , જોકે મર્યાદિત પ્રમાણમાં પૂર્ણ પ્રસારિત દફનો તેમજ આંશિક પાત્ર-દફનો પ્રચલિત હતાં .     

પાંડુરાજાર-ઢિબિ પુરાવો જણાવે છે કે એક સંસ્કૃતિ , પ્રાયઃ આહડ અને મધ્ય ભારતની તામ્રપાષાણ સંસ્કૃતિઓનું સંયોજન, પ્રસારિત નદી-પદ્ધતિઓની સાથે સાથે , મધ્ય ભારત અને છોટા ઉદેપુરના ઉચ્ચ પ્રદેશોમાં થઈને પૂર્વ તરફ પ્રસરી. સંસ્કૃતિ-હિલચાલોનો એ જ પ્રકાર મધ્ય ગંગા ખીરામાં , દાખલા તરીકે વારાણસી જિલ્લામાં પ્રહલાદપુરમાં, સારન જિલ્લા, બિહારમાં ચિરંડમાં અને ગોરખપુર જિલ્લા, ઉત્તર પ્રદેશમાં સોહાગૌરામાં શ્વેત-ચિત્રિત કાળાં-અને-લાલ મૃત્પાત્રોની હાજરી સમજાવી શકે. દક્ષિણ બિહારમાં સોનપુરમાં સહુથી પ્રાચીન થરોમાં રહેલાં અચિત્રિત કાળાં-અને-લાલ મૃત્પાત્ર પણ આવા પ્રસારણના અવશેષ હશે .

 સોનપુરમાં , કાળાં-અને-લાલ મૃત્પાત્રોની પછી ઉત્તરનાં કાળાં ઘસેલાં મૃત્પાત્ર અને લોખંડ આવેલ છે ને વસેલી પથ્થરની કુહાડીઓના થોડા નમૂના, જે છૂટક વિધમાન અવશેષો હોય. ઉત્તરનાં કાળાં વસેલાં મૃત્પાત્રોનો તબક્કો આપણને ઈ.પૂ. પહેલી સહસ્ત્રાબ્દીના મધ્યમાં લાવે છે, જયારે વૈશાલી અને રાજગીર, બંને બિહારમાં , પોતપોતાના રાજ્યનાં પાટનગરો તરીકે એકબીજા સાથે સ્પર્ધા કરતાં. પશ્ચિમ બંગાળમાં વત્તેઓછું સમકાલીન સ્થળ રૂપનારાયણ નદીના મુખ પ૨ નું તામલુક હોવાનું જણાય છે, જે ઈસ્વી સનના આરંભે પૂર્વ ભારતમાં અગ્રિમ ભારતીય - રોમન વેપારી મથક હતું .

 

                                 ગુજરાત

        લાંઘણજ લોકોનું શું થયું એ જાણવામાં આવ્યું નથી. તો પણ, ગુજરાતમાંનો તે પછીનો તબક્કો રંગપુર , લોથલ અને રોજડીમાં મળેલી હડપ્પા સંસ્કૃતિ દ્વારા દેખા દેતો લાગે છે .

 આ પ્રદેશમાંથી હડપ્પા સંસ્કૃતિની કેટલીક વિશેષતાઓ છે  શ્વેત-ચિત્રિત કાળાં-અને-લાલ મૃત્પાત્ર , તેથી એને સૌરાષ્ટ્ર' કે કાઠિયાવાડ હડપ્પીય સંસ્કૃતિ કહેવામાં આવી છે. હડપ્પીય સંસ્કૃતિની સમસામયિક , સોમનાથ અને થોડાં બીજાં સમુદ્રતટીય સ્થળોએ ઓળખાયેલી સંસ્કૃતિ હતી , જે બહારની બાજુ પર ચોકલેટથી-લાલાશ રંગમાં આલિખિત રૈખિક અને ભૌમિતિક રૂપાંકનો ધરાવતાં ધૂસર-પાંડુ મૃત્પાત્રોમાંના વાડકાઓથી અલગ તરી આવે છે

. ઈ.પૂ.૧૯ મી સદીના આરંભે લોથલમાંની હડપ્પા સંસ્કૃતિમાં પરિવર્તન આવ્યું હતું. હડપ્પીય ચિત્રિત રૂપાંકન ઘટ્યાં ને નવાં મૃત્પાત્ર સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યાં. ચર્ટનાં પાનાંનું સ્થાન કૅલસેડની અને જેસ્પરનાં પાનાંએ લીધું. આ રંગપુરમાં ચાલુ રહ્યું , જ્યાં કાલખંડ ૨ ના અંતભાગમાં મૃત્પાત્રો પર ચકચકિત લાલ લેપ લગાવવામાં આવવા લાગ્યો . કાલખંડ ૩ માં ચકચકિત લાલ મૃત્પાત્ર સહુથી મુખ્ય માટીકામ ઉદ્યોગ થયાં. હડપ્પીયો સાથે તેઓનાં નગર આયોજન અને ભઠ્ઠીમાં પકવેલી ઈંટો અદેશ્ય થઈ .

 ચકચકિત લાલ મૃત્પાત્ર તબક્કા પછી લોખંડ સાથે સંકળાયેલાં સાદાં કાળાં-અને-લાલ મૃત્પાત્રોનો તબક્કો આવ્યો. પછી થોડા વખતમાં ઉત્તરનાં કાળાં ઘસેલાં મૃત્પાત્ર પણ દેખાયા ને વાર્તા હવે ઠીક આરંભિક ઐતિહાસિક સમયમાં પહોંચે છે .

                    ઉત્તર દખ્ખણ

નર્મદા ઓળંગ્યા બાદ , તામ્રપાષાણ યુગનાં બે સ્થળ યુગલ આવે છે : તાપીના ઉત્તર અને દક્ષિણ તટે અનુક્રમે પ્રકાશા અને કોરત , ને તાપીમાં ભળતી ઉપનદી ગિરનાનાં તટો પર આવેલો બહાલ અને તેકવાડા . દરેક દાખલામાં પહેલું સ્થળ વસાહત છે ને બીજું દફનભૂમિ .

 વધુ દક્ષિણ , ઉપલી ગોદાવરી ખીણમાં , કંઈક જુદુ સંસ્કૃતિ-સંકુલ વિકસ્યું લાગે છે. અહમદનગર જિલ્લાના કૈમાબાદમાં વસવાટના થર ત્રણ ઉપકાલખંડોમાં પડે છે. ઉપકાલખંડ અ માં રહેવાસીઓ લઘુપાષાણ , પથ્થરની ઘસેલી કુહાડીઓ અને ઉત્કીર્ણ તથા અન્ય પદાર્થને લાગુ પડેલાં સુશોભનો ધરાવતાં ખરબચડાં ધૂસર મૃત્પાત્ર વાપરતા. થોડાં લાલ-પર-કાળાં ઠીકરાં પણ મળે છે. પરંતુ લાલપર-કાળાં મૃત્પાત્ર પછીના ઉપકાલખંડમાં પ્રાધાન્ય પામ્યાં ચિત્રિત રૂપાંકનોમાંનાં કેટલાંક પ્રકાશા અને નાવડાટોલીમાંથી મળેલાં રૂપાંકનોને સમાન હતાં . માળવા મૃત્પાત્રોમાં નળીનાળચાવાળા વાડકાનો ટુકડો પણ હતો , જે પરથી નર્મદા - પાર સંપર્કો વિશે કંઈ સંશય રહેતો નથી, પરંતુ આ ઉપકાલખંડ દરમ્યાન ભૂંગળી જેવા નાળચાના થોડા દાખલા પણ છે , જે વાડકાઓની કમરે કાઢેલ તૂતકની સાથે ઉપકાલખંડ ઇમાં મૃત્પાત્રોનું વિશિષ્ટ લક્ષણ બન્યા. આ નમૂનેદાર આકારો અને ઝાંખી લાલ સપાટી ધરાવતાં મૃત્પાત્ર દખ્ખણમાં જોરવે , નેવાસા અને ચાંડોલી સહિત ઘણાં અન્ય સ્થળોએ મળ્યાં છે.

જોરવે અથવા ઉત્તર દખણના તામ્રપાષાણકાલીન લોકો માટીનાં કે ડાળખાં-અને-માટીનાં ઘરોમાં રહેતા ને ઉપર જણાવેલાં મૃત્પાત્રો ઉપરાંત , જેસ્પર અને કૅલસેડનીનાં પાનાં , અણીઓ , વીંધણાં અને છોલણીઓ , બારીક દાણાદાર બૅસૉલ્ટની ઘસેલી કુહાડીઓ, કુહાડીઓ , વીટીઓ અને તાંબાની બંગડીઓ અને અર્ધ - કિંમતી પથ્થરો , છીપ અને સેલખડીના મણકા વાપરતા . ચાંડોલીમાંથી હાથો નાખવા માટે દ્વિભાગીકૃત પાનાવાળું તાંબાનું ભાલાનું ફળું આવે છે . શબનિકાલ કેટલાંક રસપ્રદ લક્ષણ રજૂ કરે છે . બાળકોનાં શબ પહેલાં ખુલ્લામાં મૂકી દેવામાં આવતાં ને પછી એને પાત્રોમાં મૂકી ઘરની ભોંય નીચે કે નજીકમાં દાટવામાં આવતાં. પ્રૌઢોની બાબતમાં મોટાં અસ્થિપાત્ર વપરાતાં, તેઓનાં શબ પૂરી લંબાઈમાં મૂકવામાં આવતાં , અમુક દાખલાઓમાં પ્રૌઢો માટે ત્રણથી પાંચ જેટલાં અસ્થિપાત્ર વપરાયાં હતાં , અસ્થિપાત્ર વિનાનાં પણ * હોલનું શ્રીનાથગઢ  પ્રાયુઃ

 ગોફણના પથ્થરો તરીકે વપ ૨ાતા , ઢોરનાં હાડકાંના છેડાઓને પણ વીપણા અને પહોળા પાનાની છરીઓ જેવાં હાડકાનાં વપરાયું હતું . પ્રા - ઐતિહાસિક અને આધ - ઐતિહાસિક કાલ

પ્રૌઢ - દફન હતાં . શબની બાજુમાં નાળચાવાળા એક કે વધુ ચંબુ અને વાડકા મૂકતા , જેમાં પ્રાયઃ પેયો તથા ખાધો હતાં. નેવાસામાંથી બાળકનો હાર આવે છે , જેના તાંબાના મણકા રેશમી અને સુતરાઉ દોરાઓ વડે ગુંથેલા હતા . ચાંડલીમાં એવા દાખલામાં શણ વપરાતુ હતું

 ઉત્તર દખ્ખણ તામ્રપાષાણ સંસ્કૃતિને એવાં કેટલાંક લક્ષણ છે , જે મધ્ય ભારતની એ સંસ્કૃતિમાં મળ્યાં નથી. દા.ત. ઘસેલી પથ્થરની કુહાડીઓ અને અસ્થિપાત્ર-દફનો. ગોદાવરી ખીણને આ તત્વ દક્ષિણ ભારત સાથેના સંપર્કો દ્વારા મળ્યાં. બદલામાં, ઉત્તર દખ્ખણ તામ્રપાષાણ સંસ્કૃતિ દક્ષિણ નૂતનપાષાણ સંસ્કૃતિ, લાલ-પર-કાળાં મૃત્પાત્ર અને તાંબા તરફ સરી ગઈ. આ આપ - લેના આરંભિક તબક્કાઓને સમાવતી વધુ વિગતો હજી નક્કી કરવાની રહે છે, ત્યારે સૂચક હકીકત તરીકે એ નોંધવું જોઈએ કે તાપી અને ઉપલી કૃષ્ણાની વચ્ચેનો પ્રદેશ ઉત્તર અને દક્ષિણની સંસ્કૃતિઓનું મિલન-બિંદુ હતો .

 નેવાસા અને ચાંડોલીમાંથી મળેલા કાર્બન-૧૪ નિર્ણયો ઉત્તર દખ્ખણ તામ્રપાષાણ સંસ્કૃતિને ઈ.પૂ . બીજી સહસ્ત્રાબ્દીના ઉત્તરાર્ધમાં મૂકે છે. આ સંસ્કૃતિ કેટલા સમય સુધી અને કયા સ્વરૂપે ચાલુ રહી તે આ પળે કહેવું મુશ્કેલ છે. તો પણ , જેઓએ પછીથી નેવાસામાં પુનર્વસવાટ કરેલો તેઓએ ચિત્રિત વાસણોની પરંપરા પૂરેપૂરી તજી દીધી હતી. એને બદલે, તેઓ ઉત્તરનાં કાળાં ધસેલાં મૃત્પાત્રોના વિક્ષેપણ સાથે કાળાં-અને- લાલ મૃત્પાત્ર વાપરતા . સિક્કાઓની પદ્ધતિ પણ અસ્તિત્વમાં આવી હતી . ને લોખંડ પણ વપરાશમાં હતું. નેવાસામાંની બીજી વસાહતનું આ ચિત્ર આરંભિક ઐતિહાસિક સમય દરમિયાન મધ્ય ભારતમાં મળે છે તેનાથી અસમાન નથી .

 

આધ ઐતિહાસિક કાળ રાજસ્થાન


 

રાજસ્થાન

રાજસ્થાન બે મુખ્ય ભૌગોલિક એકમોનું બનેલું છે , જે દક્ષિણપશ્ચિમથી ઉત્તરપૂર્વ જતી અરવલ્લી ગિરિમાળા વડે એકબીજાથી અલગ પડે છે . ઉત્તરપૂર્વ પ્રદેશને વળી ઘગ્ગરની હવે સૂકી ખીણના બનેલા ઉત્તર વિસ્તારમાં અને છેક દક્ષિણ વિભાગમાં લૂણી નદી વડે રાહત પામતા થર રણના બનેલા દક્ષિણ વિસ્તારમાં વિભક્ત કરાય . અરવલ્લી નદીઓ સંયુક્ત કરે છે ને પર્વતો વિભક્ત કરે છે ' એ કહેવતનું પ્રશિષ્ટ દૃષ્યત છે .

 ઘગ્ગર ખીણમાં , કાલી બંગામાંની પ્રાગ-હડપ્પીય સંસ્કૃતિ સહુથી પ્રાચીન આધ-ઐતિહાસિક સંસ્કૃતિ છે. એને એ જ ખીણમાંના લઘુપાષાણ ઉદ્યોગ સાથે કંઈ સંબંધ હતો કે કેમ એ વધુ અન્વેષણ માટેની બાબત છે. આ પ્રાગ-હડપ્પીય સંસ્કૃતિએ હડપ્પા સંસ્કૃતિને ઘડવામાં કેટલે સુધી ફાળો આપ્યો એ હજી નક્કી કરવાનું છે. હડપ્પા સંસ્કૃતિનાં , તદન થોડાં સ્થળ ખીણમાં તપાસાયાં છે, જે પૈકી , કાલી બંગા ઉપરાંત , તરખનવાલા - દેરા એના કદ માટે નોંધપાત્ર છે.

ઘગ્ગર ખીણમાંનો પછીનો સાંસ્કૃતિક તબક્કો ચિત્રિત ધૂસર મૃત્પાત્રો વડે માલૂમ પડે છે , વધુ નોંધપાત્ર સ્થળો ચાક-૮૬ અને સરદારગઢ છે. અહીં એક રસપ્રદ મુદ્દો એ છે કે ચિત્રિત ધૂસર મૃત્પાત્ર લોકો રૂપડ કે આલમગીરપુરથી વિપરીત રીતે નવો પ્રદેશ વસાવવાના શોખીન હતા ને તેઓ વેરાન થયેલા હડપ્પીય ટીંબાઓ પર સ્થિર થયા.

થર ૨ણનો આદ્ય-ઇતિહાસ જ્ઞાત નથી. દક્ષિણ-પૂર્વ રાજસ્થાનના ડુંગરાળ વિસ્તારોમાં બનાસ મુખ્ય નદી છે. એના કિનારાઓ પર તેમજ એની કેટલીક ઉપનદીઓના કિનારાઓ પર એક આઈ-ઐતિહાસિક સંસ્કૃતિ શોધાઈ છે , જેનું મુખ્ય લક્ષણ રેખીય અને મિથ્યા-ભૌમિતિક રૂપાંકનો સાથે આછા ગુલાબી સફેદ રંગમાં ચિત્રિત કાળાં-અને-લાલ મૃત્પાત્ર છે . આ સંસ્કૃતિનાં મહત્ત્વનાં સ્થળ છે આહડ અને ગિલુંડ , અનુક્રમે ઉદેપુરના સીમાડા પર અને ભીલવાડા જિલ્લામાં. આ સંસ્કૃતિ આહડ જ્યાં એ પહેલી ઓળખાઈ હતી તેના તથા મુખ્ય નદી બનાસના નામે ઓળખાય છે.

આહડમાં બે મુખ્ય કાલખંડ ઓળખાયા છે. એ અનુક્રમે આઘ-ઐતિહાસિક આહડ સંસ્કૃતિના અને પ્રાચીન ઐતિહાસિક યુગના છે. મૃત્પાત્રોના આધારે , અગાઉનો કાલ વળી ઉપકાલ ૧ અ , ૧આ અને ૧ઇ માં વિભાજ્ય છે. વિશિષ્ટ સફેદ-ચિત્રિત કાળાં અને-લાલ મૃત્માત્ર આ સઘળા કાળ દરમ્યાન ચાલુ રહ્યાં , જયારે ઉપકાલ ૧અ માં ધૂસર અને મલાઈ લેપવાળાં મૃત્પાત્રોની હાજરીથી અલગ પડે છે; આવાં મૃત્માત્ર ૧આ માં અદૃશ્ય થાય છે , જ્યારે ખૂબ પકવેલાં , ચોકલેટ રંગનાં મૃત્પાત્ર અસ્તિત્વમાં આવ્યાં . ૧ઇમાં , સફેદ-ચિત્રિત કાળાં-અને-લાલ મૃત્પાત્ર લાક્ષણિક તૂતક દર્શાવતાં , ને ગુજરાતમાંના રંગપુરમાંની અનુ-હડપ્પા સંસ્કૃતિનાં વિલક્ષણ એવાં ચકચકિત લાલ મૃત્પાત્રોનાં થોડાં ઠીકરાં પણ હતાં. તેથી એ સ્પષ્ટ છે કે એના છેલ્લા તબક્કાઓમાં આહડ સંસ્કૃતિ હડપ્પા સંસ્કૃતિ કરતાં વધુ જીવી. કાર્બન -૧૪ નિર્ણય ઉપકાલ ૧અ ના વચલા થરોને ઈ.પૂ. ૧૭૨૫ +- ૧૪૦ માં મૂકે છે.

આહડના રહેવાસીઓ પથ્થરનાં ગચિયાં કે કાચી ઈંટોના પ્રાસંગિક ઉપયોગ સાથે ડાળખાં-અને- માટીનાં મોટાં ઘરોમાં રહેતા  એક ઓરડો ૯X૪.૫ સે.મી. છે. તો પણ ગિલુંડમાં , ઘર મોટે ભાગે કાચી ઈટોનાં છે ને ત્યાં ભઠ્ઠીમાં પકવેલી ઇંટોની ઇમારત પણ છે. કાચી ઈંટોની સમાંતર દીવાલોની હરોળ નિર્દેશપાત્ર છે , જેની વચલી જગ્યા રેતીથી પુરાયેલી છે ; એ સંભવિત છે કે એ કોઠારનો પડથાર હોય ને એનો ઉપલો ભાગ લાકડાનો હોય . ચૂલા, એકવડા કે મિશ્ર (પછીનામાં પાંચ જેટલાં એકમ હોય છે) , અને માટીની પાળવાળાં ભંડારિયાં પણ મળ્યાં છે. તાંબાનો ઉપયોગ આહાડમાં બંગડીઓ અને વીંટીઓ ઉપરાંત પાંચ કુહાડીઓની શોધથી પુરવાર થયો છે. પાષાણ ઓજારોની ગેરહાજરી સૂચવે છે કે આહડ સંસ્કૃતિ તામ્રયુગની છે . બનાસ સંસ્કૃતિ સાથે સંગત બીજી વસ્તુઓ છે નિશાતરા , પથ્થરની નિશાઓ , પ્રાણીઓની પૂતળીઓ , માટીનાં પકવેલાં સોગઠાં અને તક્લીનાં ચકરડાં , જેમાંના ઘણાં ઉપર ઉત્કીર્ણ રૂપાંકનો છે .

મધ્ય ભારત

 ઈ.પૂ. બીજી સહસ્ત્રાબ્દીના આરંભમાં, મધ્ય ભારતના ભાગ , ખાસ કરીને નર્મદા અને ચંબલની ખીણો , અન્ન-ઉત્પાદક અવસ્થામાં પ્રવેશી હતી. તે અવસ્થા ચોક્કસ ક્યાં શરૂ થઈ એ હજી જણાયું નથી. થોડાં સ્થળો - નર્મદા પર મહેષ્વર અને નાવડાટોલી, ચંબલ પર આવરા અને નાગદા અને બીજા પર એરણા-એ થયેલાં ઉત્પનનોએ એવા લોકોનું અસ્તિત્વ દર્શાવ્યું છે, જેઓનાં પાનાનાં ઓજારોમાં હજી લધુપાષાણોની થોડી ટકાવારી મળે. તેઓ એરણમાં હતું તેમ માટીની દીવાલની કિલ્લેબંધીવાળી વસાહતોમાં કે નાવડાટોલીમાં હતું તેમ ખુલ્લાં અને કેંદ્રીકૃત ગામોમાં રહેતા ખેડૂત હતા. પછીના સ્થળમાંનાં ઘર નજીક નજીક ખોડેલા લાકડાના થાંભલાઓ વડે બનાવેલા એક-બે ઓરડાનાં હતાં. એને અંદરની બાજુથી તથા બહારની બાજુથી માટી વડે લીંપેલા અને ચૂનાનો હાથ લગાવેલા વાંસના પડદાથી વધુ આવૃત કરવામાં આવ્યાં હતાં. છાવણ ગૃહીત રીતે ઝુંપડીના પ્લેન પર આધાર રાખી સપાટ કે શંકુ ઘાટનાં હતાં , ને વાંસના પડદા પર ગોઠવેલાં ડાળખાં અને માટીથી બનાવેલાં હતાં. રાંધવા, ખાવા, પીવા અને ભરવા માટેનાં વાસણ હતાં, ને અનાજ દળવા માટે નિશાતરા, ને પીસવા માટે અનેક પ્રકારની નિશાઓ હતી . નાના ગોળ દડા જેવા પથ્થર ગોફણના પથ્થર તરીકે વપરાયા હશે, ને વધુ ચપટા પાયાવાળા પથ્થર તોલાં તરીકે થોડા નાના અને મોટાં ભારવનાં વાસણ અને કણેક બાંધવા માટેની થાળીઓ સિવાય, મૃત્પાત્રો ચિત્રિત છે. લાલ મૃત્પાત્રો પ્રાચુર્ય ધરાવે છે, પરંતુ ક્રીમ પર-સફેદ કે પીળી અને કાળા-પર-સફેદ સપાટીનું થોડું પ્રમાણ છે. છેલ્લાં બે તબકકા ૧ અને ૨ માં હોય છે, પણ એમાંનું પહેલું વસાહતની સમસ્ત જીંદગી દરમ્યાન ચાલુ રહે છે, જે અનેક કાર્બન -૧૪ નિર્ણયો અનુસાર ઓછામાં ઓછાં ૫૦૦ વર્ષ ( ઈ.પૂ. ૧૭૦૦-ઇ.પૂ.૧૨૦૦ ) ટક્યાં હતાં. મૃત્પાત્રોના કેટલાક ઘાટ-નાળીદાર પ્યાલા , નાળીદાર નાળચાવાળા વાડકા અને લોટા-પછી વિરલ થાય છે ને તેઓને સુંદર રૂપરેખા અને રૂપાંકન હોય છે. આમાંના લગભગ ૫૦૦ ની યાદી બની છે. ચૂલા બે પ્રકારના હતા - એક મોંવાળા અને ઘણાં મોંવાળા. પછીનાને આશ્ચર્યકારક રીતે નીચે દીવાલો અને ચૂનાથી ધોળેલ અગ્રભૂમિકા હતી .

આરંભિક ખેડૂત બે પ્રકારના ઘઉં ઉગાડતા જાડા છેડાવાળી નાની જાત અને અણીદાર છેડાવાળી લાંબી જાત. કઠોળના પાંચ પ્રકાર હતા-મસૂર, અડદ,મગ,વટાણા અને રેવન; ને બીજા ચાર અણ- ઓળખાયેલાં કઠોળ હતાં, ખોરાક પ્રાય : અળશીયા તેલથી રંધાતો , જેમ ઉત્તર પ્રદેશના ભાગોમાં આજે પણ રંધાય છે. રહેવાસીઓની ખોરાક સામગ્રીમાં ચોખાનો પ્રવેશ તબક્કા ૨ (લગ.ઈ.પૂ. ૧૫૦૦) માં થાય છે . ચોખાનો તેમજ મસૂર , અળશી અને અડદનો આ સહુથી પ્રાચીન પુરાવો છે .

આ ધાન્ય કેવી રીતે ઉત્પન્ન કરાતાં એ જણાયું નથી , કેમ કે હળના કોઈ અવશેષ મળ્યા નથી . પથ્થરનાં સંખ્યાબંધ ચકરડાં , જો ગદાનાં ફળાં તરીકે ન વપરાયાં હોય તો ખોદવાની લાકડીઓ માટેનાં વજનિયાં તરીકે વપરાયાં હશે .

ઘઉંના છોડ પ્રાયઃ કૅલ્સડનીના દાંત જડેલાં લાકડાનાં દાતરડાં વડે કપાતા હતા , એવી રીતે કાપવા માટેની અને ઝાટકા મારવા માટેની છરીઓ એ જ પથ્થરનાં એવાં નાનાં પાનાં વડે બનાવાતી , જેનાં હજારો નંગ નાવડાટોલીમાં મળ્યાં છે .

 વનસ્પતિજન્ય ખોરાક આહારનો મુખ્ય ભાગ હતો, જ્યારે ઢોર, ડુક્કર, ઘેટાં કે બકરાંના અવશેષોની ઘરના કચરાના ઢગલામાં રહેલી હાજરી દર્શાવે છે કે પશુઓને પાળવામાં અને ઓછામાં ઓછું વસ્તીના એક ભાગ વડે ખાવામાંય આવતાં હતાં.

માળવાના આરંભિક ખેડૂત સ્પષ્ટતઃ સારી સ્થિતિમાં અને કદાચ તદન સ્વાવલંબી હતા , જો કે પ્રાયઃ તાંબા માટે પરાવલંબી હતા, તાંબુ જૂજ પ્રમાણમાં વપરાતું ને ચપટી કુહાડીઓ , માછલાંની આંકડીઓ , ચાંપો , વીંટીઓ અને ઊપસેલી વચલી પટ્ટીવાળાં ખંજરો કે ખડગોરૂપે નાનાં પ્રમાણમાં હોય છે . રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને દખ્ખણ સાથેનો સંપર્ક અનુક્રમે સફેદ રંગમાં ચિત્રિત કાળાં-અનેલાલ મૃત્પાત્ર , ચકચક્તિ લાલ મૃત્પાત્રો અને બારીક ઝાંખાં મૃત્પાત્રોથી માલૂમ પડે છે.

માળવામાં અને અન્યત્ર - એરણા, નાગદા, આવરા અને મહેશ્વરમાં - આ તામ્રપાષાણ સંસ્કૃતિના લય માટેનો અંતિમ સમય ગમે તે હોય, એની પછી સાદાં કાળાં-અને-લાલ મૃત્પાત્ર , આહત સિક્કા અને લોખંડનાં લક્ષણ ધરાવતી સંસ્કૃતિ આવી. પ્રાયઃ આ લોહયુગ ઉજ્જયિની , જે અનુશ્રુતિ અને સાહિત્યિક પુરાવા અનુસાર , બુદ્ધના સમકાલીન પ્રધોતની રાજધાની હતી , તેના ઉદય સાથે શરૂ થયો . કૌશાંબીની જેમ , ઉજ્જયિની ઉત્તરનાં મહાજનપદોમાંનું એક હતી ને એને મજબૂત કિલ્લેબંધી હતી. એના પ્રાચીનતમ તબક્કામાં લોખંડ હતું એને પુરાતત્ત્વ વડે સમર્થન મળે છે .

 

Friday, October 30, 2020

સિંધુ અને બલુચિસ્તાનની અનુ - હેડપ્પીય સંસ્કૃતિઓ

 

સિંધુ અને બલુચિસ્તાનની અનુ - હેડપ્પીય સંસ્કૃતિઓ

સિંધુ ખીણા અને બલુચિસ્તાનમાં હડપ્પીય સભ્યતા પછી થયેલી આઘ-ઐતિહાસિક સંસ્કૃતિઓ પર થોડા શબ્દ ઉમેરવા ઘટે. અગાઉ ઉસ્લિખિત સ્મશાન ' સંસ્કૃતિ ઉપરાંત , સિંધુ ખીણમાં બે મહત્વની અનુ - હડપ્પા સંસ્કૃતિઓ છે, જે તેઓનાં પ્રકાર-સ્થળો , અનુક્રમે ઝૂકર અને ઝાંગારના નામે ઓળખાય છે. ચાન્હૂ - દડોમાં , આ બંને સંસ્કૃતિઓ હડપ્પા સંસ્કૃતિની ઉપર ઉત્તરોત્તર રહેલી છે. ઝૂકર સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે બફ( પાંડુ )કે ક્રિમ (મલાઈ) રંગનાં મૃત્પાત્ર , જેના પરનાં રેખાંકન જાંબુડી-કાળા રંગમાં છે , એમાં ઘણી વાર લાલ ઉમેરવામાં આવે છે. બીજી સંલગ્ન વસ્તુઓમાં કાંસાની દસ્તાના કાણાવાળી કુહાડી, સુશોભિત માથાંવાળી ચાંપો, કાંસા કે તાંબાની પણ , અને ફાયેન્સની ખાનાં પાડેલી મુદ્રાઓ તથા મૃત્પાત્રો ઉલ્લેખનીય છે. આમાંનાં ઘણાંને પશ્ચિમ એશિયામાં  સમાંતરો છે .

કાંગાર મૃત્પાત્ર રાખોડિયાં કે આછાં રાખોડિયાં - કાળાં છે . એના પર ઉર્ત્કીણ રૂપાંકનો હોય છે , જેમાં ત્રાપો અને અંતર રેખિત ત્રિકોણનો સમાવેશ થાય છે. આ સંસ્કૃતિનું કોઈ બીજું લક્ષણ જાણવામાં આવ્યું નથી , ને એનો ચોક્કસ સમય આંકવો શક્ય થયો નથી.

બલુચિસ્તાનમાં , કાંસાનાં કેટલાંક છૂટાંછવાયાં ઓજાર , જેનું પણ સાંસ્કૃતિક મહત્ત્વ હોવાનું જણાય છે તે ઉપરાંત અનુ હડપ્પીય કાલની બે મુખ્ય આઘ-ઐતિહાસિક સંસ્કૃતિઓ છે. આમાંની એક સંસ્કૃતિ કુલ્લી સંસ્કૃતિ ટીંબાનાં ખંડેરોમાં ખોદાયેલ શાહીતુંપમાંના સ્મશાનરૂપે મળી છે . દફન પૂર્ણદફન હતાં , જેમાં શરીર પાસાભેર અને ટૂંટિયું વાળેલું હતું. કબરમાં મૂકેલી વસ્તુઓમાં, કાળાં અથવા લાલાશ-બદામી રંગમાં ચીતરેલાં રાખોડિયાથી પીળાશ પડતાં-પાંડુ રંગનાં મૃત્યાત્રો ઉપરાંત છે ભાલાનું ફળું , દસ્તાના કાણાવાળી કુહાડી અને ખાનાં પાડેલી મુદ્રાઓ, બધાં તાંબાનાં અને ઉપર જણાવી દીધા મુજબ પશ્ચિમ એશિયાઈ સામ્યો સૂચવતાં .    

 એક બીજી સંસ્કૃતિ મોઘલ ઘુંડઈ , જિનવરી , ઝંગિઅન અને બીજે મળેલા દફન-રાશિઓથી સૂચવાતી સંસ્કૃતિ છે. એની સાથે સંલગ્ન છે, લાલ મૃત્પાત્રો ઉપરાંત કાંસા કે તાંબાની ધોડાની ઘંટડીઓ , વાટીઓ , બંગડીઓ અને ત્રિપાદ ઘડો , જેને પણ પશ્ચિમ એશિયામાં સામ્યો છે,

છેલ્લે ,ફોર્ટ મુનરોમાંથી કાંસાનું ખડ્રગ અને શલોઝાનમાંથી બાકાવાળી કુહાડી મળી છે , તેમાંનું પહેલું કૉકૅસિયામાં તલિશમાંથી ઈરાનમાં લુચિસ્તાનમાંથી મળેલા આદ્ય-પ્રકારોનું સ્મરણ કરાવે છે, જયારે પછીનાને પશ્ચિમ એશિયામાં જ નહિ , યુરોપમાં પણ અનેક સમાંતર છે .

 સિંધ અને બલુચિસ્તાનની આ અનુ - હડપ્પીય સંસ્કૃતિઓમાંની ઘણી ખરી , લોકોનું ખરેખરું અંતર્ગમન નહિ , તો પશ્ચિમ એશિયા સાથેના જીવંત સંપર્કો દર્શાવે છે .

ઉપલો ગંગા સિંચાઈ પ્રદેશ

ઉપલા ગંગા સિંચાઈ પ્રદેશની વાર્તા સિંધુની વાર્તાથી કંઈક જુદી છે. અહીંથી સહુથી પ્રાચીન આધ - ઐતિહાસિક સંસ્કૃતિ તામ્ર-નિધિઓ ' વડે જાણવા મળેલી સંસ્કૃતિ છે. તેઓમાં સાધારણ , સ્કંધિત અને સળિયા જેવી કુહાડીઓ ઉપરાંત છે આંકડીવાળાં ભાલાનાં ફળાં , સીંઘડા ઘાટનાં ખડગ , આંકડી કે દસ્તા માટેના કાણાવાળી નિમિ-વેધનીઓ, વટીઓ અને માનવાકાર' પૂતળીઓઃ છેલ્લાં જણાવેલીનો ચોક્કસ ઉપયોગ સ્પષ્ટ નથી. આ વર્ગનાં ઓજાર જેમાંથી નીકળે છે તેમાં , આ પ્રદેશનાં વધુ નોંધપાત્ર સ્થળોમાં બહાદરબાદ, રાજપુર પારસુ , બિસૌલી, ફતેહગઢ, સરથૌલી,બિથૂર,પરિઆર અને શેવરાજપુરનો સમાવેશ થાય છે. તો પણ , ઓજારો , છૂટાંછવાયાં કે સમૂહોમાં , આ પ્રદેશની બહાર પણ મળ્યાં છે. દાખલા તરીકે, મધ્ય પ્રદેશમાં પોંડીકલાન અને ગુંગેરિયામાં, દક્ષિણ બિહારમાં હમી અને બરગુંડામાં, પશ્ચિમ બંગાળના પહાડી ભાગમાં તમજુરીમાં , ઓરિસ્સામાં દુનરિયા અને ભગરાપીરમાં , માયસોરમાં કસ્તૂરમાં અને ગુજરાતમાં લોથલમાં પણ , એ સ્થળે મળેલો ખંડિત નમૂનો માનવકાર પૂતળીનો ભાગ હોય તો. જો કે એમાં નિમિ-વેધની અથવા માનવાકાર પૂતળી જેવા વધુ વિશિષ્ટ પ્રકાર મળ્યા નથી, છતાં રાજસ્થાનમાંના ખુરદીમાંથી મળેલો નિષિ પણ આ વર્ગનો હોવાનું અમુક વિદ્વાનો ઘટાવે છે. આ પ્રદેશમાંની તામ્રનિધિ સંસ્કૃતિને દક્ષિણમાં આંધ્રપ્રદેશ જેટલે દૂર સુધી સંપર્ક હતા. ઘણી ખરી વસ્તુઓ વેપારીઓ પાસેથી અથવા આકસ્મિક ખોદકામોમાં મળી છે. તેથી તેઓની સાથે ક્યો મૃત્પાત્ર ઉધોગ હતો તે ખાતરીપૂર્વક કહેવું હજી શક્ય નથી. તો પણ બહાદરાબાદમાં કેટલોક શ્રદ્ધેય સાંયોગિક પુરાવો છે . અહીં સિંચાઈ યોજના પર કામ કરતા ઈજનેરોને માટી અને રેતીના ૨-૩ મી.ના કોરા થરની નીચે આ વર્ગનાં સંખ્યાબંધ ઓજાર મળ્યાં હતાં અને એ ચાવીને અનુસરતાં પુરાતત્ત્વવિદોને એ જ સંદર્ભમાંથી લાલ મૃત્માત્ર પ્રાપ્ત થયાં , જેનો ગાભ ગમે તેમ થયેલી પકવણીથી અવારનવાર રાખોડિયા રંગનો હતો. જો કે ઘણા ખરા નમૂના કોઈ લેપ દર્શાવતા નથી ને તેઓની સપાટી સહેલાઈથી ઘસાઈ જાય છે ને આંગળી પર ગેરુવાળો પદાર્થ રહી જાય છે, છતાં થોડીક ઠીકરીઓ પર લેપનાં ધાબાં છે જ . વધુ યોગ્ય નામના અભાવે , એ મૃત્પાત્રોને તાત્કાલિક ગેરુ મૃત્પાત્ર ' તરીકે ઓળખવામાં આવ્યાં છે . બહાદરાબાદમાં ખોદાયા પહેલાં , ગેરુ મૃત્યાત્ર રાજપુર પારસુ અને બિસૌલીમાં થયેલી સ્થળતપાસોમાં, જેમાંથી નિધિઓ અગાઉ મળ્યા હતા તે જગાઓએ મળ્યા હતાં . આ મુદો મૃત્પાત્રો અને નિધિઓ વચ્ચે સાંસ્કૃતિક સંબંધ સૂચવે છે .


હસ્તિનાપુર, મીરત જિલ્લો, ઉત્તર પ્રદેશમાં આ મૃત્પાત્રનાં ઠીંકરાં ચિત્રિત ધૂસર મૃત્પાત્રોની નીચે , વચ્ચેના ગાળામાં સ્પષ્ટ ભંગ સાથે, મળ્યાં હતાં. આ ગેરુ મૃત્પાત્રોને લગ.ઈ.પૂ.૧૨૦૦ ની પહેલાંનો સમય આપે છે . જો લોથલ ટુકડો ધારવામાં આવે છે તેવો હોય તો તામ્રનિધિ સંસ્કૃતિ ઓછામાં ઓછી સિંધુ સભ્યતાના છેલ્લા તબક્કા સાથે સહ - અસ્તિત્વ ધરાવતી હોવાનું લેખાવું ઘટે , પ્રાય: એના રૂપાંતર તરીકે

 પંજાબમાં રૂપડમાં અને ઉત્તર પ્રદેશમાં આલમગીરપુરમાં , ચિત્રિત ધૂસર મૃત્પાત્ર સંસ્કૃતિ હડપ્પા સંસ્કૃતિની ઉપર મળી છે ને એ બેની વચ્ચે ખાલી ગાળો રહેલો છે. બહોળી રીતે એને ઈ.પૂ.૧૧૦૦ અને ૬00 ની વચ્ચે મુકાય . આ કાલાવધિની ઉપલી મર્યાદાને અનંજી-ખેડા, જિલ્લો એતાહમાંથી મળેલા કોલસો નમૂનાના કાર્બન-૧૪ નિર્ણય (ઈ.પૂ.૧૦૨૫-૧૧૦) વડે સમર્થન મળ્યું જણાય છે .

 ચિત્રિત ધૂસર મૃત્પાત્ર, તેનું નામ જણાવે છે તેમ રંગમાં ધૂસર (રાખોડિયાં) હોય છે અને કાળા રંગમાં ચીતરેલાં હોય છે. વધુ વ્યાપક પ્રકારો છે વાડકા અને રકાબીઓ. ચિત્રિત રૂપાંકનોમાં સાદા પટ્ટા, ઊભી , ત્રાંસી અને લીટાલીટાવાળી રેખાઓના સમૂહો , સિગ્માઓ , સ્વસ્તિકો , ટૂંકા ગૂંચળાંની સાંકળીઓ , ટપકાં અને રેખાઓની હરોળો , એકકેંદ્ર વર્તુળો અને અર્ધવર્તુળોનો સમાવેશ થાય છે .

 ચિત્રિત ધૂસર મૃત્પાત્રોનું મુખ્ય કેન્દ્રીકરણ દક્ષિણ પંજાબ, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હોવાનું જણાય છે. ઉપરાંત , સિંધમાં લાખિયો પીરમાં , મધ્ય પ્રદેશમાં ઉજ્જયિનીમાં, પૂર્વ ઉત્તર પ્રદેશમાં સોહાગૌરમાં અને પંજાબમાં ચરનમાં દાખલા છે . કેન્દ્રીકરણના પ્રદેશમાંનાં વધુ મહત્ત્વનાં સ્થળોમાં અહિચ્છત્ર, આલમગીરપુર, અત્રેજી-ખેડા, બાધપત, બૌરાટ, બન્નવા, હસ્તિનાપુર, ઇન્દ્રપ્રસ્થ ( દિલ્હીમાંનો પુરાણો કિલ્લો), કુરુક્ષેત્ર, મથુરા, પાણીપત,રૂપડ, શ્રાવસ્તી અને તિલપત છે.

 ઉપલબ્ધ પુરાવો દર્શાવે છે કે ચિત્રિત ધૂસર મૃત્પાત્ર લોકો માટીનાં કે ડાળખાં અને માટીનાં ઘરોમાં રહેતા હતા . ભટ્ટામાં પકવેલી ઈંટોનો કોઈ પુરાવો નથી ; ને કાચી ઇટોનોય ઘણો સંતોષકારક નથી . ખેતી અને પશુપાલન લોકોનો મુખ્ય ધંધો હોવાનું જણાય છે. હસ્તિનાપુરમાં, ચોખાનો પુરાવો છે, જેની છાપો લોથલમાં મૃત્પાત્રોમાં અને નાવડાટોલીમાં બળેલા અવશેષોમાં છે, ખોરાકની સામગ્રીમાં ગોસ, ઢોર-માંસ અને ડુક્કર-માંસ ઉમેરાયાં હતાં તેવું ઘેટાં, બકરાં, ઢોર, ભેંસ અને ડુક્કરનાં તીક્ષ્ણકાપાવાળાં બળેલાં અસ્થિઓ પરથી સૂચવાય છે. બીજાં પાળેલા પ્રાણીઓની બાબતમાં ઘોડાનો ખાસ નિર્દેશ કરવો ઘટે , જેની સિંધુ સંસ્કૃતિમાં હાજરી કંઈક શંકાસ્પદ છે .

 ચિત્રિત ધૂસર મૃત્પાત્ર લોકો પૂર્ણ-વિકસિત ધાતુયુગના હતા - લધુપાષાણો કે ઘડેલી પથ્થરની કુહાડીઓ જેવાં કોઈ પાષાણ ઓજારોનો કોઈ પુરાવો નથી. હસ્તિનાપુરમાં બાણનું ફળુ , નરેણી અને તાંબાની અંજનશલાકા મળ્યાં છે અને જો કે પહેલાંના ખોદકામમાં ઉપલા થરોમાંથી ફક્ત લોખંડના કીટોડા મળ્યા હતા , પણ પછીના (૧૯૬૨) કામે થોડી લોખંડની ઘડેલી ચીજો પણ પ્રકાશમાં આણી છે . આલમગીરપુર અને અત્રંજી-ખેડામાં લોખંડની વસ્તુઓ ચિત્રિત ધૂસર મૃત્પાત્ર વસવાટના છેક આરંભથી હોવાનું જણાવાયું છે . તેમાં કાંટાવાળા બાણનાં ફળાં , ખીલા વગેરે હોય છે. આલમગીરપુરમાં ઉત્કીર્ણ સુશોભન ધરાવતી માટીની પકવેલી પ્રાણીઓના ઘાટની થોડી પૂતળીઓ અને હાડકાંઓનો લંબચોરસ પાસો પણ મળ્યો છે . હસ્તિનાપુરમાં હાડકાં અને કાચની બંગડીઓ , સ્લેટની સરાણ અને ધર્ટ તથા જેસ્પરની નળાકાર વસ્તુઓ મળી છે . અન્ય સ્થળોએથી મળેલા પુરાવાના આધારે , છેલ્લી જણાવેલી વસ્તુઓ કાનનાં લોળિયાં હોવાનું જણાય છે , પ્રાયઃ એના પર સોનાના વરખનું આચ્છાદન હશે . હાડકાંના અણીદાર ઓજાર બાણનાં ફળો તરીકે કે વણવા માટે વપરાતાં હશે. તેઓને ઘણીવાર શલાકા-અણી ' કહી છે , પણ ચિત્રિત ધૂસર મૃત્પાત્ર થરોમાં હજી કોઈ અભિલેખ મળ્યો નથી.

હસ્તિનાપુરમાંના ચિત્રિત ધૂસર મૃત્પાત્ર વસવાટનો ગંગાના ભારે પૂરના કારણે અંત આવ્યો , જેણે વસાહતનો મોટો ભાગ ધોઈ નાખ્યો . આ હોનારતની નિશાનીઓ ટીંબા પર ધોવાણના ચાઠા રૂપે રહી ગઈ છે , જ્યારે ધોવાઈ ગયેલી કેટલીક સામગ્રી પણ નદીના તળામાં અપસ્તલ જળસપાટીની નીચે લગભગ ૧૨ મી , ની ઊંડાઈએ પ્રાપ્ત થઈ છે .

હસ્તિનાપુરની વાત ખીણમાં વધુ નીચે કૌશાંબીમાં ચાલુ રહી લાગે છે. અહીં બહારની બાજુએ પાકી ઇંટો જડેલી માટીની ભારે કિલ્લેબંધીઓ અને પથ્થરનો બાંધેલો મહેલ પણ છે. કૌશાંબીના વિહાર - વિસ્તારમાં મળેલો પહેલી સદીનો અભિલેખ એ સ્થાનને ઘોષિતારામ તરીકે ઓળખાવે છે, જયાં બુદ્ધ રાજા ઉદયનની રાજધાનીની મુલાકાત દરમ્યાન રહ્યા હોવાનું જાણવામાં આવ્યું છે.